વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g07 એપ્રિલ પાન ૩૨
  • ઈશ્વરના જ્ઞાનથી લગ્‍ન-જીવનમાં સુખ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વરના જ્ઞાનથી લગ્‍ન-જીવનમાં સુખ
  • સજાગ બનો!—૨૦૦૭
સજાગ બનો!—૨૦૦૭
g07 એપ્રિલ પાન ૩૨

ઈશ્વરના જ્ઞાનથી લગ્‍ન-જીવનમાં સુખ

આ દક્ષિણ આફ્રિકાનો અનુભવ છે. ત્યાંની એક કંપનીમાં થાન્દીબહેન કામ કરે. તે ઈશ્વર યહોવાહને ભજે છે. એક દિવસ તેમની બૉસે તેમની મદદ માંગી. બૉસે થાન્દીબહેનને જણાવ્યું કે એ જ કંપનીમાં કામ કરતી બેલાને પોતાના પતિ સાથે બનતું નથી. એટલે થાન્દીબહેન બેલાને મદદ કરી શકે કે કેમ? થાન્દીબહેને હા પાડી. તેમને જાણવા મળ્યું કે બેલા છૂટાછેડા લેવાની તૈયારી કરે છે.

થાન્દીબહેને બેલાને કૌટુંબિક સુખનું રહસ્ય વિષય પર બે પુસ્તકો આપ્યાં. એક પુસ્તક બેલા માટે, બીજું તેના પતિ માટે. એકાદ અઠવાડિયાં પછી થાન્દીબહેનને જાણવા મળ્યું કે બેલાના પતિ એ પુસ્તક વાંચે છે. તેઓના ઘરસંસારમાં ફેરફાર થયા છે. ત્રણેક મહિના પછી બેલાએ કહ્યું કે ‘હવે તો છૂટાછેડા કેવા ને વાત કેવી! પ્રાર્થના અને પુસ્તકે એવી મદદ કરી કે અમે હવે છૂટા પડવા માંગતા નથી.’ પછી શું થયું?

તેમના બૉસે સાંભળ્યું કે શાને લીધે બેલાની ‘શાદીની બરબાદી’ થતા થતા રહી ગઈ. એટલે તેમણે કહ્યું કે કંપનીમાં બધાએ આ પુસ્તક વાંચવું જોઈએ. આ ૧૯૨ પાનના લગભગ સોએક પુસ્તકો કંપનીમાં આપવામાં આવ્યાં. એમાં આવા વિષયો છે: “લગ્‍ન તૂટવાની અણિ પર હોય તો,” “તમારા કુટુંબનું વિનાશક અસરોથી રક્ષણ કરો” અને “તમારા ઘરમાં શાંતિ જાળવો.”

કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક મેળવવા નીચે આપેલી કૂપન ભરો. પછી પાંચમા પાન પર જણાવેલા નજીકના સરનામે મોકલી આપો. (g 2/07)

□ કૌટુંબિક સુખનું રહસ્ય પુસ્તક મને મોકલો.

□ મારે બાઇબલ વિષે જાણવું છે. (કોઈ ચાર્જ નથી).

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો