માનવ - ફક્ત ચડિયાતું પ્રાણી?
“જીવનના ઉદ્ભવ વિષે આપણે જે માનીએ છીએ એમાં શું કંઈ ફરક પડે છે?”
બ્રાઝિલમાંથી ૧૬ વર્ષની છોકરીએ પોતાના પ્રવચનનો વિષય “માનવ—ફક્ત ચડિયાતું પ્રાણી?”ની પ્રસ્તાવનામાં આ પ્રશ્ન પૂછ્યો હતો. શિક્ષિકાએ જુલાઈ ૮, ૧૯૯૮ના સજાગ બનો!ની એ વિષયની એક પ્રત મેળવી, એ પછી શિક્ષિકાએ વિદ્યાર્થીને ઉપર પૂછેલા પ્રશ્ન પર વર્ગમાં પ્રવચન આપવાનું આમંત્રણ આપ્યું.
કુદરતી પ્રક્રિયા પર આધારિત ઉત્ક્રાંતિનું શિક્ષણ કેવું વિનાશક છે એ પર યુવાન સાક્ષીએ ભાર મૂક્યો. દાખલા તરીકે, ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતને માનનારા ઘણા લોકો યુદ્ધને સ્વાભાવિક ગણી લે છે. કારણ કે ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંત પ્રમાણે જે તાકાતવાન હોય એ જ આ દુનિયામાં ટકી શકે છે. અને એથી ફાંસીવાદ અને નાઝીવાદને પ્રોત્સાહન મળ્યું છે.
વિદ્યાર્થીનીએ બતાવ્યું કે માણસો અને પ્રાણીઓ વચ્ચે આભ-જમીનનો ફરક છે. તેણે જણાવ્યું, “ફક્ત માનવો જ આત્મિકતામાં વધી શકે છે. માનવો જ જીવનનો હેતું અને અર્થ શોધવાનો પ્રયત્ન કરે છે. માનવોને મરણથી દુઃખ થાય છે, તેઓ પોતાના જીવનની ચિંતા કરે છે અને અનંતજીવન સુધી જીવવાની ઇચ્છા રાખે છે. તેથી, આપણે આપણા જીવનના ઉદ્ભવ વિષે વધારે શોધ કરવા સમય ફાળવીએ એ કેટલું મહત્ત્વનું છે!”
સારી રજૂઆત કરી હોવાને કારણે શિક્ષિકાએ એ છોકરીની પ્રશંસા કરી. તેમણે યુવાન સાક્ષીની સફળતાની એ હકીકત બતાવી કે તેને વાંચવાનું ખૂબ ગમે છે. શાળામાં આ યુવાન સાક્ષી બાઇબલ આધારિત પ્રકાશનો જેવા કે સજાગ બનો! અને ચોકીબુરજની વાચક તરીકે જાણીતી છે.
યુવાન લોકોના મન અને હૃદય પર ઉત્ક્રાંતિવાદના સિદ્ધાંતની જે અસર થઈ રહી છે એ વિષે યહોવાહના સાક્ષીઓ ગંભીરપણે ચિંતા કરે છે. આ કારણે, આ છોકરી જે મંડળમાં હતી એ મંડળે યુવાન સાક્ષીઓને પોતાના શિક્ષકો અને સહાધ્યાયીઓને જુલાઈ ૮, ૧૯૯૯ના સજાગ બનો! સામયિકની પ્રત આપવા માટે ઉત્તેજન આપ્યું. શહેરની જુદી જુદી શાળાઓમાં કંઈક ૨૩૦ સામયિકો વહેંચવામાં આવ્યા. એક શાળામાં વિજ્ઞાન વિભાગના અધ્યક્ષે સજાગ બનો! સામયિકનું લવાજમ પણ ભર્યું.
હા, જીવનના ઉદ્ભવ વિષે આપણે જે માનીએ છીએ એમાં કેટલો મોટો તફાવત છે! આ યુવાન વ્યક્તિ અને તેના મિત્રો માને છે કે તેઓના જીવનમાં ઉત્પન્નકર્તાએ ખરેખર તફાવત બતાવ્યો છે.