સલાહ
સલાહ મળે ત્યારે
આપણે કેમ બાઇબલમાંથી સલાહ શોધવી જોઈએ?
ગી ૩૨:૮; ની ૧૫:૨૨; ૧૯:૨૦; ૨૦:૧૮
આ પણ જુઓ: ની ૧૧:૧૪; યશા ૨૮:૨૯; યર્મિ ૩૨:૧૯
પોતાને સાચા સાબિત કરવાને બદલે સલાહ સ્વીકારવી કેમ સારું છે?
આ પણ જુઓ: ની ૧:૨૩-૩૧; ૧૫:૩૧
એને લગતા અહેવાલ:
૧શ ૧૫:૩, ૯-૨૩—પ્રબોધક શમુએલ શાઉલ રાજાને પોતાનામાં સુધારો કરવા સલાહ આપે છે. પણ શાઉલ પોતાને સાચા સાબિત કરવા લાગે છે અને સલાહ સ્વીકારતા નથી. એટલે યહોવા તેમને નકારી દે છે
૨કા ૨૫:૧૪-૧૬, ૨૭—અમાઝ્યા રાજા પાપ કરે છે અને યહોવાના પ્રબોધકની સલાહ સ્વીકારતો નથી. એટલે તે યહોવાની કૃપા અને રક્ષણ ગુમાવી દે છે
જે ભાઈઓ આગેવાની લે છે અને સલાહ આપે છે, તેઓને કેમ માન આપવું જોઈએ?
૧થે ૫:૧૨; ૧તિ ૫:૧૭; હિબ્રૂ ૧૩:૭, ૧૭
એને લગતા અહેવાલ:
૩યો ૯, ૧૦—પ્રેરિત યોહાન જણાવે છે કે દિયત્રેફેસ જે રીતે મંડળમાં આગેવાની લેતા ભાઈઓનો અનાદર કરે છે, એ સાવ ખોટું છે
આપણે કેમ મોટી ઉંમરના લોકોની વાત માનવી જોઈએ?
આ પણ જુઓ: અયૂ ૧૨:૧૨; ૩૨:૭; તિત ૨:૩-૫
એને લગતા અહેવાલ:
૧શ ૨૩:૧૬-૧૮—યોનાથાન દાઉદ કરતાં ૩૦ વર્ષ મોટા છે. યોનાથાનની વાત માનીને દાઉદને ઘણી હિંમત મળે છે
૧રા ૧૨:૧-૧૭—રહાબઆમ રાજા વૃદ્ધ માણસોની સારી સલાહ માનતો નથી, પણ યુવાનોની ખોટી સલાહ માને છે. એનાં ગંભીર પરિણામ આવે છે
કઈ રીતે ખબર પડે છે કે વફાદાર બહેનો અને યુવાનો પણ સારી સલાહ આપી શકે છે?
અયૂ ૩૨:૬, ૯, ૧૦; ની ૩૧:૧, ૧૦, ૨૬; સભા ૪:૧૩
આ પણ જુઓ: ગી ૧૧૯:૧૦૦
એને લગતા અહેવાલ:
૧શ ૨૫:૧૪-૩૫—અબીગાઈલ દાઉદ રાજાને સલાહ આપે છે. એના લીધે ઘણા લોકોનો જીવ બચી જાય છે અને દાઉદના માથે ખૂનનો દોષ નથી આવતો
૨શ ૨૦:૧૫-૨૨—આબેલ શહેરની એક સમજુ સ્ત્રીની સલાહ પાળવાથી આખું શહેર બચી જાય છે
૨રા ૫:૧-૧૪—નાની ઇઝરાયેલી છોકરી શૂરવીર યોદ્ધાને જણાવે છે કે કઈ રીતે તેનો રક્તપિત્ત સાજો થઈ શકે છે
જેઓ યહોવા અને બાઇબલમાં નથી માનતા, તેઓની સલાહ કેમ પાળવી ન જોઈએ?
આ પણ જુઓ: લૂક ૬:૩૯
એને લગતા અહેવાલ:
૧કા ૧૦:૧૩, ૧૪—શાઉલ રાજા યહોવાને બદલે મરેલા સાથે વાત કરનાર સ્ત્રીની સલાહ લે છે, એટલે તેમનું મરણ થાય છે
૨કા ૨૨:૨-૫, ૯—અહાઝ્યા રાજા ખોટા સલાહકાર પસંદ કરે છે, એટલે તેનો નાશ થાય છે
અયૂ ૨૧:૭, ૧૪-૧૬—યહોવાનો આદર કરતા ન હોય એવા લોકોના વિચારોને અયૂબ નકારી કાઢે છે
સલાહ આપીએ ત્યારે
સલાહ આપતા પહેલાં બીજાઓનું સાંભળવું અને બધી હકીકત જાણવી કેમ જરૂરી છે?
આ પણ જુઓ: ની ૨૫:૮
એને લગતા અહેવાલ:
૧શ ૧:૯-૧૬—પ્રમુખ યાજક એલી બધી હકીકતો જાણ્યા પહેલાં ધારી લે છે કે હાન્નાએ દારૂ પીધો છે એટલે તે હાન્નાને ઠપકો આપે છે
માથ ૧૬:૨૧-૨૩—પ્રેરિત પિતર પાસે બધી માહિતી ન હતી. એટલે તે ઈસુને એવી સલાહ આપે છે જેનાથી શેતાનની ઇચ્છા પૂરી થાત, યહોવાની નહિ
સલાહ આપતા પહેલાં કેમ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ?
એને લગતા અહેવાલ:
નિર્ગ ૩:૧૩-૧૮—ઇઝરાયેલીઓના સવાલોના જવાબ કઈ રીતે આપવા એ વિશે મૂસા યહોવાને પૂછે છે
૧રા ૩:૫-૧૨—યુવાન રાજા સુલેમાન પોતાના પર આધાર રાખવાને બદલે યહોવા પાસે બુદ્ધિ માંગે છે, એટલે યહોવા તેમને ઘણા આશીર્વાદો આપે છે
આપણે કેમ ફક્ત બાઇબલમાંથી જ કોઈને સલાહ અથવા જવાબ આપવો જોઈએ?
ગી ૧૧૯:૨૪, ૧૦૫; ની ૧૯:૨૧; ૨તિ ૩:૧૬, ૧૭
આ પણ જુઓ: પુન ૧૭:૧૮-૨૦
એને લગતા અહેવાલ:
માથ ૪:૧-૧૧—શેતાન ઈસુનું પરીક્ષણ કરે છે ત્યારે ઈસુ પોતાના વિચારો પ્રમાણે નહિ પણ શાસ્ત્ર પ્રમાણે જવાબ આપે છે
યોહ ૧૨:૪૯, ૫૦—ઈસુ એ જ શીખવે છે, જે તે પોતાના પિતા પાસેથી શીખ્યા હતા. આપણે પણ ઈસુ જેવું જ કરવું જોઈએ
આપણે કેમ પ્રેમથી સલાહ આપવી જોઈએ અને શક્ય હોય ત્યારે વખાણ કરવા જોઈએ?
આ પણ જુઓ: યશા ૯:૬; ૪૨:૧-૩; માથ ૧૧:૨૮, ૨૯
એને લગતા અહેવાલ:
૨કા ૧૯:૨, ૩—યહોવા એક પ્રબોધક દ્વારા યહોશાફાટ રાજાને ઠપકો આપે છે, જોકે તેમનાં સારાં કામો માટે વખાણ પણ કરે છે
પ્રક ૨:૧-૪, ૮, ૯, ૧૨-૧૪, ૧૮-૨૦—ઈસુ સલાહ આપતા પહેલાં મંડળોના વખાણ કરે છે
જો કોઈ ભાઈ કે બહેન આપણને કહે કે કોઈએ તેમની સાથે ખોટું કર્યું છે અથવા તેમનું નામ બદનામ કર્યું છે, તો આપણે કેમ તેમને જણાવવું જોઈએ કે તેઓ પહેલા એકબીજા સાથે વાત કરે?
આ પણ જુઓ: લેવી ૧૯:૧૭
જો કોઈને લાગે કે તેની સાથે ખોટું થયું છે, તો દયા, ધીરજ અને માફી બતાવવા આપણે કઈ રીતે તેને ઉત્તેજન આપી શકીએ?
માથ ૧૮:૨૧, ૨૨; માર્ક ૧૧:૨૫; લૂક ૬:૩૬; એફે ૪:૩૨; કોલ ૩:૧૩
આ પણ જુઓ: માથ ૬:૧૪; ૧કો ૬:૧-૮; ૧પિ ૩:૮, ૯
એને લગતા અહેવાલ:
માથ ૧૮:૨૩-૩૫—ઈસુ એક જોરદાર ઉદાહરણ આપીને સમજાવે છે કે બીજાઓને માફ કરવું કેટલું જરૂરી છે
જ્યારે યહોવાનાં ધોરણો પાળવાની વાત આવે ત્યારે આપણે કેમ સલાહ આપતા અચકાવું ન જોઈએ?
ગી ૧૪૧:૫; ની ૧૭:૧૦; ૨કો ૭:૮-૧૧
એને લગતા અહેવાલ:
૧શ ૧૫:૨૩-૨૯—શમુએલ ડર્યા વગર શાઉલ રાજાને સલાહ આપે છે
૧રા ૨૨:૧૯-૨૮—પ્રબોધક મીખાયાને મારવામાં આવે છે અને ધમકાવવામાં આવે છે, તોપણ તે આહાબ રાજાને ચેતવણીનો સંદેશો જણાવે છે
વ્યક્તિ નિરાશામાં ડૂબી ન જાય એ રીતે સલાહ આપવા શું કરી શકીએ?
એને લગતા અહેવાલ:
લૂક ૨૨:૩૧-૩૪—ઈસુને પૂરો ભરોસો છે કે પિતરથી મોટી મોટી ભૂલો થશે તોપણ તે સુધારો કરશે, યહોવાની ભક્તિમાં લાગુ રહેશે અને બીજાઓને દૃઢ કરશે
ફિલે ૨૧—પ્રેરિત પાઉલને પૂરો ભરોસો છે કે ફિલેમોન શાસ્ત્ર આધારિત સલાહ માનશે