વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • scl પાન ૧૧૫-૧૧૬
  • શોક કરવો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શોક કરવો
  • ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
ઈશ્વરની વાણી લાવે જીવનમાં પ્રકાશ
scl પાન ૧૧૫-૧૧૬

શોક કરવો

બાઇબલના કયા દાખલાથી ખબર પડે છે કે કોઈ ગુજરી જાય ત્યારે રડવું અથવા શોક કરવો ખોટું નથી?

ઉત ૨૩:૨; ૨૪:૬૭; ૩૭:૩૪, ૩૫; ૪૨:૩૬; યોહ ૧૧:૧૯, ૩૧, ૩૩-૩૬

આ પણ જુઓ: ૨શ ૧:૧૭-૨૭; પ્રેકા ૯:૩૬-૩૯

કેમ કહી શકીએ કે યહોવા શોક કરનારાઓને દિલાસો આપવા માંગે છે?

ગી ૩૪:૧૮; યશા ૫૭:૧૫; ૬૧:૧, ૨

મરણ પછી વ્યક્તિનું શું થાય છે એ જાણીને કયો દિલાસો મળે છે?

સભા ૯:૫, ૧૦; ૧થે ૪:૧૩

  • એને લગતા અહેવાલ:

    • લૂક ૨૦:૩૭, ૩૮—ઈસુ કહે છે કે યહોવાની નજરે ગુજરી ગયેલાઓ હજી પણ જીવતા છે, એટલે એમાં કોઈ શંકા નથી કે ગુજરી ગયેલા લોકો ચોક્કસ જીવતા થશે

    • યોહ ૧૧:૫, ૬, ૧૧-૧૪—વહાલો મિત્ર લાજરસ ગુજરી જાય છે ત્યારે ઈસુ મરણને ઊંઘ સાથે સરખાવે છે

    • હિબ્રૂ ૨:૧૪, ૧૫—પ્રેરિત પાઉલ સમજાવે છે કે આપણે મરણથી ડરવાની જરૂર નથી

કેમ કહી શકીએ કે જન્મના દિવસ કરતાં મરણનો દિવસ વધારે સારો છે?

ની ૨૨:૧; સભા ૭:૧, ૨

બાઇબલમાં મરણને શાની સાથે સરખાવવામાં આવ્યું છે અને યહોવા મરણનું શું કરશે?

યશા ૨૫:૮; ૧કો ૧૫:૨૬; પ્રક ૨૦:૧૪; ૨૧:૩, ૪

આપણે કેમ ભરોસો રાખી શકીએ કે ગુજરી ગયેલાઓને ઉઠાડવામાં આવશે?

યશા ૨૬:૧૯; યોહ ૫:૨૮, ૨૯; પ્રેકા ૨૪:૧૫

  • એને લગતા અહેવાલ:

    • બાઇબલમાં એવા નવ લોકોના અહેવાલ જણાવ્યા છે, જેઓને મરણમાંથી જીવતા કરવામાં આવ્યા હતા. એમાંના આઠ લોકોને પૃથ્વી પર જીવતા કરવામાં આવ્યા હતા. સ્નેહીજનોને ગુમાવવાનું દુઃખ સહેવા એ અહેવાલો દિલાસો અને આશા આપે છે

      • ૧રા ૧૭:૧૭-૨૪—એલિયા પ્રબોધક સિદોનના સારફતમાં રહેતી વિધવાના દીકરાને જીવતો કરે છે

      • ૨રા ૪:૩૨-૩૭—એલિશા પ્રબોધક શૂનેમ શહેરમાં એક છોકરાને જીવતો કરે છે અને તેનાં માબાપને સોંપે છે

      • ૨રા ૧૩:૨૦, ૨૧—એક માણસનું શબ એલિશાનાં હાડકાંને અડકે છે અને તરત એ માણસ જીવતો થઈ જાય છે

      • લૂક ૭:૧૧-૧૫—ઈસુ જુએ છે કે નાઈન શહેરમાં લોકો એક વિધવાના દીકરાનું શબ લઈ જઈ રહ્યા છે. ઈસુ એ દીકરાને જીવતો કરે છે

      • લૂક ૮:૪૧, ૪૨, ૪૯-૫૬—ઈસુ સભાસ્થાનના મુખ્ય અધિકારી યાઐરસની દીકરીને જીવતી કરે છે

      • યોહ ૧૧:૩૮-૪૪—ઈસુ પોતાના વહાલા મિત્ર લાજરસને જીવતો કરે છે અને તે પોતાની બહેનો, માર્થા અને મરિયમને ફરીથી મળી શકે છે

      • પ્રેકા ૯:૩૬-૪૨—પ્રેરિત પિતર એક વહાલી બહેન દોરકસને જીવતી કરે છે, જે સારાં કામો અને ઉદારતા માટે જાણીતી હતી

      • પ્રેકા ૨૦:૭-૧૨—પ્રેરિત પાઉલ યુતુખસને જીવતો કરે છે. એ યુવાન બીજા માળેથી નીચે પડવાને લીધે મરી ગયો હતો

    • યહોવા ઈસુ ખ્રિસ્તને મરણમાંથી જીવતા કરે છે અને સ્વર્ગમાં અમર જીવન આપે છે. એનાથી ખાતરી મળે છે કે યહોવા પોતાનાં બધાં વચનો પૂરાં કરશે

      • પ્રેકા ૧૭:૩૧; ૧પિ ૩:૧૮

    • સૌથી પહેલા ઈસુને સ્વર્ગમાં અમર જીવન મેળવવા જીવતા કરવામાં આવ્યા હતા. તેમના પછી ૧,૪૪,૦૦૦ અભિષિક્ત શિષ્યોને એ ઇનામ મળે છે

      • ૧કો ૧૫:૨૦, ૨૩, ૫૧-૫૩; ૧થે ૪:૧૬, ૧૭; પ્રક ૧૪:૧

સ્નેહીજનને ગુમાવવાનું દુઃખ સહેતી વ્યક્તિને આપણે કઈ રીતે મદદ કરી શકીએ?

રોમ ૧૨:૧૫; ૨કો ૧:૩, ૪; ૧પિ ૩:૮

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો