વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w11 ૬/૧ પાન ૫
  • ૨. દુકાળ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ૨. દુકાળ
  • ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
  • સરખી માહિતી
  • સો કરોડ લોકોનું પેટ ભરવાની કોશિશ
    સજાગ બનો!—૨૦૦૬
ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
w11 ૬/૧ પાન ૫

૨. દુકાળ

“દુકાળો પડશે.”—માર્ક ૧૩:૮.

● એક માણસ ભૂખમરાથી બચવા નાઇજર દેશની રાજધાનીથી ક્વાટાર્ડજી નામના ગામડાંમાં રહેવા ગયો. તેની સાથે તેના નાના ભાઈ-બહેનો અને બીજા સગાંઓ પણ હતા. એ ગામમાં પણ તેઓને બહુ કંઈ ખાવા-પીવાનું મળતું નથી. એટલે આ માણસ ઘરના લોકોથી દૂર એકલો સૂઈ જાય છે. શા માટે? સીદી નામના ગામના સરપંચ કહે છે, ‘તે કુટુંબના સભ્યોની ભૂખ સંતોષી શકતો નથી, એટલે તેઓ સામે નજર મીલાવી શકતો નથી.’

આંકડા શું બતાવે છે? દુનિયા ફરતે સાતમાંથી આશરે એક વ્યક્તિને રોજનો પૂરતો ખોરાક મળતો નથી. આફ્રિકાના સહારા રણના દક્ષિણ વિસ્તારમાં તો સ્થિતિ વધારે ગંભીર છે. ત્યાં દર ત્રણ વ્યક્તિમાંથી એકને ઘણા દિવસો સુધી ખોરાક મળતો નથી. એ સમજવા ચાલો એક કુટુંબનો દાખલો લઈએ જેમાં પિતા, માતા અને બાળક છે. જો ફક્ત બે વ્યક્તિઓને થાય એટલો જ ખોરાક હોય તો આ ત્રણમાંથી કોણ ભૂખ્યું રહેશે? પિતા, માતા કે બાળક? એવા ઘણા કુટુંબો છે, જેઓએ આવો કપરો નિર્ણય દરરોજ કરવો પડે છે.

લોકો આવું કહે છે: બધાને પૂરતો ખોરાક મળી રહે એટલું ધરતી પર પાકે છે. પણ એની વહેંચણી સરખી રીતે થતી નથી.

શું લોકોનું કહેવું ખરું છે? ખરું કે આજે ખેડૂતો ઘણા પ્રમાણમાં પાક ઉગાડી શકે છે, અને બીજી જગ્યાએ સહેલાઈથી મોકલી શકે છે. સરકારે એ ખોરાકને જરૂર હોય ત્યાં મોકલવો જોઈએ પણ, તેઓ નિષ્ફળ ગયા છે. વર્ષોથી પ્રયત્ન કરવા છતાં તેઓ ભૂખની સમસ્યા દૂર કરી શક્યા નથી.

તમને શું લાગે છે? શું માર્ક ૧૩:૮ની ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે? ટેક્નૉલૉજી ઘણી વધી ગઈ છે, છતાં શું ખોરાકની તંગી દૂર થઈ છે?

ધરતીકંપ અને દુકાળ પછી ઘણી વાર બીજી તકલીફો ઊભી થતી હોય છે. ચાલો છેલ્લા દિવસની બીજી એક નિશાનીનો વિચાર કરીએ. (w11-E 05/01)

[પાન ૫ પર બ્લર્બ]

“જો બાળકોને પૂરતો ખોરાક મળ્યો હોત તો ન્યુમોનિયા, ડાયેરિયા અને બીજી બીમારીઓને લીધે મરતાં બાળકોમાંથી ત્રીજા ભાગના બચી શક્યા હોત.”—એન એમ. વેનેનમેન, યુ.એન.ના ભૂતપૂર્વ બાળ-કલ્યાણ અધિકારી.

[પાન ૫ પર ચિત્રની ક્રેડીટ લાઈન]

© Paul Lowe/Panos Pictures

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો