વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૧૧૯-૧૨૧
  • સમર્પણ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સમર્પણ
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૧૧૯-૧૨૧

સમર્પણ

આપણે કયા ઇરાદાથી યહોવાને સમર્પણ કરવું જોઈએ?

પુન ૬:૫; લૂક ૧૦:૨૫-૨૮; પ્રક ૪:૧૧

આ પણ જુઓ: નિર્ગ ૨૦:૫

જો આપણે ઈશ્વરની ભક્તિ કરવા માંગતા હોઈએ, તો આપણે બાઇબલને કેવું ગણવું જોઈએ?

ગી ૧૧૯:૧૦૫; ૧થે ૨:૧૩; ૨તિ ૩:૧૬

આ પણ જુઓ: યોહ ૧૭:૧૭; હિબ્રૂ ૪:૧૨

આપણે પાપથી છૂટકારો મેળવી શકીએ એ માટે યહોવાએ કઈ ગોઠવણ કરી છે? એમાંથી ફાયદો મેળવવા આપણે શું કરી શકીએ?

યોહ ૧૪:૬; પ્રેકા ૪:૧૨; રોમ ૩:૨૩; ગલા ૧:૪; એફે ૧:૭

અગાઉ કરેલી ભૂલોનો પસ્તાવો કરવા શું કરવું જોઈએ?

પ્રેકા ૩:૧૯; ૨૬:૨૦

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૧૯:૧-૧૦—જાખ્ખી મુખ્ય કર ઉઘરાવનાર હતો. તેણે ઘણા લોકોના પૈસા પડાવી લીધા હતા. પણ પછી તે પસ્તાવો કરે છે અને લોકોને તેઓના પૈસા પાછા આપે છે

    • ૧તિ ૧:૧૨-૧૬—પાઉલ જણાવે છે કે અગાઉ તેમણે મોટી મોટી ભૂલો કરી હતી, પણ પછી તેમણે એવાં કામો કરવાનું છોડી દીધું અને તેમને ઈશ્વર તેમજ ખ્રિસ્તની માફી મળી

આપણે ખોટાં કામો છોડવાની સાથે સાથે બીજું શું કરવું જોઈએ?

રોમ ૧૨:૧, ૨; એફે ૪:૧૭, ૧૮, ૨૨-૨૪; ૧થે ૧:૯

યહોવા આપણી ભક્તિથી ખુશ થાય એ માટે કયાં ધોરણો પ્રમાણે જીવવું જોઈએ?

૧કો ૬:૯-૧૧; કોલ ૩:૫-૯; ૧પિ ૧:૧૪, ૧૫; ૪:૩, ૪

  • એને લગતા અહેવાલ:

    • ૧કો ૫:૧-૧૩—પ્રેરિત પાઉલ કોરીંથ મંડળના ભાઈઓને લખે છે કે તેઓ વ્યભિચાર કરનાર માણસને મંડળમાંથી દૂર કરે

    • ૨તિ ૨:૧૬-૧૯—પ્રેરિત પાઉલ તિમોથીને ચેતવણી આપે છે કે તે ઈશ્વરની વિરુદ્ધ હોય એવી વાતોથી દૂર રહે, જે સડાની જેમ ફેલાય છે

આપણે કેમ દુનિયાની સરકારોને ટેકો નથી આપતા?

યશા ૨:૩, ૪; યોહ ૧૫:૧૯

  • એને લગતા અહેવાલ:

    • યોહ ૬:૧૦-૧૫—ઈસુ ચમત્કાર કરીને એક મોટા ટોળાને જમાડે છે, એ પછી લોકો ઈસુને રાજા બનાવવા માંગે છે. પણ તે ત્યાંથી જતા રહે છે

    • યોહ ૧૮:૩૩-૩૬—ઈસુ સમજાવે છે કે માણસોની સરકાર સાથે તેમના રાજ્યનો કોઈ સંબંધ નથી

ઈશ્વરની ભક્તિ કરવા પવિત્ર શક્તિ આપણને કઈ રીતે મદદ કરે છે?

યોહ ૧૬:૧૩; ગલા ૫:૨૨, ૨૩

આ પણ જુઓ: પ્રેકા ૨૦:૨૮; એફે ૫:૧૮

  • એને લગતા અહેવાલ:

    • પ્રેકા ૧૫:૨૮, ૨૯—પહેલી સદીમાં નિયામક જૂથ સુન્‍નત વિશે પવિત્ર શક્તિની મદદથી મહત્ત્વનો નિર્ણય લે છે

ઈસુ ખ્રિસ્તની જેમ ઈશ્વરની ભક્તિ કરવા આપણે શું કરી શકીએ?

માથ ૨૨:૩૭; યોહ ૪:૩૪; ૬:૩૮; હિબ્રૂ ૧૦:૮, ૯

સમર્પણ પછી બાપ્તિસ્મા લેવું કેમ જરૂરી છે?

માથ ૨૮:૧૯, ૨૦; પ્રેકા ૨:૪૦, ૪૧; ૮:૧૨; ૧પિ ૩:૨૧

  • એને લગતા અહેવાલ:

    • માથ ૩:૧૩-૧૭—ઈસુ બાપ્તિસ્મા લે છે, કેમ કે તે બતાવવા માંગતા હતા કે તે પોતાના પિતાની ઇચ્છા પૂરી કરવા માંગે છે

    • પ્રેકા ૮:૨૬-૩૯—ઇથિયોપિયાના એક અધિકારી પહેલેથી યહોવાની ભક્તિ કરતા હતા. પણ ઈસુ વિશેની ખુશખબર સાંભળ્યા પછી તે બાપ્તિસ્મા લેવા માંગે છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો