વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w05 ૧૦/૧૫ પાન ૩૨
  • ‘મહાસાગરોની સફર ખેડનારા’

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ‘મહાસાગરોની સફર ખેડનારા’
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૫
w05 ૧૦/૧૫ પાન ૩૨

‘મહાસાગરોની સફર ખેડનારા’

મૅસચ્યૂસિટ્‌સ, અમેરિકાના ગ્લાસ્ટર શહેરના બંદર સામે કાંસાની એક મૂર્તિ જોવા મળે છે. એ તોફાનમાં પોતાના વહાણને હંકારી જતા નાવિકને બતાવે છે. આ મૂર્તિ ગ્લાસ્ટરના હજારો માછીમારોની યાદ અપાવે છે જેઓને સાગરની લહેરોએ પોતાની ઝપટમાં લઈ લીધા હતા. મૂર્તિ નીચેની તકતીમાં એક બાજુ ગીતશાસ્ત્ર ૧૦૭:૨૩, ૨૪ના ( IBSI) આ શબ્દો લખેલા છે: “મહાસાગરોની સફર ખેડનારા વહાણવટીઓ પણ છે, તેઓ દરિયાઈ માર્ગો પર પોતાનો ધંધો કરે છે. તેઓ પણ ઈશ્વરની શક્તિને કાર્ય કરતી નિહાળે છે અને ઊંડાણોમાંનાં અદ્‍ભુત કૃત્યો જુએ છે.”

ઍટલૅંટિક મહાસાગરના કેટલાક ભાગોમાં ઘણા માછલાં હોય છે. પણ એ જગ્યાઓ ખતરાથી ખાલી નથી. કહેવામાં આવે છે કે પાછલાં ઘણાં વર્ષોમાં આ જગ્યાઓએ માછલાં પકડતી વખતે ગ્લાસ્ટર શહેરના લગભગ ૫,૩૬૮ માછીમારોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હાલમાં ગ્લાસ્ટર શહેરની વસ્તી કંઈક ૩૦,૦૦૦ છે. દરિયામાં ગરક થઈ જનારા એ માછીમારોના સ્મારક પર લખેલું છે: “ઉત્તર-પૂર્વ તરફથી આવતા તોફાનને લીધે ઘણા લોકો સાગરની મોટી મોટી લહેરોની લપેટમાં આવી ગયા. માછલાં પકડવા અમુક લોકો મોટા જહાજમાં જતા. પછી, માછલીઓ હોય છે ત્યાં તેઓ નાના હોડકાંમાં ઊતરીને માછલીઓ પકડતા. અમુક લોકો આ નાના હોડકાંમાં એટલા દૂર જતા રહે કે પાછા મોટા જહાજમાં આવી ન શકે. આ રીતે કેટલાએ પોતાના જીવ ગુમાવ્યા. અમુક જહાજો તોફાનમાં ફસાવાથી એકબીજા સાથે ટકરાયા અને પાણીમાં ગરક થઈ ગયા. અમુક જહાજોને સ્ટીમરે ટક્કર મારી, જે પોતાના સમુદ્ર માર્ગે જતા હતા.”

આ સ્મારક, સદીઓથી કડી મહેનત કરતા માછીમારોની ખતરાથી ભરેલી જિંદગી બતાવે છે. જરા વિચારો, પોતાના પતિ, પિતા, ભાઈ કે દીકરાઓ ગુમાવ્યા હોવાથી લોકોએ કેટલા આંસુ સાર્યા હશે. પરંતુ યહોવાહ પરમેશ્વર આ વિધવા, અનાથો અને સમુદ્રમાં પોતાનો જીવ ગુમાવ્યો છે તેઓને ભૂલ્યા નથી. પ્રેરિત યોહાને ભવિષ્યમાં થનારી એક ઘટના વિષે લખ્યું: “સમુદ્રે પોતાનામાં જેઓ મૂએલાં હતાં તેઓને પાછાં આપ્યાં; અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મૂએલાં હતાં, તેઓને પાછાં આપ્યાં.” (પ્રકટીકરણ ૨૦:૧૩) જે લોકો ‘વહાણમાં બેસીને સમુદ્રમાં’ ડૂબી ગયા છે તેઓ સજીવન થશે ત્યારે, તેઓ ઈશ્વરના ‘આશ્ચર્યકારક કાર્યો’ જોશે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો