અયૂબ
૧૨ અયૂબે કહ્યું:
૨ “હા, બુદ્ધિ તો ફક્ત તમારી જ પાસે છે ને!
તમારા મૃત્યુની સાથે સાથે બુદ્ધિ પણ મરી પરવારશે!
૩ જુઓ, મારી પાસે પણ બુદ્ધિ છે.
હું તમારાથી કોઈ પણ રીતે ઊતરતો નથી.
તમે જે કહ્યું એ કોણ નથી જાણતું?
આ દુનિયા મારા જેવા નેક અને નિર્દોષ માણસની મજાક ઉડાવે છે.
૫ બેપરવા લોકો માને છે કે, આફત તેઓની આસપાસ ફરકશે પણ નહિ,
એ ફક્ત એવા લોકો પર આવશે, જેઓના પગ સ્થિર નથી.*
૬ લુટારાઓ પોતાના તંબુમાં શાંતિથી રહે છે.+
જેમ હાથમાં મૂર્તિઓ રાખનારા સલામત છે,
તેમ ઈશ્વરને ગુસ્સે કરનારા પણ સલામત છે.+
૭ પણ જરા જાનવરોને પૂછ, તેઓ તને શીખવશે;
આકાશનાં પક્ષીઓને પૂછ, તેઓ તને જણાવશે.
૮ પૃથ્વીને ધ્યાનથી જો,* એ તને સમજાવશે;
સમુદ્રની માછલીઓને પૂછ, તેઓ તને સત્ય કહેશે.
૯ શું એ બધાં જાણતાં નથી કે,
યહોવાએ જ તેઓને પોતાને હાથે રચ્યાં છે?
૧૦ દરેકનું જીવન,
હા, દરેક મનુષ્યનો શ્વાસ તેમના હાથમાં છે.+
૧૧ જેમ જીભ સ્વાદ પારખે છે,
તેમ શું કાન શબ્દોની સચ્ચાઈ પારખતા નથી?+
૧૨ વૃદ્ધો પાસે બુદ્ધિ હોય છે+
અને લાંબું જીવનાર પાસે સમજણ હોય છે.
૧૪ તે જેને તોડે, એને શું કોઈ ફરી બાંધી શકે?+
તે જેને બંધ કરે, એને શું કોઈ ખોલી શકે?
૧૬ તેમની પાસે તાકાત અને બુદ્ધિ છે;+
ઠોકર ખવડાવનાર અને ઠોકર ખાનાર બંને તેમના હાથમાં છે.
૧૭ તે સલાહકારોને લૂંટી લે છે
અને ન્યાયાધીશોને મૂર્ખ બનાવે છે.+
૧૮ તે રાજાઓને રાજગાદી પરથી હટાવે છે+
અને તેઓની કમરે સાંકળ બાંધીને તેઓને ગુલામ બનાવે છે.
૧૯ તે યાજકોને* શરમાવવા તેઓને ઉઘાડા પગે ચલાવે છે+
અને સત્તા જમાવીને બેઠેલા સત્તાધીશોને ઊથલાવી દે છે;+
૨૦ તે ભરોસાપાત્ર સલાહકારોની બોલતી બંધ કરી દે છે
અને વૃદ્ધોની* અક્કલ છીનવી લે છે;
૨૧ તે અધિકારીઓ પર ધિક્કાર વરસાવે છે+
અને બળવાનને કમજોર બનાવે છે;*
૨૨ તે ઊંડી વાતો અંધકારમાંથી બહાર ખેંચી લાવે છે+
અને ઘોર અંધકાર પર પ્રકાશનાં કિરણો ફેલાવે છે;
૨૩ તે પ્રજાઓને શક્તિશાળી બનાવે છે, પછી તેઓનો નાશ કરે છે;
તે પ્રજાઓને મોટી બનાવે છે, પછી તેઓને બંધનમાં લાવે છે.