વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૭ પાન ૨૨-પાન ૨૩ ફકરો ૬
  • જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • યહોવાએ ઈસુને બચાવ્યા
    ચાલો, બાઇબલ વાર્તાઓમાંથી શીખીએ
  • તેઓ દુષ્ટ રાજાના હાથમાંથી છટકી જાય છે
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૭ પાન ૨૨-પાન ૨૩ ફકરો ૬
યુસફ, મરિયમ અને ઈસુના ઘર સુધી જ્યોતિષીઓ તારાની પાછળ પાછળ જાય છે

પ્રકરણ ૭

જ્યોતિષીઓ ઈસુને મળવા આવે છે

માથ્થી ૨:૧-૧૨

  • જ્યોતિષીઓ એક “તારા” પાછળ ચાલતાં ચાલતાં યરૂશાલેમ અને પછી ઈસુ પાસે આવે છે

પૂર્વ બાજુથી અમુક માણસો આવ્યા. તેઓ જ્યોતિષીઓ હતા, જેઓ તારાનો અભ્યાસ કરતા હતા; તેઓનો દાવો હતો કે એના પરથી લોકોના જીવનમાં બનનારા બનાવોનું રહસ્ય તેઓ જણાવી શકે છે. (યશાયા ૪૭:૧૩) પૂર્વમાં પોતાના વતનમાં તેઓએ એક “તારો” જોયો હતો, જેની પાછળ પાછળ સેંકડો કિલોમીટર સુધી દૂર આવ્યા હતા; જોકે, તારો પહેલા તેઓને બેથલેહેમ નહિ, પણ યરૂશાલેમ લઈ ગયો.

જ્યોતિષીઓએ ત્યાં પહોંચીને પૂછ્યું: “યહુદીઓના જે રાજાનો જન્મ થયો છે તે ક્યાં છે? કેમ કે અમે પૂર્વમાં હતા ત્યારે તેનો તારો જોયો હતો. એટલે, અમે તેને નમન કરવા આવ્યા છીએ.”—માથ્થી ૨:૧, ૨.

જ્યોતિષીઓ રાજા હેરોદ આગળ નમન કરે છે

યરૂશાલેમમાં હેરોદ રાજાએ એ સાંભળ્યું અને તે ગભરાયો. એટલે, તેણે મુખ્ય યાજકો અને બીજા ધર્મગુરુઓને બોલાવ્યા અને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે. શાસ્ત્રવચનો પરથી તેઓએ તેને કહ્યું કે, “બેથલેહેમમાં.” (માથ્થી ૨:૫; મીખાહ ૫:૨) એ સાંભળીને હેરોદે જ્યોતિષીઓને ચોરીછૂપીથી બોલાવ્યા અને કહ્યું: “જાઓ અને એ બાળકની સારી રીતે શોધખોળ કરો; જ્યારે તમને એ મળી જાય ત્યારે મને જણાવજો, જેથી હું પણ જઈને તેને નમન કરું.” (માથ્થી ૨:૮) જોકે, હેરોદ તો બાળકને મારી નાખવા માટે શોધતો હતો!

જ્યોતિષીઓ ત્યાંથી નીકળ્યા ત્યારે, એક અનોખો બનાવ બન્યો. તેઓ પૂર્વમાં હતા ત્યારે જે “તારો” જોયો હતો, એ તેઓની આગળ આગળ જવા લાગ્યો. દેખીતું હતું કે આ કંઈ સામાન્ય તારો ન હતો, પણ ખાસ તેઓને દોરી જવા માટે હતો. એ તારાની પાછળ પાછળ તેઓ ગયા; એ તારો છેક યુસફ અને મરિયમના ઘર ઉપર આવીને અટક્યો, જ્યાં તેઓ પોતાના નાના દીકરા સાથે રહેતા હતા.

તારાની પાછળ પાછળ બેથલેહેમ ગયેલા જ્યોતિષીઓ મરિયમ અને ઈસુને ભેટો આપે છે

જ્યોતિષીઓ ઘરની અંદર ગયા ત્યારે, તેઓએ મરિયમને પોતાના દીકરા ઈસુ સાથે જોઈ. તેઓએ બાળક આગળ ઘૂંટણે પડીને નમન કર્યું અને તેને સોનું, લોબાન અને સુગંધી પદાર્થની ભેટો આપી. પછી, તેઓ હેરોદ પાસે જવાનું વિચારતા હતા; એવામાં ઈશ્વરે તેઓને સપનામાં ચેતવણી આપી કે એમ ન કરે. એટલે, તેઓ બીજા રસ્તેથી પોતાના દેશ ચાલ્યા ગયા.

જ્યોતિષીઓ માટે “તારો” કોણે મોકલ્યો હશે? તમને શું લાગે છે? યાદ કરો, એ તારો તેઓને સીધો બેથલેહેમમાં ઈસુ પાસે લઈ ન ગયો. એના બદલે, એ તેઓને યરૂશાલેમ લઈ ગયો. ત્યાં તેઓ હેરોદ રાજાને મળ્યા, જે ઈસુને મારી નાખવા માંગતો હતો. હેરોદે તો ઈસુને મારી જ નાખ્યા હોત, પણ ઈશ્વર વચ્ચે પડ્યા અને જ્યોતિષીઓને ચેતવણી આપી કે ઈસુ ક્યાં છે એ વિશે તેને ન જણાવે. સાફ દેખાઈ આવે છે કે ઈશ્વરના દુશ્મન, શેતાનની ઇચ્છા ઈસુને મારી નાખવાની હતી અને એમ કરવા તેણે એ તારો વાપર્યો હતો.

  • જ્યોતિષીઓએ જોયેલો “તારો” કેમ સામાન્ય તારો ન હતો?

  • જ્યોતિષીઓ મળવા આવ્યા ત્યારે ઈસુ ક્યાં હતા?

  • શેતાન જ્યોતિષીઓને દોરી ગયો હતો એમ આપણે કેમ કહી શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો