‘એ મારા દિલને સ્પર્શી ગયું’
આપણે કઈ રીતે પરમેશ્વરના મિત્ર બની શકીએ? ઘણાને ડ્રો ક્લોઝ ટુ જેહોવા પુસ્તકમાંથી મદદ મળી છે. દાખલા તરીકે, એક બહેન ૨૫ વર્ષથી યહોવાહના સાક્ષી છે. તે કહે છે, “આ એક અજોડ પુસ્તક છે. એ મારા દિલને સ્પર્શી ગયું. અરે એનાથી યહોવાહ માટેનો ઉત્સાહ પહેલાના કરતાં પણ વધી ગયો. આ પુસ્તકથી હું યહોવાહને સારી રીતે ઓળખી શકી છું. તેમ જ મારું લગ્નજીવન સુખી થયું છે, અને યહોવાહના સેવકોને હવે હું ખૂબ ચાહું છું.”
ડ્રો ક્લોઝ ટુ જેહોવા પુસ્તક તમને પણ મદદ કરી શકે. આ પુસ્તકની પ્રસ્તાવના બતાવે છે: ‘બાઇબલમાંથી પરમેશ્વરના ગુણો વિષે શીખવું બહુ જ મહત્ત્વનું છે. ઈસુ ખ્રિસ્ત યહોવાહના માર્ગે ચાલ્યા. વળી, આપણે પણ એ માર્ગે ચાલીને પરમેશ્વરના મિત્ર બની શકીએ છીએ.’
તમને ડ્રો ક્લોઝ ટુ જેહોવા પુસ્તક વિષે વધારે માહિતી જોઈતી હોય તો, નીચે આપવામાં આવેલી કૂપન ભરી, આ મૅગેઝિનના પાન પ પર આપવામાં આવેલા યોગ્ય સરનામે લખી શકો છો. (g 03 3/22)
□ ડ્રો ક્લોઝ ટુ જેહોવા પુસ્તક વિષે મને વધારે માહિતી મોકલો.
□ મને બાઇબલ વિષે વધારે શીખવું છે (આ શિક્ષણ મફત મળે છે).