વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w06 ૧/૧ પાન ૩૨
  • પહેલા દુશ્મની, પછી દોસ્તી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પહેલા દુશ્મની, પછી દોસ્તી
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
w06 ૧/૧ પાન ૩૨

પહેલા દુશ્મની, પછી દોસ્તી

સાંતિઆગો અને તેમની પત્ની લૂર્દેસ યહોવાહના સાક્ષીઓ છે. અમુક વર્ષો પહેલાં તેઓ પેરુના હિઊલકપાતા શહેરમાં રહેવા ગયા. એ શહેર બહુ સુંદર છે. તેઓ અહીં લોકોને શીખવવા આવ્યા હતા કે પરમેશ્વરે બાઇબલમાં ભાવિ માટે કેવી આશા આપી છે. તેઓએ બાઇબલમાંથી પ્રચાર શરૂ કર્યો. પણ સમય જતા બાજુના શહેર કુઝકોમાંથી એક પાદરીએ આવીને હિઊલકપાતાના લોકો સાથે વાત કરી. પાદરીએ તેઓને કહ્યું કે, ‘યહોવાહના સાક્ષીઓ આ શહેર રહેશે તો અહીં ખતરનાક રોગ ફાટી નીકળશે. સખત બરફ પડશે. એનાથી તમારા ખેતરમાં શાકભાજી નહિ પાકે ને તમારા ઢોર મરી જશે.’

ઘણા લોકો પાદરીની વાતમાં આવી ગયા. એના લીધે છએક મહિના સુધી સમાજમાંથી કોઈએ પણ સાંતિઆગો અને લૂર્દેસ સાથે બાઇબલમાંથી ચર્ચા ન કરી. બીજી તકલીફ શહેરનો અધિકારી મિગેલ હતો. તે સાંતિઆગો અને તેમની પત્ની રસ્તામાં ચાલતા હોય ત્યારે, તેઓની સામે દોડીને પથ્થરો ફેંકતો. સાંતિઆગો અને તેમની પત્નીએ શું કર્યું? કંઈ જ નહિ. શા માટે? તેઓ ઈસુના પગલે ચાલીને બધા સાથે હળી-મળીને રહેવા ચાહતા હતા.

સમય જતા લોકો સાંતિઆગો ને લૂર્દેસ સાથે બાઇબલમાંથી ચર્ચા કરવા લાગ્યા. મિગેલ પણ સાવ બદલાઈ ગયો. તેણે સાંતિઆગો સાથે બાઇબલમાંથી ચર્ચા શરૂ કરી. એનાથી તેનું જીવન ઘણું સુધર્યું હતું. જેમ કે તે પહેલા શરાબી હતો, પણ હવે બહુ ઓછું પીએ છે. બીજાઓ સાથે શાંતિથી વર્તે છે. હવે મિગેલ, તેની પત્ની, અને તેની બે દીકરીઓ યહોવાહના ભક્તો છે.

આજે આ શહેરમાં યહોવાહના સાક્ષીઓનું મંડળ છે. એના લોકો યહોવાહની ઉમંગથી ભક્તિ કરી રહ્યા છે. સાંતિઆગો અને લૂર્દેસ પર મિગેલ જે પથ્થરો ફેંકતો એમાંના મોટાભાગના નિશાન ચૂકી જવાથી વાગ્યા ન હતા. તેથી મિગેલ બહુ ખુશ છે. હવે મિગેલ જોઈ શક્યો કે તેઓ કેટલા સારા છે!

[પાન ૩૨ પર ચિત્ર]

સાંતિઆગો અને તેમની પત્નીના (ઉપરનો ફોટો) સારા સ્વભાવને લીધે મિગેલે (જમણી બાજુનો ફોટો) પોતાનો સ્વભાવ સુધાર્યો

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો