“તેણે કદી પણ વાંચ્યું હોય એવું પહેલું પુસ્તક હતું”
યુક્રેનમાં યહોવાહના સાક્ષીઓ ઘણી વાર રેલ્વે સ્ટેશન પર લોકો સાથે વાત કરે છે. બાઇબલમાં રસ બતાવનાર એક સ્ત્રીને બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકની પ્રત આપવામાં આવી, એ પ્રકાશનમાં ઘણાં ચિત્રોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાઇબલ ઇતિહાસને સમયક્રમાનુસાર બતાવવામાં આવ્યો છે.
પછીથી, એ જ રેલ્વે સ્ટેશને, એક સ્ત્રીએ ફરી સાક્ષીઓને જોયા અને પુસ્તક માટે આભાર માનતા જણાવ્યું: “મારો દીકરો શાળાનાં પુસ્તકોનો અભ્યાસ કરવાનું ઇચ્છતો ન હતો. તે એ બધા ભાગ્યે જ વાંચતો. પરંતુ, મેં બાઇબલ વાર્તાઓનું પુસ્તક આપ્યું ત્યારે, તેણે ચિત્રો જોયાં અને એને વાંચવાની તીવ્ર ઇચ્છા થઈ. તેણે આખું પુસ્તક લગભગ બે સપ્તાહોમાં વાંચી નાખ્યું. તેણે કદી પણ વાંચ્યું હોય એવું પહેલું પુસ્તક હતું. પરંતુ વધુ મહત્ત્વનું તો, તે દેવને ઓળખવાથી ખુશ થયો. અને હું પોતે તેના એ ફેરફારોથી ઘણી ખુશ છું. કૃપા કરીને મને વધુ પુસ્તકો વાંચવા માટે આપો.”
નજીક ઊભેલી બીજી એક સ્ત્રીએ આ બધી વાત સાંભળી. તેણે પૂછ્યું કે તે બાઇબલ વાર્તાઓનું મારું પુસ્તકની પ્રત મેળવી શકે કે કેમ. તમે પણ આ ૨૫૬-પાનાનું પુસ્તક મેળવી શકો અથવા કોઈ તમારા ઘરે આવી બાઇબલ શિક્ષણના મૂલ્યની ચર્ચા માટે Watch Tower, H-58 Old Khandala Road, Lonavla 410 401, Mah., India, અથવા પાન ૫ પર આપવામાં આવેલા નજીકના સરનામે લખો.