વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g08 જુલાઈ પાન ૩
  • દુનિયાના છેલ્લા દિવસો એટલે શું?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • દુનિયાના છેલ્લા દિવસો એટલે શું?
  • સજાગ બનો!—૨૦૦૮
  • સરખી માહિતી
  • દાનીયેલના મુખ્ય વિચારો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • યહોવાહના વચનોને ધ્યાન આપો!
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૦
  • દાનિયેલને ભાવિનું દર્શન મળે છે
    બાઇબલનો સંદેશો શું છે?
  • દાનિયેલના દાખલામાંથી શીખીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૨૩
સજાગ બનો!—૨૦૦૮
g08 જુલાઈ પાન ૩

દુનિયાના છેલ્લા દિવસો એટલે શું?

બાઇબલ જણાવે છે કે ‘આપણે છેલ્લા સમયમાં જીવીએ છીએ.’ એનો શું અર્થ થાય?

બાઇબલમાં ‘છેલ્લો સમય’ કે દિવસો અને ‘અંતનો સમય’ જેવા શબ્દો વપરાયા છે. (૨ તીમોથી ૩:૧; દાનીયેલ ૧૨:⁠૪) આજથી લગભગ ૨,૫૦૦ વર્ષ પહેલાં, ઈશ્વરે પોતાના ભક્ત દાનીયેલને સંદર્શન બતાવ્યું. તેમને જણાવ્યું કે ‘અંતના સમયમાં’ એ બધાની સમજણ આપવામાં આવશે. એ સંદર્શનમાં જણાવ્યું કે એક પછી એક જગત સત્તાઓ આવશે ને જશે. તેઓ વચ્ચે યુદ્ધો થશે. એ બધું “અંતના સમય સુધી” ચાલ્યા કરશે. (દાનીયેલ ૮:૧૭, ૧૯; ૧૧:૩૫, ૪૦; ૧૨:૯) દાનીયેલે એમ પણ લખ્યું: “તે [આજના] રાજાઓની કારકિર્દીમાં આકાશનો દેવ [સ્વર્ગમાં] એક રાજ્ય સ્થાપન કરશે કે જેનો નાશ કદી થશે નહિ, ને તેની હકૂમત અન્ય પ્રજાના કબજામાં સોંપાશે નહિ; પણ તે [આજનાં] સઘળાં રાજ્યોને ભાંગીને ચૂરા કરીને તેમનો ક્ષય [નાશ] કરશે, ને તે સર્વકાળ ટકશે.”​—⁠દાનીયેલ ૨:⁠૪૪.

જ્યારે ઈસુને તેમના શિષ્યોએ પૂછ્યું: “તારા આવવાની તથા જગતના અંતની શી નિશાની થશે?” એના જવાબમાં ઈસુએ આ દુષ્ટ “જગતના અંતની” વાત કરી. (માત્થી ૨૪:૩-૪૨) હકીકતમાં ઈસુ અને દાનીયેલ એક સમયગાળાની વાત કરતા હતા. એની અસર અત્યાર સુધીના બધા જ લોકો પર થઈ છે.

શું એની આપણને પણ અસર થશે? જરૂર થશે, કેમ કે સર્વને એની અસર થવાની જ છે. ઘણા એ માનતા નથી. તેઓ કહે છે કે પહેલેથી જે ચાલતું આવ્યું છે, એવું જ ચાલ્યા કરશે. એમાં કંઈ સુધારો થયો નથી ને થવાનો પણ નથી. બાઇબલ જણાવે છે: ‘છેલ્લા સમયમાં મશ્કરી કરનારા આવશે, જેઓ પોતાની ઇચ્છા પ્રમાણે ચાલશે, અને કહેશે, કે તેના આગમનના વચનનું શું થયું છે? કેમ કે પૂર્વજો ઊંઘી ગયા ત્યારથી ઉત્પત્તિના આરંભમાં સઘળું જેવું હતું તેવું જ રહે છે.’​—⁠૨ પીતર ૩:૩, ૪.

પણ બાઇબલ જણાવે છે કે આપણે સાચે જ દુષ્ટ જગતના અંતમાં જીવીએ છીએ. એનો શું પુરાવો? ચાલો જોઈએ. (g 4/08)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો