વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૯/૧ પાન ૩૨
  • નિરાશામાંથી બહાર નીકળવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • નિરાશામાંથી બહાર નીકળવું
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૯/૧ પાન ૩૨

નિરાશામાંથી બહાર નીકળવું

શું તમે ક્યારેક નિરાશ થઈ જાવ છો? કેટલાકને નોકરી ન મળતી હોવાથી નિરાશ થઈ જાય છે. અમુકને ઍક્સિડન્ટ થયો હોવાથી તેઓના જીવનમાં નિરાશાના વાદળ છવાઈ જાય છે. લોકો પરિવારમાં આવતી મુશ્કેલીઓથી દુઃખી થાય છે. ઘણા બીમારીઓથી પીડાતા હોય છે. બીજાઓ એકલું-અટૂલું જીવન ગુજારતા હોય છે.

તમે નિરાશ હોવ તો, તમને ક્યાંથી મદદ મળી શકે? આખી દુનિયામાં લાખો લોકોને બાઇબલ વાંચવાથી દિલાસો મળ્યો છે. તેઓને પ્રેષિત પાઊલના આ શબ્દોથી શાંતિ મળી છે: “ઈશ્વર અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા, જે દયાળુ પિતા છે અને જેમની પાસેથી દિલાસો મળે છે, તેમનો આપણે આભાર માનીએ. તે અમને અમારાં સર્વ દુઃખોમાં દિલાસો આપે છે.” (૨ કોરીંથી ૧:૩, ૪, પ્રેમસંદેશ) તમે પણ તમારી ભાષામાં બાઇબલ વાંચી શકો. એમ કરવાથી, ‘તમારા હૃદયને દિલાસો અને સહાય’ મળશે.—૨ થેસ્સાલોનીકી ૨:૧૭, IBSI.

યહોવાહના ભક્તો સાથે હળવા-મળવાથી પણ તમને મદદ મળશે. નીતિવચનો ૧૨:૨૫ કહે છે: “પોતાના મનની ચિંતા માણસને વાંકો વાળી દે છે; પણ માયાળુ શબ્દો તેને ખુશ કરે છે.” આપણે સભાઓમાં જઈએ ત્યારે આપણને “માયાળુ શબ્દો” સાંભળવા મળે છે. એ આપણા “આત્માને મીઠા લાગે છે તથા હાડકાંને આરોગ્ય આપે છે.” (નીતિવચનો ૧૬:૨૪) તો પછી, કેમ નહીં કે તમે પણ યહોવાહના સાક્ષીઓના રાજ્યગૃહમાં આવો અને ઉત્તેજન મેળવો.

તમે પ્રાર્થના કરીને પણ મદદ મેળવી શકો. તમે ચિંતાઓથી બહુ જ કંટાળી ગયા હોય તો, “પ્રાર્થનાના સાંભળનાર” યહોવાહ આગળ તમારી બધી ચિંતાઓ ઠાલવી દો. (ગીતશાસ્ત્ર ૬૫:૨) તે આપણને સૌથી વધારે જાણે છે. તેમનું વચન આપણને ખાતરી આપે છે: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.” (ગીતશાસ્ત્ર ૫૫:૨૨) હા, “યહોવાહની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે.”—યશાયાહ ૪૦:૩૧.

આપણે નિરાશામાંથી બહાર નીકળીએ એ માટે યહોવાહ પરમેશ્વરે કેવી જરૂરી મદદ પૂરી પાડી છે! શું તમે એનો લાભ ઉઠાવશો?

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો