વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w02 ૯/૧૫ પાન ૩૨
  • “તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે”

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • “તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે”
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
w02 ૯/૧૫ પાન ૩૨

“તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે”

ઈઝરાયેલ જેવા ગરમ દેશોમાં તરસ્યા ઘેટાંને દરરોજ પાણી પીવાની જરૂર પડે છે. તેથી, ઘેટાંપાળકનું સૌથી મહત્ત્વનું કામ તેઓને પાણી પાવાનું છે. અમુક વાર, આ પાળકો તેઓના ઘેટાંને કૂવા પાસે લાવીને કૂંડીમાંથી પાણી પિવડાવે છે. (ઉત્પત્તિ ૨૯:૧-૩) પરંતુ, ચોમાસાના સમયે ઘેટાંઓ અને પાળકો માટે ઝરણાં કે નદીઓ “શાંત પાણી” જેવા હોય છે, જ્યાં તેઓને ઘણો આરામ મળી રહે છે.​—⁠ગીતશાસ્ત્ર ૨૩:⁠૨.

સારો પાળક ટોળાંને એવી જગ્યાએ દોરી જશે જ્યાં ઘેટાંઓ સારી રીતે ચરી શકે અને તેઓ માટે પૂરતું પાણી પણ હોય. જો પાળક આસપાસ એવા વિસ્તારને સારી રીતે જાણતો હોય તો, તે ટોળાંનું જરૂર પાલન કરી શકશે. દાઊદે ઘણાં વર્ષો સુધી ઘેટાંપાળકનું કામ કર્યું હતું અને તે યહુદાના ડુંગરોમાં ટોળાંને સાચવતા હતા. દાઊદે કહ્યું કે જે રીતે પાળક પ્રેમથી પોતાનાં ઘેટાંનું પાલન કરે છે એ જ રીતે, પરમેશ્વર પણ યોગ્ય દોરવણી આપીને તેમના સેવકોનું પાલન કરે છે. તેથી, દાઊદ ગાઈ ઊઠ્યા કે પરમેશ્વર “શાંત પાણીની પાસે મને દોરી જાય છે.”​—⁠ગીતશાસ્ત્ર ૨૩:૧-૩.

ઘણાં વર્ષો પછી, યહોવાહ પરમેશ્વરે તેમના પ્રબોધક હઝકીએલ દ્વારા એવું જ દૃષ્ટાંત વાપર્યું. જેમ પાળક વિખેરાઈ ગયેલાં ઘેટાંને ભેગા કરે છે, તેમ યહોવાહ તેમના ભક્તોને બધા દેશોમાંથી પાછા ભેગા કરશે. યહોવાહ વચન આપે છે કે ‘હું બીજા દેશોમાંથી તેમને ભેગાં કરીશ, ને તેમને પોતાના દેશમાં લાવીશ; હું તેમને ઈસ્રાએલના પર્વતો પર, વહેળાઓને કાંઠે ચારીશ.’​—⁠હઝકીએલ ૩૪:૧૩.

એક પાળકની જેમ, યહોવાહ આપણને જીવન આપતા પાણી કે શિક્ષણ તરફ દોરી જાય છે. બાઇબલમાં પ્રકટીકરણનું પુસ્તક “જીવનના પાણીની નદીનું” દૃષ્ટાંત આપે છે. આ નદી પરમેશ્વરના રાજ્યાસનમાંથી નીકળે છે. (પ્રકટીકરણ ૨૨:૧) યહોવાહ બધા લોકોને એ નદીમાંથી પાણી પીવાનું આમંત્રણ આપે છે. ‘જે ચાહે તે જીવનનું પાણી મફત પી શકે.’​—⁠પ્રકટીકરણ ૨૨:૧૭.

આ નદી અને પાણી એક દૃષ્ટાંત છે, જેના દ્વારા યહોવાહ સમજાવે છે કે તે તેમની ગોઠવણથી આપણને હંમેશ માટેનું જીવન આપશે. ગમે તે વ્યક્તિ ‘એકલા ખરા દેવને તથા ઈસુ ખ્રિસ્ત જેને તેમણે મોકલ્યા છે તેમને ઓળખીને’ જીવન આપતું પાણી પી શકે છે.​—⁠યોહાન ૧૭:⁠૩.

[પાન ૩૨ પર ચિત્રનું મથાળું]

તમને મુલાકાત ગમશે?

આ મુશ્કેલીભર્યા જગતમાં પણ, તમે સુખી થઈ શકો. કઈ રીતે? એ માટે તમે પરમેશ્વર, તેમનું રાજ્ય અને માણસજાત માટેના તેમના અદ્‍ભુત હેતુ વિષે બાઇબલનું ચોકસાઈભર્યું જ્ઞાન લો. તમને વધુ માહિતી જોઈતી હોય અથવા કોઈ તમારા ઘરે આવીને તમારી સાથે વિના મૂલ્યે બાઇબલ અભ્યાસ ચલાવે એવું ઇચ્છતા હો તો, Jehovah’s Witnesses, The Ridgeway, London NW7 1RNને, અથવા પાન ૨ પર આપવામાં આવેલાં યોગ્ય સરનામે લખો.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો