વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w04 ૧૧/૧ પાન ૨૯-૩૦
  • યહોવાહની નમ્રતા વિષે આપણે શું શીખી શકીએ?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • યહોવાહની નમ્રતા વિષે આપણે શું શીખી શકીએ?
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
w04 ૧૧/૧ પાન ૨૯-૩૦

યહોવાહની નમ્રતા વિષે આપણે શું શીખી શકીએ?

વિચાર કરો કે દાઊદને જીવનમાં કેટલી તકલીફો સહેવી પડી. ઈર્ષાથી સળગી ઊઠીને, તેમના સસરા, રાજા શાઊલે તેમને ત્રણ વાર ભાલાથી મારી નાખવાની કોશિશ કરી. અરે, કોઈ શિકારી જાનવર પાછળ પડે તેમ, શાઊલ અનેક વર્ષો સુધી દાઊદની પાછળ પડ્યો. (૧ શમૂએલ ૧૮:૧૧; ૧૯:૧૦; ૨૬:૨૦) પણ આ જોખમોમાં યહોવાહે હંમેશાં દાઊદને સાથ આપ્યો. તેમણે દાઊદને ફક્ત શાઊલથી જ નહિ, પણ અનેક દુશ્મનોથી બચાવ્યા. આ કારણથી દાઊદે કહ્યું કે “યહોવાહ મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે, . . . વળી તેં તારા તારણની ઢાલ મને આપી છે; અને તારી નિગેહબાનીએ [નમ્રતાએ] મને મોટો કર્યો છે.” (૨ શમૂએલ ૨૨:૨, ૩૬) યહોવાહના આશીર્વાદથી દાઊદ ઈસ્રાએલના રાજા બન્યા. પણ શાસ્ત્ર કહે છે કે યહોવાહની નમ્રતાથી તે મોટા બન્યા. એ કઈ રીતે? ચાલો આપણે જોઈએ.

જ્યારે શાસ્ત્ર કહે છે કે યહોવાહ નમ્ર છે, ત્યારે એનો અર્થ એ નથી કે તે કમજોર છે કે બીજા કોઈના હાથ નીચે છે. પણ એનો ખરો અર્થ એ થાય છે કે યહોવાહ ખૂબ દયાળુ છે. તે એવી વ્યક્તિઓને કૃપા બતાવે છે, જેઓ તેમની ભક્તિ કરવા બનતું બધું કરે છે. ગીતશાસ્ત્ર ૧૧૩:૬, ૭ કહે છે, “આકાશમાં તથા પૃથ્વીમાં જે છે તે જોવાને તે પોતાને દીન કરે છે. તે ધૂળમાંથી રાંકને ઉઠાવી લે છે.” પણ તે “પોતાને દીન કરે છે” એનો શું અર્થ થાય? એનો અર્થ થાય કે આપણને જોવા માટે તે ‘નીચે નમે છે.’ (IBSI) યહોવાહે સ્વર્ગમાંથી ‘નમ્ર’ બનીને કે ‘નીચે નમીને’ દાઊદની સંભાળ રાખી. ભલે દાઊદ પાપી હતા, છતાં યહોવાહે તેમને સાથ દીધો. એટલે દાઊદ કહે છે કે “યહોવાહ મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે.” (ગીતશાસ્ત્ર ૧૩૮:૬) યહોવાહે દાઊદને કેટલી દયા બતાવી. જો આપણે પણ દાઊદની માફક યહોવાહની ભક્તિ કરીએ, તો તે આપણને પણ ખૂબ દયા બતાવશે.

યહોવાહ વિશ્વના રાજા છે. તેમ છતાં, તે આપણી સાથે દોસ્તી બાંધવા ચાહે છે. જો આપણે યહોવાહ પર પૂરી શ્રદ્ધા રાખીશું, તો તે હંમેશાં આપણને સાથ આપશે. ભલેને આપણા જીવનમાં અનેક તકલીફો આવી પડે. યહોવાહ કદીયે આપણને ભૂલશે નહિ. જૂના જમાનામાં ઈસ્રાએલીઓએ કહ્યું કે ‘આપણી દીનાવસ્થામાં યહોવાહે આપણને સંભાર્યાં, કેમ કે તેની કૃપા અનંતકાળ છે.’—ગીતશાસ્ત્ર ૧૩૬:૨૩.

દાઊદની જેમ આપણા પર અનેક તકલીફો આવી પડી શકે. યહોવાહના ભક્તો હોવાથી કદાચ કોઈ આપણી મશ્કરી કરે. કદાચ આપણે કોઈ બીમારીથી પીડાતા હોઈએ કે પછી સગા-વહાલાના મરણથી દુઃખી હોઈએ. ભલે ગમે એવા સંજોગો હોય, જો આપણે સાફ દિલથી પ્રાર્થના કરીએ, તો યહોવાહ ચોક્કસ આપણને સાથ આપશે. તે જાણે ‘નીચે નમીને’ ધ્યાનથી આપણી પ્રાર્થનાઓ સાંભળશે. ગીતશાસ્ત્રના એક કવિએ લખ્યું: “ન્યાયીઓ પર યહોવાહની કૃપાદૃષ્ટિ છે, તેઓની અરજ પ્રત્યે તેના કાન ઉઘાડા છે.” (ગીતશાસ્ત્ર ૩૪:૧૫) યહોવાહની નમ્રતા વિષે શીખીને, શું આપણું દિલ ઝૂમી ઊઠતું નથી?

[પાન ૩૦ પર ચિત્રો]

જેમ યહોવાહે દાઊદની પ્રાર્થનાઓ સાંભળી, તેમ તે આપણી પ્રાર્થનાઓ સાંભળવા તૈયાર છે

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો