પૈસા
પૈસાનો પ્રેમ કેમ જોખમી છે?
આ જુઓ: “ધનદોલત માટે પ્રેમ”
બાઇબલથી કઈ રીતે ખબર પડે છે કે કુટુંબના ભરણપોષણ માટે પૈસા કમાવા ખોટું નથી?
સભા ૭:૧૨; ૧૦:૧૯; એફે ૪:૨૮; ૨થે ૩:૧૦; ૧તિ ૫:૮, ૧૮
એને લગતા અહેવાલ:
ઉત ૩૧:૩૮-૪૨—કુટુંબનું ગુજરાન ચલાવવા યાકૂબ સખત મહેનત કરે છે. જોકે તેમના સસરા લાબાન વારેઘડીએ તેમનું વેતન બદલે છે. પણ યહોવા યાકૂબને આશીર્વાદ આપે છે
લૂક ૧૯:૧૨, ૧૩, ૧૫-૨૩—ઈસુના ઉદાહરણથી ખબર પડે છે કે એ સમયે વધારે પૈસા કમાવા પૈસાનું રોકાણ કરવું સામાન્ય હતું
પૈસા ઉધાર લેવા અને આપવા વિશે બાઇબલમાં શું જણાવ્યું છે?
કારણ વગર દેવું ન કરવામાં જ કેમ સમજદારી છે?
એને લગતા અહેવાલ:
નહે ૫:૨-૮—રાજ્યપાલ નહેમ્યાના દિવસોમાં લેણદારો પોતાના દેવાદારો સાથે કઠોર રીતે વર્તતા હતા
માથ ૧૮:૨૩-૨૫—ઈસુએ આપેલા ઉદાહરણથી ખબર પડે છે કે જો વ્યક્તિ ઉધાર લઈને દેવું ન ચૂકવે તો તેને સજા થઈ શકતી હતી
જો એક વ્યક્તિ પોતાના સગા સાથે, યહોવાના સાક્ષી સાથે અથવા બીજા કોઈ સાથે ધંધો શરૂ કરવા માંગતી હોય, તો એ પહેલાં તેણે શું કરવું જોઈએ?
એને લગતા અહેવાલ:
ઉત ૨૩:૧૪-૨૦—ઇબ્રાહિમ સારાહને દફનાવવા જમીન ખરીદે છે ત્યારે તે સાક્ષીઓની સામે એની કિંમત ચૂકવે છે, જેથી આગળ જતાં કોઈ વિવાદ ઊભો ન થાય
યર્મિ ૩૨:૯-૧૨—યર્મિયા પ્રબોધક પોતાના સગા પાસેથી જમીન ખરીદે છે ત્યારે સાક્ષીઓની હાજરીમાં પૈસા ચૂકવે છે અને દસ્તાવેજ કરે છે
બજેટ બનાવવામાં કેમ સમજદારી છે?
જો કોઈ ભાઈ કે બહેન સાથે પૈસાને લીધે તકરાર થાય તો એની અસર મંડળની એકતા પર ન પડે એનું કેમ ધ્યાન રાખવું જોઈએ?
આ પણ જુઓ: રોમ ૧૨:૧૮; ૨તિ ૨:૨૪