વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • jy પ્રકરણ ૬૪ પાન ૧૫૨-પાન ૧૫૩ ફકરો ૨
  • માફ કરવું જરૂરી છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • માફ કરવું જરૂરી છે
  • ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • સરખી માહિતી
  • ‘વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર કોણ છે?’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • તેઓ ‘હલવાનની પાછળ પાછળ ચાલે છે’
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • વિશ્વાસુ તથા બુદ્ધિમાન “ચાકર”
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
  • એકબીજાને દિલથી માફ કરો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૨
વધુ જુઓ
ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
jy પ્રકરણ ૬૪ પાન ૧૫૨-પાન ૧૫૩ ફકરો ૨
ચાકર પોતાના સાથી ચાકરને પકડીને તેનું ગળું દબાવે છે

પ્રકરણ ૬૪

માફ કરવું જરૂરી છે

માથ્થી ૧૮:૨૧-૩૫

  • શું સાત વાર માફ કરવું જોઈએ?

  • ઈસુ દયા વગરના ચાકરનું ઉદાહરણ આપે છે

પીતરે થોડી વાર પહેલાં જ ઈસુની સલાહ સાંભળી હતી કે ભાઈઓ વચ્ચે તકરાર ઊભી થાય તો શું કરવું. હવે, તેમને જાણવું હતું કે કેટલી વાર માફ કરવું જોઈએ.

પીતરે પૂછ્યું: “પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર પાપ કરે અને હું તેને માફ કરું? શું સાત વાર?” અમુક ધર્મગુરુઓ શીખવતા કે ત્રણ વાર માફ કરવું જોઈએ. તેથી, પીતરને લાગ્યું હશે કે પોતાના ભાઈને “સાત વાર” માફ કરવાનું કહીને પોતે ઉદારતા બતાવતા હતા.—માથ્થી ૧૮:૨૧.

જોકે, કોણ કેટલી વાર ભૂલ કરે છે, એની નોંધ રાખવી ઈસુના શિક્ષણ પ્રમાણે યોગ્ય ન હતું. તેથી, ઈસુએ પીતરને સલાહ આપી: “હું તને કહું છું કે સાત વાર નહિ, પણ સિત્તોતેર વાર.” (માથ્થી ૧૮:૨૨) બીજા શબ્દોમાં, કાયમ માફ કરવું. પીતરે પોતાના ભાઈને કેટલી વાર માફ કર્યો, એ ગણવાનું ન હતું.

ચાકરનું દેવું રાજા માફ કરે છે

માફ કરવું જરૂરી છે એના પર ભાર મૂકવા ઈસુએ પીતર અને બીજાઓને એક ઉદાહરણ આપ્યું. એ ઉદાહરણ એક ચાકરનું હતું, જે પોતાના દયાળુ માલિક જેવો બન્યો નહિ. માલિક પોતાના ચાકરો સાથે હિસાબ ચૂકતે કરવા માંગતો હતો. એક ચાકરે ૧૦,૦૦૦ તાલંત [છ કરોડ દીનાર] ઉધાર લીધા હતા, તેને માલિક પાસે લાવવામાં આવ્યો. તે કોઈ પણ રીતે દેવું ચૂકવી શકે એમ ન હતો. એટલે, માલિકે હુકમ કર્યો કે તેને, તેની પત્નીને, તેનાં બાળકોને અને તેની પાસે જે કંઈ હતું, એ બધુંય વેચીને દેવું ચૂકતે કરવામાં આવે. એ વખતે ચાકર માલિકને પગે પડ્યો અને વિનંતી કરી: “મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.”—માથ્થી ૧૮:૨૬.

ચાકર પોતાના સાથી ચાકરને કેદમાં નાખે છે

માલિકને દયા આવી અને તેણે ચાકરનું બધું દેવું માફ કર્યું. પછી, એ ચાકરે બહાર જઈને સાથી ચાકરને શોધી કાઢ્યો, જેણે તેની પાસેથી ૧૦૦ દીનાર ઉછીના લીધા હતા. તેણે એ સાથી ચાકરને પકડીને તેનું ગળું દબાવતા કહ્યું, “બધું દેવું મને ચૂકવી દે.” સાથી ચાકર પગે પડ્યો અને કાલાવાલા કરતા કહેવા લાગ્યો: “મારી સાથે ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી દઈશ.” (માથ્થી ૧૮:૨૮, ૨૯) પરંતુ, જે ચાકરને માફી મળી હતી, તે માલિક જેવો બન્યો નહિ. પોતાના સાથી ચાકરનું દેવું થોડુંક જ હોવા છતાં, એ ન ચૂકવે ત્યાં સુધી તેણે તેને કેદમાં નંખાવ્યો.

દયા ન બતાવનાર ચાકરને રાજા કેદમાં નાખે છે

પછી, ઈસુએ કહ્યું કે બીજા ચાકરોએ એ કઠોર સજા વિશે માલિકને ખબર આપી. માલિકે ચાકરને હુકમ કરીને બોલાવ્યો અને ગુસ્સામાં કહ્યું: “દુષ્ટ ચાકર, તેં મને આજીજી કરી ત્યારે મેં તારું બધું જ દેવું માફ કરી દીધું. મેં તને દયા બતાવી તેમ, શું તારે પણ તારા સાથી ચાકરને દયા બતાવવી જોઈતી ન હતી?” ગુસ્સે ભરાયેલા માલિકે એ ચાકર બધું દેવું ચૂકવી ન દે ત્યાં સુધી, તેને કેદખાનાના ઉપરીઓને સોંપી દીધો. છેલ્લે, ઈસુએ કહ્યું: “જો તમે દરેક તમારા ભાઈને દિલથી માફ નહિ કરો, તો સ્વર્ગમાંના મારા પિતા પણ તમારી સાથે એ જ રીતે વર્તશે.”—માથ્થી ૧૮:૩૨-૩૫.

માફ કરવા વિશે કેવો સરસ બોધપાઠ! ઈશ્વરે આપણાં મોટાં મોટાં પાપ માફ કર્યાં છે. એની સરખામણીમાં ભાઈઓએ આપણી વિરુદ્ધ કરેલાં પાપ સાવ મામૂલી છે. યહોવા આપણને એક વખત નહિ, હજારો વખત માફ કરે છે. તો પછી, આપણા વિશે શું? ભલે કોઈ આપણી વિરુદ્ધ વારંવાર ભૂલો કરે, આપણે તેમની ભૂલોને અનેક વાર માફ કરવી જોઈએ. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં શીખવ્યું કે, ‘આપણી વિરુદ્ધ પાપ કરનારાઓને માફ કરીએ’ તો, ઈશ્વર આપણાં પાપ માફ કરશે.—માથ્થી ૬:૧૨.

  • પીતરે કેમ પોતાના ભાઈને માફ કરવા વિશે પૂછ્યું? તેમને કેમ એવું લાગ્યું હશે કે સાત વાર માફ કરવું ઉદારતા કહેવાય?

  • માલિક પોતાના ચાકર જોડે અને એ ચાકર સાથી ચાકર જોડે જે રીતે વર્ત્યો, એમાં શું ફરક હતો?

  • ઈસુના ઉદાહરણમાંથી આપણે શું બોધપાઠ લઈ શકીએ?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો