વિભાગ ૩માં તમે શું શીખ્યા?
આ સવાલોની ચર્ચા કરો:
૧. નીતિવચનો ૨૭:૧૧ વાંચો.
તમે કેમ યહોવાને વફાદાર રહેવા માંગો છો?
(પાઠ ૩૪ જુઓ.)
૨. જ્યારે બાઇબલમાં સીધેસીધી આજ્ઞા આપી ન હોય, ત્યારે સારો નિર્ણય લેવા તમે શું કરી શકો?
(પાઠ ૩૫ જુઓ.)
૩. બધામાં પ્રમાણિક રહેવા તમે શું કરી શકો?
(પાઠ ૩૬ જુઓ.)
૪. માથ્થી ૬:૩૩ વાંચો.
કામ અને પૈસાની વાત આવે ત્યારે, તમે કઈ રીતે ‘ઈશ્વરના રાજ્યને જીવનમાં પ્રથમ’ રાખી શકો?
(પાઠ ૩૭ જુઓ.)
૫. યહોવાની જેમ તમે પણ જીવનને કીમતી ગણો છો, એવું કઈ રીતે બતાવી શકો?
(પાઠ ૩૮ જુઓ.)
૬. પ્રેરિતોનાં કાર્યો ૧૫:૨૯ વાંચો.
તમે કઈ રીતે લોહી વિશેની યહોવાની આજ્ઞા પાળી શકો?
શું તમને લાગે છે કે લોહી વિશેની યહોવાની આજ્ઞા યોગ્ય છે?
(પાઠ ૩૯ જુઓ.)
૭. ૨ કોરીંથીઓ ૭:૧ વાંચો.
ચોખ્ખા રહેવાનો તેમજ વિચારો અને વાણી-વર્તનથી શુદ્ધ રહેવાનો અર્થ શું થાય?
(પાઠ ૪૦ જુઓ.)
૮. ૧ કોરીંથીઓ ૬:૯, ૧૦ વાંચો.
જાતીય સંબંધ વિશે બાઇબલમાં શું જણાવ્યું છે? શું તમને લાગે છે કે એ સલાહ યોગ્ય છે?
દારૂ પીવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
૯. માથ્થી ૧૯:૪-૬, ૯ વાંચો.
લગ્ન માટે યહોવાનાં ધોરણો કયાં છે?
લગ્ન કે છૂટાછેડા કાયદાની નજરે માન્ય હોય એ કેમ જરૂરી છે?
(પાઠ ૪૨ જુઓ.)
૧૦. કયાં તહેવારો અને ઉજવણીઓથી યહોવા નારાજ થાય છે? શા માટે?
(પાઠ ૪૪ જુઓ.)
૧૧. યોહાન ૧૭:૧૬ અને પ્રેરિતોનાં કાર્યો ૫:૨૯ વાંચો.
તમે કઈ રીતે કોઈનો પક્ષ લેવાનું ટાળી શકો?
જો માનવીય સરકારોનો નિયમ ઈશ્વરના નિયમની વિરુદ્ધ હોય, તો તમે શું કરશો?
(પાઠ ૪૫ જુઓ.)
૧૨. માર્ક ૧૨:૩૦ વાંચો.
તમે યહોવાને પ્રેમ કરો છો, એવું કઈ રીતે બતાવી શકો?