વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • nwt લૂક ૧:૧-૨૪:૫૩
  • લૂક

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • લૂક
  • પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
લૂક

લૂકે લખેલી ખુશખબર

૧ માનનીય થિયોફિલ, આપણે જે સાચા બનાવો પર ભરોસો કરીએ છીએ, એ લખી લેવાનું કામ ઘણાએ હાથમાં લીધું છે.+ ૨ શરૂઆતથી નજરે જોનાર સાક્ષીઓએ+ અને ઈશ્વરનો સંદેશો જણાવનાર સેવકોએ+ પણ આપણને સાચા બનાવો જણાવ્યા છે. ૩ મેં પણ તમને એ વિગતો યોગ્ય ક્રમમાં લખવાનું નક્કી કર્યું છે. મેં શરૂઆતથી એ બધી વાતોની ચોકસાઈથી શોધ કરી છે.+ ૪ એનાથી તમને પાકી ખાતરી થશે કે જે વાતો તમને શીખવવામાં આવી હતી એ ખરી છે.+

૫ યહૂદિયાના રાજા હેરોદના* દિવસોમાં+ ઝખાર્યા નામનો એક યાજક* હતો. તે અબિયાના સમૂહનો હતો.+ તેની પત્નીનું નામ એલિસાબેત હતું. તે હારુનના કુટુંબની હતી. ૬ ઈશ્વરની આગળ તેઓ બંને નેક* હતાં. તેઓ યહોવાની* આજ્ઞાઓ અને કાયદા-કાનૂન પાળીને નિર્દોષ રીતે ચાલતાં હતાં. ૭ પણ તેઓને કોઈ બાળક ન હતું, કારણ કે એલિસાબેત વાંઝણી હતી. તેઓ બંને ઘણી મોટી ઉંમરનાં હતાં.

૮ મંદિરમાં ઈશ્વર આગળ સેવા કરવાની જવાબદારી ઝખાર્યાના સમૂહની હતી. એટલે તે યાજક તરીકે સેવા આપતો હતો.+ ૯ યાજકોના રિવાજ પ્રમાણે ધૂપ* ચઢાવવાનો તેનો વારો આવ્યો.+ એટલે તે યહોવાના* મંદિરમાં* ગયો.+ ૧૦ ધૂપ ચઢાવવાના સમયે ઘણા બધા લોકો બહાર પ્રાર્થના કરતા હતા. ૧૧ ધૂપવેદીની* જમણી બાજુ ઝખાર્યાને યહોવાનો* દૂત* ઊભેલો દેખાયો. ૧૨ એ જોઈને ઝખાર્યા મૂંઝાઈ ગયો અને ઘણો ગભરાઈ ગયો. ૧૩ દૂતે તેને કહ્યું: “ઝખાર્યા, બીશ નહિ, કેમ કે તારી વિનંતી સાંભળવામાં આવી છે. તારી પત્ની એલિસાબેત દીકરાને જન્મ આપશે. તું તેનું નામ યોહાન પાડશે.+ ૧૪ તને આનંદ અને ઘણી ખુશી મળશે. તેના જન્મથી ઘણા લોકો ખુશ થશે.+ ૧૫ તે યહોવાની* નજરમાં મહાન બનશે.+ તેણે દ્રાક્ષદારૂ કે કોઈ પણ પ્રકારનો શરાબ જરાય પીવો નહિ.+ તે જન્મ પહેલાંથી* જ પવિત્ર શક્તિથી* ભરપૂર હશે.+ ૧૬ તે ઇઝરાયેલના ઘણા દીકરાઓને તેઓના ઈશ્વર યહોવા* તરફ પાછા લાવશે.+ ૧૭ તે એલિયા જેવી શક્તિ અને તાકાત સાથે ઈશ્વરની આગળ આગળ ચાલશે.+ તે પિતાઓનાં હૃદય બાળકો જેવાં કરશે.+ જેઓ આજ્ઞા નથી માનતા તેઓને તે નેક લોકો જેવી સમજણ આપશે. આમ તે યહોવાની* ભક્તિ કરવા લોકોને તૈયાર કરશે.”+

૧૮ ઝખાર્યાએ દૂતને કહ્યું: “એ કઈ રીતે શક્ય છે? હું વૃદ્ધ થયો છું અને મારી પત્નીની ઉંમર પણ ઘણી થઈ છે.” ૧૯ દૂતે તેને કહ્યું: “હું ઈશ્વરની આગળ ઊભો રહેનાર+ ગાબ્રિયેલ છું.+ મને તારી સાથે વાત કરવા અને તને આ ખુશખબર આપવા મોકલવામાં આવ્યો છે. ૨૦ પણ તું મૂંગો થઈ જઈશ. આ બધું બને નહિ એ દિવસ સુધી તું બોલી શકીશ નહિ. તેં મારા શબ્દો પર વિશ્વાસ કર્યો નથી, જે નક્કી કરેલા સમયે પૂરા થશે.” ૨૧ એ દરમિયાન લોકો બહાર ઝખાર્યાની રાહ જોતા હતા. તેને મંદિરમાં ઘણી વાર લાગી એટલે તેઓને નવાઈ લાગી. ૨૨ જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેઓ સાથે બોલી ન શક્યો. તેઓને ખબર પડી ગઈ કે તેણે મંદિરમાં કંઈક દર્શન જોયું છે. તે તેઓને ઇશારા કરતો રહ્યો, પણ બોલી શક્યો નહિ. ૨૩ તેની પવિત્ર સેવાના દિવસો પૂરા થયા ત્યારે, તે પોતાના ઘરે ગયો.

૨૪ અમુક દિવસો પછી તેની પત્ની એલિસાબેત ગર્ભવતી થઈ. તે પાંચ મહિના સુધી ઘરની બહાર નીકળી નહિ. તેણે કહ્યું: ૨૫ “યહોવા* મારી સાથે દયાથી વર્ત્યા છે. તેમણે પોતાનું ધ્યાન મારી તરફ ફેરવ્યું છે, જેથી લોકોમાં મારું અપમાન ન થાય.”+

૨૬ એલિસાબેતના છઠ્ઠા મહિને, ઈશ્વરે ગાબ્રિયેલ+ દૂતને ગાલીલના નાઝરેથ શહેરમાં મોકલ્યો. ૨૭ તે જઈને મરિયમ નામની એક કુંવારીને+ મળ્યો. મરિયમની સગાઈ દાઉદના વંશજ યૂસફ નામના માણસ સાથે કરવામાં આવી હતી.+ ૨૮ દૂતે તેની સામે આવીને કહ્યું: “સલામ મરિયમ! યહોવાની* કૃપા તારા પર છે. તે તારી સાથે છે.” ૨૯ પણ તેના શબ્દોથી તે ઘણી મૂંઝાઈ ગઈ. એનો શું અર્થ થાય એ સમજવાનો પ્રયત્ન કરવા લાગી. ૩૦ એટલે દૂતે તેને કહ્યું: “મરિયમ, બીશ નહિ, કેમ કે તારા પર ઈશ્વરની કૃપા થઈ છે. ૩૧ તું ગર્ભવતી થશે અને દીકરાને જન્મ આપશે.+ તું તેનું નામ ઈસુ પાડજે.+ ૩૨ તે મહાન થશે+ અને સર્વોચ્ચ ઈશ્વરનો દીકરો કહેવાશે.+ યહોવા* ઈશ્વર તેને તેના પૂર્વજ દાઉદની રાજગાદી આપશે.+ ૩૩ તે રાજા તરીકે યાકૂબના કુટુંબ પર હંમેશાં રાજ કરશે અને તેના રાજ્યનો કદી અંત આવશે નહિ.”+

૩૪ મરિયમે દૂતને કહ્યું: “મને કઈ રીતે બાળક થઈ શકે? હું તો કુંવારી છું.”*+ ૩૫ દૂતે કહ્યું: “પવિત્ર શક્તિ તારા પર આવશે+ અને સર્વોચ્ચ ઈશ્વરની શક્તિ તારા પર છવાઈ જશે. એના લીધે જે બાળકનો જન્મ થશે તે ઈશ્વરનો દીકરો+ અને પવિત્ર કહેવાશે.+ ૩૬ તારા સગામાં જે એલિસાબેત છે, તેને પણ છઠ્ઠો મહિનો ચાલે છે. તે વાંઝણી હતી, પણ હવે ઘડપણમાં દીકરાને જન્મ આપશે. ૩૭ એવું કંઈ નથી જે ઈશ્વર માટે અશક્ય હોય.”+ ૩૮ મરિયમે કહ્યું: “જુઓ, હું યહોવાની* દાસી છું! તમારા કહેવા પ્રમાણે મને થાઓ.” પછી દૂત તેની પાસેથી ચાલ્યો ગયો.

૩૯ એ પછી મરિયમે ઝડપથી તૈયારી કરી. તે યહૂદાના પહાડી પ્રદેશના એક શહેરમાં જવા નીકળી પડી. ૪૦ તે ઝખાર્યાના ઘરે ગઈ અને એલિસાબેતને સલામ કરી. ૪૧ જ્યારે એલિસાબેતે મરિયમની સલામ સાંભળી, ત્યારે તેના ગર્ભમાંનું બાળક કૂદ્યું. એલિસાબેત પવિત્ર શક્તિથી ભરપૂર થઈ. ૪૨ તે મોટેથી બોલી ઊઠી: “સ્ત્રીઓમાં તને ધન્ય છે! તને થનાર બાળકને ઈશ્વર આશીર્વાદ આપે! ૪૩ એ લહાવો મને ક્યાંથી કે મારા માલિકની મા મારી પાસે આવી? ૪૪ જ્યારે તારી સલામ મારા કાને પડી, ત્યારે મારા ગર્ભમાંનું બાળક ખુશીથી કૂદ્યું. ૪૫ તને એ માટે પણ ધન્ય છે, કેમ કે તને જે કહેવામાં આવ્યું એ પર તેં ભરોસો કર્યો. યહોવાએ* તને જે કહ્યું છે એ બધું પૂરું થશે.”

૪૬ મરિયમે કહ્યું: “હું* યહોવાને* મોટા મનાવું છું.+ ૪૭ મને છોડાવનાર ઈશ્વરના આશીર્વાદને લીધે મારી ખુશીનો કોઈ પાર નથી.+ ૪૮ તેમણે પોતાની મામૂલી દાસી પર ધ્યાન આપ્યું છે.+ જુઓ, હવેથી બધી પેઢીઓ મને ધન્ય કહેશે.+ ૪૯ શક્તિશાળી ઈશ્વરે મારા માટે મહાન કામ કર્યાં છે. તેમનું નામ પવિત્ર છે.+ ૫૦ જેઓ પેઢી દર પેઢી તેમની ભક્તિ કરે છે,* તેઓ પર તે દયા રાખે છે.+ ૫૧ તેમણે પોતાના હાથે શક્તિશાળી કામો કર્યાં છે. ઘમંડી દિલના લોકોને તેમણે વિખેરી નાખ્યા છે.+ ૫૨ તેમણે શાસકોને રાજ્યાસન પરથી ઉતારી પાડ્યા છે+ અને નમ્ર લોકોને ઊંચે ચઢાવ્યા છે.+ ૫૩ તેમણે ભૂખ્યા લોકોને સારી ચીજોથી સંતોષ આપ્યો છે+ અને ધનવાનોને ખાલી હાથે પાછા મોકલ્યા છે. ૫૪ તે પોતાના સેવક ઇઝરાયેલની મદદે આવ્યા છે.+ જેમ તેમણે આપણા બાપદાદાઓને કહ્યું હતું, ૫૫ તેમ તેમણે ઇબ્રાહિમ અને તેમના વંશજને+ હંમેશાં દયા બતાવી છે.” ૫૬ એલિસાબેતની સાથે મરિયમ ત્રણેક મહિના રહી, પછી પોતાના ઘરે આવી.

૫૭ એલિસાબેતને બાળકને જન્મ આપવાનો સમય આવ્યો. તેણે દીકરાને જન્મ આપ્યો. ૫૮ પડોશીઓ અને સગાઓએ સાંભળ્યું કે યહોવાએ* તેના પર ઘણી દયા બતાવી છે. તેઓએ તેની સાથે આનંદ કર્યો.+ ૫૯ આઠમા દિવસે તેઓ બાળકની સુન્‍નત* કરવા આવ્યા.+ તેઓ તેના પિતા ઝખાર્યા પરથી તેનું નામ પાડવાના હતા. ૬૦ પણ બાળકની માએ કહ્યું: “ના! તે યોહાન કહેવાશે.” ૬૧ તેઓએ કહ્યું: “તારાં સગાઓમાં એ નામ કોઈનું નથી.” ૬૨ પછી તેઓ પિતાને ઇશારાથી પૂછવા લાગ્યા કે તે તેનું નામ શું પાડવા માંગે છે. ૬૩ તેણે પાટી મંગાવીને એના પર લખ્યું: “તેનું નામ યોહાન છે.”+ એનાથી તેઓને નવાઈ લાગી. ૬૪ તરત ઝખાર્યાની જીભ ખૂલી થઈ અને તે બોલવા લાગ્યો.+ તે ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. ૬૫ આસપાસના વિસ્તારમાં રહેતા બધા ઉપર ભય છવાઈ ગયો. યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં એ વિશે વાત થવા લાગી. ૬૬ જેઓએ એ સાંભળ્યું તેઓ વિચારવા લાગ્યા: “આ બાળક કેવું થશે?” કેમ કે યહોવાનો* હાથ ચોક્કસ તેના પર હતો.

૬૭ તેના પિતા ઝખાર્યાએ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ભવિષ્યવાણી કરી: ૬૮ “ઇઝરાયેલના ઈશ્વર યહોવાની* સ્તુતિ થાઓ!+ તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે અને તેઓનો ઉદ્ધાર કર્યો છે.+ ૬૯ તેમણે પોતાના સેવક દાઉદના+ ઘરમાંથી આપણા માટે શક્તિશાળી બચાવનાર* ઊભો કર્યો છે.+ ૭૦ તેમણે એ વિશે અગાઉના પવિત્ર પ્રબોધકો* દ્વારા વચન આપ્યું હતું.+ ૭૧ તેમણે કહ્યું હતું કે તે આપણને દુશ્મનો અને નફરત કરનારાઓના હાથમાંથી છોડાવશે.+ ૭૨ આપણા બાપદાદાઓને તેમણે જે કહ્યું હતું એ પૂરું કરશે અને લોકોને દયા બતાવશે. તે તેમનો પવિત્ર કરાર* યાદ કરશે.+ ૭૩ આ સોગન તેમણે આપણા પૂર્વજ ઇબ્રાહિમ આગળ ખાધા હતા.+ ૭૪ ઈશ્વર આપણને દુશ્મનોના હાથમાંથી બચાવશે અને કોઈ ડર વગર તેમની પવિત્ર સેવા કરવાનો લહાવો આપશે. ૭૫ એ માટે કે આપણે વફાદાર રહીએ અને આખી જિંદગી જે ખરું છે એ કરીએ. ૭૬ પણ મારા દીકરા, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો પ્રબોધક કહેવાશે, કેમ કે તું યહોવાના* માર્ગો તૈયાર કરવા તેમની આગળ જઈશ.+ ૭૭ તું તેમના લોકોને તારણનો સંદેશો આપીશ કે ઈશ્વર તેઓનાં પાપ માફ કરશે અને તેઓને બચાવશે.+ ૭૮ આપણા ઈશ્વરની કરુણાને લીધે એવું થશે. તેમની કરુણા સવારના પ્રકાશ જેવી હશે. ૭૯ એ અંધારામાં અને મૃત્યુની છાયામાં બેઠેલાને પ્રકાશ આપશે+ અને આપણાં પગલાં શાંતિના માર્ગમાં દોરશે.”

૮૦ તે છોકરો મોટો થયો અને સમજણો થયો. ઇઝરાયેલના લોકોને સંદેશો જણાવવાનો સમય ન આવ્યો ત્યાં સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો.

૨ એ દિવસોમાં સમ્રાટ* ઑગસ્તસે હુકમ બહાર પાડ્યો કે પોતાના આખા રાજ્યના લોકોનાં નામ નોંધવામાં આવે. ૨ (કુરીનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો ત્યારે, આ પહેલી વાર નામ નોંધવામાં આવ્યાં હતાં.) ૩ બધા લોકો નામ નોંધાવવા પોતપોતાનાં શહેર ગયા, જ્યાં તેઓનો જન્મ થયો હતો. ૪ યૂસફ+ ગાલીલના નાઝરેથ શહેરમાં રહેતો હતો. તે દાઉદના કુટુંબ અને વંશનો હતો. એટલે તે પણ યહૂદિયામાં આવેલા દાઉદના શહેર ગયો, જે બેથલેહેમ+ કહેવાય છે. ૫ તે મરિયમ સાથે નામ નોંધાવવા ગયો, જેની સાથે તેના લગ્‍ન થઈ ગયા હતા.+ મરિયમને જલદી જ બાળક આવવાનું હતું.+ ૬ તેઓ ત્યાં હતા ત્યારે, બાળકને જન્મ આપવાનો સમય આવી પહોંચ્યો. ૭ મરિયમે પોતાના પ્રથમ દીકરાને જન્મ આપ્યો+ અને તેને કપડાંમાં વીંટાળ્યો. તેણે તેને ગભાણમાં સુવડાવ્યો,+ કેમ કે ધર્મશાળામાં તેઓ માટે જગ્યા ન હતી.

૮ એ પ્રદેશમાં ઘેટાંપાળકો ખેતરમાં રહીને આખી રાત પોતાનાં ટોળાંની સંભાળ રાખતા હતા. ૯ અચાનક યહોવાનો* દૂત તેઓની સામે આવીને ઊભો રહ્યો. યહોવાના* ગૌરવનું તેજ તેઓની આસપાસ પ્રકાશી ઊઠ્યું અને તેઓ ઘણા ગભરાઈ ગયા. ૧૦ પણ દૂતે તેઓને કહ્યું: “ગભરાશો નહિ! જુઓ, હું તમને એવી ખુશખબર જણાવું છું, જેનાથી બધા લોકોને ઘણો આનંદ થશે. ૧૧ આજે તમારા માટે દાઉદના શહેરમાં+ ઉદ્ધાર કરનાર+ જન્મ્યા છે. તે ખ્રિસ્ત,* તમારા માલિક છે.+ ૧૨ તમારા માટે આ નિશાની છે: તમે એક નાના બાળકને કપડાંમાં વીંટાળેલું અને ગભાણમાં મૂકેલું જોશો.” ૧૩ અચાનક બીજા દૂતોનું મોટું ટોળું આવીને+ એ દૂત સાથે ઈશ્વરની સ્તુતિ કરતા કહેવા લાગ્યું: ૧૪ “સ્વર્ગમાં ઈશ્વરનો જયજયકાર થાઓ! પૃથ્વી પર ઈશ્વરની કૃપા પામેલા લોકોને શાંતિ થાઓ!”

૧૫ દૂતો તેઓ પાસેથી સ્વર્ગમાં પાછા જતા રહ્યા ત્યારે, ઘેટાંપાળકો એકબીજાને કહેવા લાગ્યા: “ચાલો જલદી બેથલેહેમ જઈએ. યહોવાના* જણાવ્યા પ્રમાણે ત્યાં શું બન્યું એ જોઈએ.” ૧૬ તેઓ તરત જ ગયા. તેઓએ મરિયમ અને યૂસફને જોયા ને નાના બાળકને ગભાણમાં મૂકેલું જોયું. ૧૭ જ્યારે ઘેટાંપાળકોએ એ બધું જોયું, ત્યારે દૂતે તેઓને આ બાળક વિશે જે કહ્યું હતું એ લોકોને જણાવ્યું. ૧૮ ઘેટાંપાળકોએ જણાવેલી વાત જેઓએ સાંભળી, તેઓ બધા દંગ રહી ગયા. ૧૯ પણ મરિયમે આ બધી વાતો મનમાં રાખી. એનો શું અર્થ થાય એ વિશે તે વિચારવા લાગી.+ ૨૦ ઘેટાંપાળકોને જે કહેવામાં આવ્યું હતું, એવું જ તેઓએ સાંભળ્યું અને જોયું. તેઓ ઈશ્વરને મહિમા આપતા અને તેમની સ્તુતિ કરતા પાછા ફર્યા.

૨૧ આઠ દિવસ પછી જ્યારે બાળકની સુન્‍નત કરવાનો સમય આવ્યો,+ ત્યારે એ બાળકનું નામ ઈસુ રાખવામાં આવ્યું. મરિયમને ગર્ભ રહ્યો એ પહેલાં જ દૂતે આ નામ આપ્યું હતું.+

૨૨ મૂસાના નિયમશાસ્ત્ર* પ્રમાણે તેઓને શુદ્ધ કરવાનો સમય આવ્યો.+ એટલે તેઓ તેને યહોવાની* સામે રજૂ કરવા યરૂશાલેમ લાવ્યા, ૨૩ જેમ યહોવાના* નિયમશાસ્ત્રમાં લખેલું છે: “દરેક પ્રથમ જન્મેલો* છોકરો યહોવા* માટે પવિત્ર કહેવાય.”+ ૨૪ તેઓએ યહોવાના* નિયમશાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ્યું: “બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં.”+

૨૫ યરૂશાલેમમાં શિમયોન નામનો માણસ હતો. તે નેક હતો અને ઈશ્વરભક્ત હતો. તેના પર પવિત્ર શક્તિ હતી. તે એવા સમયની રાહ જોતો હતો જ્યારે ઇઝરાયેલને ઈશ્વર દિલાસો આપે.+ ૨૬ ઈશ્વરે પવિત્ર શક્તિથી તેને જણાવ્યું હતું કે યહોવાના* ખ્રિસ્તને જોયા પહેલાં તેનું મરણ નહિ થાય. ૨૭ પવિત્ર શક્તિથી દોરવાઈને શિમયોન મંદિરમાં આવ્યો. બાળક ઈસુને લઈને તેનાં માબાપ પણ ત્યાં આવ્યાં, જેથી નિયમશાસ્ત્ર પ્રમાણે રિવાજ પાળે.+ ૨૮ શિમયોને બાળકને હાથમાં લીધું અને ઈશ્વરની સ્તુતિ કરતા કહ્યું: ૨૯ “હે વિશ્વના માલિક,* તમે કહ્યું હતું તેમ હવે તમારો દાસ શાંતિથી મરણ પામી શકશે.+ ૩૦ મારી આંખોએ જોયું છે કે તમે કોના દ્વારા ઉદ્ધાર કરશો.+ ૩૧ સર્વ લોકો જુએ એ રીતે તમે આ બતાવ્યું છે.+ ૩૨ એ એવો પ્રકાશ+ છે, જે પ્રજાઓની આંખો ઉપરથી અંધકારનો પડદો હટાવે છે+ અને તમારા ઇઝરાયેલી લોકો માટે ગૌરવ બને છે.” ૩૩ શિમયોને બાળક વિશે જે કહ્યું એ સાંભળીને તેનાં માતા-પિતા નવાઈ પામ્યાં. ૩૪ શિમયોને તેઓને આશીર્વાદ આપ્યો અને બાળકની મા મરિયમને કહ્યું: “આ બાળકને લીધે ઇઝરાયેલમાં ઘણા પડશે+ અને બીજા ઊભા થશે.+ ઈશ્વર તેની સાથે છે એવી નિશાની જોવા છતાં ઘણા લોકો તેની વિરુદ્ધ બોલશે.+ ૩૫ એનાથી ખબર પડશે કે લોકોનાં મનમાં શું છે. (તને એવી વેદના થશે કે જાણે લાંબી તલવારે તને વીંધી નાખી હોય.)”+

૩૬ ત્યાં હાન્‍ના નામની પ્રબોધિકા પણ હતી. તે આશેરના કુળના ફનુએલની દીકરી હતી. તે વૃદ્ધ હતી અને લગ્‍ન પછી પોતાના પતિ સાથે સાત વર્ષ રહી હતી. ૩૭ તે ૮૪ વર્ષની વિધવા હતી. તે કદી પણ મંદિરે જવાનું ચૂકતી નહિ. તે રાત-દિવસ ભક્તિ કરતી, ઉપવાસ કરતી અને વિનંતીઓ કરતી. ૩૮ હાન્‍ના એ જ સમયે તેઓની પાસે આવી અને ઈશ્વરનો આભાર માનવા લાગી. જેઓ યરૂશાલેમના ઉદ્ધારની રાહ જોતા હતા, તેઓને એ બાળક વિશે તે કહેવા લાગી.+

૩૯ યહોવાના* નિયમશાસ્ત્ર+ પ્રમાણે બધું કરી લીધા પછી, યૂસફ અને મરિયમ ગાલીલમાં પોતાના શહેર નાઝરેથ+ પાછાં ગયાં. ૪૦ બાળક મોટું થતું ગયું તેમ બળવાન અને હોશિયાર થતું ગયું. તેના પર ઈશ્વરની કૃપા હતી.+

૪૧ તેનાં માતા-પિતા દર વર્ષે પાસ્ખાના* તહેવાર+ માટે યરૂશાલેમ જતાં હતાં. ૪૨ જ્યારે તે ૧૨ વર્ષનો હતો, ત્યારે રીત પ્રમાણે તેઓ એ તહેવાર ઊજવવા ગયાં.+ ૪૩ તહેવારના દિવસો પૂરા થયા પછી તેઓ પાછાં આવતાં હતાં ત્યારે, તેમનો દીકરો ઈસુ યરૂશાલેમમાં રહી ગયો. પણ તેનાં માતા-પિતાને એનો ખ્યાલ ન હતો. ૪૪ તેઓને લાગ્યું કે તે બીજાઓ સાથે મુસાફરી કરતો હશે. એક દિવસની સફર પછી તેઓ તેને સગાઓ અને ઓળખીતાઓ વચ્ચે શોધવા લાગ્યાં. ૪૫ પણ તે મળ્યો નહિ. એટલે તેઓ યરૂશાલેમ પાછાં આવ્યાં અને તેને બધે શોધવા લાગ્યાં. ૪૬ આખરે ત્રણ દિવસ પછી તે તેઓને મંદિરમાં મળ્યો. તે ધર્મગુરુઓની વચ્ચે બેઠો હતો. તે તેઓને સાંભળતો અને સવાલો પૂછતો હતો. ૪૭ તેની સમજણ અને તેના જવાબોને લીધે, તેને સાંભળનારા સર્વની નવાઈનો પાર ન રહ્યો.+ ૪૮ જ્યારે તેનાં માતા-પિતાએ તેને જોયો, ત્યારે તેઓ દંગ રહી ગયાં. તેની માએ કહ્યું: “દીકરા, તેં અમારી સાથે આવું કેમ કર્યું? તારા પિતા અને હું ઘણાં હેરાન-પરેશાન થઈને તને શોધતાં હતાં.” ૪૯ તેણે કહ્યું: “તમે મને શા માટે શોધતાં હતાં? શું તમે જાણતાં ન હતાં કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ?”+ ૫૦ પણ તેઓ સમજ્યાં નહિ કે તે શું કહેવા માંગતો હતો.

૫૧ પછી તે તેઓની સાથે ગયો અને નાઝરેથ પાછો ફર્યો. તે તેઓને આધીન રહ્યો.*+ આ બધી વાતો તેની માએ પોતાના દિલમાં સંઘરી રાખી.+ ૫૨ ઈસુની સમજણ વધતી ગઈ. તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.

૩ સમ્રાટ* તિબેરિયસના શાસનના ૧૫મા વર્ષે પોંતિયુસ પિલાત યહૂદિયાનો રાજ્યપાલ હતો. હેરોદ*+ ગાલીલનો જિલ્લા અધિકારી* હતો. તેનો ભાઈ ફિલિપ યટૂરિયા અને ત્રાખોનિતિયાનો જિલ્લા અધિકારી હતો. લુસાનિયાસ અબિલેનીનો જિલ્લા અધિકારી હતો. ૨ અન્‍નાસ મુખ્ય યાજક* હતો અને કાયાફાસ+ પ્રમુખ યાજક* હતો. એ દિવસોમાં ઝખાર્યાના દીકરા યોહાનને વેરાન પ્રદેશમાં+ ઈશ્વરે સંદેશો આપ્યો.+

૩ એટલે તે યર્દનની આસપાસના વિસ્તારમાં ગયો. તે લોકોને કહેવા લાગ્યો કે તેઓ પાપોનો પસ્તાવો કરે અને બાપ્તિસ્મા* લે, જેથી તેઓને પાપોની માફી મળે.+ ૪ પ્રબોધક યશાયાના પુસ્તકમાં લખ્યું છે, એવું જ તેણે કર્યું: “વેરાન પ્રદેશમાં કોઈ પોકારી રહ્યું છે: ‘યહોવાનો* માર્ગ તૈયાર કરો! તેમના રસ્તા સીધા કરો.+ ૫ દરેક ખીણ પૂરી દેવામાં આવે. દરેક પહાડ અને ડુંગર સપાટ કરવામાં આવે. વાંકાચૂકા રસ્તા સીધા કરવામાં આવે. ખાડા-ટેકરાવાળી જગ્યાઓ સરખી કરવામાં આવે. ૬ પછી બધા લોકો જોશે કે ઈશ્વર કઈ રીતે ઉદ્ધાર કરે છે.’”+

૭ યોહાન પાસે બાપ્તિસ્મા લેવા આવતાં ટોળાંને તે કહેતો હતો: “ઓ સાપના વંશજો, આવનાર કોપથી નાસવા માટે તમને કોણે ચેતવ્યા?+ ૮ એ માટે તમારાં કાર્યોથી બતાવો કે તમે પસ્તાવો કર્યો છે. તમે એવું માની ન લો કે ‘અમારા પિતા તો ઇબ્રાહિમ છે.’ હું તમને કહું છું કે ઈશ્વર આ પથ્થરોમાંથી ઇબ્રાહિમ માટે બાળકો ઉત્પન્‍ન કરી શકે છે. ૯ સાચે જ વૃક્ષોનાં મૂળ પર કુહાડો મુકાઈ ચૂક્યો છે. સારાં ફળ આપતું નથી એ દરેક વૃક્ષ કાપી નાખવામાં આવશે અને આગમાં નંખાશે.”+

૧૦ ટોળાં યોહાનને પૂછતાં હતાં: “અમારે શું કરવું જોઈએ?” ૧૧ તે તેઓને કહેતો: “જે માણસ પાસે બે કપડાં* હોય, તેણે જેની પાસે કંઈ ન હોય તેને આપવું. જેની પાસે કંઈ ખાવાનું હોય તેણે પણ એમ જ કરવું.”+ ૧૨ અરે, કર ઉઘરાવનારા પણ બાપ્તિસ્મા લેવા આવ્યા.+ તેઓએ પૂછ્યું: “ગુરુજી, અમારે શું કરવું જોઈએ?” ૧૩ તેણે કહ્યું: “જેટલો કર લેવાનો હોય એનાથી જરાય વધારે ન માંગો.”*+ ૧૪ સૈનિકોએ તેને પૂછ્યું: “અમારે શું કરવું જોઈએ?” તેણે કહ્યું: “કોઈને હેરાન ન કરો* અથવા કોઈના પર ખોટા આરોપ ન મૂકો.+ પણ તમને જે રોજી-રોટી મળે છે એમાં સંતોષ માનો.”

૧૫ લોકો ખ્રિસ્તના આવવાની રાહ જોતા હતા. એટલે યોહાન વિશે તેઓ વિચારતા હતા કે “શું તે ખ્રિસ્ત હશે?”+ ૧૬ યોહાને તેઓ બધાને કહ્યું: “હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું. પણ મારા પછી જે આવે છે, તેમની પાસે મારા કરતાં વધારે અધિકાર છે. તેમનાં ચંપલ કાઢવાને* પણ હું યોગ્ય નથી.+ તે તમને પવિત્ર શક્તિથી અને અગ્‍નિથી બાપ્તિસ્મા આપશે.+ ૧૭ તેમના હાથમાં સૂપડું છે અને તે પોતાની ખળીને* એકદમ સાફ કરી નાખશે. તે ઘઉંને કોઠારમાં ભરશે, પણ ફોતરાંને એવી આગમાં બાળી નાખશે જે કદી હોલવી શકાશે નહિ.”

૧૮ યોહાને બીજી ઘણી શિખામણ આપી અને લોકોને તે ખુશખબર જણાવતો રહ્યો. ૧૯ પણ યોહાને જિલ્લા અધિકારી હેરોદને ઠપકો આપ્યો, કેમ કે તેણે પોતાના ભાઈની પત્ની હેરોદિયા સાથે લગ્‍ન કર્યા હતા. તેણે બીજાં દુષ્ટ કામો કર્યા હતા. ૨૦ હેરોદે બીજું પણ એક દુષ્ટ કામ કર્યું: તેણે યોહાનને કેદખાનામાં નાખી દીધો.+

૨૧ યોહાને ઘણા લોકોને બાપ્તિસ્મા આપ્યું હતું અને ઈસુને પણ બાપ્તિસ્મા આપ્યું હતું.+ એ સમયે ઈસુ પ્રાર્થના કરતા હતા ત્યારે આકાશ ઊઘડી ગયું.+ ૨૨ પવિત્ર શક્તિ કબૂતર જેવા આકારમાં તેમના પર ઊતરી આવી અને આકાશમાંથી ઈશ્વરનો અવાજ સંભળાયો: “તું મારો વહાલો દીકરો છે. મેં તને પસંદ કર્યો છે.”+

૨૩ ઈસુએ+ શીખવવાનું શરૂ કર્યું ત્યારે, તે લગભગ ૩૦ વર્ષના હતા.+ એમ માનવામાં આવતું કે

ઈસુ યૂસફના+ દીકરા હતા,

જે હેલીનો દીકરો,

૨૪ જે મથ્થાતનો દીકરો,

જે લેવીનો દીકરો,

જે મલ્ખીનો દીકરો,

જે યન્‍નાયનો દીકરો,

જે યૂસફનો દીકરો,

૨૫ જે મત્તિથ્યાનો દીકરો,

જે આમોસનો દીકરો,

જે નાહૂમનો દીકરો,

જે હેસ્લીનો દીકરો,

જે નગ્ગયનો દીકરો,

૨૬ જે માહથનો દીકરો,

જે મત્તિથ્યાનો દીકરો,

જે શિમઈનો દીકરો,

જે યોસેખનો દીકરો,

જે યોદાનો દીકરો,

૨૭ જે યોનાનનો દીકરો,

જે રેસાનો દીકરો,

જે ઝરુબ્બાબેલનો+ દીકરો,

જે શઆલ્તીએલનો+ દીકરો,

જે નેરીનો દીકરો,

૨૮ જે મલ્ખીનો દીકરો,

જે અદ્દીનો દીકરો,

જે કોસામનો દીકરો,

જે અલ્માદામનો દીકરો,

જે એરનો દીકરો,

૨૯ જે ઈસુનો દીકરો,

જે એલીએઝરનો દીકરો,

જે યોરીમનો દીકરો,

જે મથ્થાતનો દીકરો,

જે લેવીનો દીકરો,

૩૦ જે સિમઓનનો દીકરો,

જે યહૂદાનો દીકરો,

જે યૂસફનો દીકરો,

જે યોનામનો દીકરો,

જે એલ્યાકીમનો દીકરો,

૩૧ જે મલેયાનો દીકરો,

જે મિન્‍નાનો દીકરો,

જે મત્તાથાનો દીકરો,

જે નાથાનનો+ દીકરો,

જે દાઉદનો+ દીકરો,

૩૨ જે યિશાઈનો+ દીકરો,

જે ઓબેદનો+ દીકરો,

જે બોઆઝનો+ દીકરો,

જે સલ્મોનનો+ દીકરો,

જે નાહશોનનો+ દીકરો,

૩૩ જે અમિનાદાબનો દીકરો,

જે અર્નીનો દીકરો,

જે હેસરોનનો દીકરો,

જે પેરેસનો+ દીકરો,

જે યહૂદાનો+ દીકરો,

૩૪ જે યાકૂબનો+ દીકરો,

જે ઇસહાકનો+ દીકરો,

જે ઇબ્રાહિમનો+ દીકરો,

જે તેરાહનો+ દીકરો,

જે નાહોરનો+ દીકરો,

૩૫ જે સરૂગનો+ દીકરો,

જે રેઉનો+ દીકરો,

જે પેલેગનો+ દીકરો,

જે એબેરનો+ દીકરો,

જે શેલાનો+ દીકરો,

૩૬ જે કાઈનાનનો દીકરો,

જે આર્પાકશાદનો+ દીકરો,

જે શેમનો+ દીકરો,

જે નૂહનો+ દીકરો,

જે લામેખનો+ દીકરો,

૩૭ જે મથૂશેલાહનો+ દીકરો,

જે હનોખનો દીકરો,

જે યારેદનો+ દીકરો,

જે મહાલલેલનો+ દીકરો,

જે કાઈનાનનો+ દીકરો,

૩૮ જે અનોશનો+ દીકરો,

જે શેથનો+ દીકરો,

જે આદમનો+ દીકરો,

જે ઈશ્વરનો દીકરો હતો.

૪ પછી ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને યર્દનથી પાછા ફર્યા. પવિત્ર શક્તિ તેમને વેરાન પ્રદેશમાં લઈ ગઈ.+ ૨ ત્યાં તે ૪૦ દિવસ હતા અને શેતાને* તેમનું પરીક્ષણ કર્યું.+ એ દિવસોમાં તેમણે કંઈ ખાધું ન હતું. એટલે એ દિવસો પૂરા થયા ત્યારે તેમને ભૂખ લાગી. ૩ શેતાને ઈસુને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય, તો આ પથ્થરને કહે કે રોટલી બની જાય.” ૪ પણ ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે ‘માણસ ફક્ત રોટલીથી જીવતો નથી.’”+

૫ શેતાન તેમને ઊંચી જગ્યાએ લઈ ગયો અને એક પળમાં પૃથ્વીનાં બધાં રાજ્યો બતાવ્યાં.+ ૬ પછી શેતાને તેમને કહ્યું: “હું તને આ બધો અધિકાર અને એનો મહિમા આપી દઈશ, કેમ કે આ બધાં રાજ્યો મને સોંપવામાં આવ્યાં છે.+ હું ચાહું તેને એ આપી શકું છું. ૭ જો તું એક વાર મારી ભક્તિ કરે, તો આ બધું તારું થશે.” ૮ ઈસુએ તેને કહ્યું: “એમ લખેલું છે કે ‘તું ફક્ત તારા ઈશ્વર યહોવાની* ભક્તિ કર અને તેમની એકલાની જ પવિત્ર સેવા કર.’”+

૯ પછી તે તેમને યરૂશાલેમ લઈ ગયો અને મંદિરની દીવાલની ટોચ* પર ઊભા રાખ્યા. તેણે તેમને કહ્યું: “જો તું ઈશ્વરનો દીકરો હોય તો અહીંથી નીચે કૂદકો માર.+ ૧૦ કેમ કે એમ લખેલું છે કે ‘તે પોતાના દૂતોને તારા માટે હુકમ કરશે કે તારું રક્ષણ કરે’ ૧૧ અને ‘તેઓ તને પોતાના હાથમાં ઝીલી લેશે, જેથી તારો પગ પથ્થર સાથે અફળાય નહિ.’”+ ૧૨ ઈસુએ તેને કહ્યું: “એમ પણ લખેલું છે કે ‘તું તારા ઈશ્વર યહોવાની* કસોટી ન કર.’”+ ૧૩ શેતાન બધી કસોટી કરી રહ્યો પછી, તેને ફરી તક મળે ત્યાં સુધી ઈસુ પાસેથી ચાલ્યો ગયો.+

૧૪ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થઈને ગાલીલ પાછા આવ્યા.+ આસપાસના આખા પ્રદેશમાં તેમના વિશે સારી વાતો ફેલાઈ ગઈ. ૧૫ તે લોકોનાં સભાસ્થાનોમાં* શીખવવા લાગ્યા અને બધા તેમને માન આપતા હતા.

૧૬ પછી તે નાઝરેથ+ ગયા જ્યાં તે મોટા થયા હતા. તેમની રીત પ્રમાણે તે સાબ્બાથના* દિવસે સભાસ્થાનમાં આવ્યા+ અને વાંચવા ઊભા થયા. ૧૭ તેમને પ્રબોધક યશાયાનો વીંટો* આપવામાં આવ્યો. તેમણે વીંટો ખોલ્યો અને આમ લખેલું શોધી કાઢ્યું: ૧૮ “યહોવાની* શક્તિ મારા પર છે. તેમણે ગરીબોને ખુશખબર* જણાવવા મને પસંદ કર્યો છે. તેમણે મને મોકલ્યો જેથી હું ગુલામોને આઝાદીનો સંદેશો આપું, આંધળાઓને દેખતા કરું અને કચડાયેલાઓને છોડાવું.+ ૧૯ લોકો યહોવાની* કૃપા મેળવે એ સમયનો પ્રચાર કરવા પણ તેમણે મને મોકલ્યો છે.”+ ૨૦ એ પછી તેમણે વીંટો વાળીને સેવકને પાછો આપ્યો અને બેસી ગયા. સભાસ્થાનમાં સર્વ લોકોની નજર તેમના પર હતી. ૨૧ તેમણે લોકોને કહ્યું: “આ શાસ્ત્રવચન જે તમે હમણાં સાંભળ્યું એ આજે પૂરું થયું છે.”+

૨૨ બધા લોકો તેમની પ્રશંસા કરવા લાગ્યા. દિલ જીતી લેતા તેમના શબ્દોથી તેઓને નવાઈ લાગી.+ તેઓ કહેવા લાગ્યા: “શું આ યૂસફનો દીકરો નથી?”+ ૨૩ ઈસુએ તેઓને કહ્યું: “તમે આ કહેવત ચોક્કસ મારા પર લાગુ પાડશો: ‘વૈદ, તું પોતાને સાજો કર. કાપરનાહુમ+ શહેરમાં જે બન્યું એ અમે સાંભળ્યું છે, એ બધું અહીં તારા વતનમાં પણ કર.’” ૨૪ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે કોઈ પણ પ્રબોધકને પોતાના વતનમાં સ્વીકારવામાં નથી આવતો.+ ૨૫ દાખલા તરીકે, એલિયાના દિવસોમાં સાડા ત્રણ વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. એ સાચું છે કે ઇઝરાયેલમાં એ સમયે ઘણી વિધવાઓ હતી.+ ૨૬ એલિયાને તેઓમાંથી કોઈ વિધવા પાસે નહિ, પણ સિદોન+ દેશના સારફતની વિધવા પાસે જ મોકલવામાં આવ્યા. ૨૭ એલિશા પ્રબોધકના દિવસોમાં ઇઝરાયેલમાં ઘણા રક્તપિત્તિયા* હતા. તોપણ તેઓમાંથી કોઈને નહિ, ફક્ત સિરિયાના નામાનને જ શુદ્ધ કરવામાં આવ્યો.”*+ ૨૮ સભાસ્થાનમાં જે લોકોએ આ સાંભળ્યું, તેઓનો ક્રોધ સળગી ઊઠ્યો.+ ૨૯ તેઓ ઊઠીને ઈસુને શહેરની બહાર ખેંચી ગયા. તેઓનું શહેર જે પહાડ પર હતું એની ધાર પર લઈ ગયા, જેથી તેમને ત્યાંથી નીચે ફેંકી દઈ શકે. ૩૦ પણ તે તેઓની વચ્ચેથી નીકળી ગયા અને પોતાના રસ્તે ચાલ્યા ગયા.+

૩૧ ત્યાર બાદ તે ગાલીલના શહેર કાપરનાહુમ ગયા. તે લોકોને સાબ્બાથના દિવસે શીખવવા લાગ્યા.+ ૩૨ ઈસુની શીખવવાની રીત જોઈને લોકો દંગ થઈ ગયા,+ કેમ કે તે અધિકારથી બોલતા હતા. ૩૩ સભાસ્થાનમાં એક માણસ હતો, જે દુષ્ટ દૂતના* વશમાં હતો. તેણે મોટેથી બૂમ પાડી:+ ૩૪ “ઓ નાઝરેથના+ ઈસુ, તારે ને અમારે શું લેવાદેવા? શું તું અમારો નાશ કરવા આવ્યો છે? હું બરાબર જાણું છું કે તું કોણ છે, તું ઈશ્વરનો પવિત્ર સેવક છે.”+ ૩૫ પણ ઈસુએ તેને ધમકાવતા કહ્યું: “ચૂપ થા અને તેનામાંથી બહાર નીકળ.” એટલે દુષ્ટ દૂતે એ માણસને લોકો વચ્ચે પાડી નાખ્યો. તેને નુકસાન કર્યા વગર તેનામાંથી નીકળી ગયો. ૩૬ એ જોઈને બધાની નવાઈનો પાર ન રહ્યો. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: “જુઓ, તે કેટલા અધિકારથી વાત કરે છે, તેની પાસે કેટલી શક્તિ છે! તેના હુકમથી દુષ્ટ દૂતો પણ બહાર નીકળી જાય છે.” ૩૭ તેમના વિશેની વાતો આસપાસના વિસ્તારોમાં ખૂણે ખૂણે ફેલાતી ગઈ.

૩૮ સભાસ્થાનમાંથી નીકળ્યા પછી તે સિમોનના ઘરે ગયા. સિમોનની સાસુને સખત તાવ હતો. એટલે તેઓએ ઈસુને વિનંતી કરી કે તેના માટે કંઈ કરે.+ ૩૯ ઈસુ તેની પથારી પાસે જઈને ઊભા રહ્યા અને તેને સાજી કરી. એટલે તેનો તાવ ઊતરી ગયો અને તે તરત ઊઠીને તેઓની સેવા કરવા લાગી.

૪૦ સૂર્ય આથમી ગયો ત્યારે, રોગોથી પીડાતા બીમાર લોકોને ઈસુ પાસે લાવવામાં આવ્યા. તેમણે એ દરેક પર હાથ મૂકીને તેઓને સાજા કર્યા.+ ૪૧ અરે, ઘણા લોકોમાંથી દુષ્ટ દૂતો નીકળી ગયા. દુષ્ટ દૂતો આવી બૂમો પાડતા હતા: “તું ઈશ્વરનો દીકરો છે.”+ પણ ઈસુએ દુષ્ટ દૂતોને ધમકાવ્યા અને બોલવા દીધા નહિ,+ કેમ કે તેઓ જાણતા હતા કે તે ખ્રિસ્ત છે.+

૪૨ દિવસ ઊગ્યો ત્યારે તે ત્યાંથી નીકળ્યા અને એકાંત જગ્યાએ ગયા.+ પણ ટોળું તેમને શોધતું શોધતું તેમની પાસે આવી પહોંચ્યું. તેઓએ ઘણો પ્રયત્ન કર્યો કે ઈસુ તેઓ સાથે રોકાઈ જાય. ૪૩ પણ ઈસુએ કહ્યું: “ઈશ્વરના રાજ્યની* ખુશખબર મારે બીજાં શહેરોમાં પણ જણાવવાની છે, કેમ કે એ માટે મને મોકલવામાં આવ્યો છે.”+ ૪૪ પછી તે યહૂદિયાનાં સભાસ્થાનોમાં પ્રચાર કરવા લાગ્યા.

૫ ઈસુ એકવાર ગન્‍નેસરેતના સરોવર* નજીક ઈશ્વરનો સંદેશો જણાવી રહ્યા હતા.+ લોકો તેમને સાંભળતા હતા અને તેમની નજીક જવા પડાપડી કરતા હતા. ૨ ઈસુએ સરોવરના કિનારે બે હોડીઓ જોઈ. માછીમારો એમાંથી ઊતરીને પોતાની જાળ ધોતા હતા.+ ૩ ઈસુ એક હોડીમાં ચઢી ગયા, જે સિમોનની હતી. તેમણે તેને કહ્યું કે હોડીને કિનારેથી થોડે દૂર લઈ લે. પછી તે હોડીમાં બેસીને ટોળાંને શીખવવા લાગ્યા. ૪ પછી તેમણે સિમોનને કહ્યું: “ઊંડા પાણીમાં લઈ જાઓ અને ત્યાં માછલીઓ પકડવા તમારી જાળ નાખો.” ૫ સિમોને કહ્યું: “ઉપદેશક, આખી રાત અમે સખત મહેનત કરી અને કંઈ જ પકડાયું નહિ.+ પણ તમે કહો છો એટલે હું જાળ નાખીશ.” ૬ તેઓએ એમ કર્યું ત્યારે પુષ્કળ માછલીઓ પકડાઈ, એટલી બધી કે તેઓની જાળ ફાટવા લાગી.+ ૭ તેઓએ બીજી હોડીમાંના પોતાના સાથીઓને મદદે આવવા ઇશારો કર્યો. તેઓએ આવીને બંને હોડીઓ એટલી ભરી કે એ ડૂબવા લાગી. ૮ એ જોઈને સિમોન પિતરે ઘૂંટણિયે પડીને ઈસુને કહ્યું: “માલિક મારી પાસેથી ચાલ્યા જાઓ, કેમ કે હું પાપી માણસ છું.” ૯ તેઓએ ઘણી માછલીઓ પકડી હોવાથી, પિતર અને તેની સાથેના બધાને ઘણી નવાઈ લાગી. ૧૦ ઝબદીના દીકરાઓ યાકૂબ અને યોહાન+ પણ દંગ રહી ગયા. તેઓ સિમોનના ભાગીદારો હતા. ઈસુએ સિમોનને કહ્યું: “ગભરાઈશ નહિ. હવેથી તું માણસોને ભેગા કરીશ.”+ ૧૧ તેઓ હોડીઓ કિનારે પાછી લાવ્યા અને બધું છોડીને તેમની પાછળ ગયા.+

૧૨ બીજા કોઈ સમયે તે એક શહેરમાં હતા. ત્યાં એક માણસ હતો, જેના આખા શરીરે રક્તપિત્ત* થયેલો હતો. તેણે ઈસુને જોયા ત્યારે તે જમીન સુધી નમીને આજીજી કરવા લાગ્યો: “માલિક, જો તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.”+ ૧૩ ઈસુ હાથ લંબાવીને તેને અડક્યા અને કહ્યું: “હું ચાહું છું, તું શુદ્ધ થા.” તરત જ તેનો રક્તપિત્ત જતો રહ્યો.+ ૧૪ તેમણે આજ્ઞા કરી કે કોઈને કશું કહેતો નહિ. તેમણે જણાવ્યું: “પણ યાજક પાસે જઈને બતાવ. તું શુદ્ધ થયો હોવાથી મૂસાના જણાવ્યા પ્રમાણે અર્પણ ચઢાવ,+ જેથી તેઓ જુએ કે તું સાજો થયો છે.”+ ૧૫ તોપણ તેમના વિશે વાતો ફેલાતી ગઈ. ટોળેટોળાં તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજાં થવા આવ્યાં.+ ૧૬ તે વારંવાર એકાંત જગ્યાએ જઈને પ્રાર્થના કરતા.

૧૭ એક દિવસ તે શીખવતા હતા ત્યારે, ફરોશીઓ* અને નિયમશાસ્ત્રના શિક્ષકો ત્યાં બેઠા હતા. તેઓ ગાલીલના અને યહૂદિયાના દરેક ગામમાંથી ને યરૂશાલેમમાંથી આવ્યા હતા. લોકોને સાજા કરવા માટે યહોવાની* શક્તિ ઈસુ પર હતી.+ ૧૮ જુઓ! લકવો થયેલા એક માણસને લોકો પથારીમાં લઈને આવ્યા. તેઓ તેને ઈસુ પાસે અંદર લઈ જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.+ ૧૯ પણ ટોળાને લીધે તેને અંદર લઈ જવાની જગ્યા ન હતી. એટલે તેઓ છાપરા પર ચઢ્યા અને નળિયાં ખસેડીને એ માણસને પથારી સાથે ઈસુ આગળ નીચે ઉતાર્યો. ૨૦ ઈસુએ તેઓની શ્રદ્ધા જોઈને લકવો થયેલા માણસને કહ્યું: “તારાં પાપ માફ થયાં છે.”+ ૨૧ એટલે શાસ્ત્રીઓ* અને ફરોશીઓ વિચારવા લાગ્યા. તેઓ અંદરોઅંદર કહેવા લાગ્યા: “આ તે કોણ છે, જે ઈશ્વરની નિંદા કરે છે? ઈશ્વર સિવાય બીજું કોણ પાપોની માફી આપી શકે?”+ ૨૨ ઈસુએ તેઓના વિચારો જાણીને કહ્યું: “તમે તમારાં દિલમાં કેમ આવું વિચારો છો? ૨૩ શું કહેવું વધારે સહેલું છે, ‘તારાં પાપ માફ થયાં છે’ કે પછી ‘ઊભો થા અને ચાલ’? ૨૪ પણ હું તમને બતાવું કે માણસના દીકરાને* પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે.” તેમણે લકવો થયેલા માણસને કહ્યું: “હું તને કહું છું કે ઊભો થા, તારી પથારી ઉઠાવ અને તારા ઘરે જા.”+ ૨૫ એટલે તે તેઓની આગળ ઊભો થયો. તેણે પોતાની પથારી ઉઠાવી અને ઈશ્વરને મહિમા આપતો પોતાના ઘરે ગયો. ૨૬ બધા દંગ રહી ગયા અને ઈશ્વરને મહિમા આપવા લાગ્યા. તેઓ પર ડર છવાઈ ગયો અને તેઓએ કહ્યું: “આજે અમે અદ્‍ભુત બનાવ જોયો છે!”

૨૭ એ બધું બન્યા પછી ઈસુ ત્યાંથી નીકળ્યા. તેમણે કર ઉઘરાવનાર લેવીને કર ભરવાની કચેરીમાં બેઠેલો જોયો. તેમણે તેને કહ્યું: “મારો શિષ્ય થા.”+ ૨૮ તે ઊભો થયો અને બધું છોડીને તેમની પાછળ ગયો. ૨૯ પછી લેવીએ ઈસુ માટે પોતાના ઘરમાં મોટી મિજબાની રાખી. ત્યાં ઘણા કર ઉઘરાવનારા અને બીજાઓ તેમની સાથે જમવા બેઠા હતા.+ ૩૦ એ જોઈને ફરોશીઓએ અને શાસ્ત્રીઓએ કચકચ કરી. તેઓ શિષ્યોને પૂછવા લાગ્યા: “તમે કેમ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ સાથે ખાઓ-પીઓ છો?”+ ૩૧ ઈસુએ તેઓને કહ્યું: “વૈદની જરૂર તંદુરસ્ત લોકોને નથી, પણ માંદા લોકોને છે.+ ૩૨ હું નેક લોકોને નહિ, પણ પાપીઓને બોલાવવા આવ્યો છું કે તેઓ પસ્તાવો કરે.”+

૩૩ અમુક લોકોએ આવીને તેમને પૂછ્યું: “યોહાનના શિષ્યો વારંવાર ઉપવાસ અને વિનંતીઓ કરે છે. ફરોશીઓના શિષ્યો પણ એમ કરે છે. પરંતુ તમારા શિષ્યો તો ખાતાં-પીતાં રહે છે.”+ ૩૪ ઈસુએ કહ્યું: “જ્યાં સુધી વરરાજા સાથે હોય છે, ત્યાં સુધી શું તમે તેના મિત્રોને ઉપવાસ કરાવી શકો? ૩૫ પણ એવા દિવસો આવશે જ્યારે વરરાજાને+ તેઓ પાસેથી લઈ લેવામાં આવશે અને એ દિવસોમાં તેઓ ઉપવાસ કરશે.”+

૩૬ તેમણે તેઓને એક ઉદાહરણ પણ જણાવ્યું: “નવા કપડામાંથી ટુકડો કાપીને કોઈ જૂના કપડા પર થીંગડું મારતું નથી. જો તે એમ કરે, તો નવા કપડાનો ટુકડો ફાટી જશે અને જૂના કપડા સાથે મેળ નહિ ખાય.+ ૩૭ કોઈ જૂની મશકોમાં* નવો દ્રાક્ષદારૂ ભરતું નથી. જો તે એમ કરે, તો નવો દ્રાક્ષદારૂ મશકોને ફાડી નાખશે અને એ દ્રાક્ષદારૂ ઢોળાઈ જશે અને મશકો નકામી થઈ જશે. ૩૮ પણ નવો દ્રાક્ષદારૂ નવી મશકોમાં ભરવામાં આવે છે. ૩૯ જૂનો દ્રાક્ષદારૂ પીધા પછી કોઈ નવો માંગશે નહિ, કેમ કે તે કહે છે: ‘જૂનો સારો છે.’”

૬ એકવાર ઈસુ સાબ્બાથના દિવસે અનાજનાં ખેતરોમાં થઈને પસાર થતા હતા. તેમના શિષ્યો અનાજનાં કણસલાં તોડીને હાથથી મસળીને+ ખાતા હતા.+ ૨ એ જોઈને અમુક ફરોશીઓએ કહ્યું: “તમે સાબ્બાથના દિવસે કેમ એવું કામ કરો છો, જે નિયમની વિરુદ્ધ છે?”+ ૩ ઈસુએ કહ્યું: “શું તમે નથી વાંચ્યું કે દાઉદ અને તેમના માણસો ભૂખ્યા હતા ત્યારે દાઉદે શું કર્યું હતું?+ ૪ દાઉદ ઈશ્વરના ઘરમાં ગયા અને અર્પણની રોટલી* તેમને આપવામાં આવી. એ તેમણે ખાધી અને તેમની સાથેના માણસોને પણ આપી. નિયમ પ્રમાણે એ રોટલી બીજું કોઈ નહિ, ફક્ત યાજકો જ ખાઈ શકતા હતા.”+ ૫ પછી ઈસુએ કહ્યું: “માણસનો દીકરો સાબ્બાથના દિવસનો માલિક છે.”+

૬ બીજા એક સાબ્બાથે+ તે સભાસ્થાનમાં ગયા અને શીખવવા લાગ્યા. ત્યાં એક માણસ હતો, જેનો જમણો હાથ સુકાઈ ગયો હતો.*+ ૭ શાસ્ત્રીઓ અને ફરોશીઓની નજર ઈસુ પર હતી. તેઓને જોવું હતું કે સાબ્બાથના દિવસે તે કોઈને સાજો કરે છે કે નહિ, જેથી તેમના પર કોઈ પણ રીતે આરોપ મૂકી શકાય. ૮ તેઓના વિચારો જાણતા હોવાથી,+ ઈસુએ સુકાયેલા* હાથવાળા માણસને કહ્યું: “ઊઠ અને અહીં વચ્ચે ઊભો રહે.” તે ઊઠીને વચ્ચે ઊભો રહ્યો. ૯ ઈસુએ તેઓને કહ્યું: “હું તમને પૂછું છું, નિયમ પ્રમાણે સાબ્બાથે શું કરવું યોગ્ય છે, સારું કે ખરાબ? જીવ બચાવવો કે જીવ લેવો?”+ ૧૦ તેમણે તેઓ સામે જોયું અને એ માણસને કહ્યું: “તારો હાથ લાંબો કર.” તેણે હાથ લાંબો કર્યો અને હાથ સાજો થઈ ગયો. ૧૧ શાસ્ત્રીઓ અને ફરોશીઓ ગુસ્સાથી ભડકી ઊઠ્યા. ઈસુનું શું કરવું એ વિશે તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા.

૧૨ એક દિવસે ઈસુ પ્રાર્થના કરવા પહાડ પર ગયા.+ તેમણે આખી રાત ઈશ્વરને પ્રાર્થના કરી.+ ૧૩ સવાર થઈ ત્યારે તેમણે પોતાના શિષ્યોને પાસે બોલાવ્યા. તેમણે તેઓમાંથી ૧૨ને પસંદ કર્યા અને તેઓને પ્રેરિતો* નામ આપ્યું. તેઓનાં નામ આ છે:+ ૧૪ સિમોન જેને તે પિતર પણ કહેતા, તેનો ભાઈ આંદ્રિયા, યાકૂબ, યોહાન, ફિલિપ,+ બર્થોલ્મી, ૧૫ માથ્થી, થોમા,+ અલ્ફીનો દીકરો યાકૂબ, સિમોન જે “ઉત્સાહી” કહેવાતો, ૧૬ યાકૂબનો દીકરો યહૂદા અને યહૂદા ઇસ્કારિયોત જે દગાખોર બન્યો.

૧૭ પછી તે તેઓની સાથે નીચે આવ્યા અને મેદાનમાં ઊભા રહ્યા. ત્યાં તેમના શિષ્યોનું મોટું ટોળું હતું. આખા યહૂદિયા, યરૂશાલેમ, તૂર અને સિદોનના દરિયાઈ વિસ્તારમાંથી લોકોનાં ટોળેટોળાં આવ્યાં હતાં. તેઓ તેમને સાંભળવા અને પોતાની બીમારીઓથી સાજા થવા આવ્યાં હતાં. ૧૮ અરે, દુષ્ટ દૂતોથી હેરાન થતા લોકો પણ સાજા થયા. ૧૯ ટોળામાંના સર્વ ઈસુને અડવાનો પ્રયત્ન કરતા હતા, કેમ કે તેમનામાંથી શક્તિ નીકળીને+ સર્વને સાજા કરતી હતી.

૨૦ ઈસુએ શિષ્યો તરફ નજર કરીને કહ્યું:

“ઓ ગરીબો, તમે સુખી છો, કેમ કે ઈશ્વરનું રાજ્ય તમારું છે.+

૨૧ “તમે હમણાં ભૂખ્યા છો પણ સુખી છો, કેમ કે તમે ધરાશો.+

“તમે હમણાં રડો છો પણ સુખી છો, કેમ કે તમે હસશો.+

૨૨ “જ્યારે માણસના દીકરાને લીધે લોકો તમને ધિક્કારે,+ તમને એકલા પાડી દે,+ નિંદા કરે અને દુષ્ટ ગણીને તમારું નામ બદનામ કરે, ત્યારે તમે સુખી છો. ૨૩ તમે ખુશ થાઓ અને આનંદથી નાચી ઊઠો, કેમ કે સ્વર્ગમાં તમારા માટે મોટું ઇનામ રાખેલું છે. તેઓના બાપદાદાઓ પણ પ્રબોધકોને એવું જ કરતા હતા.+

૨૪ “પણ ઓ ધનવાનો, તમને અફસોસ,+ કેમ કે તમે પૂરેપૂરું સુખ મેળવી લીધું છે.+

૨૫ “ઓ ધરાયેલા લોકો, તમને અફસોસ, કેમ કે તમે ભૂખ્યા રહેશો.

“ઓ હસનારા લોકો, તમને અફસોસ, કેમ કે તમે શોક કરશો અને રડશો.+

૨૬ “બધા લોકો તમારું સારું બોલે ત્યારે તમને અફસોસ,+ કેમ કે તેઓના બાપદાદાઓ જૂઠા પ્રબોધકોને એવું જ કરતા હતા.

૨૭ “પણ મારી વાત સાંભળનારાને હું કહું છું: તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો, જેઓ તમને ધિક્કારે છે તેઓનું સારું કરતા રહો.+ ૨૮ જેઓ તમને શ્રાપ આપે છે તેઓને આશીર્વાદ આપતા રહો. તમારું અપમાન કરે છે તેઓ માટે પ્રાર્થના કરતા રહો.+ ૨૯ જે તમારા એક ગાલ પર તમાચો મારે, તેને બીજો ગાલ પણ ધરો. જે તમારો બહારનો ઝભ્ભો લઈ લે, તેને અંદરનો ઝભ્ભો પણ આપી દો.+ ૩૦ તમારી પાસે જે કોઈ માંગે તેને આપો.+ જે તમારી વસ્તુઓ પડાવી લે, તેની પાસે એ પાછી ન માંગો.

૩૧ “જેમ તમે ચાહો છો કે લોકો તમારી સાથે વર્તે, એમ તમે પણ તેઓની સાથે વર્તો.+

૩૨ “જેઓ તમને પ્રેમ કરે છે, તેઓને જ તમે પ્રેમ કરો તો એમાં શું મોટી વાત? અરે, પાપીઓ પણ પોતાને પ્રેમ કરનારાઓને પ્રેમ કરે છે.+ ૩૩ જેઓ તમારું ભલું કરે છે, તેઓનું તમે ભલું કરો તો એમાં શું મોટી વાત? અરે, પાપીઓ પણ એમ જ કરે છે. ૩૪ જેની પાસેથી પાછું મળી શકે છે, તેને તમે ઉછીનું* આપો તો એમાં શું મોટી વાત?+ અરે, પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે, જેથી જે આપ્યું હોય એ પૂરેપૂરું પાછું મેળવી શકે. ૩૫ એના બદલે, તમારા દુશ્મનોને પ્રેમ કરતા રહો અને ભલું કરતા રહો. કંઈ પણ પાછું મેળવવાની આશા વગર ઉછીનું આપતા રહો.+ તમને મોટો બદલો મળશે. તમે સર્વોચ્ચ ઈશ્વરના દીકરાઓ થશો, કેમ કે તે ઉપકાર ન માનનારાઓ અને દુષ્ટો પર દયા બતાવે છે.+ ૩૬ જેમ તમારા પિતા દયાળુ છે એમ તમે દયાળુ થાઓ.+

૩૭ “બીજાઓને દોષિત ઠરાવવાનું બંધ કરો અને તમને દોષિત ઠરાવવામાં નહિ આવે.+ બીજાઓની ભૂલો શોધવાનું બંધ કરો અને તમારી ભૂલો શોધવામાં નહિ આવે. માફ કરતા રહો અને તમને માફ કરવામાં આવશે.+ ૩૮ આપતા રહો અને લોકો તમને આપશે.+ તેઓ ઉદારતાથી, દાબીને, હલાવીને અને ઊભરાય એટલું તમારા ખોળામાં આપશે. તમે જે માપથી માપી આપો છો, એ જ માપથી તેઓ તમને પણ પાછું માપી આપશે.”

૩૯ ઈસુએ આ ઉદાહરણો પણ આપ્યાં: “શું કોઈ આંધળો માણસ આંધળા માણસને દોરી શકે? શું તેઓ બંને ખાડામાં નહિ પડે?+ ૪૦ શિષ્ય પોતાના ગુરુ કરતાં મોટો નથી. પણ જેને સારી રીતે શીખવવામાં આવે છે, તે પોતાના ગુરુ જેવો થશે. ૪૧ તમે કેમ તમારા ભાઈની* આંખમાંનું તણખલું જુઓ છો, પણ તમારી આંખમાંનો ભારોટિયો* જોતા નથી?+ ૪૨ તમે તમારા ભાઈને કેવી રીતે કહી શકો કે ‘ભાઈ, તારી આંખમાંથી મને તણખલું કાઢવા દે,’ જ્યારે કે તમારી આંખમાંનો ભારોટિયો તમે જોતા નથી? ઓ ઢોંગીઓ! પહેલા તમારી આંખમાંથી ભારોટિયો કાઢો. પછી તમે સારી રીતે જોઈ શકશો કે તમારા ભાઈની આંખમાંનું તણખલું કઈ રીતે કાઢવું.

૪૩ “કોઈ પણ સારું ઝાડ સડેલું ફળ આપતું નથી. કોઈ પણ સડેલું ઝાડ સારું ફળ આપતું નથી.+ ૪૪ દરેક ઝાડ તેનાં ફળથી ઓળખાય છે.+ દાખલા તરીકે, કાંટાના ઝાડ પરથી લોકો અંજીર ભેગા કરતા નથી અને ઝાંખરા પરથી દ્રાક્ષ તોડતા નથી. ૪૫ સારો માણસ પોતાના દિલના સારા ખજાનામાંથી સારું કાઢે છે. પણ ખરાબ માણસ પોતાના દિલના ખરાબ ખજાનામાંથી ખરાબ કાઢે છે. માણસના દિલમાં જે હોય છે, એ જ તે બોલે છે.+

૪૬ “તો પછી તમે કેમ મને ‘માલિક, માલિક’ કહો છો, પણ હું કહું એ કરતા નથી?+ ૪૭ જે કોઈ મારી પાસે આવે છે, મારા શબ્દો સાંભળે છે અને એમ કરે છે તે કોના જેવો છે એ તમને જણાવું:+ ૪૮ તે ઘર બાંધનાર માણસ જેવો છે, જેણે ઊંડું ખોદીને ખડક પર પાયો નાખ્યો. પછી પૂર આવ્યું અને નદીનું ધસમસતું પાણી ઘર સાથે અથડાવા લાગ્યું. પણ એ ઘરને હલાવી ન શક્યું, કેમ કે એ મજબૂત રીતે બંધાયેલું હતું.+ ૪૯ જે કોઈ સાંભળે છે પણ કંઈ કરતો નથી+ તે એવા માણસ જેવો છે, જેણે પાયો નાખ્યા વગર ઘર બાંધ્યું. નદીનું ધસમસતું પાણી એની સાથે અથડાવા લાગ્યું. તરત જ એ પડી ગયું અને એનો ભાંગીને ભૂકો થઈ ગયો.”

૭ લોકોને એ બધી વાતો કહી રહ્યા પછી ઈસુ કાપરનાહુમમાં આવ્યા. ૨ એક લશ્કરી અધિકારીનો ચાકર બહુ બીમાર હતો અને મરવાની અણી પર હતો. અધિકારીને એ ચાકર બહુ વહાલો હતો.+ ૩ લશ્કરી અધિકારીએ ઈસુ વિશે સાંભળ્યું. તેણે યહૂદી વડીલોને તેમની પાસે મોકલ્યા અને વિનંતી કરી કે ઈસુ આવીને ચાકરને સાજો કરે. ૪ તેઓ ઈસુ પાસે આવ્યા અને વિનંતી કરવા લાગ્યા: “તમે તેને મદદ કરો, તે સારો માણસ છે. ૫ તે આપણી પ્રજા પર પ્રેમ રાખે છે અને તેણે આપણા માટે સભાસ્થાન બંધાવ્યું છે.” ૬ ઈસુ તેઓની સાથે ગયા. પણ તે ઘરથી બહુ દૂર ન હતા ત્યારે, લશ્કરી અધિકારીએ પોતાના મિત્રોને મોકલીને આ સંદેશો આપ્યો: “સાહેબ, તકલીફ ન લેશો. તમે મારા ઘરે આવો એને હું લાયક નથી.+ ૭ એ જ કારણે મેં તમારી પાસે આવવા પોતાને લાયક ન ગણ્યો. તમે બસ કહી દો, એટલે મારો ચાકર સાજો થઈ જશે. ૮ હું પણ કોઈના હાથ નીચે કામ કરું છું અને મારા હાથ નીચે પણ સૈનિકો છે. એમાંના એકને હું કહું, ‘જા!’ અને તે જાય છે. બીજાને કહું, ‘આવ!’ અને તે આવે છે. મારા દાસને કહું કે ‘આમ કર!’ અને તે એમ કરે છે.” ૯ આ બધું સાંભળીને ઈસુને ખૂબ નવાઈ લાગી. તેમણે પોતાની પાછળ આવતા ટોળા તરફ ફરીને કહ્યું: “હું તમને કહું છું કે આખા ઇઝરાયેલમાં પણ મેં આટલી શ્રદ્ધા જોઈ નથી.”+ ૧૦ જેઓને મોકલવામાં આવ્યા હતા, તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે તેઓએ ચાકરને સાજો થયેલો જોયો.+

૧૧ એ પછી ઈસુ તરત નાઈન નામના શહેરમાં ગયા. તેમના શિષ્યો અને ઘણા લોકો તેમની સાથે ચાલતા હતા. ૧૨ તે શહેરના દરવાજા નજીક આવ્યા. જુઓ, ગુજરી ગયેલા એક માણસને લોકો લઈ જતા હતા. તે તેની માનો એકનો એક દીકરો હતો+ અને તે વિધવા હતી. તેની સાથે શહેરના ઘણા લોકો પણ હતા. ૧૩ માલિક ઈસુની નજર તેના પર પડી ત્યારે તેમનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું.+ તેમણે તેને કહ્યું: “રડીશ નહિ.”+ ૧૪ પછી તે ઠાઠડી* પાસે આવ્યા અને એને અડક્યા. એટલે ઠાઠડી ઊંચકનારાઓ ઊભા રહી ગયા. તેમણે કહ્યું: “ઓ યુવાન, હું તને કહું છું કે ઊભો થા!”+ ૧૫ એટલે મરી ગયેલો યુવાન બેઠો થયો અને બોલવા લાગ્યો. ઈસુએ તેને તેની માને સોંપ્યો.+ ૧૬ બધા લોકો પર ભય છવાઈ ગયો. તેઓએ ઈશ્વરને મહિમા આપતા કહ્યું: “ઈશ્વરે આપણી વચ્ચે મહાન પ્રબોધક ઊભા કર્યા છે”+ અને “તેમણે પોતાના લોકો તરફ ધ્યાન આપ્યું છે.”+ ૧૭ તેમના વિશેના આ સમાચાર આખા યહૂદિયા અને આસપાસના પ્રદેશમાં ફેલાઈ ગયા.

૧૮ યોહાનના શિષ્યોએ આવીને તેને આ બધી વાતો જણાવી.+ ૧૯ યોહાને પોતાના બે શિષ્યોને બોલાવ્યા અને માલિકને આમ પૂછવા મોકલ્યા: “જે આવનાર છે તે તમે છો+ કે અમે બીજા કોઈની રાહ જોઈએ?” ૨૦ તેઓએ ઈસુ પાસે આવીને કહ્યું: “બાપ્તિસ્મા આપનાર યોહાને અમને તમારી પાસે મોકલ્યા છે. તેમણે પૂછ્યું છે, ‘જે આવનાર છે તે તમે છો કે અમે બીજા કોઈની રાહ જોઈએ?’” ૨૧ એ વખતે ઈસુએ ઘણા લોકોને રોગ+ અને મોટી મોટી બીમારીઓથી સાજા કર્યા. તેમણે દુષ્ટ દૂતોને કાઢ્યા અને અનેક આંધળા લોકોને દેખતા કર્યા. ૨૨ ઈસુએ યોહાનના શિષ્યોને કહ્યું કે “જાઓ, તમે જે જોયું છે અને સાંભળ્યું છે એ વિશે યોહાનને જણાવો: આંધળા જુએ છે,+ લંગડા ચાલે છે, રક્તપિત્તિયા* લોકો શુદ્ધ કરાય છે, બહેરા સાંભળે છે,+ ગુજરી ગયેલા જીવતા કરાય છે અને ગરીબોને ખુશખબર જણાવાય છે.+ ૨૩ જેઓએ મારા લીધે ઠોકર ખાધી નથી, તેઓ સુખી છે.”+

૨૪ યોહાનનો સંદેશો લાવનારાઓ જતા રહ્યા. પછી ઈસુ ટોળાંને યોહાન વિશે કહેવા લાગ્યા: “તમે ઉજ્જડ પ્રદેશમાં શું જોવા ગયા હતા? પવનથી ડોલતા બરુને?*+ ૨૫ તમે શું જોવા ગયા હતા? શું રેશમી* કપડાં પહેરેલા માણસને?+ જેઓ ભપકાદાર કપડાં પહેરે છે અને એશઆરામથી જીવે છે, તેઓ તો મહેલોમાં રહે છે. ૨૬ તમે શું જોવા ગયા હતા? પ્રબોધકને? હા, હું તમને કહું છું કે પ્રબોધકથી પણ જે મહાન છે તેને જોવા.+ ૨૭ આ એ જ છે, જેના વિશે લખવામાં આવ્યું છે: ‘જો! હું તારી આગળ મારો સંદેશવાહક મોકલું છું, જે તારી આગળ તારો રસ્તો તૈયાર કરશે!’+ ૨૮ હું તમને કહું છું કે સ્ત્રીઓથી જન્મેલા બધામાં યોહાન કરતાં મહાન બીજું કોઈ નથી. પણ ઈશ્વરના રાજ્યમાં જે સૌથી નાનો છે, તે યોહાન કરતાં મહાન છે.”+ ૨૯ (બધા લોકોએ અને કર ઉઘરાવનારાઓએ એ સાંભળ્યું. તેઓએ જાહેર કર્યું કે ઈશ્વર ન્યાયી છે, કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું હતું.+ ૩૦ પણ ફરોશીઓએ અને નિયમશાસ્ત્રના જાણકારોએ ઈશ્વરની ઇચ્છા પૂરી કરી નહિ,+ કેમ કે તેઓએ યોહાનથી બાપ્તિસ્મા લીધું ન હતું.)

૩૧ “એટલે હું આ પેઢીના લોકોને કોની સાથે સરખાવું? તેઓ કોના જેવા છે?+ ૩૨ તેઓ બજારમાં બેઠેલાં બાળકો જેવા છે, જેઓ એકબીજાને બૂમ પાડીને કહે છે: ‘અમે તમારાં માટે વાંસળી વગાડી પણ તમે નાચ્યાં નહિ. અમે વિલાપ કર્યો પણ તમે રડ્યાં નહિ.’ ૩૩ એ જ રીતે, બાપ્તિસ્મા આપનાર યોહાન રોટલી ખાતો કે દ્રાક્ષદારૂ પીતો આવ્યો નથી,+ તોપણ તમે કહો છો: ‘તેનામાં દુષ્ટ દૂત છે.’ ૩૪ માણસનો દીકરો ખાતો-પીતો આવ્યો, તોપણ તમે કહો છો: ‘જુઓ! ખાઉધરો અને દારૂડિયો માણસ, કર ઉઘરાવનારાઓ અને પાપીઓનો મિત્ર!’+ ૩૫ પણ જ્ઞાન પોતાનાં કાર્યોથી* ખરું સાબિત થાય છે.”+

૩૬ હવે એક ફરોશી ઈસુને જમવા આવવાની વારંવાર વિનંતી કરતો હતો. એટલે તે ફરોશીના ઘરે ગયા અને જમવા બેઠા. ૩૭ એ શહેરમાં પાપી તરીકે જાણીતી એક સ્ત્રી હતી. તેને ખબર પડી કે ફરોશીના ઘરે ઈસુ જમવા બેઠા છે. તે સંગેમરમરની શીશીમાં સુગંધી તેલ લઈને ત્યાં આવી.+ ૩૮ તે તેમની પાછળ આવીને તેમના પગ પાસે ઘૂંટણિયે પડી. તે રડતાં રડતાં પોતાનાં આંસુઓથી તેમના પગ પલાળવા લાગી. પછી પોતાના માથાના વાળથી તેમના પગ લૂછ્યા. તે તેમના પગને ચુંબન કરવા લાગી. તેણે એના પર સુગંધી તેલ લગાડ્યું. ૩૯ એ જોઈને જે ફરોશીએ તેમને બોલાવ્યા હતા, તેણે મનમાં કહ્યું: “જો આ માણસ ખરેખર પ્રબોધક હોત, તો તે જાણતો હોત કે તેમને અડકનાર સ્ત્રી કોણ છે અને કેવી છે, એટલે કે તે પાપી છે.”+ ૪૦ તેના વિચારો જાણીને ઈસુએ કહ્યું: “સિમોન, મારે તને કંઈક કહેવું છે.” તેણે કહ્યું: “ઉપદેશક, કહો!”

૪૧ “એક લેણદારના બે દેવાદાર હતા. એકનું દેવું ૫૦૦ દીનારનું* હતું અને બીજાનું ૫૦ દીનારનું. ૪૨ તેઓ પાસે લેણદારને ચૂકવવા કંઈ ન હતું, તેથી તેણે ઉદારતાથી તેઓનું દેવું માફ કર્યું. તેઓમાંથી કોણ લેણદારને વધારે પ્રેમ કરશે?” ૪૩ સિમોને કહ્યું: “મને લાગે છે કે જેનું વધારે દેવું માફ થયું તે.” તેમણે જણાવ્યું: “તેં ખરું કહ્યું.” ૪૪ એ પછી તેમણે સ્ત્રી તરફ ફરીને સિમોનને કહ્યું: “તું આ સ્ત્રીને જુએ છે? હું તારા ઘરે આવ્યો ત્યારે પગ ધોવા તેં મને પાણી ન આપ્યું. પણ આ સ્ત્રીએ તેનાં આંસુથી મારા પગ ધોયા અને પોતાના વાળથી લૂછ્યા. ૪૫ તેં મને આવકાર આપવા ચુંબન ન કર્યું, પણ હું આવ્યો ત્યારથી આ સ્ત્રીએ મારા પગને ચૂમવાનું બંધ કર્યું નથી. ૪૬ તેં મારા માથા પર તેલ ન લગાડ્યું, પણ આ સ્ત્રીએ મારા પગ પર સુગંધી તેલ લગાડ્યું છે. ૪૭ એટલે હું તને કહું છું કે ભલે તેનાં પાપ ઘણાં* છે, છતાં એ માફ કરાયાં છે,+ કેમ કે તેણે વધારે પ્રેમ બતાવ્યો છે. પણ જેનાં થોડાં પાપ માફ કરાયાં છે તે થોડો પ્રેમ બતાવે છે.” ૪૮ પછી તેમણે એ સ્ત્રીને કહ્યું: “તારાં પાપ માફ કરાયાં છે.”+ ૪૯ જેઓ તેમની સાથે જમવા બેઠા હતા, તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “આ માણસ કોણ છે, જે પાપ પણ માફ કરે છે?”+ ૫૦ પણ ઈસુએ સ્ત્રીને કહ્યું: “તારી શ્રદ્ધાએ તને બચાવી છે,+ શાંતિથી જા.”

૮ થોડા સમય પછી ઈસુ શહેરેશહેર અને ગામેગામ ગયા. તે ઈશ્વરના રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા.+ બાર શિષ્યો તેમની સાથે હતા. ૨ અમુક સ્ત્રીઓ પણ તેમની સાથે હતી. આ સ્ત્રીઓમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા અને તેઓ બીમારીમાંથી સાજી કરાઈ હતી: મરિયમ જે માગદાલેણ નામથી ઓળખાતી હતી, તેનામાંથી સાત દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા. ૩ એ સ્ત્રીઓમાં હેરોદના ઘરના કારભારી ખૂઝાની પત્ની યોહાન્‍ના+ હતી. સુસાન્‍ના અને બીજી ઘણી સ્ત્રીઓ પણ હતી. તેઓ પોતાની સંપત્તિમાંથી ઈસુ અને શિષ્યોની સેવા કરતી હતી.+

૪ તેમની પાસે અલગ અલગ શહેરથી લોકો આવ્યા અને મોટું ટોળું ભેગું થયું. તેમણે એક ઉદાહરણ આપ્યું:+ ૫ “એક વાવનાર બી વાવવા માટે ગયો. તે વાવતો હતો ત્યારે, એમાંનાં અમુક બી રસ્તાને કિનારે પડ્યાં. એ પગ નીચે કચડાઈ ગયાં અને આકાશનાં પક્ષીઓ એ ખાઈ ગયાં.+ ૬ અમુક બી ખડક પર પડ્યાં. એ ઊગ્યાં પછી સુકાઈ ગયાં, કારણ કે બીને પાણી મળ્યું નહિ.+ ૭ બીજાં બી કાંટાની વચ્ચે પડ્યાં અને એની સાથે ઊગી નીકળેલી કાંટાળી ઝાડીએ એને દાબી દીધાં.+ ૮ પણ બીજાં બી સારી જમીન પર પડ્યાં અને ઊગ્યાં પછી એને ૧૦૦ ગણાં ફળ આવ્યાં.”+ આ વાતો કહી રહ્યા પછી તેમણે મોટેથી કહ્યું: “હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+

૯ શિષ્યોએ તેમને પૂછ્યું કે આ ઉદાહરણનો અર્થ શું થાય.+ ૧૦ તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યનાં પવિત્ર રહસ્યોની સમજણ તમને આપવામાં આવી છે. બીજાઓ માટે એ ઉદાહરણોમાં છે,+ જેથી તેઓ જુએ પણ જોઈ ન શકે, તેઓ સાંભળે પણ સમજી ન શકે.+ ૧૧ ઉદાહરણનો અર્થ આ છે: બી ઈશ્વરનો સંદેશો છે.+ ૧૨ રસ્તાને કિનારે પડેલાં બી એવા લોકો છે જેઓ સંદેશો સાંભળે છે. પછી શેતાન* આવીને તેઓનાં હૃદયમાંથી સંદેશો લઈ જાય છે, જેથી તેઓ એ સ્વીકારે નહિ અને તારણ પામે નહિ.+ ૧૩ ખડક પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સંદેશો સાંભળે છે ત્યારે આનંદથી સ્વીકારે છે. પણ એનાં મૂળ ન હોવાથી તેઓ થોડો જ સમય માને છે. કસોટીના સમયે તેઓ ભરોસો કરવાનું છોડી દે છે.+ ૧૪ કાંટાની વચ્ચે પડેલાં બી એવા લોકો છે જેઓ સાંભળે છે, પણ જીવનની ચિંતાઓ, ધનદોલત+ અને મોજશોખને+ લીધે તેઓનું ધ્યાન ફંટાઈ જાય છે. તેઓ સાવ દબાઈ જાય છે અને કદી સારાં ફળ આપતા નથી.+ ૧૫ સારી જમીન પર પડેલાં બી એવા લોકો છે, જેઓ સારાં હૃદયથી સંદેશો સાંભળે છે.+ તેઓ એને વળગી રહે છે અને ધીરજથી ફળ આપે છે.+

૧૬ “કોઈ દીવો સળગાવીને વાસણથી ઢાંકતું નથી અથવા ખાટલા નીચે મૂકતું નથી. પણ એને ઊંચે દીવી પર મૂકે છે, જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે.+ ૧૭ એવું કંઈ જ સંતાડેલું નથી જે ખુલ્લું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે જાહેર કરવામાં નહિ આવે અને કદી ઉઘાડું પાડવામાં નહિ આવે.+ ૧૮ તમે ધ્યાનથી સાંભળો, કારણ કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે.+ જેની પાસે નથી અને ધારે છે કે તેની પાસે છે, તેની પાસે જે છે એ પણ લઈ લેવામાં આવશે.”+

૧૯ હવે તેમની મા અને ભાઈઓ+ તેમને મળવા આવ્યાં. પણ ટોળાને લીધે તેઓ તેમના સુધી પહોંચી ન શક્યાં.+ ૨૦ ઈસુને જણાવવામાં આવ્યું: “તમારી મા અને તમારા ભાઈઓ બહાર ઊભાં છે અને તમને મળવા માંગે છે.” ૨૧ તેમણે કહ્યું: “મારી મા અને મારા ભાઈઓ આ છે, જેઓ ઈશ્વરનો સંદેશો સાંભળે છે અને પાળે છે.”+

૨૨ એક દિવસ ઈસુ અને તેમના શિષ્યો હોડીમાં બેઠા. તેમણે શિષ્યોને કહ્યું: “ચાલો આપણે સરોવરની સામે પાર જઈએ.” તેઓ હોડી લઈને નીકળ્યા.+ ૨૩ તેઓ હોડીમાં મુસાફરી કરતા હતા ત્યારે ઈસુ ઊંઘી ગયા. એવામાં સરોવરમાં પવનનું ભારે તોફાન આવ્યું. તેઓની હોડી પાણીથી ભરાવા લાગી. તેઓ જોખમમાં આવી પડ્યા.+ ૨૪ તેઓ તેમની પાસે ગયા અને તેમને જગાડીને કહેવા લાગ્યા: “ગુરુજી! ગુરુજી! આપણે ડૂબવાની તૈયારીમાં છીએ!” એ સાંભળીને ઈસુએ ઊભા થઈને પવનને અને ઊછળતાં મોજાંને ધમકાવ્યા. એટલે તોફાન શમી ગયું અને શાંતિ છવાઈ ગઈ.+ ૨૫ તેમણે શિષ્યોને પૂછ્યું: “તમારી શ્રદ્ધા ક્યાં છે?” પણ તેઓ ગભરાઈ ગયા હતા. તેઓ નવાઈ પામીને એકબીજાને કહેવા લાગ્યા: “આ ખરેખર કોણ છે? તે પવન અને પાણીને હુકમ કરે છે અને એ તેમનું કહેવું માને છે.”+

૨૬ પછી તેઓ ગાલીલની સામે પાર આવેલા ગેરસાનીઓના પ્રદેશને+ કિનારે આવી પહોંચ્યા. ૨૭ ઈસુ હોડીમાંથી ઊતર્યા ત્યારે, નજીકના શહેરમાંથી દુષ્ટ દૂતના વશમાં હોય એવો એક માણસ તેમની સામે આવ્યો. ઘણા વખતથી તે કપડાં પહેરતો ન હતો. તે ઘરમાં નહિ, પણ કબ્રસ્તાનમાં રહેતો હતો.+ ૨૮ ઈસુને જોઈને તેણે બૂમ પાડી અને તેમની આગળ ઘૂંટણિયે પડ્યો. તે મોટા અવાજે કહેવા લાગ્યો: “હે ઈસુ, સર્વોચ્ચ ઈશ્વરના દીકરા, તારે અને મારે શું લેવાદેવા? હું તને આજીજી કરું છું કે મને પીડા આપીશ નહિ.”+ ૨૯ (એ માટે કે ઈસુએ દુષ્ટ દૂતને માણસમાંથી નીકળી જવાની આજ્ઞા કરી હતી. એ દુષ્ટ દૂતે ઘણી વાર એ માણસને વશમાં કરી લીધો હતો.*+ તેના પર ચોકી રાખવામાં આવતી. તેને સાંકળો અને બેડીઓથી વારંવાર બાંધવામાં આવતો. પણ તે બંધન તોડી નાખતો અને દુષ્ટ દૂત તેને વેરાન જગ્યાએ લઈ જતો.) ૩૦ ઈસુએ તેને પૂછ્યું: “તારું નામ શું છે?” તેણે કહ્યું: “સેના,” કેમ કે તેનામાં ઘણા દુષ્ટ દૂતો હતા. ૩૧ તેઓ તેમને વારંવાર વિનંતી કરતા હતા કે તેઓને અનંત ઊંડાણમાં*+ જવાનો હુકમ ન કરે. ૩૨ ત્યાં પહાડ પર ભૂંડોનું મોટું ટોળું+ ચરતું હતું. એટલે તેઓ ઈસુને વિનંતી કરવા લાગ્યા કે તેઓને ભૂંડોમાં જવાની રજા આપે. તેમણે તેઓને રજા આપી.+ ૩૩ દુષ્ટ દૂતો એ માણસમાંથી નીકળીને ભૂંડોમાં ગયા. ભૂંડોનું ટોળું ટેકરીની ધાર પરથી નીચે સરોવરમાં પડ્યું અને ડૂબી મર્યું. ૩૪ જે થયું એ ભૂંડો ચરાવનારાઓએ જોયું ત્યારે તેઓ ભાગી ગયા. તેઓએ શહેરમાં અને સીમમાં એ વિશે ખબર આપી.

૩૫ જે બન્યું હતું એ જોવા લોકો આવ્યા. તેઓ ઈસુ પાસે આવ્યા. જે માણસમાંથી દુષ્ટ દૂતો નીકળ્યા હતા, તેને કપડાં પહેરેલો અને શાંત ચિત્તે ઈસુના પગ પાસે બેઠેલો જોઈને તેઓ ગભરાઈ ગયા. ૩૬ આ બનાવ નજરે જોનારા લોકોએ તેઓને જણાવ્યું કે દુષ્ટ દૂતોના વશમાં હતો એ માણસ કઈ રીતે સાજો કરાયો હતો. ૩૭ પછી ગેરસાનીઓના આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં આવેલા લોકોએ ઈસુને ત્યાંથી જતા રહેવા કહ્યું. તેઓ પર ઘણો ભય છવાઈ ગયો હતો. તે ત્યાંથી જવા હોડીમાં બેઠા. ૩૮ જે માણસમાંથી દુષ્ટ દૂતો કાઢવામાં આવ્યા હતા, તેણે ઈસુ સાથે જવા વારંવાર વિનંતી કરી. પણ ઈસુએ તેને પાછો મોકલ્યો અને કહ્યું:+ ૩૯ “ઘરે પાછો જા અને ઈશ્વરે તારા માટે જે કર્યું છે એ જણાવતો રહે.” તે પાછો ગયો અને ઈસુએ તેના માટે જે કર્યું હતું, એ વિશે આખા શહેરમાં કહેવા લાગ્યો.

૪૦ ઈસુ ગાલીલ પાછા આવ્યા. ટોળાએ પ્રેમથી આવકાર કર્યો, કેમ કે તેઓ સર્વ તેમની રાહ જોતા હતા.+ ૪૧ એવામાં યાઐરસ નામનો એક માણસ આવ્યો. તે સભાસ્થાનનો મુખ્ય અધિકારી હતો. તે ઈસુના પગે પડ્યો અને પોતાના ઘરે આવવા વિનંતી કરવા લાગ્યો.+ ૪૨ તેને એક જ દીકરી હતી, જે આશરે ૧૨ વર્ષની હતી. તે મરવાની અણી પર હતી.

ઈસુ જતા હતા ત્યારે, લોકો તેમની નજીક જવા પડાપડી કરતા હતા. ૪૩ ત્યાં એક સ્ત્રી હતી, જે ૧૨ વર્ષથી લોહીવાથી*+ પીડાતી હતી. કોઈ તેને સાજી કરી શક્યું ન હતું.+ ૪૪ તે પાછળથી આવી અને ઈસુના ઝભ્ભાની કોરને અડકી.+ તરત જ તેનો લોહીવા બંધ થઈ ગયો. ૪૫ ઈસુએ પૂછ્યું: “મને કોણ અડક્યું?” જ્યારે બધાએ ના પાડી ત્યારે પિતરે કહ્યું: “ગુરુજી, લોકો તમને ઘેરી વળ્યા છે અને તમારી નજીક આવવા પડાપડી કરે છે.”+ ૪૬ ઈસુએ કહ્યું: “કોઈક મને અડક્યું, કેમ કે મને ખબર છે કે મારામાંથી શક્તિ+ નીકળી છે.” ૪૭ એ સ્ત્રીને ખબર પડી કે પોતાને જે થયું છે એ ઈસુ જાણી ગયા છે. તે ગભરાતી ગભરાતી આવી અને ઈસુ આગળ ઘૂંટણિયે પડી. તેણે બધા લોકોની સામે જણાવ્યું કે તે શા માટે તેમને અડકી અને કઈ રીતે તરત સાજી થઈ. ૪૮ ઈસુએ તેને કહ્યું: “દીકરી, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે, શાંતિથી જા.”+

૪૯ ઈસુ હજુ બોલતા હતા એટલામાં સભાસ્થાનના પેલા અધિકારીના ઘરેથી એક માણસ આવ્યો. તેણે અધિકારીને કહ્યું: “તમારી દીકરી ગુજરી ગઈ છે. હવે ગુરુજીને તકલીફ ન આપશો.”+ ૫૦ એ સાંભળીને ઈસુએ અધિકારીને કહ્યું: “ગભરાઈશ નહિ, માત્ર શ્રદ્ધા રાખ અને તે સાજી થઈ જશે.”+ ૫૧ તે ઘરે પહોંચ્યા ત્યારે તેમણે પિતર, યોહાન, યાકૂબ અને છોકરીનાં માતા-પિતા સિવાય બીજા કોઈને પોતાની સાથે અંદર આવવા દીધા નહિ. ૫૨ બધા લોકો તેના માટે રડતા અને શોકમાં છાતી કૂટતા હતા. તેમણે કહ્યું: “રડવાનું બંધ કરો.+ તે મરી નથી ગઈ પણ ઊંઘે છે.”+ ૫૩ એ સાંભળીને તેઓ તેમના પર હસવા લાગ્યા, કારણ કે તેઓને ખબર હતી કે તે મરી ગઈ છે. ૫૪ પણ ઈસુએ છોકરીનો હાથ પકડીને કહ્યું: “દીકરી, ઊભી થા!”+ ૫૫ તે જીવતી થઈ*+ અને તરત ઊભી થઈ.+ તેમણે કહ્યું કે તેને કંઈક ખાવાનું આપો. ૫૬ તેનાં માતા-પિતાની ખુશીનો પાર ન હતો. પણ ઈસુએ કહ્યું કે જે કંઈ બન્યું છે એ વિશે કોઈને જણાવતા નહિ.+

૯ પછી તેમણે બાર શિષ્યોને ભેગા કર્યા. તેમણે તેઓને બધા દુષ્ટ દૂતો કાઢવાનો અધિકાર આપ્યો+ અને બીમારીઓ મટાડવાની શક્તિ આપી.+ ૨ તેમણે તેઓને ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરવા અને લોકોને સાજા કરવા મોકલ્યા. ૩ તેમણે તેઓને કહ્યું: “મુસાફરી માટે કંઈ લેવું નહિ. લાકડી નહિ કે ખોરાકની થેલી નહિ, રોટલી નહિ કે પૈસા* નહિ, બે કપડાં* પણ નહિ.+ ૪ તમે કોઈ ઘરમાં જાઓ ત્યારે, એ શહેરમાંથી નીકળતા સુધી ત્યાં જ રહો.+ ૫ જ્યાં પણ લોકો તમારો સ્વીકાર ન કરે, ત્યાં એ શહેરમાંથી નીકળતી વખતે તમારા પગની ધૂળ ખંખેરી નાખો,* જેથી તેઓ વિરુદ્ધ સાક્ષી મળે.”+ ૬ પછી તેઓ આખા વિસ્તારમાં ગામેગામ બધે ખુશખબર જાહેર કરતા અને રોગ મટાડતા ગયા.+

૭ જે બન્યું હતું એ બધું જિલ્લા અધિકારી* હેરોદે* સાંભળ્યું. તે ઘણી મૂંઝવણમાં મુકાયો, કેમ કે અમુક કહેતા હતા કે યોહાનને મરણમાંથી ઉઠાડવામાં આવ્યો છે.+ ૮ પણ બીજાઓ કહેતા હતા કે એલિયા પ્રગટ થયા છે. કેટલાક કહેતા હતા કે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.+ ૯ હેરોદે કહ્યું: “મેં યોહાનનું માથું કાપી નંખાવ્યું હતું.+ તો પછી હું જેના વિશે આ વાતો સાંભળું છું એ છે કોણ?” તે તેમને જોવા માંગતો હતો.+

૧૦ પ્રેરિતો પાછા આવ્યા ત્યારે, તેઓએ જે બધું કર્યું હતું એ ઈસુને જણાવ્યું.+ તે તેઓને પોતાની સાથે લઈને બેથસૈદા નામના શહેરમાં એકાંત જગ્યાએ ચાલ્યા ગયા.+ ૧૧ પણ લોકો એ જાણી ગયા અને તેમની પાછળ પાછળ ગયા. ઈસુએ તેઓનો પ્રેમથી આવકાર કર્યો. તે તેઓને ઈશ્વરના રાજ્ય વિશે કહેવા લાગ્યા અને જેઓને જરૂર હતી તેઓને સાજા કર્યા.+ ૧૨ દિવસ ઢળવા આવ્યો ત્યારે બાર પ્રેરિતોએ તેમની પાસે આવીને કહ્યું: “ટોળાને વિદાય આપો, જેથી તેઓ આસપાસનાં ગામોમાં અને સીમમાં જાય. તેઓ ત્યાં રહેવાની જગ્યા અને ખોરાક શોધી શકે, કેમ કે અહીં આપણે ઉજ્જડ જગ્યાએ છીએ.”+ ૧૩ તેમણે કહ્યું: “તમે તેઓને કંઈક ખાવાનું આપો.”+ તેઓએ કહ્યું: “અમારી પાસે પાંચ રોટલી અને બે માછલી વગર કંઈ નથી, સિવાય કે અમે જઈને આ સર્વ લોકો માટે ખોરાક ખરીદી લાવીએ.” ૧૪ ત્યાં આશરે ૫,૦૦૦ પુરુષો હતા. તેમણે શિષ્યોને કહ્યું: “આશરે ૫૦-૫૦ના સમૂહમાં તેઓને બેસાડો.” ૧૫ તેઓએ એમ કર્યું અને એ બધાને બેસાડ્યા. ૧૬ પછી ઈસુએ પાંચ રોટલી અને બે માછલી લીધી. તેમણે આકાશ તરફ જોઈને પ્રાર્થનામાં આશીર્વાદ માંગ્યો. તેમણે રોટલી તોડી અને ટોળાને વહેંચવા માટે શિષ્યોને આપી. ૧૭ તેઓ બધાએ ધરાઈને ખાધું. શિષ્યોએ વધેલા ટુકડા ભેગા કરીને ૧૨ ટોપલીઓ ભરી.+

૧૮ પછી ઈસુ એકલા પ્રાર્થના કરતા હતા ત્યારે, શિષ્યો તેમની પાસે આવ્યા. ઈસુએ તેઓને પૂછ્યું: “હું કોણ છું, એ વિશે લોકો શું કહે છે?”+ ૧૯ તેઓએ કહ્યું: “કોઈ કહે છે બાપ્તિસ્મા આપનાર યોહાન, કોઈ કહે છે એલિયા, કોઈ કહે છે અગાઉના સમયના કોઈ પ્રબોધક ઊઠ્યા છે.”+ ૨૦ તેમણે તેઓને પૂછ્યું: “હું કોણ છું એ વિશે તમે શું કહો છો?” પિતરે જવાબ આપ્યો: “ઈશ્વરે મોકલેલા ખ્રિસ્ત.”+ ૨૧ તેમણે તેઓને કડક શબ્દોમાં સૂચના આપી કે તેઓ આ વાત કોઈને જણાવે નહિ.+ ૨૨ પણ તેમણે કહ્યું: “માણસના દીકરાએ ઘણી સતાવણી સહેવી પડશે. વડીલો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ તેને ધિક્કારશે. તેને મારી નાખવામાં આવશે+ અને તે ત્રીજા દિવસે જીવતો કરાશે.”+

૨૩ પછી તે બધાને કહેવા લાગ્યા: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તે પોતાની ઇચ્છાઓનો ત્યાગ કરે+ અને દરરોજ પોતાનો વધસ્તંભ* ઊંચકીને મારી પાછળ ચાલતો રહે.+ ૨૪ જે કોઈ પોતાનું જીવન બચાવવા ચાહે છે તે એને ગુમાવશે. પણ જે કોઈ મારે લીધે પોતાનું જીવન ગુમાવે છે તે એને બચાવશે.+ ૨૫ જો કોઈ માણસ આખી દુનિયા મેળવે, પણ પોતાનું જીવન ગુમાવે અથવા એને નુકસાન થાય તો એનાથી શો લાભ?+ ૨૬ જો કોઈ મારે લીધે અને મારી વાતોને લીધે શરમાય છે, તો માણસનો દીકરો જ્યારે પોતાના મહિમામાં, પિતાના મહિમામાં અને પવિત્ર દૂતોના મહિમામાં આવશે, ત્યારે તેનો સ્વીકાર કરતા શરમાશે.+ ૨૭ હું તમને સાચે જ કહું છું કે અહીં ઊભેલામાંથી અમુક એવા છે, જેઓ ઈશ્વરનું રાજ્ય નહિ જુએ, ત્યાં સુધી મરણ નહિ પામે.”+

૨૮ ઈસુએ આ શબ્દો કહ્યા એના આશરે આઠ દિવસ પછી તે પિતર, યોહાન અને યાકૂબને લઈને પ્રાર્થના કરવા પહાડ પર ચઢ્યા.+ ૨૯ તે પ્રાર્થના કરતા હતા ત્યારે તેમના ચહેરાનો દેખાવ બદલાઈ ગયો. તેમનાં કપડાં સફેદ થઈને ચળકવા લાગ્યાં. ૩૦ જુઓ! બે માણસો તેમની સાથે વાત કરતા હતા. તેઓ મૂસા અને એલિયા હતા. ૩૧ તેઓનો મહિમા ઝળહળતો હતો. તેઓ ઈસુની વિદાય વિશે વાતો કરવા લાગ્યા, જે યરૂશાલેમથી થવાની હતી.+ ૩૨ પિતર અને તેની સાથેના બીજા ભરઊંઘમાં હતા. પણ તેઓ જાગી ગયા ત્યારે, તેઓએ ઈસુનો મહિમા જોયો.+ તેમની સાથે ઊભેલા બે માણસોને પણ જોયા. ૩૩ તેઓ તેમનાથી છૂટા પડતા હતા ત્યારે, પિતરે ઈસુને કહ્યું: “શિક્ષક, આપણે અહીં રહીએ એ સારું છે. અમને ત્રણ તંબુ ઊભા કરવા દો, એક તમારા માટે, એક મૂસા માટે અને એક એલિયા માટે.” તે શું બોલતો હતો એની તેને ખબર ન હતી. ૩૪ તે આ વાતો બોલતો હતો ત્યારે, એક વાદળું ઘેરાયું અને તેઓ પર છવાઈ ગયું. તેઓ વાદળથી ઘેરાવા લાગ્યા ત્યારે ગભરાયા. ૩૫ પછી વાદળમાંથી અવાજ+ આવ્યો: “આ મારો વહાલો દીકરો છે, જેને મેં પસંદ કર્યો છે.+ તેનું સાંભળો.”+ ૩૬ તેઓને અવાજ સંભળાયો ત્યારે ઈસુ એકલા જ નજરે પડ્યા. પણ તેઓ ચૂપ રહ્યા. તેઓએ જે જોયું, એના વિશે એ દિવસોમાં કોઈને કંઈ જણાવ્યું નહિ.+

૩૭ પછીના દિવસે તેઓ જ્યારે પહાડ પરથી નીચે ઊતર્યા, ત્યારે મોટું ટોળું તેમની પાસે આવ્યું.+ ૩૮ જુઓ! ટોળામાંથી એક માણસે મોટા અવાજે કહ્યું: “ગુરુજી, હું તમને આજીજી કરું છું કે મારા દીકરા તરફ જુઓ. તે મારો એકનો એક દીકરો છે.+ ૩૯ જુઓ, ખરાબ દૂત તેને વશમાં કરે છે અને અચાનક તે ચીસ પાડી ઊઠે છે. તે તેને એવો મરડી નાખે છે કે તેના મોઢામાંથી ફીણ નીકળવા લાગે છે. તે તેને ઘાયલ કરીને માંડ માંડ છોડે છે. ૪૦ મેં તમારા શિષ્યોને એ કાઢવા ઘણા કાલાવાલા કર્યા, પણ તેઓ એને કાઢી શક્યા નહિ.” ૪૧ ઈસુએ કહ્યું: “ઓ શ્રદ્ધા વગરની આડી પેઢી,+ હું ક્યાં સુધી તમારી સાથે રહીશ? મારે તમારું ક્યાં સુધી સહન કરવાનું? તારા દીકરાને અહીં લાવ.”+ ૪૨ પણ તે પાસે આવતો હતો એવામાં ખરાબ દૂતે તેને જમીન પર પછાડ્યો અને સખત રીતે મરડી નાખ્યો. ઈસુએ ખરાબ દૂતને ધમકાવ્યો. તેમણે છોકરાને સાજો કર્યો અને તેના પિતાને પાછો સોંપ્યો. ૪૩ ઈશ્વરના આ મહાન પરાક્રમથી તેઓ બધા દંગ રહી ગયા.

ઈસુ જે કામો કરી રહ્યા હતા એને લીધે તેઓ સર્વ નવાઈ પામ્યા. એવામાં તેમણે શિષ્યોને કહ્યું: ૪૪ “આ વાત ધ્યાનથી સાંભળો અને યાદ રાખો, કેમ કે માણસના દીકરાને દગો કરીને લોકોના હાથમાં સોંપવામાં આવશે.”+ ૪૫ પણ તે જે કહેતા હતા એ શિષ્યો સમજ્યા નહિ. એ તેઓથી છુપાવેલું હતું, જેથી તેઓ એ સમજી શકે નહિ. તેઓ આ વિશે તેમને સવાલ પૂછતા ગભરાતા હતા.

૪૬ પછી તેઓ દલીલ કરવા લાગ્યા કે તેઓમાં સૌથી મોટું કોણ.+ ૪૭ તેઓનાં દિલમાં શું છે એ જાણીને, ઈસુએ એક બાળકને પોતાની બાજુમાં ઊભું રાખ્યું. ૪૮ તેમણે કહ્યું: “જે કોઈ મારા નામને લીધે આ બાળકનો સ્વીકાર કરે છે, તે મારો પણ સ્વીકાર કરે છે. જે મારો સ્વીકાર કરે છે, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરે છે.+ તમારામાં જે કોઈ પોતાને સૌથી નાનો ગણે છે, તે મોટો છે.”+

૪૯ યોહાને કહ્યું: “ગુરુજી, અમે એક માણસને તમારા નામે દુષ્ટ દૂતો કાઢતા જોયો. અમે તેને રોકવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તે આપણામાંનો એક નથી.”+ ૫૦ ઈસુએ કહ્યું: “તેને રોકવાનો પ્રયત્ન કરતા નહિ, કેમ કે જે તમારી વિરુદ્ધ નથી તે તમારી સાથે છે.”

૫૧ તેમના સ્વર્ગમાં જવાના દિવસો પાસે આવ્યા*+ હોવાથી, તેમણે યરૂશાલેમ જવા મનમાં ગાંઠ વાળી. ૫૨ તેમણે પોતાની આગળ સંદેશવાહકો મોકલ્યા. તેઓ સમરૂનીઓના* એક ગામમાં ગયા, જેથી તેમના માટે તૈયારીઓ કરે. ૫૩ પણ લોકોએ ઈસુનો આવકાર કર્યો નહિ,+ કેમ કે તેમણે યરૂશાલેમ જવાનો પાકો નિર્ણય લીધો હતો. ૫૪ યાકૂબ અને યોહાને+ આ જોયું ત્યારે તેઓએ કહ્યું: “માલિક, શું તમે ચાહો છો કે અમે આકાશમાંથી આગ વરસાવીએ અને તેઓનો નાશ કરીએ?”+ ૫૫ પણ તે તેઓની તરફ ફર્યા અને તેઓને ધમકાવ્યા. ૫૬ પછી તેઓ બીજે ગામ ગયા.

૫૭ તેઓ માર્ગમાં ચાલતા હતા ત્યારે કોઈકે તેમને કહ્યું: “તમે જ્યાં જશો ત્યાં હું તમારી પાછળ આવીશ.” ૫૮ પણ ઈસુએ તેને કહ્યું: “શિયાળને બખોલ હોય છે અને આકાશનાં પક્ષીઓને માળા હોય છે, જ્યારે કે માણસના દીકરાને માથું ટેકવવાની પણ જગ્યા નથી.”+ ૫૯ પછી તેમણે બીજાને કહ્યું: “મારો શિષ્ય થા.” એ માણસે કહ્યું: “માલિક, પહેલા મને રજા આપો કે હું જાઉં અને મારા પિતાને દફનાવી આવું.”+ ૬૦ તેમણે તેને કહ્યું: “મરેલાઓને+ દફનાવવાનું મરેલાઓ ઉપર છોડી દે. પણ તું જા અને ઈશ્વરના રાજ્ય વિશે બધે જણાવ.”+ ૬૧ બીજા એકે પણ કહ્યું: “માલિક, હું તમારી પાછળ આવીશ. પણ પહેલા મારા ઘરના બધાને આવજો કહી આવવાની રજા આપો.” ૬૨ ઈસુએ તેને કહ્યું: “જે માણસ હળ પર હાથ મૂકે અને પાછળ જુએ,+ તે ઈશ્વરના રાજ્ય માટે યોગ્ય નથી.”+

૧૦ એ બનાવો પછી ઈસુએ* બીજા ૭૦ શિષ્યોને પસંદ કર્યા. તે જે જે શહેર અને જગ્યાએ જવાના હતા, ત્યાં પોતાની આગળ બબ્બેને મોકલ્યા.+ ૨ તેમણે તેઓને કહ્યું: “સાચે જ ફસલ તો ઘણી છે, પણ મજૂરો થોડા છે. એટલે ફસલના માલિકને વિનંતી કરો કે કાપણી માટે તે વધારે મજૂરો મોકલે.+ ૩ જાઓ, હું તમને વરુઓની વચ્ચે ઘેટાં જેવા મોકલું છું.+ ૪ પૈસાની થેલી કે ખોરાકની ઝોળી ન લો. ચંપલ ન લો+ અને રસ્તા પર કોઈને સલામ ન કરો.* ૫ જે કોઈ ઘરમાં તમે જાઓ ત્યાં પહેલા કહો: ‘આ ઘરને શાંતિ થાઓ.’+ ૬ જો કોઈ શાંતિપ્રિય માણસ ત્યાં હશે, તો તમારી શાંતિ તેના પર રહેશે. જો નહિ હોય તો એ તમારી પાસે પાછી આવશે. ૭ એ ઘરમાં રહો.+ તેઓ જે આપે એ ખાઓ-પીઓ,+ કેમ કે મજૂર પોતાની મજૂરી મેળવવા માટે હકદાર છે.+ તમે રહેવા માટે એક ઘરથી બીજા ઘરે જશો નહિ.

૮ “જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર કરે ત્યારે, તમારી આગળ જે કંઈ મૂકે એ ખાઓ. ૯ ત્યાંના બીમાર લોકોને સાજા કરો અને તેઓને જણાવો: ‘ઈશ્વરનું રાજ્ય તમારી પાસે આવ્યું છે.’+ ૧૦ જે કોઈ શહેરમાં તમે જાઓ અને તેઓ તમારો આવકાર ન કરે તો એના મુખ્ય રસ્તાઓ પર જઈને કહો: ૧૧ ‘તમારા શહેરની જે ધૂળ અમારા પગને લાગી હતી, એ પણ અમે તમારી વિરુદ્ધ ખંખેરી નાખીએ છીએ.+ પણ ધ્યાનમાં રાખો કે ઈશ્વરનું રાજ્ય પાસે આવ્યું છે.’ ૧૨ હું તમને જણાવું છું કે ન્યાયના દિવસે એ શહેર કરતાં સદોમની દશા વધારે સારી હશે.+

૧૩ “ઓ ખોરાઝીન, તને હાય હાય! ઓ બેથસૈદા, તને હાય હાય! જો તમારાંમાં થયેલાં શક્તિશાળી કામો તૂર અને સિદોનમાં* થયાં હોત, તો તેઓએ ઘણા સમય પહેલાં કંતાન ઓઢીને અને રાખમાં બેસીને પસ્તાવો કર્યો હોત.+ ૧૪ એટલે ન્યાયના દિવસે* તમારાં કરતાં તૂર અને સિદોનની દશા વધારે સારી હશે. ૧૫ ઓ કાપરનાહુમ, શું તું એમ માને છે કે તને આકાશ સુધી ઊંચું કરાશે? તું તો નીચે કબરમાં* જશે!

૧૬ “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે.+ જે કોઈ તમારો સ્વીકાર કરતો નથી, તે મારો પણ સ્વીકાર કરતો નથી. જે કોઈ મારો સ્વીકાર કરતો નથી, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરતો નથી.”+

૧૭ પછી ૭૦ શિષ્યો ખુશ થતાં થતાં પાછા આવ્યા અને કહ્યું: “માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.”+ ૧૮ તેમણે તેઓને કહ્યું: “હું જોઉં છું કે શેતાન* વીજળીની જેમ સ્વર્ગમાંથી પડ્યો છે.+ ૧૯ જુઓ! મેં તમને સાપો અને વીંછીઓને પગ નીચે કચડી નાખવાનો અધિકાર આપ્યો છે. મેં તમને દુશ્મનની બધી તાકાત પર અધિકાર આપ્યો છે.+ તમને જરાય નુકસાન થશે નહિ. ૨૦ દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારાં નામ સ્વર્ગમાં લખાયેલાં છે એ માટે ખુશ થાઓ.”+ ૨૧ એ જ ઘડીએ ઈસુ પવિત્ર શક્તિથી ભરપૂર થયા અને તેમની ખુશીનો કોઈ પાર ન હતો. તે બોલી ઊઠ્યા: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું. તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી+ સંતાડી રાખી છે, પણ નાનાં બાળકો જેવા નમ્ર લોકોને જણાવી છે. હા પિતા, એમ કરવું તમને પસંદ પડ્યું છે.+ ૨૨ મારા પિતાએ મને બધું જ સોંપી દીધું છે. પિતા સિવાય બીજું કોઈ જાણતું નથી કે દીકરો કોણ છે. પિતાને પણ કોઈ જાણતું નથી. ફક્ત દીકરો જાણે છે અને દીકરો જેને જણાવવા ચાહે છે,+ તેના સિવાય બીજું કોઈ પિતાને જાણતું નથી.”+

૨૩ પછી તેમણે શિષ્યો તરફ ફરીને ખાનગીમાં કહ્યું: “તમે જે જુઓ છો, એ જેઓ જુએ છે તેઓ સુખી છે.+ ૨૪ હું તમને કહું છું, તમે જે જુઓ છો એ જોવાની ઘણા પ્રબોધકો અને રાજાઓની ઇચ્છા હતી, પણ તેઓને એ જોવા ન મળ્યું.+ તમે જે સાંભળો છો એ સાંભળવાની તેઓની ઇચ્છા હતી, પણ તેઓને એ સાંભળવા ન મળ્યું.”

૨૫ નિયમશાસ્ત્રનો એક પંડિત ઈસુની કસોટી કરવા ઊભો થયો. તેણે પૂછ્યું: “ગુરુજી, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૨૬ તેમણે તેને કહ્યું: “નિયમશાસ્ત્રમાં શું લખેલું છે? એ વાંચીને તને શું સમજણ પડી?” ૨૭ તેણે કહ્યું: “‘તું પૂરા દિલથી અને પૂરા જીવથી* અને પૂરા બળથી અને પૂરા મનથી તારા ઈશ્વર યહોવાને* પ્રેમ કર.’+ તેમ જ ‘તું જેવો પોતાના પર એવો પોતાના પડોશી* પર પ્રેમ રાખ.’”+ ૨૮ તેમણે તેને જણાવ્યું: “તેં ખરું કહ્યું. એમ કરતો રહેજે અને તને જીવન મળશે.”+

૨૯ એ માણસે પોતાને ન્યાયી ઠરાવવા+ ઈસુને પૂછ્યું: “મારો પડોશી ખરેખર કોણ છે?” ૩૦ જવાબમાં ઈસુએ કહ્યું: “એક માણસ યરૂશાલેમથી નીચે યરીખો શહેર જતો હતો. તે લુટારાઓનો શિકાર બન્યો. તેઓએ તેનાં કપડાં ઉતારી લીધાં, તેને માર માર્યો અને અધમૂઓ મૂકીને જતા રહ્યા. ૩૧ એવું બન્યું કે એક યાજક એ રસ્તેથી જતો હતો. પણ એ માણસને જોઈને યાજક સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૨ એવી જ રીતે, એક લેવી એ જગ્યાએ આવ્યો અને તેને જોયો. એ લેવી પણ સામેની બાજુથી ચાલ્યો ગયો. ૩૩ એ રસ્તે એક સમરૂની+ મુસાફરી કરતો કરતો ત્યાં આવી પહોંચ્યો. એ માણસને જોઈને તેનું હૈયું કરુણાથી ભરાઈ આવ્યું. ૩૪ તે તેની પાસે ગયો. તેના ઘા પર તેલ અને દ્રાક્ષદારૂ રેડીને પાટા બાંધ્યા. તેને પોતાના જાનવર પર નાખીને ધર્મશાળામાં લઈ ગયો અને તેની સંભાળ રાખી. ૩૫ પછીના દિવસે તેણે ધર્મશાળાની દેખરેખ રાખનારને બે દીનાર* આપ્યા. તેણે કહ્યું, ‘તેની સંભાળ રાખજે. આના સિવાય જે કંઈ ખર્ચ થાય, એ હું પાછો આવીશ ત્યારે ભરી આપીશ.’ ૩૬ તને શું લાગે છે, પેલા લુટારાઓનો શિકાર બનેલા માણસનો પડોશી+ આ ત્રણમાંથી કોણ બન્યો?” ૩૭ તેણે કહ્યું: “જે તેની સાથે દયાથી વર્ત્યો તે.”+ ઈસુએ કહ્યું: “જા, તું પણ એમ કર.”+

૩૮ તેઓ પોતાના માર્ગે જતા હતા ત્યારે તેઓ એક ગામમાં ગયા. માર્થા+ નામની એક સ્ત્રીએ તેમને પોતાના ઘરે મહેમાન તરીકે આવકાર આપ્યો. ૩૯ મરિયમ નામની તેની એક બહેન પણ હતી. તે માલિકના પગ પાસે બેસીને તેમની વાતો સાંભળતી હતી. ૪૦ પણ માર્થાનું ધ્યાન ઘણાં કામોમાં ફંટાઈ ગયું હતું. તેણે ઈસુ પાસે આવીને કહ્યું: “માલિક, શું તમે જોતા નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.” ૪૧ માલિકે તેને કહ્યું: “માર્થા, માર્થા, તું ઘણી વાતોની ચિંતા કરે છે અને હેરાન થાય છે. ૪૨ આપણને ઘણી બધી ચીજોની જરૂર નથી. બસ એક જ પૂરતી છે. મરિયમે પોતાના માટે સૌથી સારો ભાગ પસંદ કર્યો છે.+ એ તેની પાસેથી લઈ લેવાશે નહિ.”

૧૧ ઈસુ એક જગ્યાએ પ્રાર્થના કરતા હતા. એ પૂરી થઈ પછી તેમના શિષ્યોમાંના એકે કહ્યું: “માલિક, અમને પ્રાર્થના કરતા શીખવો, જેમ યોહાને પોતાના શિષ્યોને શીખવ્યું હતું.”

૨ તેમણે કહ્યું: “જ્યારે પણ તમે પ્રાર્થના કરો, ત્યારે કહો: ‘હે પિતા, તમારું નામ પવિત્ર મનાઓ.*+ તમારું રાજ્ય આવો.+ ૩ આજ માટે જરૂરી રોટલી અમને આપો.+ ૪ અમારાં પાપ* માફ કરો, કેમ કે અમે પણ અમારી વિરુદ્ધ પાપ કરનારા દરેકને* માફ કર્યા છે.+ અમને મદદ કરો કે કસોટીમાં હાર ન માનીએ.’”*+

૫ પછી તેમણે કહ્યું: “ધારો કે તમારામાંના એકને મિત્ર છે. તમે તેની પાસે અડધી રાતે જઈને કહો છો, ‘દોસ્ત, મને ત્રણ રોટલી ઉછીની આપ. ૬ મુસાફરીમાં નીકળેલો મારો એક મિત્ર હમણાં જ મારી પાસે આવ્યો છે. તેને આપવા માટે મારી પાસે કંઈ નથી.’ ૭ પણ ઘરમાલિક જણાવે છે: ‘મને હેરાન ન કર. બારણું ક્યારનું બંધ કરી દીધું છે. મારાં બાળકો મારી સાથે પથારીમાં છે. હું ઊઠીને તને કંઈ આપી શકું એમ નથી.’ ૮ પણ હું તમને કહું છું કે તે જરૂર ઊઠશે અને તમને જે કંઈ જોઈતું હશે એ આપશે. તમારો મિત્ર હોવાને લીધે નહિ, પણ તમે શરમાયા વગર માંગતા રહો છો+ એના લીધે તે આપશે. ૯ એટલે હું તમને જણાવું છું, માંગતા રહો+ અને તમને આપવામાં આવશે. શોધતા રહો અને તમને જડશે. ખખડાવતા રહો અને તમારા માટે ખોલવામાં આવશે.+ ૧૦ જે કોઈ માંગે છે તેને મળે છે,+ જે કોઈ શોધે છે તેને જડે છે અને જે કોઈ ખખડાવે છે, તેને માટે ખોલવામાં આવશે. ૧૧ તમારામાં એવો કયો પિતા છે જેનો દીકરો માછલી માંગે તો તેને માછલીને બદલે સાપ આપશે?+ ૧૨ અથવા જો તે ઈંડું માંગે તો તેને વીંછી આપશે? ૧૩ તમે પાપી હોવા છતાં તમારાં બાળકોને સારી ભેટ આપો છો. તો પછી સ્વર્ગમાંના તમારા પિતા પાસે જેઓ પવિત્ર શક્તિ* માંગે છે, તેઓને તે આપશે એમાં કોઈ જ શંકા નથી.”+

૧૪ ત્યાર બાદ તેમણે એક માણસમાંથી દુષ્ટ દૂત કાઢ્યો, જેણે તેને મૂંગો કરી દીધો હતો.+ પછી એ માણસ બોલવા લાગ્યો અને ટોળાંની નવાઈનો પાર ન રહ્યો.+ ૧૫ પણ તેઓમાંના અમુકે કહ્યું: “તે દુષ્ટ દૂતોના રાજા બાલઝબૂલની* મદદથી દુષ્ટ દૂતો કાઢે છે.”+ ૧૬ બીજાઓ કસોટી કરવા તેમની પાસે આકાશમાંથી નિશાની માંગવા લાગ્યા.+ ૧૭ તેઓના વિચારો જાણીને+ ઈસુએ કહ્યું: “દરેક રાજ્ય જેમાં ભાગલા પડે છે એની પડતી થાય છે. દરેક ઘર જેમાં ભાગલા પડે છે એ પડી ભાંગે છે. ૧૮ એ જ રીતે, જો શેતાન પોતાની વિરુદ્ધ લડે, તો તેનું રાજ્ય કેવી રીતે ટકશે? તમે કહો છો કે હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢું છું. ૧૯ જો હું બાલઝબૂલની મદદથી દુષ્ટ દૂતો કાઢતો હોઉં, તો તમારા દીકરાઓ કોની મદદથી કાઢે છે? એટલા માટે તેઓ તમારા ન્યાયાધીશો થશે. ૨૦ પણ જો હું ઈશ્વરની શક્તિથી*+ દુષ્ટ દૂતોને કાઢતો હોઉં, તો સમજી લો કે ઈશ્વરનું રાજ્ય તમારા હાથમાંથી નીકળી ગયું છે.+ ૨૧ જ્યારે બળવાન માણસ હથિયાર લઈને પોતાના ઘરનું રક્ષણ કરે છે, ત્યારે તેની ચીજવસ્તુઓ સલામત રહે છે. ૨૨ પણ તેનાથી વધારે બળવાન માણસ આવીને તેને હરાવે છે. તેણે ભરોસો મૂકેલાં બધાં હથિયારોને એ માણસ છીનવી લે છે અને તેની વસ્તુઓ લૂંટીને બીજાઓને વહેંચી દે છે. ૨૩ જે કોઈ મારી બાજુ નથી એ મારી વિરુદ્ધ છે. જે કોઈ મારી સાથે ભેગું કરતો નથી તે વિખેરી નાખે છે.+

૨૪ “એક ખરાબ દૂત કોઈ માણસમાંથી નીકળે છે અને રહેવાની જગ્યા શોધતો વેરાન જગ્યાઓએ ફરે છે. પણ તેને એ મળતી નથી. તે કહે છે, ‘મારા જે ઘરમાંથી હું નીકળ્યો હતો એમાં પાછો જઈશ.’+ ૨૫ ત્યાં પહોંચતા તે જુએ છે કે ઘર ચોખ્ખું કરેલું અને સજાવેલું છે. ૨૬ તે જઈને પોતાનાથી વધારે દુષ્ટ બીજા સાત દૂતોને લઈ આવે છે અને એમાં રહે છે. એ માણસની છેલ્લી હાલત પહેલીના કરતાં વધારે ખરાબ થાય છે.”

૨૭ તે આ વાતો કહેતા હતા ત્યારે, ટોળામાંથી એક સ્ત્રી મોટેથી બોલી: “સુખી છે એ સ્ત્રી જેણે તને જન્મ આપ્યો અને ધવડાવ્યો!”+ ૨૮ તેમણે કહ્યું: “ના, એના કરતાં સુખી છે તેઓ, જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે!”+

૨૯ જ્યારે લોકો ટોળે વળવા લાગ્યા, ત્યારે તેમણે કહ્યું: “આ પેઢી દુષ્ટ છે. એ નિશાની શોધે છે, પણ યૂનાની નિશાની સિવાય બીજી કોઈ નિશાની એને આપવામાં આવશે નહિ.+ ૩૦ જેમ યૂના+ નિનવેહના લોકો માટે નિશાની બન્યા, તેમ આ પેઢી માટે માણસનો દીકરો નિશાની બનશે. ૩૧ દક્ષિણની રાણીને+ ન્યાયના દિવસે આ પેઢીના લોકો સાથે ઉઠાડવામાં આવશે. તે તેઓને દોષિત ઠરાવશે, કેમ કે તે પૃથ્વીના છેડાથી સુલેમાનના ડહાપણની વાતો સાંભળવા આવી હતી. પણ જુઓ! અહીં સુલેમાન કરતાં કોઈક મહાન છે.+ ૩૨ નિનવેહના લોકોને ન્યાયના દિવસે આ પેઢી સાથે ઉઠાડવામાં આવશે. તેઓ એને દોષિત ઠરાવશે, કેમ કે યૂનાએ કરેલા પ્રચારને લીધે તેઓએ પસ્તાવો કર્યો હતો.+ પણ જુઓ! અહીં યૂના કરતાં કોઈક મહાન છે. ૩૩ દીવો સળગાવીને કોઈ એને સંતાડતું નથી કે ટોપલા નીચે મૂકતું નથી. પણ ઊંચે દીવી પર મૂકે છે,+ જેથી ઘરમાં આવનારને અજવાળું મળી શકે. ૩૪ શરીરનો દીવો તમારી આંખ છે. જ્યારે તમારી આંખ એક જ બાબત પર લાગેલી હોય છે,* ત્યારે તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય છે. જ્યારે તમારી આંખ દુષ્ટ કામો પર લાગેલી હોય છે,* ત્યારે તમારું શરીર અંધકારથી ભરેલું હોય છે.+ ૩૫ સાવચેત રહો, શરીરને પ્રકાશ આપતી તમારી આંખ અંધકારથી ભરેલી ન હોય. ૩૬ જો તમારું આખું શરીર પ્રકાશથી ભરેલું હોય અને એના કોઈ ભાગમાં અંધારું ન હોય, તો તમારું આખું શરીર દીવાના પ્રકાશની જેમ ઝળહળી ઊઠશે.”

૩૭ તેમણે બોલવાનું પૂરું કર્યું ત્યારે એક ફરોશીએ ઈસુને જમવાનું આમંત્રણ આપ્યું. એટલે તે તેના ઘરે ગયા અને જમવા* બેઠા. ૩૮ ફરોશી એ જોઈને નવાઈ પામ્યો કે તેમણે જમતા પહેલાં હાથ ધોયા ન હતા.*+ ૩૯ પણ માલિક ઈસુએ તેને કહ્યું: “ઓ ફરોશીઓ, તમે પ્યાલો અને થાળી બહારથી સાફ કરો છો, પણ અંદરથી તમે લોભ અને દુષ્ટ કામોથી ભરેલા છો.+ ૪૦ ઓ મૂર્ખો, જેમણે બહારનું બનાવ્યું છે, તેમણે શું અંદરનું પણ નથી બનાવ્યું? ૪૧ તમારાં દિલમાં જે હોય એ પ્રમાણે દાન* આપો. પછી તમે બધી રીતે શુદ્ધ થશો. ૪૨ ઓ ફરોશીઓ, તમને અફસોસ! તમે ફૂદીના, સિતાબ* અને બીજી બધી શાકભાજીનો દસમો ભાગ તો આપો છો,+ પણ ઈશ્વરના ન્યાય અને પ્રેમને પડતા મૂકો છો. ખરું કે દસમો ભાગ આપવા તમે બંધાયેલા છો, પણ નિયમશાસ્ત્રની મહત્ત્વની વાતો પડતી મૂકવાની ન હતી.+ ૪૩ ઓ ફરોશીઓ, તમને અફસોસ! તમને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે.+ ૪૪ તમને અફસોસ, કેમ કે તમે એવી કબરો* જેવા છો જે દેખાતી નથી.+ માણસો એના પર ચાલે છે અને તેઓને ખબર પણ પડતી નથી!”

૪૫ નિયમશાસ્ત્રના એક પંડિતે તેમને કહ્યું: “શિક્ષક, આ વાતો કહીને તમે અમારું પણ અપમાન કરો છો.” ૪૬ તેમણે કહ્યું: “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને પણ અફસોસ! તમે એવો ભારે બોજો માણસો પર નાખો છો જે ઊંચકવો મુશ્કેલ છે. તમે પોતે એ બોજાને એક આંગળી પણ અડાડતા નથી!+

૪૭ “તમને અફસોસ, કારણ કે તમે પ્રબોધકોની કબરો બાંધો છો, પણ તમારા બાપદાદાઓએ તો તેઓને મારી નાખ્યા હતા!+ ૪૮ તમે તમારા બાપદાદાઓનાં કામોના સાક્ષી છો, તોપણ તમે તેઓને ખરા માનો છો. તેઓએ પ્રબોધકોને મારી નાખ્યા+ અને તમે એ પ્રબોધકોની કબરો બાંધો છો. ૪૯ એટલે બુદ્ધિશાળી ઈશ્વરે પણ કહ્યું: ‘હું તેઓની પાસે પ્રબોધકો અને પ્રેરિતો મોકલીશ. તેઓ અમુકને મારી નાખશે અને અમુક પર જુલમ ગુજારશે. ૫૦ એ માટે કે દુનિયાનો પાયો નંખાયો* ત્યારથી વહેવડાવેલા બધા પ્રબોધકોના લોહીનો આરોપ આ પેઢી પર લગાડવામાં આવે.+ ૫૧ એટલે કે હાબેલના લોહીથી+ લઈને છેક ઝખાર્યા સુધી, જેમને વેદી અને પવિત્ર સ્થાનની* વચ્ચે મારી નાખવામાં આવ્યા હતા.’+ હું તમને કહું છું કે આ પેઢી પર એનો આરોપ લગાડવામાં આવશે.

૫૨ “ઓ નિયમશાસ્ત્રના પંડિતો, તમને અફસોસ! તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે. તમે પોતે અંદર જતા નથી અને જેઓ જાય છે, તેઓને પણ અટકાવો છો!”+

૫૩ જ્યારે તે ત્યાંથી નીકળ્યા ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓએ તેમને ઘેરી લીધા. તેઓએ તેમના પર સવાલોનો મારો ચલાવ્યો. ૫૪ તેઓ લાગ જોતા હતા કે તે એવું કંઈ કહે, જેમાં તેમને ફસાવી શકાય.+

૧૨ એ સમયે હજારો લોકોનું ટોળું ભેગું થયું હતું. અરે, તેઓ એકબીજા પર પડાપડી કરવા લાગ્યા. ઈસુ પોતાના શિષ્યોને કહેવા લાગ્યા: “ફરોશીઓના ખમીરથી,* એટલે કે ઢોંગથી સાવચેત રહો.+ ૨ એવું કંઈ જ સાવચેતીથી છુપાવેલું નથી, જે ઉઘાડું પાડવામાં નહિ આવે. એવું કંઈ જ ખાનગી નથી જે જાહેર કરવામાં નહિ આવે.+ ૩ તમે જે અંધારામાં કહો છો એ અજવાળામાં સંભળાશે. તમે જે ઘરના અંદરના ઓરડાઓમાં ધીમેથી કહો છો, એ છાપરે ચઢીને જાહેર કરવામાં આવશે. ૪ મારા મિત્રો,+ હું તમને કહું છું કે જેઓ તમને મારી નાખી શકે છે અને વધારે કંઈ કરી શકતા નથી, તેઓથી ડરશો નહિ.+ ૫ પણ હું તમને કહું કે કોનાથી ડરવું જોઈએ: મારી નાખ્યા પછી ગેહેન્‍નામાં*+ નાખી દેવાનો જેમની પાસે અધિકાર છે, તેમનાથી ડરો. હા, હું તમને જણાવું છું કે તેમનાથી ડરો.+ ૬ શું પાંચ ચકલીઓ બે પૈસે* વેચાતી નથી? તોપણ એમાંની એકને પણ ઈશ્વર ભૂલી જતા નથી.*+ ૭ તમારાં માથાંના બધા વાળ પણ ગણેલા છે.+ બીશો નહિ, તમે ઘણી ચકલીઓ કરતાં વધારે મૂલ્યવાન છો.+

૮ “હું તમને કહું છું, લોકો આગળ જે કોઈ મારો સ્વીકાર કરે છે,+ તેનો સ્વીકાર માણસનો દીકરો પણ ઈશ્વરના દૂતો આગળ કરશે.+ ૯ પણ લોકો આગળ જે કોઈ મને ઓળખવાની ના પાડે છે, તેને હું પણ ઈશ્વરના દૂતો આગળ ઓળખવાની ના પાડીશ.+ ૧૦ જે કોઈ માણસના દીકરાની વિરુદ્ધ કંઈ બોલશે તેને માફ કરવામાં આવશે. પણ જે કોઈ પવિત્ર શક્તિ વિરુદ્ધ બોલશે, તેને માફ કરવામાં નહિ આવે.+ ૧૧ તેઓ તમને લોકોનાં ટોળાં,* સરકારી અધિકારીઓ અને શાસકો સામે લાવશે. એ સમયે ચિંતા ન કરતા કે પોતાનો બચાવ કઈ રીતે કરશો અથવા તમે શું કહેશો.+ ૧૨ તમારે શું કહેવું એ પવિત્ર શક્તિ તમને એ જ ઘડીએ શીખવશે.”+

૧૩ પછી ટોળામાંથી કોઈએ કહ્યું: “ગુરુજી, મારા ભાઈને કહો કે મારી સાથે વારસો વહેંચે.” ૧૪ ઈસુએ તેને કહ્યું: “તમારા બે પર મને કોણે ન્યાયાધીશ કે પંચ ઠરાવ્યો છે?” ૧૫ તેમણે લોકોને કહ્યું: “તમારી આંખો ખુલ્લી રાખો અને દરેક પ્રકારના લોભથી* સાવધાન રહો.+ ભલે કોઈની પાસે ઘણું હોય, તોપણ મિલકતથી તેને જીવન મળતું નથી.”+ ૧૬ પછી તેમણે એક ઉદાહરણ આપ્યું: “એક ધનવાન માણસની જમીનમાંથી ઘણી ઊપજ થઈ. ૧૭ તે વિચારવા લાગ્યો: ‘હવે હું શું કરું, કેમ કે મારી પાસે અનાજ ભરવાની વધારે જગ્યા નથી?’ ૧૮ તેણે કહ્યું કે ‘હું આમ કરીશ:+ મારા કોઠારો તોડી નાખીશ અને એનાથી મોટા બંધાવીશ. ત્યાં હું મારું બધું અનાજ અને મારી વસ્તુઓ ભેગાં કરીશ. ૧૯ હું પોતાને કહીશ: “મેં એટલી સારી સારી વસ્તુઓ ભેગી કરી છે કે વર્ષોનાં વર્ષો ચાલે. હવે હું આરામ કરીશ. ખાઈ-પીને જલસા કરીશ.”’ ૨૦ પણ ઈશ્વરે તેને કહ્યું: ‘ઓ મૂર્ખ, આજે રાતે તારું મરણ થશે. તો પછી તેં જે વસ્તુઓ ભેગી કરી છે એ કોની થશે?’+ ૨૧ જે પોતાના માટે ધનદોલત ભેગી કરે છે, પણ ઈશ્વરની નજરમાં ધનવાન નથી, તે પેલા માણસ જેવો છે.”+

૨૨ પછી તેમણે શિષ્યોને કહ્યું: “હું તમને કહું છું કે તમારા જીવનની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું ખાશો. તમારા શરીરની ચિંતા કરવાનું બંધ કરો કે તમે શું પહેરશો.+ ૨૩ ખોરાક કરતાં જીવન અને કપડાં કરતાં શરીર વધારે કીમતી છે. ૨૪ કાગડાઓનો વિચાર કરો: તેઓ બી વાવતા નથી અને લણતા નથી. તેઓ પાસે વખાર કે કોઠાર હોતા નથી. છતાં ઈશ્વર તેઓને ખાવાનું આપે છે.+ શું પક્ષીઓ કરતાં તમે વધારે મૂલ્યવાન નથી?+ ૨૫ તમારામાંથી કોણ ચિંતા કરીને પોતાનું જીવન એક પળ માટે* પણ લંબાવી શકે છે? ૨૬ જો તમે આટલું પણ કરી નથી શકતા, તો પછી બાકીની ચીજો વિશે શું કામ ચિંતા કરો છો?+ ૨૭ ફૂલો કઈ રીતે ઊગે છે એનો વિચાર કરો: તેઓ નથી મજૂરી કરતાં કે નથી કાંતતાં. હું તમને કહું છું કે સુલેમાને પણ પોતાની જાહોજલાલીમાં એ ફૂલોમાંના એકના જેવાં સુંદર કપડાં પહેર્યાં નહિ હોય.+ ૨૮ ખેતરનાં ફૂલછોડ જે આજે છે અને કાલે આગમાં નંખાય છે, એને પણ ઈશ્વર આટલી સુંદર રીતે સજાવે છે. તો પછી હે ઓછી શ્રદ્ધાવાળાઓ, તે તમને વધારે સારાં કપડાં પહેરાવશે એમાં કોઈ જ શંકા નથી. ૨૯ તમે એ ચિંતામાં ડૂબી ન જાઓ કે શું ખાશો અને શું પીશો. તમે વધારે પડતી ચિંતા કરવાનું બંધ કરો.+ ૩૦ એ બધા પાછળ તો દુનિયાના લોકો દોડે છે. પણ તમારા પિતા જાણે છે કે તમને એ બધાની જરૂર છે.+ ૩૧ તમે ઈશ્વરના રાજ્યને જીવનમાં પહેલા રાખો. પછી એ બધું તમને આપવામાં આવશે.+

૩૨ “ઓ નાની ટોળી,+ બીશો નહિ. તમારા પિતાએ તમને રાજ્ય આપવાનું મંજૂર કર્યું છે.+ ૩૩ તમારી માલ-મિલકત વેચી નાખો અને દાન* આપો.+ પૈસાની એવી થેલીઓ બનાવો જે ઘસાય નહિ. એટલે કે સ્વર્ગમાં એવી ધનદોલત ભેગી કરો જે કદી ખૂટતી નથી.+ ત્યાં કોઈ ચોર પહોંચે નહિ અને કોઈ કીડા ખાય નહિ. ૩૪ જ્યાં તમારી ધનદોલત છે ત્યાં જ તમારું દિલ પણ હશે.

૩૫ “તૈયાર રહો*+ અને તમારા દીવા સળગાવેલા રાખો.+ ૩૬ તમે એવા ચાકરો જેવા થાઓ, જેઓ પોતાના માલિકની રાહ જુએ છે કે તે ક્યારે લગ્‍નમાંથી+ પાછા આવે.+ એ માટે કે તે આવીને દરવાજો ખખડાવે ત્યારે, તેઓ તરત તેના માટે ખોલી શકે. ૩૭ એ ચાકરોને ધન્ય છે, જેઓનો માલિક તેઓને રાહ જોતા જુએ છે. હું સાચે જ કહું છું કે માલિક પોતે તેઓની સેવા કરવા માટે તૈયાર થશે. માલિક તેઓને જમવા બેસાડશે અને તેઓની પાસે ઊભા રહીને સેવા કરશે. ૩૮ જો તે બીજા પહોરે* આવે, અરે જો તે ત્રીજા પહોરે* આવે અને તેઓને તૈયાર જુએ, તો તેઓને ધન્ય છે! ૩૯ પણ તમે જાણો છો કે જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવવાનો છે, તો તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત.+ ૪૦ તમે પણ તૈયાર રહો, કારણ કે તમે ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવે છે.”+

૪૧ પછી પિતરે પૂછ્યું: “માલિક, આ ઉદાહરણ તમે ફક્ત અમારા માટે કહો છો કે બધા માટે?” ૪૨ માલિક ઈસુએ પૂછ્યું: “વિશ્વાસુ અને સમજુ* ચાકર* કોણ છે, જેને તેનો માલિક ઘરના સેવકોની* જવાબદારી સોંપશે, જેથી એ ચાકર તેઓને યોગ્ય સમયે પૂરતો ખોરાક આપતો રહે?+ ૪૩ એ ચાકરને ધન્ય છે, જેનો માલિક આવીને તેને એમ કરતો જુએ! ૪૪ હું તમને સાચે જ જણાવું છું, માલિક પોતાની બધી માલ-મિલકતની જવાબદારી તેને સોંપશે. ૪૫ પણ ધારો કે એ ચાકર મનમાં વિચારે, ‘મારા માલિકને આવતા મોડું થાય છે.’ તે દાસ-દાસીઓને મારવા લાગે, ખાવા-પીવા અને દારૂડિયો થવા લાગે.+ ૪૬ એ ચાકર ધારતો નથી એ દિવસે અને તે જાણતો નથી એ ઘડીએ તેનો માલિક આવી પહોંચશે. તે તેને કડકમાં કડક સજા કરશે અને વિશ્વાસુ નથી એવા લોકો જેવા તેના હાલ કરશે. ૪૭ એ ચાકર પોતાના માલિકની ઇચ્છા સમજતો હતો, છતાં તૈયાર ન રહ્યો. તેણે માલિકના કહેવા પ્રમાણે* કર્યું ન હોવાથી તેને ઘણા ફટકા મારવામાં આવશે.+ ૪૮ પણ જે ચાકર માલિકની ઇચ્છા સમજતો ન હતો અને ફટકા ખાવા જેવાં કામો કર્યાં, તેને ઓછા ફટકા પડશે. જેને વધારે આપવામાં આવ્યું છે, તેની પાસેથી વધારે માંગવામાં આવશે. જેને વધારે જવાબદારી સોંપવામાં આવી છે, તેની પાસેથી પુષ્કળ માંગવામાં આવશે.+

૪૯ “હું પૃથ્વી પર આગ લગાડવા આવ્યો છું. પણ આગ પહેલેથી લગાડી દેવામાં આવી હોય તો મને બીજું શું જોઈએ? ૫૦ મારે એક બાપ્તિસ્મા લેવાનું છે. એ લેવાય ન જાય ત્યાં સુધી, મારા મનમાં ભારે પીડા થશે!+ ૫૧ શું તમને લાગે છે કે હું પૃથ્વી પર શાંતિ લાવવા આવ્યો છું? ના, પણ હું તમને જણાવું છું કે હું ભાગલા પાડવા આવ્યો છું.+ ૫૨ હવેથી કુટુંબમાં ભાગલા પડશે. જો એમાં પાંચ લોકો હોય તો બેની વિરુદ્ધ ત્રણ અને ત્રણની વિરુદ્ધ બે. ૫૩ તેઓમાં ભાગલા પડશે, દીકરા વિરુદ્ધ પિતા, પિતા વિરુદ્ધ દીકરો, દીકરી વિરુદ્ધ મા, મા વિરુદ્ધ દીકરી, વહુ વિરુદ્ધ સાસુ અને સાસુ વિરુદ્ધ વહુ થશે.”+

૫૪ પછી તેમણે લોકોને કહ્યું: “તમે પશ્ચિમમાં વાદળ ઘેરાતું જુઓ ત્યારે કહો છો, ‘વરસાદનું ભારે ઝાપટું પડશે’ અને એમ થાય છે. ૫૫ તમે દક્ષિણથી પવન વાતો જુઓ ત્યારે કહો છો, ‘લૂ વાશે’ અને એમ થાય છે. ૫૬ ઓ ઢોંગીઓ, હવામાન કેવું હશે એ તમે પારખી જાણો છો. પણ આ સમયે જે બને છે, એ તમે કેમ પારખતા નથી?+ ૫૭ તમે કેમ નક્કી નથી કરી શકતા કે ખરું શું છે? ૫૮ દાખલા તરીકે, તમારી વિરુદ્ધ ફરિયાદ કરનારની સાથે તમે અધિકારી પાસે જતા હોવ ત્યારે, રસ્તામાં જ તેની સાથે સુલેહ-શાંતિ કરી લો. એવું ન થાય કે તે તમને ન્યાયાધીશને સોંપી દે, ન્યાયાધીશ તમને અમલદારને સોંપી દે અને અમલદાર તમને કેદખાનામાં નાખે.+ ૫૯ હું તમને જણાવું છું કે તમે એકેએક પાઈ* ચૂકવી ન દો ત્યાં સુધી તમારો છુટકારો થવાનો નથી.”

૧૩ ત્યાં હાજર અમુક લોકોએ ઈસુને જણાવ્યું કે બલિદાન ચઢાવતા ગાલીલના કેટલાક માણસોની પિલાતે કઈ રીતે કતલ કરાવી હતી. ૨ ઈસુએ તેઓને કહ્યું: “એ માણસોની એવી દશા થઈ હોવાથી, શું તમને એમ લાગે છે કે ગાલીલના એ લોકો બીજા બધા કરતાં વધારે પાપી હતા? ૩ હું તમને જણાવું છું કે એમ ન હતું. પણ તમે પસ્તાવો નહિ કરો તો તમારા બધાનો તેઓની જેમ નાશ થશે.+ ૪ અથવા જે ૧૮ લોકો પર સિલોઆમનો મિનારો પડ્યો અને માર્યા ગયા તેઓનું શું? શું તમે એમ વિચારો છો કે તેઓ યરૂશાલેમમાં રહેતા બીજા બધા લોકો કરતાં વધારે દોષિત હતા? ૫ હું તમને જણાવું છું કે એમ ન હતું. જો તમે પસ્તાવો નહિ કરો, તો તમારા બધાનો પણ તેઓની જેમ નાશ થશે.”

૬ પછી તેમણે આ ઉદાહરણ જણાવ્યું: “એક માણસની દ્રાક્ષાવાડીમાં અંજીરનું એક ઝાડ રોપેલું હતું. તે એના પર ફળ જોવા આવ્યો, પણ તેને એકેય ન મળ્યું.+ ૭ તેણે દ્રાક્ષાવાડીના માળીને કહ્યું, ‘ત્રણ વર્ષથી હું આ અંજીરના ઝાડ પર ફળ શોધતો આવ્યો છું, પણ એકેય મળ્યું નથી. એને કાપી નાખ! એ આમેય જગ્યા રોકે છે.’ ૮ માળીએ કહ્યું, ‘માલિક, હજુ એક વર્ષ એને રહેવા દો. હું એની આસપાસ ખોદું અને એમાં ખાતર નાખું. ૯ જો ભાવિમાં એને ફળ આવે તો ઘણું સારું. પણ જો ન આવે તો પછી કપાવી નાખજો.’”+

૧૦ પછી તે એક સભાસ્થાનમાં સાબ્બાથના દિવસે શીખવતા હતા. ૧૧ ત્યાં એક સ્ત્રી હતી, જે દુષ્ટ દૂતના* કાબૂમાં હોવાથી ૧૮ વર્ષથી બીમાર હતી. તે વાંકી વળી ગઈ હતી અને જરાય સીધી ઊભી રહી શકતી ન હતી. ૧૨ ઈસુએ તેને જોઈને કહ્યું: “હે સ્ત્રી, તને તારી બીમારીમાંથી સાજી કરવામાં આવે છે.”+ ૧૩ તેમણે પોતાના હાથ તેના પર મૂક્યા અને તરત તે સીધી ઊભી રહી શકી. તે ઈશ્વરને મહિમા આપવા લાગી. ૧૪ પણ ઈસુએ સાબ્બાથના દિવસે તેને સાજી કરી હોવાથી, સભાસ્થાનનો મુખ્ય અધિકારી રોષે ભરાયો. તેણે ટોળાને કહ્યું: “કામ કરવાના છ દિવસો છે.+ એ દિવસોમાં આવો અને સાજા થાઓ, સાબ્બાથના દિવસે નહિ.”+ ૧૫ માલિક ઈસુએ કહ્યું: “ઓ ઢોંગીઓ,+ શું તમે સાબ્બાથના દિવસે ગભાણમાંથી પોતાનો બળદ* અથવા પોતાનો ગધેડો છોડીને પાણી પાવા લઈ જતા નથી?+ ૧૬ આ સ્ત્રી ઇબ્રાહિમની દીકરી છે અને તેને ૧૮ વર્ષથી શેતાને બાંધી રાખી છે. શું તેને સાબ્બાથના દિવસે આ બંધનમાંથી છોડાવવી ન જોઈએ?” ૧૭ તેમણે આ વાતો કહી ત્યારે, તેમના બધા વિરોધીઓ શરમથી નીચું જોઈ ગયા. પણ તેમણે કરેલાં મહાન કામોને લીધે આખું ટોળું આનંદ કરવા લાગ્યું.+

૧૮ ઈસુ કહેવા લાગ્યા: “ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે અને હું એને શાની સાથે સરખાવું? ૧૯ એ રાઈના બી જેવું છે, જે એક માણસે લઈને પોતાના બાગમાં વાવ્યું. એ ઊગ્યું ને ઝાડ થયું. આકાશનાં પક્ષીઓએ એની ડાળીઓ પર માળા બાંધ્યા.”+

૨૦ ફરીથી તેમણે કહ્યું: “ઈશ્વરના રાજ્યને હું શાની સાથે સરખાવું? ૨૧ એ ખમીર જેવું છે, જે એક સ્ત્રીએ લઈને ત્રણ મોટાં માપ* લોટમાં ભેળવી દીધું. એનાથી બધા લોટમાં આથો ચઢી ગયો.”+

૨૨ યરૂશાલેમ જતાં જતાં ઈસુ શહેરો અને ગામોમાં ગયા. તે લોકોને શીખવતા ગયા. ૨૩ એક માણસે તેમને પૂછ્યું: “માલિક, શું ઉદ્ધાર પામનારા બહુ થોડા છે?” તેમણે કહ્યું: ૨૪ “તમે સાંકડા દરવાજાથી અંદર જવા સખત મહેનત કરો.*+ હું તમને જણાવું છું કે ઘણા જવા માંગશે પણ જઈ શકશે નહિ. ૨૫ ઘરમાલિક ઊભો થઈને દરવાજો બંધ કરશે ત્યારે, તમે બહાર ઊભા રહીને દરવાજો ખખડાવશો અને કહેશો: ‘માલિક, અમારા માટે દરવાજો ખોલો.’+ પણ તે કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી.’ ૨૬ તમે કહેશો: ‘અમે તમારી સાથે ખાધું અને પીધું અને તમે અમારા મુખ્ય રસ્તાઓ પર શીખવ્યું.’+ ૨૭ તે તમને કહેશે: ‘તમે ક્યાંથી આવ્યા છો એ હું જાણતો નથી. ઓ દુષ્ટ કામ કરનારાઓ, તમે બધા મારી પાસેથી દૂર જાઓ!’ ૨૮ તમે ઇબ્રાહિમ, ઇસહાક, યાકૂબ અને સર્વ પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો. પણ તમે પોતાને બહાર કાઢી મૂકેલા જોશો ત્યારે તમે રડશો અને દાંત પીસશો.+ ૨૯ પૂર્વ અને પશ્ચિમથી, ઉત્તર અને દક્ષિણથી લોકો આવશે અને ઈશ્વરના રાજ્યમાં બેસશે. ૩૦ જુઓ! અમુક જેઓ છેલ્લા છે તેઓ પહેલા થશે અને અમુક જેઓ પહેલા છે તેઓ છેલ્લા થશે.”+

૩૧ એ જ ઘડીએ અમુક ફરોશીઓએ આવીને ઈસુને કહ્યું: “અહીંથી જતા રહો, કારણ કે હેરોદ તમને મારી નાખવા માંગે છે.” ૩૨ તેમણે કહ્યું: “જાઓ અને એ શિયાળને કહો, ‘આજે અને કાલે હું દુષ્ટ દૂતો કાઢવાનો છું. હું લોકોને સાજા કરવાનો છું અને ત્રીજા દિવસે મારું કામ પૂરું કરીશ.’ ૩૩ મારે આજે, કાલે અને પરમ દિવસે યરૂશાલેમની મુસાફરી ચાલુ રાખવાની છે. યરૂશાલેમની+ બહાર પ્રબોધકને મારી નાખવામાં આવે એવું બની ન શકે.* ૩૪ યરૂશાલેમ, યરૂશાલેમ! પ્રબોધકોને મારી નાખનાર અને ઈશ્વરે જેઓને તારી પાસે મોકલ્યા તેઓને પથ્થરે મારનાર!+ જેમ મરઘી પોતાનાં બચ્ચાંને પાંખો નીચે ભેગાં કરે છે, તેમ મેં કેટલી વાર તારાં બાળકોને ભેગાં કરવા ચાહ્યું! પણ તમે એવું ચાહ્યું નહિ.+ ૩૫ જુઓ! ઈશ્વરે તમારું ઘર ત્યજી દીધું છે.+ હું તમને જણાવું છું કે હવેથી તમે મને ત્યાં સુધી નહિ જુઓ, જ્યાં સુધી તમે નહિ કહો કે ‘યહોવાના* નામમાં જે આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે!’”+

૧૪ બીજા એક પ્રસંગે ઈસુ ફરોશીઓના એક આગેવાનના ઘરે સાબ્બાથના દિવસે જમવા ગયા. ઘરમાંના લોકોની નજર તેમના પર હતી. ૨ જુઓ! એક માણસ જેને જલોદરનો રોગ* હતો, તે તેમની સામે હતો. ૩ ઈસુએ નિયમશાસ્ત્રના પંડિતો અને ફરોશીઓને પૂછ્યું: “શું નિયમ પ્રમાણે સાબ્બાથના દિવસે સાજા કરવું બરાબર છે?”+ ૪ તેઓ ચૂપ રહ્યા. એટલે તેમણે એ માણસ પર હાથ મૂકીને તેને સાજો કર્યો અને મોકલી આપ્યો. ૫ તેમણે કહ્યું: “માનો કે તમારામાંથી કોઈનો દીકરો અથવા બળદ સાબ્બાથના દિવસે કૂવામાં પડી જાય.+ તમારામાંથી કોણ એને તરત બહાર ખેંચી નહિ કાઢે?”+ ૬ તેઓ આનો જવાબ આપી શક્યા નહિ.

૭ પછી તેમણે જોયું કે ત્યાં આવેલા મહેમાનો મુખ્ય જગ્યાઓ પસંદ કરતા હતા.+ તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૮ “લગ્‍નની મિજબાની માટે તમને કોઈ આમંત્રણ આપે ત્યારે, મુખ્ય જગ્યા પર બેસશો નહિ.+ કદાચ તમારાથી વધારે મહત્ત્વના માણસને પણ બોલાવવામાં આવ્યો હોય. ૯ પછી તમને બંનેને આમંત્રણ આપનાર આવીને તમને કહેશે, ‘આ માણસને તારી જગ્યા પર બેસવા દે.’ એટલે તમારે શરમાઈને સૌથી નીચી જગ્યા લેવી પડશે. ૧૦ પણ જ્યારે કોઈ તમને આમંત્રણ આપે ત્યારે જાઓ અને સૌથી નીચી જગ્યા પર બેસો. એટલે જેણે તમને બોલાવ્યા હોય તે આવીને તમને કહેશે, ‘મિત્ર, ઊંચી જગ્યા પર બેસ.’ આમ બધા મહેમાનો સામે તમને માન મળશે.+ ૧૧ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+

૧૨ ઈસુને આમંત્રણ આપ્યું હતું, તેને પણ તેમણે કહ્યું: “તું દિવસનું કે સાંજનું જમણ ગોઠવે ત્યારે તારા મિત્રો, તારા ભાઈઓ, તારાં સગાઓ અથવા તારા ધનવાન પડોશીઓને ન બોલાવ. કદાચ તેઓ પણ તને બોલાવે અને બદલો વાળી આપે. ૧૩ પણ તું મિજબાની ગોઠવે ત્યારે ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને+ આમંત્રણ આપ. ૧૪ એનાથી તને આનંદ થશે, કારણ કે તને પાછું વાળી આપવા માટે તેઓ પાસે કંઈ નથી. નેક લોકોને મરણમાંથી જીવતા કરવામાં* આવશે+ ત્યારે તને બદલો મળશે.”

૧૫ આ વાતો સાંભળીને એક મહેમાને કહ્યું: “ઈશ્વરના રાજ્યમાં જે જમશે* તેને ધન્ય છે!”

૧૬ ઈસુએ તેને કહ્યું: “એક માણસે સાંજનો ભોજન સમારંભ ગોઠવ્યો.+ તેણે ઘણાને આમંત્રણ આપ્યું. ૧૭ સાંજના ભોજન સમયે તેણે આમંત્રણ આપેલા લોકો પાસે ચાકર મોકલીને કહ્યું: ‘ચાલો, હવે બધું તૈયાર છે.’ ૧૮ પણ તેઓ બધા બહાનાં કાઢવા લાગ્યા.+ પહેલાએ કહ્યું, ‘મેં ખેતર ખરીદ્યું છે અને મારે એ જોવાનું છે. મને માફ કર, હું આવી નહિ શકું.’ ૧૯ બીજાએ કહ્યું, ‘મેં પાંચ જોડી બળદ લીધા છે અને હું તેઓને તપાસવા જાઉં છું. મને માફ કર, હું આવી નહિ શકું.’+ ૨૦ બીજા એકે કહ્યું, ‘મેં હમણાં જ લગ્‍ન કર્યા છે, એટલે હું આવી નથી શકતો.’ ૨૧ ચાકરે આવીને પોતાના માલિકને એ બધું જણાવ્યું. ઘરનો માલિક ઘણો ગુસ્સે થયો અને ચાકરને કહ્યું, ‘શહેરના મુખ્ય રસ્તાઓ અને ગલીઓમાં જલદી જા. ગરીબ, લૂલા, લંગડા અને આંધળાઓને અહીં લઈ આવ.’ ૨૨ ચાકરે પાછા આવીને કહ્યું, ‘માલિક, તમારા હુકમ પ્રમાણે કર્યું. છતાં પણ હજુ જગ્યા બાકી છે.’ ૨૩ માલિકે કહ્યું, ‘રસ્તાઓ અને શેરીઓમાં જા. લોકોને અહીં આવવા આગ્રહ કર, જેથી મારું ઘર ભરાય જાય.+ ૨૪ હું તને કહું છું, જેઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું, તેઓમાંથી કોઈ પણ મારું સાંજનું ભોજન ચાખશે નહિ.’”+

૨૫ લોકોનાં ટોળાં ઈસુની સાથે જતાં હતાં. તેઓની તરફ ફરીને તેમણે કહ્યું: ૨૬ “જો કોઈ મારી પાસે આવે અને પોતાના પિતાને, માતાને, પત્નીને, બાળકોને, ભાઈઓને અને બહેનોને, હા, પોતાને પણ ધિક્કારે નહિ,*+ તો તે મારો શિષ્ય થઈ શકતો નથી.+ ૨૭ જે કોઈ પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવતો નથી, તે મારો શિષ્ય થઈ શકતો નથી.+ ૨૮ દાખલા તરીકે, તમારામાંથી એવું કોણ છે જેને ઘર બાંધવું* છે અને જે પહેલા બેસીને હિસાબ નહિ કરે કે તેની પાસે પૂરતા પૈસા છે કે નહિ? ૨૯ એમ નહિ કરે તો તે કદાચ ઘરનો પાયો નાખે, પણ એને પૂરું નહિ કરી શકે. એ જોનારા બધા તેની મશ્કરી કરવા લાગશે. ૩૦ તેઓ કહેશે: ‘આ માણસે બાંધવાનું શરૂ તો કર્યું, પણ પૂરું ન કરી શક્યો.’ ૩૧ અથવા માનો કે કોઈ રાજા પોતાના ૧૦,૦૦૦ સૈનિકો સાથે બીજા રાજા સામે લડવા જાય છે જેની પાસે ૨૦,૦૦૦ સૈનિકો છે. શું તે પહેલા બેસીને સલાહ નહિ લે કે પોતે બીજા રાજા સામે જીતી શકશે કે કેમ? ૩૨ જો તે એમ ન કરી શકતો હોય, તો બીજો રાજા હજુ દૂર હશે ત્યારે તે એલચીઓનું જૂથ મોકલશે. તે સુલેહ કરવાનો પ્રયત્ન કરશે. ૩૩ ભૂલશો નહિ, તમારામાંથી જે કોઈ પણ પોતાની બધી સંપત્તિનો ત્યાગ કરતો નથી, તે મારો શિષ્ય બની શકતો નથી.+

૩૪ “મીઠું સારું છે. પણ જો મીઠું સ્વાદ વગરનું થઈ જાય, તો તમે શાનાથી એનો સ્વાદ પાછો લાવશો?+ ૩૫ એ જમીન કે ખાતરમાં નાખવા માટે પણ કામ આવતું નથી. લોકો એને ફેંકી દે છે. હું જે કહું છું એ કાન દઈને સાંભળો.”+

૧૫ ઈસુને સાંભળવા તેમની આસપાસ કર ઉઘરાવનારાઓ અને પાપીઓ ભેગા થવા લાગ્યા.+ ૨ ફરોશીઓ અને શાસ્ત્રીઓ કચકચ કરવા લાગ્યા: “આ માણસ પાપીઓને આવકારે છે અને તેઓની સાથે ખાય છે.” ૩ તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૪ “માનો કે તમારામાંથી કોઈ માણસ પાસે ૧૦૦ ઘેટાં છે. જો એમાંથી એક ખોવાઈ જાય, તો શું તે ૯૯ ઘેટાંને વેરાન પ્રદેશમાં મૂકીને એકને શોધવા નહિ જાય? એ ખોવાયેલું ઘેટું પાછું મળે નહિ ત્યાં સુધી શું તે એને શોધશે નહિ?+ ૫ જ્યારે તેને એ મળે છે ત્યારે તે એને ખભા પર ઉઠાવી લે છે અને ઘણો આનંદ કરે છે. ૬ તે ઘરે પહોંચે છે ત્યારે મિત્રો અને પડોશીઓને ભેગા કરીને કહે છે: ‘મારી સાથે આનંદ કરો! મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે.’+ ૭ હું તમને જણાવું છું કે એક પાપી પસ્તાવો કરે+ ત્યારે સ્વર્ગમાં જેટલો આનંદ થાય છે, એટલો ૯૯ નેક* લોકો માટે નથી થતો, જેઓને પસ્તાવો કરવાની જરૂર નથી.

૮ “માનો કે એક સ્ત્રી પાસે ચાંદીના દસ સિક્કા* છે. એમાંનો એક ચાંદીનો સિક્કો* ખોવાઈ જાય તો શું તે દીવો સળગાવીને ઘર નહિ વાળે? એ મળે નહિ ત્યાં સુધી શું તે સિક્કો નહિ શોધે? ૯ તેને એ મળે છે ત્યારે તે મિત્રો* અને પડોશીઓને બોલાવીને કહે છે: ‘મારી સાથે આનંદ કરો! મને ખોવાઈ ગયેલો ચાંદીનો સિક્કો* પાછો મળ્યો છે.’ ૧૦ હું તમને જણાવું છું કે એક પાપી પસ્તાવો કરે ત્યારે ઈશ્વરના દૂતોમાં એવો જ આનંદ થાય છે.”+

૧૧ પછી તેમણે કહ્યું: “એક માણસને બે દીકરા હતા. ૧૨ નાના દીકરાએ પિતાને કહ્યું: ‘પિતાજી, મિલકતનો મારો ભાગ મને આપી દો.’ પિતાએ પોતાની મિલકત બંને દીકરાઓને વહેંચી આપી. ૧૩ અમુક દિવસો પછી નાના દીકરાએ પોતાની બધી વસ્તુઓ ભેગી કરી. તે દૂર દેશ ગયો અને મન ફાવે એમ જીવીને પોતાની મિલકત ઉડાવી દીધી. ૧૪ તેણે પોતાના બધા પૈસા ઉડાવી દીધા ત્યારે આખા દેશમાં ભારે દુકાળ પડ્યો. તેની પાસે કંઈ જ બચ્યું ન હતું. ૧૫ અરે, એ દેશના એક માણસ પાસે તે મજૂરીએ લાગ્યો. એ માણસે તેને પોતાનાં ખેતરોમાં ભૂંડો ચરાવવા મોકલ્યો.+ ૧૬ તે એટલો ભૂખ્યો હતો કે ભૂંડો જે શિંગો ખાતાં હતાં એ ખાવાનું તેને મન થયું. પણ કોઈ તેને કશું આપતું નહિ.

૧૭ “તેની અક્કલ ઠેકાણે આવી ત્યારે તેણે કહ્યું: ‘મારા પિતાના કેટલા બધા મજૂરો છે! તેઓ પેટ ભરીને ખાય છે. પણ હું તો અહીં ભૂખે મરું છું. ૧૮ હું મારા પિતા પાસે જઈને કહીશ: “પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે. ૧૯ હું તમારો દીકરો ગણાવાને લાયક નથી. મને તમારા મજૂરોમાંના એકના જેવો રાખો.”’ ૨૦ તે ઊભો થયો અને પોતાના પિતા પાસે ગયો. હજુ તો તે ઘણો દૂર હતો ત્યારે તેના પિતાએ તેને જોયો. પિતાનું દિલ કરુણાથી ભરાઈ આવ્યું. તે દોડીને દીકરાને ભેટી પડ્યો અને પ્રેમથી ચુંબન કર્યું. ૨૧ દીકરાએ કહ્યું: ‘પિતાજી, મેં સ્વર્ગના ઈશ્વર વિરુદ્ધ અને તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.+ હું તમારો દીકરો ગણાવાને લાયક નથી.’ ૨૨ પિતાએ ચાકરોને કહ્યું: ‘જલદી કરો! સૌથી સારો ઝભ્ભો લાવીને તેને પહેરાવો. તેના હાથમાં વીંટી અને પગમાં ચંપલ પહેરાવો. ૨૩ તાજો-માજો વાછરડો લાવો અને કાપો. ચાલો આપણે ખાઈ-પીને મજા કરીએ. ૨૪ મારો આ દીકરો મરણ પામ્યો હતો, પણ હવે જીવતો થયો છે.+ તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.’ પછી તેઓ આનંદ કરવા લાગ્યા.

૨૫ “તેનો મોટો દીકરો ખેતરમાં હતો. તે પાછો આવ્યો અને ઘરની નજીક પહોંચ્યો ત્યારે તેણે નાચ-ગાનનો અવાજ સાંભળ્યો. ૨૬ તેણે પોતાના એક ચાકરને બોલાવીને પૂછ્યું કે શું ચાલી રહ્યું છે. ૨૭ તેણે કહ્યું: ‘તારો ભાઈ આવ્યો છે. તારા પિતાએ તાજો-માજો વાછરડો કપાવ્યો, કેમ કે તે સહીસલામત* પાછો મળ્યો છે.’ ૨૮ પણ મોટો દીકરો ગુસ્સે થયો અને તે અંદર જવા રાજી ન હતો. તેનો પિતા બહાર આવ્યો અને તેને મનાવવા લાગ્યો. ૨૯ તેણે પિતાને કહ્યું: ‘જુઓ! આટલાં બધાં વર્ષો મેં તમારી ગુલામી કરી. તમારી એક પણ આજ્ઞા ક્યારેય તોડી નથી. છતાં તમે કદી મને મિત્રો સાથે મજા કરવા એક લવારું પણ આપ્યું નથી. ૩૦ પણ વેશ્યાઓ ઉપર તમારી મિલકત ઉડાવી દેનાર આ તમારો દીકરો આવ્યો અને તમે તરત તેના માટે તાજો-માજો વાછરડો કાપ્યો.’ ૩૧ પિતાએ કહ્યું: ‘મારા દીકરા, તું હંમેશાં મારી સાથે છે. મારી બધી વસ્તુઓ તારી જ છે. ૩૨ પણ આજે તો આપણે આનંદ કરવો જોઈએ અને ખુશી મનાવવી જોઈએ. તારો ભાઈ મરણ પામ્યો હતો, પણ હવે જીવતો થયો છે. તે ખોવાઈ ગયો હતો, પણ હવે પાછો મળ્યો છે.’”

૧૬ પછી તેમણે શિષ્યોને જણાવ્યું: “એક અમીર માણસનો કારભારી* હતો. તેના પર માલિકની મિલકત બરબાદ કરવાનો આરોપ હતો. ૨ અમીર માણસે તેને બોલાવીને કહ્યું: ‘તારા વિશે હું શું સાંભળું છું? તારા કારભારનો હિસાબ આપી દે. હવેથી તું ઘરનાં કામકાજની સંભાળ નહિ રાખે.’ ૩ કારભારીએ વિચાર્યું: ‘મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લે છે. હવે હું શું કરું? હું એટલો બળવાન નથી કે ખેતરમાં ખોદકામ કરું. મને ભીખ માંગવાની પણ શરમ આવે છે. ૪ મને ખબર છે કે હું શું કરીશ. એવું કંઈ કરીશ, જેથી મારો કારભાર લઈ લેવામાં આવે ત્યારે લોકો પોતાનાં ઘરોમાં મારો આવકાર કરે.’ ૫ તેણે માલિકના દેવાદારોને એક પછી એક બોલાવ્યા. તેણે પહેલાને કહ્યું: ‘તારે મારા માલિકને કેટલું દેવું આપવાનું છે?’ ૬ તેણે જવાબ આપ્યો, ‘સો માપ* જૈતૂનનું તેલ.’ કારભારીએ કહ્યું: ‘તારું કરારનામું પાછું લે અને બેસીને જલદી ૫૦ લખી નાખ.’ ૭ તેણે બીજા એકને કહ્યું: ‘તારું દેવું કેટલું છે?’ તેણે કહ્યું, ‘સો મોટાં માપ* ઘઉં.’ કારભારીએ કહ્યું: ‘તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.’ ૮ તે કારભારી નેક ન હતો, છતાં માલિકે તેના વખાણ કર્યા, કેમ કે તે હોશિયારીથી વર્ત્યો હતો. હું તમને કહું છું કે આ દુનિયાના લોકો બીજાઓ સાથેના વહેવારમાં પ્રકાશમાં ચાલતા લોકો+ કરતાં વધારે હોશિયાર છે.

૯ “હું તમને કહું છું: આ બેઈમાન દુનિયાની ધનદોલત વડે તમારા માટે મિત્રો બનાવી લો.+ એ માટે કે તમારી ધનદોલત ન રહે ત્યારે, એ મિત્રો કાયમ ટકનારાં ઘરોમાં તમારો આવકાર કરે.+ ૧૦ જે થોડામાં વિશ્વાસુ છે, તે ઘણામાં પણ વિશ્વાસુ છે. જે થોડામાં બેઈમાન છે, તે ઘણામાં પણ બેઈમાન છે. ૧૧ જો તમે બેઈમાન દુનિયાની ધનદોલત સાચવવામાં વિશ્વાસુ સાબિત થયા ન હોય, તો સાચી ધનદોલત કોણ તમારા ભરોસે મૂકશે? ૧૨ જો તમે બીજાની ધનદોલત સાચવવામાં વિશ્વાસુ સાબિત થયા ન હોય, તો પછી તમને તમારો વારસો કોણ આપશે?+ ૧૩ કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી. તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે. તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એકસાથે ચાકરી કરી શકતા નથી.”+

૧૪ ફરોશીઓ બધી વાતો સાંભળતા હતા. તેઓ પૈસાના પ્રેમી હતા. તેઓ તેમની મશ્કરી કરવા લાગ્યા.+ ૧૫ ઈસુએ તેઓને કહ્યું: “તમે પોતાને માણસો આગળ નેક જાહેર કરો છો.+ પણ ઈશ્વર તમારાં દિલ જાણે છે.+ માણસો જેને મહત્ત્વનું ગણે છે, એ ઈશ્વરની નજરમાં ધિક્કારપાત્ર છે.+

૧૬ “નિયમશાસ્ત્ર અને પ્રબોધકો યોહાન સુધી હતાં. એ સમયથી ઈશ્વરના રાજ્યની ખુશખબર જાહેર કરવામાં આવે છે. એ રાજ્યમાં જવા બધા પ્રકારના લોકો સખત મહેનત કરે છે.+ ૧૭ આકાશ અને પૃથ્વી કદાચ જતાં રહે, પણ નિયમશાસ્ત્રના અક્ષરની એક માત્રા પણ પૂરી થયા વગર નહિ જાય.+

૧૮ “જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજી સ્ત્રીને પરણે છે, તે વ્યભિચાર કરે છે. પતિથી છૂટાછેડા પામેલી સ્ત્રીને* જે કોઈ પરણે છે, તે વ્યભિચાર કરે છે.”+

૧૯ ઈસુએ એક ઉદાહરણ આપ્યું: “એક અમીર માણસ હતો. તે જાંબુડિયા રંગનાં કીમતી કપડાં* પહેરતો હતો. તે દરરોજ એશઆરામથી રહેતો હતો. ૨૦ પણ લાજરસ નામના એક ભિખારીને તેના દરવાજે બેસાડવામાં આવતો. તેનું આખું શરીર ગૂમડાંથી ભરેલું હતું. ૨૧ કૂતરાં આવીને તેનાં ગૂમડાં ચાટતાં હતાં. અમીર માણસની મેજ પરથી પડતા ટુકડાથી પેટ ભરવા તે તરસતો હતો. ૨૨ સમય જતાં એ ભિખારી મરી ગયો અને દૂતો તેને ઇબ્રાહિમ પાસે* લઈ ગયા.

“અમીર માણસ પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. ૨૩ તે પીડાતો હતો અને તેણે કબરમાંથી* નજર ઉઠાવીને દૂર ઇબ્રાહિમને જોયા. લાજરસ તેમની પાસે હતો.* ૨૪ અમીર માણસે બૂમ પાડી: ‘પિતા ઇબ્રાહિમ, મારા પર દયા કરો! લાજરસને મોકલો, જેથી તેની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભ ઠંડી કરે. હું આ ધગધગતી આગમાં પીડાઈ રહ્યો છું.’ ૨૫ પણ ઇબ્રાહિમે કહ્યું: ‘દીકરા, યાદ કર કે તેં આખું જીવન સારી સારી વસ્તુઓની મજા લીધી છે. પણ લાજરસની તકલીફોનો કોઈ પાર ન હતો. હવે તેને અહીં દિલાસો આપવામાં આવે છે, પણ તું પીડાઈ રહ્યો છે. ૨૬ એ સિવાય અમારી અને તારી વચ્ચે મોટી ખાઈ છે. એટલે જેઓ અહીંથી તારી બાજુ જવા ચાહે છે, તેઓ જઈ શકતા નથી કે પછી ત્યાંથી લોકો અમારી બાજુ આવી શકતા નથી.’ ૨૭ તેણે કહ્યું: ‘એવું હોય તો હે પિતા, હું તમને વિનંતી કરું છું કે તેને મારા પિતાના ઘરે મોકલો. ૨૮ મારે પાંચ ભાઈઓ છે. તે તેઓને સારી રીતે સમજાવે, જેથી તેઓએ પણ અહીં આવીને પીડા સહેવી ન પડે.’ ૨૯ પણ ઇબ્રાહિમે કહ્યું, ‘તેઓ પાસે મૂસા અને પ્રબોધકો છે. તેઓ એ લોકોનું સાંભળે.’+ ૩૦ તેણે કહ્યું: ‘ના પિતા ઇબ્રાહિમ. જો મરણમાંથી ઊઠેલું કોઈ તેઓ પાસે જાય, તો તેઓ પસ્તાવો કરશે.’ ૩૧ તેમણે કહ્યું: ‘જો તેઓ મૂસા અને પ્રબોધકોનું નથી સાંભળતા,+ તો મરણમાંથી જીવતા થયેલાનું પણ માનવાના નથી.’”

૧૭ પછી ઈસુએ શિષ્યોને કહ્યું: “શ્રદ્ધાના માર્ગમાં નડતર ન આવે એવું બની જ ન શકે. પણ જે નડતર ઊભી કરે છે તેને અફસોસ! ૨ આ બાળકો જેવા એકની શ્રદ્ધા તે કમજોર કરે, એના કરતાં તેના ગળામાં ઘંટીનો પથ્થર બાંધીને તેને દરિયામાં નાખી દેવામાં આવે, એ તેના માટે સારું કહેવાશે.+ ૩ પોતાના પર ધ્યાન આપો. જો તમારો ભાઈ* તમારી વિરુદ્ધ પાપ કરે તો તેને ઠપકો આપો.+ જો તે પસ્તાવો કરે તો તેને માફી આપો.+ ૪ અરે, જો તે દિવસમાં સાત વાર તમારી વિરુદ્ધ પાપ કરે અને સાત વાર પાછો આવીને કહે કે ‘હું પસ્તાવો કરું છું,’ તો તમારે તેને માફ કરવો.”+

૫ પ્રેરિતોએ માલિક ઈસુને કહ્યું: “અમારી શ્રદ્ધા વધારો.”+ ૬ માલિક ઈસુએ કહ્યું: “જો તમારામાં રાઈના દાણા જેટલી શ્રદ્ધા હોય અને તમે શેતૂરના ઝાડને કહો કે ‘અહીંથી ઊખડીને દરિયામાં રોપાઈ જા!’ તો એમ થઈ જશે.+

૭ “ધારો કે તમારામાંથી એકની પાસે ચાકર છે, જે ખેતર ખેડતો હોય કે ઘેટાં-બકરાં સાચવતો હોય. તે ખેતરમાંથી પાછો આવે ત્યારે શું તમે કહેશો, ‘જલદી અહીં આવ અને જમવા બેસ’? ૮ એના બદલે તમે ચાકરને કહેશો, ‘કપડાં બદલીને મારા માટે સાંજનું ભોજન બનાવ. હું ખાઈ-પી લઉં ત્યાં સુધી મારી સેવા કર. પછી તું ખાજે-પીજે.’ ૯ ચાકરને સોંપાયેલું કામ તેણે કર્યું હોવાથી, શું માલિક તેનો આભાર માનશે? ના. ૧૦ તમને સોંપાયેલું કામ પૂરું કરો ત્યારે તમે પણ કહો: ‘અમે તો નકામા ચાકરો છીએ. અમારે જે કરવું જોઈએ, એ જ અમે કર્યું છે.’”+

૧૧ તે યરૂશાલેમ જતા હતા ત્યારે, સમરૂન અને ગાલીલની હદ પાસેથી પસાર થયા. ૧૨ તે એક ગામમાં જતા હતા ત્યારે, રક્તપિત્ત* થયેલા દસ માણસો તેમને સામે મળ્યા. પણ તેઓ દૂર ઊભા રહ્યા.+ ૧૩ તેઓએ ઊંચા અવાજે કહ્યું: “ઈસુ, ગુરુજી, અમારા પર દયા કરો!” ૧૪ તેમણે તેઓને જોઈને કહ્યું: “જાઓ અને યાજકોની પાસે જઈને બતાવો.”+ તેઓ જતા હતા ત્યારે તેઓ શુદ્ધ થયા.+ ૧૫ તેઓમાંથી એકે જોયું કે પોતે સાજો થયો છે. તે પાછો ફર્યો અને મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યો. ૧૬ તે ઈસુના પગ આગળ ભૂમિ સુધી માથું નમાવીને આભાર માનવા લાગ્યો. તે એક સમરૂની હતો.+ ૧૭ ઈસુએ કહ્યું: “શું દસેદસને શુદ્ધ કરવામાં આવ્યા ન હતા? તો પછી બાકીના નવ ક્યાં છે? ૧૮ ઈશ્વરને મહિમા આપવા બીજી પ્રજાના આ માણસ સિવાય બીજો કોઈ પાછો ન ફર્યો?” ૧૯ તેમણે તેને કહ્યું: “ઊભો થા અને તારા માર્ગે જા. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+

૨૦ ફરોશીઓએ પૂછ્યું કે ઈશ્વરનું રાજ્ય ક્યારે આવે છે.+ તેમણે કહ્યું: “ઈશ્વરનું રાજ્ય એ રીતે નહિ આવે કે બધાને ખબર પડે. ૨૧ લોકો એમ નહિ કહે કે ‘જુઓ, એ અહીં છે!’ અથવા ‘એ ત્યાં છે!’ પણ ઈશ્વરનું રાજ્ય તો તમારી વચ્ચે છે.”+

૨૨ પછી તેમણે શિષ્યોને કહ્યું: “એવા દિવસો આવશે કે જ્યારે તમે માણસના દીકરાને જોવા ચાહશો, પણ તમે તેને જોઈ શકશો નહિ. ૨૩ લોકો તમને કહેશે, ‘ત્યાં જુઓ!’ અથવા ‘અહીં જુઓ!’ પણ જતા નહિ કે તેઓની પાછળ દોડતા નહિ.+ ૨૪ જેમ વીજળી આકાશના એક છેડાથી બીજા છેડા સુધી ચમકે છે, તેમ એ* દિવસે માણસનો દીકરો+ પ્રગટ થશે.+ ૨૫ પણ પહેલા તેણે ઘણી સતાવણી સહેવી પડશે. આ પેઢી તેનો ત્યાગ કરશે.+ ૨૬ જેવું નૂહના દિવસોમાં+ થયું હતું, એવું જ માણસના દીકરાના દિવસોમાં થશે:+ ૨૭ નૂહ વહાણની* અંદર ગયા+ એ દિવસ સુધી, લોકો ખાતાં-પીતાં અને પરણતાં-પરણાવતાં હતા. પૂર આવ્યું અને એ બધાનો નાશ કર્યો.+ ૨૮ એવું જ લોતના દિવસોમાં પણ થયું હતું:+ તેઓ ખાતાં-પીતાં, ખરીદતાં-વેચતાં, રોપતાં અને બાંધતાં હતા. ૨૯ પણ લોત સદોમથી બહાર નીકળ્યા એ દિવસે આકાશમાંથી આગ ને ગંધક વરસ્યાં અને બધાનો નાશ કર્યો.+ ૩૦ માણસનો દીકરો પ્રગટ થશે એ દિવસે એવું જ થશે.+

૩૧ “એ દિવસે જે માણસ ધાબા પર હોય અને તેનો સામાન ઘરમાં હોય, તેણે એ લેવા નીચે ન ઊતરવું. જે માણસ ખેતરમાં હોય તેણે પોતાની વસ્તુઓ લેવા પાછા ન જવું. ૩૨ લોતની પત્નીને યાદ રાખો.+ ૩૩ જે કોઈ પોતાનું જીવન બચાવવા માંગે છે તે એને ગુમાવશે. જે કોઈ એને ગુમાવે છે તે એને બચાવશે.+ ૩૪ હું તમને જણાવું છું કે એ રાતે બે જણ પલંગ પર હશે. એક લેવાશે પણ બીજો પડતો મુકાશે.+ ૩૫ બે સ્ત્રીઓ એક જ ઘંટીએ દળતી હશે. એક લેવાશે પણ બીજી પડતી મુકાશે.” ૩૬ *— ૩૭ તેઓએ તેમને પૂછ્યું: “ક્યાં માલિક?” તેમણે કહ્યું: “જ્યાં મડદું છે, ત્યાં ગરુડો ભેગા થશે.”+

૧૮ પછી ઈસુએ શિષ્યોને એક ઉદાહરણ આપ્યું. તેમણે સમજાવ્યું કે તેઓએ કેમ હંમેશાં પ્રાર્થના કરવી જોઈએ અને હિંમત ન હારવી જોઈએ.+ ૨ તેમણે કહ્યું: “એક શહેરમાં એક ન્યાયાધીશ હતો. તેને ઈશ્વરનો ડર ન હતો અને કોઈ માણસ માટે આદર ન હતો. ૩ એ શહેરમાં એક વિધવા પણ હતી. તે વારંવાર તેની પાસે જઈને કહેતી, ‘મારા ફરિયાદી સામે મને ન્યાય અપાવજો.’ ૪ થોડો સમય તો તે મદદ કરવા તૈયાર ન હતો. પણ પછી તેણે વિચાર્યું: ‘હું ઈશ્વરથી ડરતો નથી કે કોઈ માણસનો આદર કરતો નથી. ૫ પણ આ વિધવાએ મને હેરાન-પરેશાન કરી નાખ્યો છે. એટલે હું તેને ન્યાય અપાવીશ, જેથી તે વારંવાર આવીને મારો જીવ ન ખાય.’”+ ૬ માલિક ઈસુએ જણાવ્યું: “ન્યાયાધીશ ખરાબ હોવા છતાં, તેણે જે કહ્યું એના પર ધ્યાન આપો! ૭ તો પછી શું ઈશ્વર પોતાના પસંદ કરેલાઓને ન્યાય નહિ અપાવે, જેઓ રાત-દિવસ તેમને કાલાવાલા કરે છે?+ તે તેઓ માટે ધીરજ રાખીને જરૂર એમ કરશે.+ ૮ હું તમને જણાવું છું, તે તેઓને જલદી જ ન્યાય અપાવશે. પણ માણસનો દીકરો આવશે ત્યારે, શું તેને પૃથ્વી પર આવી શ્રદ્ધા જોવા મળશે?”

૯ અમુક માનતા હતા કે પોતે નેક છે અને બાકીના કંઈ જ નથી. તેમણે તેઓને આ ઉદાહરણ આપ્યું: ૧૦ “બે માણસો મંદિરમાં પ્રાર્થના કરવા ગયા. એક ફરોશી હતો અને બીજો કર ઉઘરાવનાર. ૧૧ ફરોશી ઊભો રહીને મનમાં પ્રાર્થના કરવા લાગ્યો: ‘હે ઈશ્વર, હું તમારો આભાર માનું છું કે હું બીજા બધા જેવો નથી. હું જુલમથી પૈસા પડાવનાર, બેઈમાન કે વ્યભિચારી નથી. હું પેલા કર ઉઘરાવનાર જેવો પણ નથી. ૧૨ હું અઠવાડિયામાં બે વાર ઉપવાસ કરું છું. મને જે મળે છે એ બધી વસ્તુઓનો દસમો ભાગ આપું છું.’+ ૧૩ પણ કર ઉઘરાવનાર દૂર ઊભો હતો. તે આકાશ તરફ નજર ઊંચી કરવા પણ તૈયાર ન હતો. તે છાતી કૂટીને કહેતો હતો: ‘હે ઈશ્વર, મારા જેવા પાપી પર કૃપા* કરો.’+ ૧૪ હું તમને જણાવું છું, આ માણસ પેલા ફરોશી કરતાં વધારે નેક સાબિત થઈને પોતાના ઘરે ગયો.+ જે કોઈ પોતાને ઊંચો કરશે તે નીચો કરાશે અને જે કોઈ પોતાને નીચો કરશે તે ઊંચો કરાશે.”+

૧૫ પછી લોકો પોતાનાં નાનાં બાળકોને ઈસુની પાસે લાવ્યા, જેથી તે તેઓને આશીર્વાદ આપે.* પણ શિષ્યો તેઓને ધમકાવવા લાગ્યા.+ ૧૬ પણ ઈસુએ બાળકોને પાસે બોલાવીને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો. તેઓને રોકશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવા લોકોનું છે.+ ૧૭ હું તમને સાચે જ કહું છું કે જે કોઈ નાના બાળક જેવો બનીને ઈશ્વરના રાજ્યને સ્વીકારતો નથી, તે એમાં જશે નહિ.”+

૧૮ યહૂદી આગેવાનોમાંના એકે તેમને પૂછ્યું: “ઉત્તમ શિક્ષક, હંમેશ માટેના જીવનનો વારસો મેળવવા મારે શું કરવું જોઈએ?”+ ૧૯ ઈસુએ કહ્યું: “તું મને શા માટે ઉત્તમ કહે છે? ઈશ્વર સિવાય બીજું કોઈ ઉત્તમ નથી.+ ૨૦ તું આજ્ઞાઓ જાણે છે: ‘વ્યભિચાર ન કરો,+ ખૂન ન કરો,+ ચોરી ન કરો,+ ખોટી સાક્ષી ન પૂરો+ અને તમારાં માતા-પિતાને માન આપો.’”+ ૨૧ તેણે કહ્યું: “આ બધું તો હું બાળપણથી પાળતો આવ્યો છું.” ૨૨ એ સાંભળીને ઈસુએ તેને કહ્યું, “હજુ પણ તારામાં એક વાત ખૂટે છે: તારી પાસે જે કંઈ છે એ વેચી દે અને એ રકમ ગરીબોને આપી દે. તને સ્વર્ગમાં ખજાનો મળશે. આવ, મારો શિષ્ય બન.”+ ૨૩ એ સાંભળીને તે ખૂબ દુઃખી થયો, કેમ કે તે ઘણો ધનવાન હતો.+

૨૪ ઈસુએ તેની તરફ જોયું અને કહ્યું: “પૈસાદાર લોકો માટે ઈશ્વરના રાજ્યમાં જવું કેટલું અઘરું થઈ પડશે!+ ૨૫ ઊંટને સોયના નાકામાંથી પસાર થવું સહેલું છે, પણ ધનવાનને ઈશ્વરના રાજ્યમાં જવું અઘરું છે.”+ ૨૬ એ સાંભળીને લોકોએ કહ્યું: “તો પછી કોઈ બચી શકે ખરું?”+ ૨૭ તેમણે કહ્યું: “માણસો માટે જે અશક્ય છે, એ ઈશ્વર માટે શક્ય છે.”+ ૨૮ પિતરે કહ્યું: “જુઓ! અમારું જે હતું એ છોડીને અમે તમારી પાછળ આવ્યા છીએ.”+ ૨૯ તેમણે તેઓને કહ્યું: “હું તમને સાચે જ કહું છું, જે કોઈએ ઈશ્વરના રાજ્યને લીધે ઘર કે પત્ની કે ભાઈઓ કે માબાપ કે બાળકોને છોડી દીધાં છે,+ ૩૦ તેને હમણાં અનેક ગણું વધારે મળશે અને આવનાર દુનિયામાં તેને હંમેશ માટેનું જીવન મળશે.”+

૩૧ પછી તે બાર શિષ્યોને એક બાજુ લઈ ગયા અને કહ્યું: “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ. ત્યાં માણસના દીકરા વિશે પ્રબોધકોએ લખેલી બધી વાતો પૂરી થશે.+ ૩૨ દાખલા તરીકે, તેને બીજી પ્રજાઓના હાથમાં સોંપી દેવામાં આવશે.+ તેઓ તેની મશ્કરી કરશે,+ તેનું અપમાન કરશે અને તેના પર થૂંકશે.+ ૩૩ તેઓ તેને કોરડા મારશે અને તેને મારી નાખશે,+ પણ ત્રીજા દિવસે તે જીવતો કરાશે.”+ ૩૪ પ્રેરિતો આ વાતો સમજી ન શક્યા, કારણ કે આ વાતોનો અર્થ તેઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો.

૩૫ ઈસુ યરીખો નજીક આવી પહોંચ્યા ત્યારે, એક આંધળો માણસ રસ્તાની બાજુએ બેસીને ભીખ માંગતો હતો.+ ૩૬ ટોળું પસાર થવાનો અવાજ સાંભળીને તે પૂછવા લાગ્યો કે શું થઈ રહ્યું છે. ૩૭ તેઓએ જણાવ્યું: “નાઝરેથના ઈસુ પસાર થાય છે!” ૩૮ તે પોકારી ઊઠ્યો: “ઓ ઈસુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૩૯ જેઓ આગળ જતા હતા તેઓએ તેને ધમકાવીને ચૂપ રહેવા કહ્યું. પણ તે હજુ વધારે મોટા અવાજે પોકારવા લાગ્યો: “ઓ દાઉદના દીકરા, મારા પર દયા કરો!” ૪૦ ઈસુ ઊભા રહ્યા અને એ માણસને પોતાની પાસે લઈ આવવા આજ્ઞા કરી. તે આવ્યો ત્યારે ઈસુએ પૂછ્યું: ૪૧ “તું શું ચાહે છે, હું તારા માટે શું કરું?” તેણે કહ્યું: “માલિક, મને દેખતો કરો.” ૪૨ ઈસુએ કહ્યું: “દેખતો થા. તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે.”+ ૪૩ તરત જ તે દેખતો થયો અને ઈશ્વરને મહિમા આપતો તેમની પાછળ ચાલવા લાગ્યો.+ આ જોઈને બધા લોકોએ પણ ઈશ્વરને મહિમા આપ્યો.+

૧૯ પછી ઈસુ યરીખો આવ્યા અને શહેરમાંથી પસાર થતા હતા. ૨ જાખ્ખી નામનો એક માણસ ત્યાં હતો. તે મુખ્ય કર ઉઘરાવનાર હતો. તે ખૂબ ધનવાન હતો. ૩ તે જોવાનો પ્રયત્ન કરતો હતો કે આ ઈસુ કોણ છે. પણ ટોળાને લીધે તે જોઈ શકતો ન હતો, કેમ કે તે ઠીંગણો હતો. ૪ તે દોડીને આગળ ગયો. તેમને જોવા તે જંગલી અંજીરીના એક ઝાડ પર ચઢી ગયો, કેમ કે એ રસ્તેથી ઈસુ પસાર થવાના હતા. ૫ ઈસુ એ જગ્યાએ આવ્યા ત્યારે તેમણે ઉપર જોયું. તેમણે કહ્યું: “જાખ્ખી, જલદી નીચે આવ. આજે હું તારા ઘરે રહેવાનો છું.” ૬ એ સાંભળીને તે ઝડપથી નીચે ઊતરી આવ્યો. તેણે ખુશીથી ઈસુનો મહેમાન તરીકે આવકાર કર્યો. ૭ એ જોઈને ટોળાના લોકો કચકચ કરવા લાગ્યા: “જુઓ તો ખરા, તે પાપી માણસના ઘરે મહેમાન થયો છે.”+ ૮ પણ જાખ્ખીએ ઊભા થઈને ઈસુને કહ્યું: “માલિક જુઓ! મારી અડધી મિલકત હું ગરીબોને આપું છું. જે કોઈની પાસેથી મેં ખોટી રીતે* પડાવી લીધું હોય, તેને હું ચાર ગણું પાછું આપું છું.”+ ૯ ઈસુએ તેને કહ્યું: “આજે આ ઘરમાં ઉદ્ધાર આવ્યો છે, કારણ કે તું પણ ઇબ્રાહિમનો દીકરો છે. ૧૦ જેઓ ખોવાયેલા છે તેઓને શોધવા અને બચાવવા માણસનો દીકરો આવ્યો છે.”+

૧૧ શિષ્યો આ વાતો સાંભળી રહ્યા હતા. તેઓ યરૂશાલેમની નજીક હતા અને શિષ્યો માનતા હતા કે ઈશ્વરનું રાજ્ય જલદી જ દેખાશે.+ એટલે ઈસુએ બીજું એક ઉદાહરણ જણાવ્યું. ૧૨ તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો,+ જેથી પોતાના માટે રાજસત્તા* મેળવીને પાછો ફરે. ૧૩ તેણે પોતાના દસ ચાકરોને બોલાવીને દસ મીના* ચાંદીના સિક્કા આપ્યા. તેણે તેઓને કહ્યું, ‘હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.’+ ૧૪ પણ પ્રજા તેને ધિક્કારતી હતી. તેઓએ તેને આમ કહેવા એલચીઓની ટુકડી મોકલી: ‘અમે ચાહતા નથી કે તું અમારો રાજા બને.’

૧૫ “તે રાજસત્તા મેળવીને પાછો આવ્યો. જે ચાકરોને તેણે સિક્કા* આપ્યા હતા તેઓને બોલાવ્યા, જેથી તેને ખબર પડે કે તેઓ વેપાર કરીને કેટલું કમાયા.+ ૧૬ એટલે પહેલા ચાકરે આવીને કહ્યું: ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા દસ સિક્કા કમાયો.’+ ૧૭ માલિકે કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો. એટલે દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’+ ૧૮ બીજાએ આવીને કહ્યું, ‘માલિક, એક મીના ચાંદીના સિક્કાથી હું બીજા પાંચ સિક્કા કમાયો.’+ ૧૯ માલિકે કહ્યું: ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’ ૨૦ પણ બીજા એક ચાકરે આવીને કહ્યું: ‘માલિક, આ રહી તમારી ચાંદી. એને મેં કપડામાં સંતાડી રાખી હતી. ૨૧ હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો. જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’+ ૨૨ તેણે કહ્યું: ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું. મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને વાવ્યું નથી એ લણું છું.+ ૨૩ તો પછી તેં શા માટે મારા સિક્કા* કોઈ શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’

૨૪ “તેણે પાસે ઊભેલા લોકોને કહ્યું: ‘તેની પાસેથી એક મીના ચાંદીના સિક્કા લઈ લો. જેની પાસે દસ સિક્કા છે તેને એ આપી દો.’+ ૨૫ પણ તેઓએ કહ્યું, ‘માલિક, તેની પાસે પહેલેથી દસ મીના ચાંદીના સિક્કા છે!’ ૨૬ તેણે કહ્યું: ‘હું તમને કહું છું કે જેની પાસે છે તેને વધારે આપવામાં આવશે. પણ જેની પાસે નથી તેની પાસેથી જે કંઈ છે એ પણ લઈ લેવાશે.+ ૨૭ મારા દુશ્મનોને અહીં લઈ આવો. તેઓ ચાહતા ન હતા કે હું તેઓનો રાજા બનું. મારી સામે તેઓની કતલ કરો.’”

૨૮ આ વાતો કહીને ઈસુ યરૂશાલેમ જવા આગળ વધ્યા. ૨૯ તે બેથફગે અને બેથનિયા પાસે આવ્યા, જે જૈતૂન નામના પર્વત+ પર છે. ઈસુએ બે શિષ્યોને આમ કહીને મોકલ્યા:+ ૩૦ “તમારી નજરે પડે છે એ ગામમાં જાઓ. એમાં જતાં જ તમને ગધેડાનું બચ્ચું બાંધેલું મળી આવશે. એના પર કદી કોઈ માણસ બેઠો નથી. એને છોડીને અહીં લઈ આવો. ૩૧ જો કોઈ તમને પૂછે, ‘તમે એને કેમ છોડો છો?’ તો તમારે કહેવું, ‘માલિકને એની જરૂર છે.’” ૩૨ એ શિષ્યો ગયા. ઈસુએ તેઓને કહ્યું હતું તેમ, ગધેડાનું બચ્ચું તેઓને મળી આવ્યું.+ ૩૩ તેઓ એને છોડતા હતા ત્યારે, એના માલિકોએ તેઓને પૂછ્યું: “તમે ગધેડાના બચ્ચાને કેમ છોડો છો?” ૩૪ તેઓએ કહ્યું: “માલિકને એની જરૂર છે.” ૩૫ તેઓ એને ઈસુ પાસે લાવ્યા. તેઓએ બચ્ચા પર પોતાનાં કપડાં નાખ્યાં અને ઈસુ એના પર બેઠા.+

૩૬ તે આગળ જતા હતા તેમ, લોકો પોતાનાં કપડાં રસ્તા પર પાથરવા લાગ્યા.+ ૩૭ તે જૈતૂન પર્વતથી નીચે જવાના રસ્તા પર પહોંચ્યા. તરત જ શિષ્યોનું આખું ટોળું આનંદ કરવા લાગ્યું. તેઓ મોટા અવાજે ઈશ્વરને મહિમા આપવા લાગ્યા, કારણ કે તેઓએ તેમનાં શક્તિશાળી કાર્યો જોયા હતા. ૩૮ તેઓએ કહ્યું: “યહોવાના* નામમાં જે રાજા આવે છે, તેના પર તેમનો આશીર્વાદ છે! સ્વર્ગમાં શાંતિ થાઓ અને સ્વર્ગમાંના ઈશ્વરનો મહિમા થાઓ!”+ ૩૯ ટોળામાંથી અમુક ફરોશીઓએ તેમને કહ્યું: “ગુરુજી, તમારા શિષ્યોને ચૂપ રહેવાનું કહો.”+ ૪૦ તેમણે કહ્યું: “હું તમને જણાવું છું, જો તેઓ ચૂપ રહેશે તો પથ્થરો પોકારી ઊઠશે.”

૪૧ ઈસુ શહેર પાસે આવ્યા. તેમણે શહેર પર નજર નાખી અને રડી પડ્યા.+ ૪૨ તેમણે કહ્યું: “જો આજે તું શાંતિની વાતો સમજ્યું હોત તો કેવું સારું! પણ હવે એ વાતો તારાથી સંતાડેલી છે.+ ૪૩ તારા ઉપર એવા દિવસો આવી પડશે, જ્યારે તારા દુશ્મનો તારી ફરતે અણીદાર ખૂંટાની વાડ બનાવશે. તને ઘેરી લઈને ચારે બાજુથી હુમલો કરશે.*+ ૪૪ તેઓ તને અને તારાં બધાં બાળકોને જમીન પર પછાડશે.+ તેઓ તારામાં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેશે નહિ,+ કારણ કે તારો ન્યાય થતો હતો એ સમય તેં પારખ્યો નહિ.”

૪૫ પછી ઈસુએ મંદિરમાં જઈને એમાં વેચનારાઓને બહાર કાઢી મૂક્યા.+ ૪૬ તેમણે કહ્યું: “એમ લખેલું છે, ‘મારું ઘર પ્રાર્થનાનું ઘર હશે.’+ પણ તમે એને લુટારાઓનો અડ્ડો બનાવ્યો છે.”+

૪૭ તેમણે દરરોજ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખ્યું. પણ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને લોકોના આગેવાનો તેમને મારી નાખવા માંગતા હતા.+ ૪૮ તેઓને એમ કરવાની કોઈ તક મળી નહિ, કેમ કે બધા લોકો તેમનું સાંભળવા તેમની સાથે ને સાથે રહેતા હતા.+

૨૦ એક દિવસે ઈસુ મંદિરમાં લોકોને શીખવતા હતા અને ખુશખબર જણાવતા હતા. વડીલો સાથે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ત્યાં આવ્યા. ૨ તેઓએ પૂછ્યું: “અમને જણાવ, તું આ બધાં કામો કયા અધિકારથી કરે છે? એ અધિકાર તને કોણે આપ્યો?”+ ૩ તેમણે તેઓને જવાબ આપ્યો: “હું પણ તમને એક સવાલ પૂછું છું. તમે મને જવાબ આપો: ૪ યોહાન જે બાપ્તિસ્મા આપતો હતો એ ઈશ્વર તરફથી* હતું કે માણસો તરફથી?” ૫ તેઓ અંદરોઅંદર વાત કરવા લાગ્યા: “જો આપણે કહીએ કે ‘ઈશ્વર તરફથી,’ તો તે કહેશે કે ‘તમે કેમ તેનું માન્યું નહિ?’ ૬ જો આપણે કહીએ કે ‘માણસો તરફથી,’ તો બધા લોકો આપણને પથ્થરે મારશે, કેમ કે તેઓને ખાતરી છે કે યોહાન પ્રબોધક હતો.”+ ૭ તેઓએ જવાબ આપ્યો કે તેઓને ખબર નથી કે યોહાનને એ અધિકાર ક્યાંથી મળ્યો હતો. ૮ ઈસુએ તેઓને કહ્યું: “હું પણ તમને નથી જણાવતો કે હું કયા અધિકારથી આ કામો કરું છું.”

૯ તે લોકોને આ ઉદાહરણ કહેવા લાગ્યા: “એક માણસે દ્રાક્ષાવાડી કરી+ અને ખેડૂતોને ભાગે આપી. તે લાંબા સમય માટે પરદેશ ગયો.+ ૧૦ દ્રાક્ષની કાપણીની મોસમમાં તેણે પોતાના ચાકરને ખેડૂતો પાસે મોકલ્યો, જેથી તેઓ દ્રાક્ષાવાડીની પેદાશમાંથી તેનો ભાગ આપે. પણ ખેડૂતોએ ચાકરને માર્યો અને ખાલી હાથે પાછો મોકલી દીધો.+ ૧૧ ફરીથી માલિકે બીજા એક ચાકરને મોકલ્યો. તેઓએ તેને પણ માર્યો અને અપમાન કર્યું.* તેને ખાલી હાથે પાછો મોકલી દીધો. ૧૨ માલિકે ત્રીજાને મોકલ્યો. તેને પણ તેઓએ ઘાયલ કરીને બહાર ફેંકી દીધો. ૧૩ દ્રાક્ષાવાડીના માલિકે કહ્યું: ‘હું શું કરું? હું મારા વહાલા દીકરાને મોકલીશ.+ કદાચ તેઓ તેનું માન રાખે.’ ૧૪ તેણે પોતાના દીકરાને મોકલ્યો. ખેડૂતોની નજર તેના પર પડી. તેઓ એકબીજાને કહેવા લાગ્યા: ‘આ તો વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ, જેથી તેનો વારસો આપણો થઈ જાય.’ ૧૫ તેઓ તેને દ્રાક્ષાવાડીની બહાર ઘસડી ગયા અને તેને મારી નાખ્યો.+ તો હવે દ્રાક્ષાવાડીનો માલિક તેઓનું શું કરશે? ૧૬ તે આવશે અને આ ખેડૂતોને મારી નાખશે. તે દ્રાક્ષાવાડી બીજાઓને સોંપશે.”

આ સાંભળીને લોકોએ કહ્યું: “એવું કદી ન થાઓ!” ૧૭ તેમણે સીધું તેઓની સામે જોયું અને કહ્યું: “તો પછી આ શાસ્ત્રવચનનો અર્થ શું થાય: ‘બાંધકામ કરનારાઓએ જે પથ્થર નકામો ગણ્યો, એ જ ખૂણાનો મુખ્ય પથ્થર* બન્યો છે’?+ ૧૮ આ પથ્થર પર જે કોઈ પડશે તેના ટુકડે-ટુકડા થઈ જશે.+ એ પથ્થર જેના પર પડશે તેનો ભૂકો થઈ જશે.”

૧૯ શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકો ઈસુને એ જ ઘડીએ પકડવા ઇચ્છતા હતા. તેઓ સમજી ગયા કે તેમણે તેઓને ધ્યાનમાં રાખીને આ ઉદાહરણ કહ્યું છે. પણ તેઓ લોકોથી ગભરાતા હતા.+ ૨૦ તેઓએ ઈસુ પર નજર રાખી. પછી તેમને શાસક અને રાજ્યપાલની સત્તાને સોંપવા માટે તેઓએ માણસો મોકલ્યા. એ લોકોને તેઓએ પૈસા આપીને ખાનગીમાં રોક્યા હતા, જેથી તેઓ ધાર્મિક હોવાનો ઢોંગ કરીને ઈસુને તેમની જ વાતોમાં ફસાવી શકે.+ ૨૧ તેઓએ આમ કહ્યું: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય બોલો છો અને શીખવો છો. તમે કોઈ ભેદભાવ રાખતા નથી. પણ તમે સચ્ચાઈથી ઈશ્વરનો માર્ગ શીખવો છો. ૨૨ અમને જણાવો કે શું સમ્રાટને* કર* આપવો યોગ્ય છે?” ૨૩ પણ ઈસુએ તેઓની ચાલાકી પારખીને તેઓને કહ્યું: ૨૪ “મને દીનાર* બતાવો. એના પર કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” તેઓએ કહ્યું: “સમ્રાટનાં.” ૨૫ ઈસુએ કહ્યું: “તો પછી જે સમ્રાટનું છે એ સમ્રાટને+ અને જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”+ ૨૬ તેઓ લોકો આગળ તેમને વાતોમાં ફસાવી શક્યા નહિ. પણ તેમના જવાબથી નવાઈ પામીને તેઓ ચૂપ થઈ ગયા.

૨૭ પછી અમુક સાદુકીઓ* ઈસુ પાસે આવ્યા. તેઓ માનતા ન હતા કે મરણ પામેલા લોકોને જીવતા કરાશે.+ તેઓએ ઈસુને કહ્યું:+ ૨૮ “ઉપદેશક, મૂસાએ લખ્યું હતું કે ‘જો કોઈ માણસ મરી જાય અને પાછળ પત્ની મૂકી જાય પણ તેને બાળક ન હોય, તો એ માણસનો ભાઈ તેની પત્ની સાથે લગ્‍ન કરે. તે પોતાના ભાઈ માટે વંશજ પેદા કરે.’+ ૨૯ એક કુટુંબમાં સાત ભાઈઓ હતા. પહેલાએ પત્ની કરી પણ બાળક વગર ગુજરી ગયો. ૩૦ બીજા ભાઈનું પણ એવું જ થયું. ૩૧ પછી ત્રીજા ભાઈએ તેની પત્ની સાથે લગ્‍ન કર્યા. એવી જ રીતે, સાતેય ભાઈઓનું થયું. તેઓ મરણ પામ્યા અને એકેયને બાળકો ન હતાં. ૩૨ છેવટે પેલી સ્ત્રી પણ મરણ પામી. ૩૩ તે સાતેયની પત્ની બની હતી. તો પછી મરણમાંથી લોકોને જીવતા કરવામાં આવશે ત્યારે, તે કોની પત્ની બનશે?”

૩૪ ઈસુએ તેઓને કહ્યું: “આ દુનિયાના માણસો અને સ્ત્રીઓ લગ્‍ન કરે છે. ૩૫ પણ જેઓને આવનાર દુનિયા મેળવવા અને મરણમાંથી જીવતા કરવા લાયક ગણવામાં આવ્યા છે, તેઓ લગ્‍ન કરશે નહિ.+ ૩૬ તેઓ હવેથી મરશે નહિ, કેમ કે તેઓ દૂતો જેવા હશે. તેઓને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા હોવાથી તેઓ ઈશ્વરનાં બાળકો બનશે. ૩૭ મરણ પામેલાઓને ઉઠાડવામાં આવે છે, એ વિશે મૂસાએ પણ ઝાડવાના અહેવાલમાં જણાવ્યું હતું. એ અહેવાલમાં તે યહોવાને* ‘ઇબ્રાહિમના ઈશ્વર અને ઇસહાકના ઈશ્વર અને યાકૂબના ઈશ્વર’ કહે છે.+ ૩૮ તે મરેલાઓના નહિ, પણ જીવતાઓના ઈશ્વર છે. તેમની નજરમાં તેઓ બધા જીવે છે.”+ ૩૯ અમુક શાસ્ત્રીઓએ કહ્યું: “શિક્ષક, તમે બરાબર કહો છો.” ૪૦ એના પછી એક પણ સવાલ પૂછવાની તેઓએ હિંમત ન કરી.

૪૧ ઈસુએ પૂછ્યું: “લોકો એવું કેમ કહે છે કે ખ્રિસ્ત દાઉદનો દીકરો છે?+ ૪૨ દાઉદ પોતે ગીતશાસ્ત્રના પુસ્તકમાં કહે છે કે ‘યહોવાએ* મારા માલિકને કહ્યું: ૪૩ “હું તારા દુશ્મનોને તારા પગનું આસન બનાવું ત્યાં સુધી, તું મારા જમણા હાથે બેસ.”’+ ૪૪ અહીં દાઉદ તેને માલિક કહે છે, તો પછી તે કઈ રીતે તેમનો દીકરો થાય?”

૪૫ બધા લોકોના સાંભળતા તેમણે શિષ્યોને કહ્યું: ૪૬ “શાસ્ત્રીઓથી સાવધ રહો! તેઓને લાંબા ઝભ્ભા પહેરીને ફરવાનું પસંદ છે. તેઓને બજારોમાં લોકો સલામો ભરે એવું ગમે છે. તેઓને સભાસ્થાનોમાં આગળની* બેઠકો અને સાંજના જમણવારોમાં મુખ્ય જગ્યાઓ ગમે છે.+ ૪૭ તેઓ વિધવાઓનાં ઘર* પચાવી પાડે છે અને દેખાડો કરવા લાંબી લાંબી પ્રાર્થનાઓ કરે છે. તેઓને આકરી સજા થશે.”

૨૧ ઈસુએ દાન-પેટીઓ તરફ નજર કરી. તેમણે ધનવાનોને એમાં દાન નાખતા જોયા.+ ૨ તેમણે એક ગરીબ વિધવાને સાવ ઓછી કિંમતના બે નાના સિક્કા* નાખતી જોઈ.+ ૩ તેમણે કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે એ બધા કરતાં આ ગરીબ વિધવાએ વધારે નાખ્યું છે.+ ૪ એ બધાએ પોતાની પુષ્કળ ધનદોલતમાંથી દાન નાખ્યું. પણ ગરીબ વિધવાએ પોતાના જીવન માટે જે જરૂરી હતું એ બધું જ નાખી દીધું.”+

૫ પછી અમુક લોકો મંદિર વિશે વાત કરવા લાગ્યા. તેઓ કહેવા લાગ્યા કે કેવા સરસ પથ્થરોથી અને ઈશ્વરને અર્પણ કરેલી વસ્તુઓથી મંદિર સજાવવામાં આવ્યું છે.+ ૬ ઈસુએ કહ્યું: “હમણાં તમે આ બધું જુઓ છો. પણ એવા દિવસો આવશે જ્યારે એનો એકેય પથ્થર બીજા પથ્થર પર રહેશે નહિ. એ બધા પથ્થર પાડી નાખવામાં આવશે.”+ ૭ તેઓએ પૂછ્યું: “શિક્ષક, એ બધું ક્યારે બનશે? એ બધું બનવાની નિશાની શું હશે?”+ ૮ તેમણે કહ્યું: “જોજો, કોઈ તમને ભમાવે નહિ.+ ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું તે છું.’ તેઓ એમ પણ કહેશે, ‘નક્કી કરેલો સમય પાસે આવ્યો છે.’ તમે તેઓ પાછળ જતા નહિ.+ ૯ યુદ્ધોનો ઘોંઘાટ અને હુલ્લડો* વિશે સાંભળો ત્યારે ગભરાતા નહિ. પહેલા આ બધું થાય એ જરૂરી છે, પણ તરત જ અંત નહિ આવે.”+

૧૦ પછી તેમણે કહ્યું: “એક દેશ બીજા દેશ સામે થશે+ અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે.+ ૧૧ મોટા મોટા ધરતીકંપો થશે, એક પછી એક ઘણી જગ્યાએ ખોરાકની અછત પડશે અને રોગચાળો ફેલાશે.+ ડરાવી નાખતા બનાવો બનશે અને આકાશમાંથી* મોટી મોટી નિશાનીઓ થશે.

૧૨ “એ બધું થતા પહેલાં લોકો તમને પકડશે અને તમારી સતાવણી કરશે.+ તમને સભાસ્થાનોમાં સોંપી દેશે અને કેદખાનાઓમાં નાખી દેશે. મારા નામને લીધે તમને રાજાઓ અને રાજ્યપાલો સામે લઈ જવાશે.+ ૧૩ એના લીધે તમને સાક્ષી આપવાની તક મળશે. ૧૪ એટલે તમારાં મનમાં આ નક્કી કરો: તમે પહેલેથી તૈયારી નહિ કરો કે પોતાનો બચાવ કઈ રીતે કરશો.+ ૧૫ તમારો બચાવ કરવા હું તમને શબ્દો અને બુદ્ધિ આપીશ. પછી બધા વિરોધીઓ મળીને પણ તમારો સામનો કરી શકશે નહિ.+ ૧૬ માબાપ, ભાઈઓ, સગાઓ અને મિત્રો પણ તમને પકડાવી દેશે.* અરે, તમારામાંથી અમુકને તેઓ મારી નાખશે.+ ૧૭ તમે મારા શિષ્યો છો એટલે* બધા લોકો તમારો ધિક્કાર કરશે.+ ૧૮ છતાં તમારાં માથાનો એક વાળ પણ વાંકો નહિ થાય.+ ૧૯ તમે અંત સુધી ધીરજથી સહન કરીને તમારું જીવન બચાવશો.+

૨૦ “તમે યરૂશાલેમને સૈન્યોથી ઘેરાયેલું જુઓ+ ત્યારે જાણજો કે એનો ઉજ્જડ થવાનો સમય પાસે આવ્યો છે.+ ૨૧ જેઓ યહૂદિયામાં હોય તેઓએ પહાડો પર નાસી જવું,+ જેઓ યરૂશાલેમમાં હોય તેઓએ બહાર નીકળી જવું અને જેઓ સીમમાં હોય તેઓએ યરૂશાલેમમાં ન જવું. ૨૨ એ દિવસો ન્યાય કરવાના* દિવસો છે, જેથી લખવામાં આવેલી બધી વાતો પૂરી થાય. ૨૩ એ દિવસો ગર્ભવતી સ્ત્રીઓ અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે!+ આ જગ્યા પર ભારે આફત આવી પડશે અને લોકો પર ઈશ્વરનો ક્રોધ ભડકી ઊઠશે. ૨૪ તેઓ તલવારની ધારથી માર્યા જશે. તેઓને ગુલામ બનાવીને બીજા બધા દેશોમાં લઈ જવામાં આવશે.+ બીજી પ્રજાઓના નક્કી કરેલા સમયો પૂરા ન થાય ત્યાં સુધી, યરૂશાલેમને એ પ્રજાઓના પગ નીચે ખૂંદવામાં આવશે.+

૨૫ “સૂર્ય, ચંદ્ર અને તારાઓમાં નિશાનીઓ થશે.+ પૃથ્વી પર પ્રજાઓ નિરાશામાં ડૂબી જશે. સમુદ્રની ગર્જના અને એનાં મોટાં મોટાં તોફાનોને લીધે તેઓને ખ્યાલ નહિ આવે કે શું કરવું. ૨૬ આકાશોમાંની શક્તિઓ હલી ઊઠશે. એટલે પૃથ્વી પર જે આવી પડવાનું છે, એનાં ભય અને ચિંતાથી લોકોના હોશ ઊડી જશે. ૨૭ એ પછી તેઓ માણસના દીકરાને+ શક્તિ અને મહાન ગૌરવ સાથે આકાશના વાદળ પર આવતો જોશે.+ ૨૮ આ બધું થવા લાગે ત્યારે માથાં ઊંચાં કરીને સીધા ઊભા રહો, કેમ કે તમારો ઉદ્ધાર નજીક આવ્યો છે.”

૨૯ પછી તેમણે એક ઉદાહરણ આપ્યું: “અંજીરના ઝાડ અને બીજાં બધાં ઝાડ પર ધ્યાન આપો.+ ૩૦ જ્યારે તેઓને પાંદડાં ફૂટે છે, ત્યારે એ જોઈને તમને ખબર પડે છે કે હવે ઉનાળો નજીક છે. ૩૧ એ જ રીતે, તમે આ બધું થતું જુઓ ત્યારે જાણજો કે ઈશ્વરનું રાજ્ય પાસે જ છે. ૩૨ હું તમને સાચે જ કહું છું કે એ બધું બનશે નહિ ત્યાં સુધી આ પેઢી* જતી રહેશે નહિ.+ ૩૩ આકાશ અને પૃથ્વી નાશ પામશે, પણ મારા શબ્દો કાયમ ટકશે.+

૩૪ “પણ ધ્યાન રાખો! વધારે પડતું ખાવા-પીવાથી+ અને જીવનની ચિંતાઓના+ બોજથી તમારાં હૃદયો દબાઈ ન જાય. જોજો, એ દિવસ અચાનક તમારા પર ફાંદાની જેમ આવી ન પડે.+ ૩૫ આખી પૃથ્વી પર રહેતા સર્વ લોકો પર એ દિવસ ચોક્કસ આવશે. ૩૬ એટલે જાગતા રહો!+ હંમેશાં વિનંતી કરતા રહો!+ આમ કરશો તો જે બનાવો ચોક્કસ બનવાના છે એમાંથી તમે બચી શકશો. તમે માણસના દીકરાની આગળ ઊભા રહી શકશો.”+

૩૭ ઈસુ દિવસે મંદિરમાં શીખવતા, પણ રાતે શહેરની બહાર જતા. તે જૈતૂન પર્વત પર જઈને રહેતા. ૩૮ વહેલી સવારે બધા લોકો તેમની વાતો સાંભળવા મંદિરમાં આવતા.

૨૨ બેખમીર રોટલીનો તહેવાર* પાસે આવતો હતો.+ એને પાસ્ખાનો+ તહેવાર પણ કહેવામાં આવે છે. ૨ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ લોકોથી ડરતા હોવાથી,+ વિચારતા હતા કે કઈ રીતે ઈસુને મારી નાખવા.+ ૩ બારમાંનો એક યહૂદા જે ઇસ્કારિયોત કહેવાતો હતો, તેના દિલ પર શેતાને કાબૂ જમાવ્યો.+ ૪ તે મુખ્ય યાજકો અને મંદિરના રક્ષકોના અધિકારીઓ પાસે ગયો. ઈસુને દગો આપીને તેઓને સોંપી દેવા વિશે તેણે વાત કરી.+ ૫ એનાથી તેઓ ઘણા ખુશ થયા. તેઓએ તેને ચાંદીના સિક્કા આપવાનું નક્કી કર્યું.+ ૬ તે સહમત થઈ ગયો અને ટોળું આસપાસ ન હોય ત્યારે ઈસુને દગો દેવાની તક શોધવા લાગ્યો.

૭ બેખમીર રોટલીના તહેવારનો પહેલો દિવસ આવ્યો, જ્યારે પાસ્ખાનું બલિદાન ચઢાવવામાં આવતું.+ ૮ ઈસુએ પિતર અને યોહાનને મોકલ્યા અને કહ્યું: “જાઓ અને આપણા માટે પાસ્ખાના ભોજનની તૈયારી કરો.”+ ૯ તેઓએ પૂછ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં જઈને એની તૈયારી કરીએ?” ૧૦ તેમણે કહ્યું: “તમે શહેરમાં જશો ત્યારે, પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તે જે ઘરમાં જાય એમાં તેની પાછળ પાછળ જાઓ.+ ૧૧ એ ઘરના માલિકને કહેજો કે ‘ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ ૧૨ એ માણસ તમને ઉપરના માળે તૈયાર કરેલો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં પાસ્ખાની તૈયારી કરજો.” ૧૩ એટલે તેઓ ગયા અને જેવું તેમણે કહ્યું હતું એવું જ થયું. તેઓએ પાસ્ખા માટે તૈયારી કરી.

૧૪ સમય થયો ત્યારે ઈસુ પ્રેરિતો સાથે જમવા બેઠા.+ ૧૫ તેમણે તેઓને કહ્યું: “હું દુઃખ સહન કરું એ પહેલાં, તમારી સાથે પાસ્ખાનું ભોજન ખાવાની મને ઘણી ઇચ્છા હતી. ૧૬ હું તમને જણાવું છું કે ઈશ્વરના રાજ્યમાં એ બધું પૂરું નહિ થાય ત્યાં સુધી હું એ ફરીથી ખાવાનો નથી.” ૧૭ પછી પ્યાલો લઈને તેમણે પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો અને કહ્યું: “તમે આ લો અને એક પછી એક એમાંથી પીઓ. ૧૮ હું તમને જણાવું છું કે ઈશ્વરનું રાજ્ય આવે ત્યાં સુધી હું ફરીથી દ્રાક્ષદારૂ પીવાનો નથી.”

૧૯ પછી ઈસુએ રોટલી લીધી+ અને પ્રાર્થનામાં ઈશ્વરનો આભાર માન્યો. તેમણે એ તોડી અને શિષ્યોને આપીને કહ્યું: “આ મારા શરીરને રજૂ કરે છે.+ એ તમારા માટે આપવામાં આવશે.+ મારી યાદમાં આ કરતા રહો.”+ ૨૦ જ્યારે તેઓએ સાંજનું ભોજન લઈ લીધું, ત્યારે તેમણે પ્યાલો લઈને એવું જ કર્યું. તેમણે કહ્યું: “આ પ્યાલો મારા લોહીના આધારે+ થયેલા નવા કરારને+ રજૂ કરે છે. એ લોહી તમારા માટે વહેવડાવવામાં આવશે.+

૨૧ “પણ જુઓ! મને દગો દેનાર મારી સાથે મેજ પર જમે છે.+ ૨૨ ભાખવામાં આવ્યું છે એ પ્રમાણે+ માણસના દીકરાનું મરણ થશે. પણ તેને દગો દેનારને અફસોસ!”+ ૨૩ તેઓ એકબીજાને પૂછવા લાગ્યા કે તેઓમાંથી કોણ એવું કરશે.+

૨૪ તેઓ વચ્ચે ગરમાગરમ ચર્ચા પણ થઈ કે તેઓમાં સૌથી મોટું કોણ ગણાય.+ ૨૫ ઈસુએ તેઓને કહ્યું: “દુનિયાના રાજાઓ પ્રજા પર હુકમ ચલાવે છે. પ્રજા પર જેઓ અધિકાર ચલાવે છે તેઓ દાતા કહેવાય છે.+ ૨૬ પણ તમારે એવા ન થવું.+ તમારામાં જે કોઈ સૌથી મોટો હોય તે સૌથી નાના જેવો બને.+ જે આગેવાની લેતો હોય તે સેવક જેવો બને. ૨૭ મોટું કોણ, જમવા બેસનાર કે પીરસનાર?* શું જમવા બેસનાર નહિ? પણ હું તમારી વચ્ચે પીરસનાર જેવો છું.+

૨૮ “પણ મારી કસોટીઓમાં+ તમે જ મને સાથ આપ્યો છે.+ ૨૯ જેમ મારા પિતાએ મારી સાથે રાજ્યનો કરાર કર્યો છે, તેમ હું તમારી સાથે રાજ્યનો+ કરાર કરું છું. ૩૦ એ માટે કે મારા રાજ્યમાં+ તમે મારી મેજ પરથી ખાઓ-પીઓ અને રાજ્યાસનો+ પર બેસીને ઇઝરાયેલનાં ૧૨ કુળોનો ન્યાય કરો.+

૩૧ “સિમોન, સિમોન, શેતાને તમને બધાને ઘઉંની જેમ ચાળવાની માંગ કરી છે.+ ૩૨ પણ મેં તારા માટે વિનંતી કરી છે કે તારી શ્રદ્ધા ખૂટે નહિ.+ તું પસ્તાવો કરીને પાછો ફરે ત્યારે, તારા ભાઈઓને દૃઢ કરજે.”+ ૩૩ પિતરે કહ્યું: “માલિક, હું તમારી સાથે કેદમાં જવા અને મરવા પણ તૈયાર છું.”+ ૩૪ તેમણે કહ્યું: “પિતર, હું તને જણાવું છું કે તું આજે ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ અને પછી જ કૂકડો બોલશે.”+

૩૫ તેમણે આમ પણ કહ્યું: “મેં તમને પૈસા ને ખોરાકની થેલી વગર અને ચંપલ વગર મોકલ્યા+ ત્યારે શું કશાની ખોટ પડી હતી?” તેઓએ કહ્યું: “ના!” ૩૬ તેમણે કહ્યું: “હવે જેની પાસે પૈસાની થેલી હોય તે લઈ લે. એવી જ રીતે ખોરાકની થેલી લે. જેની પાસે તલવાર ન હોય, તે પોતાનો ઝભ્ભો વેચીને એ ખરીદી લે. ૩૭ પવિત્ર લખાણો કહે છે: ‘તેને દુષ્ટો સાથે ગણવામાં આવ્યો.’+ હું તમને જણાવું છું કે એ મારા વિશે લખાયું છે. જે કંઈ લખાયું છે એ મારામાં પૂરું થઈ રહ્યું છે.”+ ૩૮ તેઓએ કહ્યું: “માલિક જુઓ! આ રહી બે તલવાર.” તેમણે કહ્યું: “એ પૂરતી છે.”

૩૯ પછી ત્યાંથી નીકળીને ઈસુ પોતાની રીત પ્રમાણે જૈતૂન પર્વત પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા.+ ૪૦ તેઓ એ જગ્યાએ પહોંચ્યા ત્યારે તેમણે કહ્યું: “પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”+ ૪૧ તે થોડે દૂર ગયા અને ઘૂંટણિયે પડીને પ્રાર્થના કરવા લાગ્યા: ૪૨ “હે પિતા, જો તમે ચાહતા હો તો આ પ્યાલો* મારાથી દૂર કરો. તોપણ મારી ઇચ્છા નહિ, તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”+ ૪૩ એ સમયે સ્વર્ગમાંથી એક દૂત તેમની પાસે આવ્યો અને તેમને હિંમત આપી.+ ૪૪ પણ તેમની વેદનાનો કોઈ પાર ન હતો. એટલે તે કાલાવાલા કરીને પ્રાર્થના કરવા લાગ્યા.+ લોહીનાં ટીપાં જેવો તેમનો પરસેવો જમીન પર પડવા લાગ્યો. ૪૫ તે પ્રાર્થના કરીને ઊભા થયા અને શિષ્યો પાસે ગયા. તેઓ શોક અને થાકને કારણે ઊંઘી ગયા હતા.+ ૪૬ તેમણે તેઓને કહ્યું: “તમે કેમ ઊંઘો છો? ઊઠો અને પ્રાર્થના કરતા રહો, જેથી તમે કસોટીમાં આવી ન પડો.”+

૪૭ હજુ તો તે બોલતા હતા એવામાં ઘણા લોકો આવ્યા. યહૂદા તેઓને લઈ આવ્યો, જે બારમાંનો એક હતો. તે ઈસુને ચુંબન કરવા આગળ આવ્યો.+ ૪૮ ઈસુએ તેને પૂછ્યું: “યહૂદા, શું તું ચુંબન કરીને માણસના દીકરાને દગો દે છે?” ૪૯ ઈસુની આસપાસ ઊભેલા શિષ્યોએ જોયું કે શું બની રહ્યું છે. તેઓએ કહ્યું: “માલિક, શું અમે તલવાર ચલાવીએ?” ૫૦ અરે, એકે તો પ્રમુખ યાજકના ચાકર પર તલવારથી ઘા કરીને તેનો જમણો કાન ઉડાવી દીધો.+ ૫૧ પણ ઈસુએ કહ્યું: “બસ બહુ થયું.” તે ચાકરના કાનને અડક્યા અને સાજો કર્યો. ૫૨ મુખ્ય યાજકો, મંદિરના રક્ષકોના અધિકારીઓ અને વડીલો તેમને પકડવા આવ્યા હતા. ઈસુએ તેઓને કહ્યું: “લુટારા સામે આવતા હો એમ તલવારો અને લાઠીઓ લઈને કેમ આવ્યા છો?+ ૫૩ રોજ હું મંદિરમાં તમારી સાથે હતો ત્યારે+ તમે મને પકડ્યો નહિ.+ પણ આ તમારો સમય છે અને હમણાં અંધકારની સત્તા છે.”+

૫૪ પછી તેઓ ઈસુને પકડીને લઈ ગયા.+ તેઓ તેમને પ્રમુખ યાજકના ઘરે લઈ આવ્યા. પણ પિતર થોડું અંતર રાખીને પાછળ પાછળ આવતો હતો.+ ૫૫ લોકો આંગણાની વચ્ચે તાપણું કરીને બેઠા ત્યારે પિતર પણ તેઓ સાથે બેઠો.+ ૫૬ તાપણાના પ્રકાશમાં બેઠેલા પિતરને એક દાસીએ ધ્યાનથી જોતા કહ્યું: “આ માણસ પણ તેની સાથે હતો.” ૫૭ પિતરે ના પાડી અને કહ્યું: “હું તેને નથી ઓળખતો.” ૫૮ થોડી વાર પછી બીજા એક માણસે તેને જોઈને કહ્યું: “તું પણ તેઓમાંનો એક છે.” પણ પિતરે કહ્યું: “ના ભાઈ ના.”+ ૫૯ એકાદ કલાક પછી બીજા એક માણસે ભાર દઈને કહ્યું: “ચોક્કસ આ માણસ પણ તેની સાથે હતો, કેમ કે તે ગાલીલનો છે!” ૬૦ પિતરે કહ્યું: “તું જે કહે છે એ હું જાણતો નથી.” તે હજુ બોલતો હતો એટલામાં કૂકડો બોલ્યો. ૬૧ એ વખતે ઈસુએ* ફરીને સીધું પિતરની સામે જોયું. પિતરને યાદ આવ્યું કે ઈસુએ* કહ્યું હતું: “આજે કૂકડો બોલે એ પહેલાં તું ત્રણ વાર મને ઓળખવાની ના પાડીશ.”+ ૬૨ તે બહાર જઈને ધ્રૂસકે ને ધ્રૂસકે રડ્યો.

૬૩ ઈસુની ચોકી કરનારા માણસો તેમની મશ્કરી કરવા લાગ્યા,+ તેમને મારવા લાગ્યા.+ ૬૪ તેઓએ તેમનો ચહેરો ઢાંકી દીધો અને પૂછવા લાગ્યા: “જો તું પ્રબોધક હોય તો બોલ, તને કોણે માર્યું?” ૬૫ તેઓએ તેમનું ઘણું અપમાન કર્યું અને તેમની નિંદા કરી.

૬૬ દિવસ થયો ત્યારે લોકોના વડીલોની સભા ભરાઈ.+ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ભેગા થયા. તેઓ તેમને યહૂદી ન્યાયસભામાં* લઈ ગયા અને કહ્યું: ૬૭ “જો તું ખ્રિસ્ત હોય તો અમને જણાવ.”+ તેમણે તેઓને કહ્યું: “હું તમને કહું તોપણ તમે માનવાના નથી. ૬૮ જો હું તમને સવાલ પૂછું તો તમે જવાબ આપવાના નથી. ૬૯ પણ હવેથી માણસનો દીકરો+ શક્તિશાળી ઈશ્વરના જમણા હાથે બેસશે.”+ ૭૦ આ સાંભળીને તેઓએ પૂછ્યું: “એટલે શું તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે કહ્યું: “તમે પોતે કહો છો કે હું તે છું.” ૭૧ તેઓએ કહ્યું: “આપણને વધારે સાક્ષીની શું જરૂર છે? આપણે તેના જ મોઢે સાંભળ્યું છે.”+

૨૩ બધા લોકો ઊઠ્યા અને ઈસુને પિલાત પાસે લઈ ગયા.+ ૨ તેઓ તેમના પર આરોપ મૂકવા લાગ્યા:+ “અમને ખબર પડી છે કે આ માણસ અમારી પ્રજાને ઉશ્કેરે છે. તે સમ્રાટને* કર આપવાની મના કરે છે.+ તે કહે છે કે પોતે ખ્રિસ્ત અને રાજા છે.”+ ૩ પિલાતે ઈસુને પૂછ્યું: “શું તું યહૂદીઓનો રાજા છે?” તેમણે કહ્યું: “તમે પોતે એ કહો છો.”+ ૪ પિલાતે મુખ્ય યાજકો અને ટોળાને કહ્યું: “આ માણસમાં મને કોઈ દોષ દેખાતો નથી.”+ ૫ તેઓ જોરશોરથી કહેવા લાગ્યા: “તેણે આખા યહૂદિયામાં લોકોને પોતાના શિક્ષણથી ઉશ્કેર્યા છે. તે ગાલીલથી છેક અહીં સુધી આવી પહોંચ્યો છે.” ૬ એ સાંભળીને પિલાતે પૂછ્યું કે તે ગાલીલના છે કે કેમ. ૭ તેને ખબર પડી કે ઈસુ હેરોદની સત્તામાં+ આવેલા પ્રદેશમાંથી છે. એટલે તેણે ઈસુને હેરોદ પાસે મોકલ્યા, જે એ સમયે યરૂશાલેમમાં હતો.

૮ હેરોદે ઈસુને જોયા ત્યારે તે ઘણો ખુશ થયો. તે લાંબા સમયથી ઈસુને જોવા માંગતો હતો. તેણે તેમના વિશે ઘણું સાંભળ્યું હતું.+ ઈસુ કોઈ ચમત્કાર કરે એવી તે આશા રાખતો હતો. ૯ તેણે તેમને ઘણા સવાલો પૂછ્યા. પણ તેમણે કોઈ જવાબ ન આપ્યો.+ ૧૦ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ગુસ્સે ભરાઈને આગળ આવી આવીને તેમના પર આરોપ મૂકતા હતા. ૧૧ હેરોદે પોતાના સૈનિકો સાથે મળીને તેમનું અપમાન કર્યું.+ તેઓએ ભપકાદાર કપડાં પહેરાવીને તેમની મજાક ઉડાવી.+ પછી પિલાત પાસે મોકલી આપ્યા. ૧૨ પિલાત અને હેરોદ એકબીજાના કટ્ટર દુશ્મન હતા. પણ એ દિવસથી તેઓ મિત્રો બની ગયા.

૧૩ પિલાતે મુખ્ય યાજકો, શાસકો અને લોકોને ભેગા કર્યા. ૧૪ તેણે તેઓને કહ્યું: “તમે આ માણસને મારી પાસે લાવ્યા છો અને કહો છો કે તે લોકોને બળવો કરવા ઉશ્કેરે છે. જુઓ! મેં તમારી સામે તેની પૂછપરછ કરી. પણ તમે તેના પર જે આરોપ લગાવો છો એની કોઈ સાબિતી મળી નથી.+ ૧૫ હેરોદને પણ તેનામાં કોઈ વાંક-ગુનો મળ્યો નથી. તેણે તેને પાછો મોકલી આપ્યો છે. જુઓ! તેણે એવું કંઈ કર્યું નથી, જેના લીધે તેને મારી નાખવામાં આવે. ૧૬ હું તેને શિક્ષા કરીશ+ અને છોડી દઈશ.” ૧૭ *— ૧૮ પણ આખું ટોળું બૂમો પાડીને કહેવા લાગ્યું: “આ માણસને મારી નાખો. અમારા માટે બારાબાસને છોડી દો!”+ ૧૯ (શહેરમાં થયેલા બળવા અને હત્યા પાછળ બારાબાસનો હાથ હતો. એટલે તેને કેદખાનામાં નાખવામાં આવ્યો હતો.) ૨૦ પણ પિલાત ઈસુને છોડી દેવા માંગતો હતો. એટલે તેણે ફરીથી તેઓ સાથે વાત કરી.+ ૨૧ તેઓ બૂમો પાડવા લાગ્યા: “તેને વધસ્તંભે ચઢાવો! તેને વધસ્તંભે ચઢાવો!”+ ૨૨ ત્રીજી વાર તેણે તેઓને કહ્યું: “શા માટે? આ માણસે શું ગુનો કર્યો છે? મને તેનામાં મરણની સજાને લાયક કંઈ જોવા મળ્યું નથી. હું તેને શિક્ષા કરીશ અને છોડી દઈશ.” ૨૩ એ સાંભળીને તેઓ વધારે જોરશોરથી માંગણી કરવા લાગ્યા કે ઈસુને વધસ્તંભે મારી નાખવામાં આવે. આખરે તેઓની જીત થઈ.+ ૨૪ પિલાતે તેઓની માંગણી પૂરી કરી. ૨૫ તેઓ જે માણસને છોડી દેવાની માંગ કરતા હતા, તેને પિલાતે છોડી દીધો. એ માણસ બળવો અને હત્યા કરવાને લીધે કેદખાનામાં હતો. પણ લોકોની માંગ પ્રમાણે ઈસુને તેણે મોતની સજા કરી.

૨૬ તેઓ ઈસુને લઈ જતા હતા ત્યારે, કુરેની શહેરનો સિમોન સીમમાંથી આવતો હતો. તેઓએ તેને પકડ્યો. તેઓએ તેના પર વધસ્તંભ મૂક્યો, જેથી એ ઊંચકીને ઈસુની પાછળ ચાલે.+ ૨૭ લોકોનું મોટું ટોળું તેમની પાછળ પાછળ આવતું હતું, જેમાં સ્ત્રીઓ પણ હતી. તેઓ તેમના માટે છાતી કૂટીને વિલાપ કરતી હતી. ૨૮ ઈસુએ તેઓ તરફ ફરીને કહ્યું: “યરૂશાલેમની દીકરીઓ, મારા માટે રડવાનું બંધ કરો. એના બદલે તમારા માટે અને તમારાં બાળકો માટે રડો.+ ૨૯ જુઓ! એવા દિવસો આવે છે જ્યારે લોકો આમ કહેશે: ‘ધન્ય છે વાંઝણી સ્ત્રીઓને, જેઓએ જન્મ આપ્યો નથી અને જેઓએ ધવડાવ્યું નથી!’+ ૩૦ તેઓ પર્વતોને કહેશે, ‘અમને ઢાંકી દો!’ તેઓ ટેકરીઓને કહેશે, ‘અમને સંતાડી દો!’+ ૩૧ ઝાડ લીલું છે ત્યારે તેઓ આવું કરે છે તો એ સુકાઈ જશે ત્યારે શું કરશે?”

૩૨ ઈસુની સાથે બીજા બે ગુનેગારોને પણ મારી નાખવા માટે લઈ જવાતા હતા.+ ૩૩ તેઓ ખોપરી નામની જગ્યા પાસે પહોંચ્યા.+ સૈનિકોએ તેમને અને ગુનેગારોને વધસ્તંભે ખીલાથી જડી દીધા. એકને તેમની જમણી બાજુ અને બીજાને તેમની ડાબી બાજુ.+ ૩૪ પણ ઈસુએ કહ્યું: “હે પિતા, તેઓને માફ કરો. તેઓ જાણતા નથી કે પોતે શું કરી રહ્યા છે.” તેઓએ ઈસુનાં કપડાં વહેંચી લેવા ચિઠ્ઠીઓ* નાખી.+ ૩૫ લોકો ઊભાં ઊભાં જોતા હતા. અધિકારીઓ મહેણાં મારતા હતા અને કહેતા હતા: “જો તે ઈશ્વરનો ખ્રિસ્ત હોય અને પસંદ કરાયેલો હોય તો પોતાને બચાવી લે. બીજાઓને તો તેણે બચાવ્યા છે.”+ ૩૬ અરે, સૈનિકોએ પણ તેમની મશ્કરી કરી. તેઓએ પાસે આવીને તેમને ખાટો દ્રાક્ષદારૂ આપ્યો.+ ૩૭ તેઓએ કહ્યું: “જો તું યહૂદીઓનો રાજા હોય તો પોતાને બચાવી લે.” ૩૮ તેઓએ તેમના માથાની ઉપર, વધસ્તંભ પર આવી તકતી લગાડી: “આ યહૂદીઓનો રાજા છે.”+

૩૯ વધસ્તંભે જડેલા એક ગુનેગારે તેમનું અપમાન કર્યું:+ “તું તો ખ્રિસ્ત છે ને! તો પછી પોતાને અને અમને બચાવી લે!” ૪૦ બીજા ગુનેગારે તેને ધમકાવ્યો: “શું તને ઈશ્વરનો જરાય ડર નથી? તું પણ એવી જ શિક્ષા ભોગવે છે. ૪૧ આપણને તો બરાબર સજા મળી છે. આપણે જે કર્યું એ ભોગવીએ છીએ. પણ આ માણસે કંઈ ખોટું કર્યું નથી.” ૪૨ પછી તેણે કહ્યું: “ઈસુ, તમે તમારા રાજ્યમાં+ આવો ત્યારે મને યાદ કરજો.” ૪૩ ઈસુએ તેને કહ્યું: “આજે હું તને વચન આપું છું, તું મારી સાથે જીવનના બાગમાં* હોઈશ.”+

૪૪ બપોરના બારેક વાગ્યા હતા,* તોપણ આખા દેશમાં અંધારું છવાઈ ગયું. બપોરના ત્રણેક વાગ્યા* સુધી અંધારું રહ્યું.+ ૪૫ સૂર્યનો પ્રકાશ આવતો બંધ થઈ ગયો. મંદિરનો પડદો+ વચ્ચેથી ફાટી ગયો.+ ૪૬ ઈસુએ મોટા અવાજે બૂમ પાડી: “હે પિતા, મારું જીવન* હું તમારા હાથમાં સોંપું છું.”+ એમ કહીને તેમણે છેલ્લો શ્વાસ લીધો.*+ ૪૭ જે બન્યું એ લશ્કરી અધિકારીએ જોયું અને ઈશ્વરને મહિમા આપ્યો. તેણે કહ્યું: “ખરેખર, આ માણસ નેક હતો.”+ ૪૮ ત્યાં ભેગા થયેલા લોકોએ જે બન્યું હતું એ જોયું. તેઓ છાતી કૂટતા ઘરે પાછા ફર્યા. ૪૯ ઈસુને ઓળખનારા બધા દૂર ઊભા હતા. ગાલીલથી તેમની સાથે આવેલી સ્ત્રીઓ પણ ત્યાં હતી, જેઓએ એ બધું જોયું.+

૫૦ ત્યાં યૂસફ નામનો એક માણસ હતો. તે ધર્મસભાનો* સભ્ય હતો. તે ભલો અને નેક* હતો.+ ૫૧ (આ માણસે ધર્મસભાનાં કાવતરાં અને કામોમાં સાથ આપ્યો ન હતો.) તે યહૂદિયાના અરિમથાઈ શહેરનો હતો અને ઈશ્વરના રાજ્યની રાહ જોતો હતો. ૫૨ તે પિલાત પાસે ગયો અને તેણે ઈસુનું શબ માંગ્યું. ૫૩ તેણે એને નીચે ઉતાર્યું,+ બારીક શણના કાપડમાં વીંટાળ્યું અને ખડકમાં ખોદેલી કબરમાં મૂક્યું.+ એ કબરમાં કદી કોઈ શબ મૂકવામાં આવ્યું ન હતું. ૫૪ એ સાબ્બાથની તૈયારીનો દિવસ*+ હતો અને સાબ્બાથ+ શરૂ થવાનો હતો. ૫૫ જે સ્ત્રીઓ ઈસુ સાથે ગાલીલથી આવી હતી તેઓ પણ પાછળ પાછળ ગઈ. તેઓએ કબર જોઈ અને તેમનું શબ કઈ રીતે મૂક્યું હતું એ પણ જોયું.+ ૫૬ તેઓ સુગંધી દ્રવ્ય* અને સુગંધી તેલ તૈયાર કરવા પાછી ગઈ. પણ નિયમશાસ્ત્ર પ્રમાણે તેઓએ સાબ્બાથના દિવસે આરામ કર્યો.+

૨૪ પણ અઠવાડિયાના પહેલા દિવસે એ સ્ત્રીઓ વહેલી સવારે કબર પાસે આવી. તેઓ તૈયાર કરેલાં સુગંધી દ્રવ્ય લઈને આવી.+ ૨ તેઓએ જોયું કે કબર પરથી પથ્થર ગબડાવી દેવામાં આવ્યો હતો.+ ૩ તેઓ અંદર ગઈ ત્યારે તેઓને માલિક ઈસુનું શબ જોવા મળ્યું નહિ.+ ૪ તેઓ મૂંઝવણમાં મુકાઈ ગઈ. એવામાં ચળકતાં કપડાં પહેરેલા બે માણસો તેઓની પાસે આવીને ઊભા રહ્યા. ૫ સ્ત્રીઓ ગભરાઈ ગઈ અને તેઓ સામે જોવાની હિંમત કરી નહિ. એ માણસોએ તેઓને કહ્યું: “જે જીવે છે તેમને તમે મરેલા લોકોમાં કેમ શોધો છો?+ ૬ તે અહીં નથી, તેમને તો મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે! તેમણે ગાલીલમાં જે કહ્યું હતું એ યાદ કરો: ૭ માણસના દીકરાને પાપીઓના હાથમાં સોંપી દેવામાં આવશે. તેને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે અને ત્રીજા દિવસે ઉઠાડવામાં આવશે.”+ ૮ તેઓને ઈસુના શબ્દો યાદ આવ્યા.+ ૯ તેઓ કબર પાસેથી પાછી આવી. એ બધું તેઓએ અગિયાર પ્રેરિતોને અને બાકીના શિષ્યોને જણાવ્યું.+ ૧૦ તેઓમાં મરિયમ માગદાલેણ, યોહાન્‍ના અને યાકૂબની મા મરિયમ હતી. તેઓ સાથેની બીજી સ્ત્રીઓએ પણ આ વાતો પ્રેરિતોને કહી. ૧૧ પણ આ બધી વાતો તેઓને નકામી લાગી અને તેઓએ સ્ત્રીઓનું માન્યું નહિ.

૧૨ પણ પિતર ઊભો થયો અને દોડીને કબર પાસે ગયો. તેણે નમીને અંદર જોયું તો ફક્ત શણનાં કપડાં દેખાયાં. જે બન્યું એ વિશે તેને નવાઈ લાગી અને તે ચાલ્યો ગયો.

૧૩ એ જ દિવસે બે શિષ્યો યરૂશાલેમથી આશરે અગિયાર કિલોમીટર* દૂર એમ્મોસ નામના ગામે જતા હતા. ૧૪ જે બન્યું હતું એ વિશે તેઓ વાતો કરતા હતા.

૧૫ તેઓ એ વિશે વાતો કરતા હતા ત્યારે ઈસુ આવ્યા અને તેઓ સાથે ચાલવા લાગ્યા. ૧૬ પણ તેઓ તેમને ઓળખી શક્યા નહિ.+ ૧૭ તેમણે તેઓને પૂછ્યું: “તમે ચાલતાં ચાલતાં શાના વિશે વાતો કરો છો?” તેઓ ઉદાસ થઈને ઊભા રહી ગયા. ૧૮ એક શિષ્યનું નામ ક્લિયોપાસ હતું. તેણે કહ્યું: “શું તું યરૂશાલેમમાં રહેનારો પરદેશી છે? હમણાં ત્યાં જે બન્યું એ વિશે શું તને કંઈ જ ખબર નથી?”* ૧૯ તેમણે પૂછ્યું: “શું બન્યું?” તેઓએ કહ્યું: “નાઝરેથના+ ઈસુનું જે થયું એ શું તેં નથી સાંભળ્યું? તેમણે ઘણાં શક્તિશાળી કામો કર્યાં અને જોરદાર શિક્ષણ આપ્યું. એનાથી ઈશ્વર અને લોકો સામે તે પ્રબોધક સાબિત થયા.+ ૨૦ પણ આપણા મુખ્ય યાજકો અને અધિકારીઓએ તેમને મોતની સજા કરી.+ તેઓએ તેમને વધસ્તંભે ખીલાથી જડી દીધા. ૨૧ એ બધું થયાને આજે ત્રીજો દિવસ થયો છે. અમે આશા રાખતા હતા કે આ એ જ માણસ છે, જે ઇઝરાયેલને બચાવશે.+ ૨૨ અમુક સ્ત્રીઓએ આપેલા સમાચારથી પણ અમને ખૂબ નવાઈ લાગી. તેઓ વહેલી સવારે કબર પાસે ગઈ હતી.+ ૨૩ તેઓને ઈસુનું શબ મળ્યું નહિ. એટલે તેઓ પાછી આવીને કહેવા લાગી કે તેઓએ દૂતોને જોયા છે. દૂતોએ કહ્યું કે ઈસુ જીવે છે! ૨૪ અમારામાંથી અમુક જણ કબર પાસે ગયા.+ સ્ત્રીઓએ કહ્યું હતું એવું તેઓને પણ જોવા મળ્યું. તેઓએ ઈસુને જોયા નહિ.”

૨૫ તેમણે એ બે શિષ્યોને કહ્યું: “ઓ અણસમજુઓ! પ્રબોધકોની વાતો માનવામાં ઢીલ કરનારાઓ! ૨૬ શું એ જરૂરી ન હતું કે ખ્રિસ્ત બધું સહન કરે+ અને મહિમા મેળવે?”+ ૨૭ તેમણે મૂસા અને બધા પ્રબોધકોનાં+ લખાણોથી શરૂ કરીને બધાં શાસ્ત્રવચનોમાં* પોતાના વિશે જે કંઈ લખ્યું હતું એ સમજાવ્યું.

૨૮ તેઓ જે ગામમાં જવાના હતા એની નજીક આવી પહોંચ્યા. ઈસુ જાણે હજુ આગળ જવાના હોય એ રીતે વર્ત્યા. ૨૯ પણ તેઓએ તેમને રોકાઈ જવા વિનંતી કરી: “અમારી સાથે રોકાઈ જા. સાંજ થવાની તૈયારી છે અને દિવસ પૂરો થવા આવ્યો છે.” એટલે ઈસુ તેઓની સાથે રોકાઈ ગયા. ૩૦ તે તેઓની સાથે જમવા બેઠા ત્યારે, તેમણે રોટલી લીધી અને આશીર્વાદ માંગ્યો. તેમણે એ તોડી અને તેઓને આપી.+ ૩૧ એટલે તેઓની આંખો ખૂલી ગઈ અને તેઓએ ઈસુને ઓળખી લીધા. પણ તે તેઓ પાસેથી અદૃશ્ય થઈ ગયા.+ ૩૨ તેઓએ એકબીજાને કહ્યું: “રસ્તા પર તે આપણી સાથે જે રીતે વાત કરતા હતા, જે રીતે શાસ્ત્રવચનો સમજાવતા હતા, એનાથી આપણાં દિલમાં કેટલો આનંદ છવાઈ ગયો હતો!” ૩૩ એ જ ઘડીએ તેઓ ઊભા થયા અને યરૂશાલેમ પાછા ગયા. તેઓ અગિયારને અને તેઓની સાથે ભેગા થયેલા બીજા શિષ્યોને મળ્યા. ૩૪ તેઓએ કહ્યું: “માલિક ઈસુને સાચે જ મરણમાંથી ઉઠાડવામાં આવ્યા છે! તે સિમોનને દેખાયા છે!”+ ૩૫ પછી બે શિષ્યોએ રસ્તામાં બનેલી ઘટનાઓ જણાવી. તેઓએ જણાવ્યું કે જે રીતે ઈસુએ રોટલી તોડી હતી, એ પરથી તેઓ તેમને ઓળખી ગયા.+

૩૬ તેઓ આ વાતો કહેતા હતા ત્યારે, ઈસુ તેઓ વચ્ચે આવીને ઊભા રહ્યા. તેમણે તેઓને કહ્યું: “તમને શાંતિ થાઓ!”+ ૩૭ તેઓ ગભરાયેલા અને ડરેલા હતા. એટલે તેઓને લાગ્યું કે કોઈ દૂતને જુએ છે. ૩૮ ઈસુએ તેઓને કહ્યું: “તમે કેમ ડરી ગયા છો? તમારાં દિલમાં કેમ શંકા ઊભી થાય છે? ૩૯ મારા હાથ-પગ જુઓ, એ તો હું જ છું. મને અડકીને જુઓ. દૂતને હાડ-માંસ હોતાં નથી, જ્યારે કે મને છે.” ૪૦ એમ કહીને તેમણે પોતાના હાથ અને પગ તેઓને બતાવ્યા. ૪૧ પણ ઘણી ખુશી અને નવાઈને લીધે તેઓ હજુ માનતા ન હતા. તેમણે કહ્યું: “શું તમારી પાસે કંઈ ખાવાનું છે?” ૪૨ તેઓએ તેમને શેકેલી માછલીનો ટુકડો આપ્યો. ૪૩ તેમણે એ લીધો અને તેઓની નજર સામે એ ખાધો.

૪૪ ઈસુએ તેઓને કહ્યું: “હું તમારી સાથે હતો ત્યારે,+ મેં તમને આમ કહ્યું હતું: મૂસાના નિયમશાસ્ત્રમાં, પ્રબોધકોનાં લખાણોમાં અને ગીતશાસ્ત્રમાં મારા વિશે લખેલી બધી વાતો પૂરી થવી જ જોઈએ.”+ ૪૫ તેઓ શાસ્ત્રવચનો સમજી શકે એ માટે તેમણે તેઓનાં મન ખોલ્યાં.+ ૪૬ તેમણે કહ્યું: “આમ લખેલું છે કે ખ્રિસ્ત દુઃખ સહન કરશે અને ત્રીજા દિવસે મરણમાંથી ઊઠશે.+ ૪૭ યરૂશાલેમથી શરૂ કરીને+ આખી દુનિયામાં+ તેના નામના આધારે પ્રચાર કરવામાં આવશે. એ માટે કે લોકો પોતાનાં પાપોનો પસ્તાવો કરે અને માફી મેળવે.+ ૪૮ તમે આ વાતોના સાક્ષી થશો.+ ૪૯ જુઓ! હું તમારા પર એ શક્તિ મોકલું છું, જેનું વચન મારા પિતાએ આપ્યું હતું. તમારા પર સ્વર્ગમાંથી શક્તિ ન આવે ત્યાં સુધી તમે આ શહેરમાં રહેજો.”+

૫૦ પછી ઈસુ તેઓને છેક બેથનિયા સુધી લઈ ગયા. તેમણે હાથ ઊંચા કર્યા અને પ્રાર્થનામાં તેઓ માટે આશીર્વાદ માંગ્યો. ૫૧ આશીર્વાદ આપતાં આપતાં તે તેઓથી છૂટા પડ્યા. ઈશ્વરે તેમને સ્વર્ગમાં લઈ લીધા.+ ૫૨ શિષ્યો તેમની આગળ ઘૂંટણિયે પડ્યા અને આનંદ કરતાં કરતાં યરૂશાલેમ પાછા ફર્યા.+ ૫૩ તેઓએ મંદિરમાં દરરોજ ઈશ્વરની સ્તુતિ કરવાનું ચાલુ રાખ્યું.+

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિમાં “પવિત્ર જગ્યા” જુઓ.

શબ્દસૂચિમાં “વેદી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “માના ગર્ભમાંથી.”

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “મેં કદી કોઈ પુરુષ સાથે જાતીય સંબંધ બાંધ્યો નથી.”

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “તેમનો ડર રાખે છે.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “તારણનું શિંગ.” શબ્દસૂચિમાં “શિંગ” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

મૂળ, “કાઈસાર.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “તેઓની આજ્ઞા પાળતો રહ્યો.”

મૂળ, “કાઈસાર.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

એટલે કે, હેરોદ અંતિપાસ.

મૂળ, “પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “વધારાનું કપડું.”

અથવા, “ઉઘરાવો.”

અથવા, “કોઈને લૂંટી ન લો.”

અથવા, “ચંપલની દોરી છોડવાને.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “પાળી; સૌથી ઊંચી જગ્યા.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.

અથવા, “સાજો કરવામાં આવ્યો.”

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, ગાલીલ સરોવર.

અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “જેના જમણા હાથે લકવો થયો હતો.”

અથવા, “લકવો થયેલા.”

શબ્દસૂચિ જુઓ.

એટલે કે, વગર વ્યાજે.

એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

છતને ટેકો આપતો લાકડાનો મોભ.

અથવા, “નનામી.”

અથવા, “કોઢિયા.” શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “મુલાયમ.”

અથવા, “પરિણામોથી.”

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “મોટાં.”

શબ્દસૂચિમાં “ડીઆબોલોસ” જુઓ.

અથવા કદાચ, “તેને લાંબા સમયથી વશમાં રાખ્યો હતો.”

શબ્દસૂચિ જુઓ.

સ્ત્રીઓને થતી લોહી વહેવાની બીમારી, જે લાંબા સમય સુધી ચાલે છે.

અથવા, “તેની જીવન-શક્તિ પાછી આવી.”

મૂળ, “ચાંદી.”

અથવા, “વધારાનું કપડું.”

એ જવાબદારી પૂરી થવાને બતાવે છે.

મૂળ, “પ્રાંતના ચોથા ભાગનો રાજ્યપાલ.”

એટલે કે, હેરોદ અંતિપાસ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “પૂરા થવા આવ્યા.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “માલિકે.”

એમાં ચુંબન આપવાનો, ભેટવાનો અને લાંબી વાતચીત કરવાનો સમાવેશ થતો હોય શકે, જે વધારે સમય માંગી લે.

આ યહૂદી શહેરો ન હતાં.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિમાં “નેફેશ; સાઈકી” જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “પવિત્ર ગણાય.”

મૂળ, “દેવું.”

મૂળ, “દેવાદારોને.”

મૂળ, “અમને પરીક્ષણમાં ન લાવો.”

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

શેતાન માટે વપરાયેલો ખિતાબ. શબ્દસૂચિ જુઓ.

મૂળ, “ઈશ્વરની આંગળીથી.”

અથવા, “જ્યારે તમારી આંખ ચોખ્ખી હોય છે.” મૂળ, “જ્યારે તમારી આંખ સાદી હોય છે.”

અથવા, “જ્યારે તમારી આંખ ઈર્ષાળુ હોય છે.”

અથવા, “મેજને અઢેલીને.”

એટલે કે, વિધિપૂર્વક શુદ્ધ કર્યા ન હતા.

શબ્દસૂચિ જુઓ.

એક છોડ જે દવા માટે અને ભોજનમાં સ્વાદ ઉમેરવા માટે વપરાય છે.

અથવા, “સૌથી સારી.”

અથવા, “નિશાની વગરની કબરો.”

આ આદમ અને હવાનાં બાળકોને બતાવે છે.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “બે અસારિયન.” એક અસારિયન ૪૫ મિનિટના કામની મજૂરી હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ઈશ્વરની નજર બહાર રહેતી નથી.”

અથવા કદાચ, “સભાસ્થાનો.”

અથવા, “લાલચથી.”

અથવા, “એક હાથ.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “કમર કસો.”

એટલે કે, રાતના આશરે ૯:૦૦ વાગ્યાથી મધરાત સુધી.

એટલે કે, મધરાતથી સવારના આશરે ૩:૦૦ વાગ્યા સુધી.

અથવા, “શાણો.”

અથવા, “ઘરનો કારભારી.”

અથવા, “દાસ-દાસીઓની.”

અથવા, “માલિકની ઇચ્છા પ્રમાણે.”

મૂળ, “છેલ્લો લેપ્ટન.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “અપંગ કરી નાખતા દુષ્ટ દૂતના.”

મૂળ, “આખલો.”

મૂળ, “શીઆ માપ.” એક શીઆ એટલે ૭.૩૩ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “લડત આપો.”

અથવા, “માની ન શકાય.”

વધારે માહિતી ક-૫ જુઓ.

શરીરમાં પાણી ભરાવાને લીધે સોજા ચઢી જાય એવી બીમારી.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “રોટલી ખાશે.”

અથવા, “ઓછા પ્રમાણમાં પ્રેમ કરે નહિ.”

મૂળ, “મિનારો બાંધવો.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

મૂળ, “ડ્રાકમા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “ડ્રાકમા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “બહેનપણીઓ.”

મૂળ, “ડ્રાકમા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “સાજોસમો.”

અથવા, “ઘરની સંભાળ રાખનાર.”

અથવા, “બાથ માપ.” એક બાથ માપ એટલે ૨૨ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “સો કોર માપ.” એક કોર માપ એટલે ૨૨૦ લિ. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

એટલે કે, વ્યભિચારના કારણ સિવાય છૂટાછેડા પામેલી સ્ત્રી.

મૂળ, “શણનાં કપડાં.”

મૂળ, “ઇબ્રાહિમની ગોદમાં.” એનો અર્થ થાય, ખાસ કૃપા મેળવવી.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેમની ગોદમાં હતો.”

એટલે કે, સાથી ઈશ્વરભક્ત.

અથવા, “કોઢ.” શબ્દસૂચિ જુઓ.

મૂળ, “તેના.”

દેખીતું છે, નૂહનું વહાણ લંબચોરસ પેટી જેવું હતું, જેનું તળિયું સપાટ હતું.

વધારે માહિતી ક-૩ જુઓ.

અથવા, “દયા.”

મૂળ, “તેઓ પર હાથ મૂકે.”

અથવા, “ખોટા આરોપથી.”

અથવા, “રાજ્ય.”

ગ્રીક શાસ્ત્રવચનોમાં એક મીના એટલે ૩૪૦ ગ્રા. અને એની કિંમત ૧૦૦ ડ્રાક્મા બરાબર હતી. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

મૂળ, “ચાંદી.”

મૂળ, “મારી ચાંદી.”

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “ત્રાસ ગુજારશે.”

મૂળ, “સ્વર્ગથી.”

અથવા, “તિરસ્કાર કર્યો.”

શબ્દસૂચિમાં “ખૂણાનો પથ્થર” જુઓ.

મૂળ, “કાઈસારને.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

દેખીતું છે, અહીં દરેક વ્યક્તિ પર નંખાયેલા કરની વાત થાય છે.

વધારે માહિતી ખ-૧૪ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

વધારે માહિતી ક-૫ જુઓ.

અથવા, “સૌથી સારી.”

અથવા, “મિલકત.”

મૂળ, “બે લેપ્ટા.” વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા, “ઊથલ-પાથલ; બળવાઓ.”

અહીં વપરાયેલા ગ્રીક શબ્દનો અર્થ આકાશ અથવા સ્વર્ગ થઈ શકે.

અથવા, “દગો દેશે.”

મૂળ, “મારા નામને લીધે.”

અથવા, “વેર લેવાના.”

સામાન્ય રીતે “પેઢી” એટલે કે કોઈ એક સમયગાળામાં જીવતા અલગ અલગ ઉંમરના લોકો.

શબ્દસૂચિ જુઓ.

અથવા, “સેવા કરનાર?”

“પ્યાલો,” ઈશ્વરની નિંદાના ખોટા આરોપ નીચે ઈસુને મરવા દેવાની ઈશ્વરની ઇચ્છાને રજૂ કરે છે.

મૂળ, “માલિકે.”

મૂળ, “માલિકે.”

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “કાઈસારને.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.

વધારે માહિતી ક-૩ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “આશરે છઠ્ઠો કલાક હતો.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

મૂળ, “નવમા કલાક.” આ સમય સૂર્યોદયથી ગણાતો.

શબ્દસૂચિમાં “રુઆખ; નેફમા” જુઓ.

અથવા, “તેમનું મરણ થયું.”

અથવા, “યહૂદી ન્યાયસભાનો.”

અથવા, “ન્યાયી.” શબ્દસૂચિમાં “ન્યાયી” જુઓ.

શબ્દસૂચિ જુઓ.

શબ્દસૂચિ જુઓ.

મૂળ, “૬૦ સ્ટેડિયમ.” એક સ્ટેડિયમ ૧૮૫ મી. (૬૦૬.૯૫ ફૂટ) જેટલું થાય. વધારે માહિતી ખ-૧૪ જુઓ.

અથવા કદાચ, “શું યરૂશાલેમમાં તું એક જ એવો મુસાફર છે, જેને કંઈ ખબર નથી?”

શબ્દસૂચિ જુઓ.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો