વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w13 ૪/૧૫ પાન ૩૨
  • શું તમે જાણો છો?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • શું તમે જાણો છો?
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સરખી માહિતી
  • એકઠા મળવાનું પડતું ન મૂકીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
  • વાચકો તરફથી પ્રશ્નો
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૨
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
w13 ૪/૧૫ પાન ૩૨

શું તમે જાણો છો?

શું યરૂશાલેમનું મંદિર ઈસવીસન ૭૦ પછી ક્યારેય પાછું બંધાયું હતું?

ઈસુએ કહ્યું હતું કે, યહોવાના મંદિરનો એક પણ પથ્થર બીજા ઉપર રહેવા દેવાશે નહિ. તીતસની આગેવાની નીચે જ્યારે રોમન સૈન્યએ યરૂશાલેમનો ઈ.સ. ૭૦માં નાશ કર્યો, ત્યારે આ ભવિષ્યવાણી પૂરી થઈ. (માથ. ૨૪:૨) સમય જતા, સમ્રાટ જુલિયને એ મંદિર ફરીથી બાંધવાની ગોઠવણ કરી.

જુલિયન, બીજો ધર્મ પાળનાર છેલ્લો રોમન સમ્રાટ હતો. મહાન સમ્રાટ કોન્સ્ટેન્ટાઈનનો તે ભત્રીજો હતો. એ સમયના ખ્રિસ્તી ધર્મનું તેને શિક્ષણ મળ્યું હતું. પણ, વર્ષ ૩૬૧માં તેને સમ્રાટ બનાવવામાં આવ્યો ત્યારે, તેણે એ શિક્ષણનો વિરોધ કર્યો. ઇતિહાસના પુસ્તકોમાં તેને “ધર્મ વિરોધી” કહેવામાં આવ્યો, કેમ કે તે ચર્ચનો વિરોધી હતો.

જુલિયન ખ્રિસ્તી ધર્મને ધિક્કારતો હતો. કારણ? તે છ વર્ષનો હતો ત્યારે એ ધર્મના ગુરુઓએ તેના પિતા અને સગાંને મારી નાખ્યા હતા, જે તેણે નજરે જોયું હતું. ચર્ચના ઇતિહાસકારો પ્રમાણે જુલિયને મંદિર ફરી બાંધવા યહુદીઓને ઉત્તેજન આપ્યું. આમ કરીને, તે ઈસુને જૂઠા પ્રબોધક સાબિત કરવા માગતો હતો.a

એમાં કોઈ શંકા નથી કે જુલિયને મંદિર ફરી બાંધવાની ગોઠવણ કરી હતી. પણ, ઇતિહાસકારો તો એના પર વિવાદ કરે છે કે, જુલિયને મંદિરનું બાંધકામ ફરી શરૂ કર્યું હતું કે કેમ. જો કર્યું હોય તો, કઈ બાબતને લીધે એ કામ અધૂરું મૂકાયું. એક બાબત ચોક્કસ કે, જુલિયન સમ્રાટ બન્યો એનાં બે વર્ષમાં જ તેને મારી નાખવામાં આવ્યો અને તેની યોજના પણ તેની સાથે નાશ પામી.

[પાન ૩૨ પર ચિત્ર]

ઈસુના સમયમાં મંદિર કદાચ આવું દેખાતું હતું

a ઈસુએ એમ નહોતું કહ્યું કે મંદિર ફરી બંધાશે નહિ. તેમણે તો કહ્યું હતું કે એનો નાશ થશે, જે ૭૦ની સાલમાં બન્યું.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો