વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૧/૧૫ પાન ૩૨
  • સારાં કામોથી પરમેશ્વરને મહિમા મળે છે

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સારાં કામોથી પરમેશ્વરને મહિમા મળે છે
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૧/૧૫ પાન ૩૨

સારાં કામોથી પરમેશ્વરને મહિમા મળે છે

સાચા ખ્રિસ્તીઓના સારાં વર્તન અને પ્રશંસાપાત્ર કામોથી પરમેશ્વરને મહિમા મળે છે. (૧ પીતર ૨:૧૨) તાજેતરનાં વર્ષોમાં ઇટાલીમાં જે બન્યું એના પરથી એ જોઈ શકાય છે.

સપ્ટેમ્બર ૧૯૯૭માં, માર્શ અને ઉમ્બ્રીયા પ્રદેશોના ઘણા ભાગોમાં વિનાશક ધરતીકંપ થયો, જેનાથી ૯૦,૦૦૦ ઘરોને નુકસાન પહોંચ્યું. યહોવાહના સાક્ષીઓનું એક જૂથ પોતાના સાથી વિશ્વાસીઓ અને બીજાઓને સહાય કરવા તાત્કાલિક ત્યાં પહોંચી ગયું. તેઓએ રહેવા માટે મોબાઇલ ઘર, સૂવા માટે ગાદલા જેવી બેગો, સ્ટવ, જનરેટર અને બીજી જરૂરી ચીજવસ્તુઓ પૂરી પાડી. તેઓએ જે રાહત કામો કર્યાં એ બીજાઓનાં ધ્યાન બહાર ગયા નહિ.

ઈલ સેન્ટ્રો નામના એક વર્તમાનપત્રએ અહેવાલ આપ્યો: “અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પૂરી પાડનાર સૌ પ્રથમ [તેરામો પ્રાંતમાં આવેલા] રોસેટોના યહોવાહના સાક્ષીઓ હતા . . . તેઓ સમયાંતરે પ્રાર્થના કરવા માટે સભાઓ ભરે છે અને યહોવાહને વફાદાર રહે છે. એટલું જ નહિ, તેઓ વ્યવહારુ પગલાં પણ ભરે છે, ભલે વ્યક્તિ ગમે તે ધર્મની હોય, તેઓ દુઃખ-તકલીફમાં આવી પડેલાને મદદ કરે છે.”

એક સૌથી વધુ અસરગ્રસ્ત શહેર, નોસેરા ઉમ્બ્રાના મેયરે સાક્ષીઓને લખ્યું: “તમે નોસેરાના લોકોને જે સહાય પૂરી પાડી એ માટે હું વ્યક્તિગત રીતે હૃદયપૂર્વક તમારો આભાર માનું છું. હું માનું છું કે હું મારા શહેરના બધા નાગરિકોની લાગણીઓને વ્યક્ત કરી રહ્યો છું.” વધુમાં, આંતરિક પ્રદેશના મંત્રાલયે કોન્ગ્રીગેઝન ક્રિસ્ટીએના ડેઈ ટેસ્ટીમોની ડી ગીઓવા (યહોવાહના સાક્ષીઓના ખ્રિસ્તી મંડળ)ને “ઉમ્બ્રીઆ અને માર્શ પ્રદેશોમાં ઊભી થયેલી મુશ્કેલીઓમાં તાત્કાલિક ધોરણે સહાય પૂરી પાડવા બદલ” પ્રમાણપત્ર અને મેડલ એનાયત કર્યા.

ઑક્ટોબર ૨૦૦૦માં, ઉત્તરીય ઇટાલીમાંના પીડમૉટ પ્રદેશમાં વિનાશક પૂર આવ્યું. ફરીથી, સાક્ષીઓ રાહત પૂરી પાડવા તાબડતોબ દોડી ગયા. એ કાર્યો પણ ધ્યાનમાં આવ્યા વગર રહ્યાં નહિ. પીડમૉટ પ્રદેશે “મૂલ્યવાન સ્વૈચ્છિક કાર્ય કરીને પૂરથી અસરગ્રસ્ત પીડમૉટીસ લોકોને સહાય” કરવા બદલ તેઓને ઇનામમાં એક પ્રમાણપત્ર અને ચંદ્રક આપ્યા.

ઈસુ ખ્રિસ્તે પોતાના શિષ્યોને આ આજ્ઞા આપી હતી: “તમે તમારૂં અજવાળું લોકોની આગળ એવું પ્રકાશવા દો કે તેઓ તમારી રૂડી કરણીઓ જોઈને આકાશમાંના તમારા બાપની સ્તુતિ કરે.” (માત્થી ૫:૧૬) યહોવાહના સાક્ષીઓ પોતાના પડોશીઓને આત્મિક રીતે અને બીજી રીતોએ મદદ કરીને “સારાં કાર્યો” કરે છે અને એ રીતે તેઓ પોતાને નહિ પણ ખુશીથી યહોવાહને મહિમા આપે છે.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો