વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w14 ૧/૧ પાન ૩
  • ઈશ્વર વિશેના વિચારો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • ઈશ્વર વિશેના વિચારો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • સરખી માહિતી
  • શું તમારે ચર્ચમાં જોડાવું જોઈએ?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૪
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
w14 ૧/૧ પાન ૩

મુખ્ય વિષય | આપણને ઈશ્વરની કેમ જરૂર છે?

ઈશ્વર વિશેના વિચારો

“શું તમને ઈશ્વરની જરૂર છે? લાખોને જરૂર નથી.” આ શબ્દો તાજેતરમાં એક જાહેરાતના હોર્ડિગ પર જોવા મળ્યા, જે નાસ્તિકોના જૂથે લગાવ્યું હતું. તેઓને લાગે છે કે તેઓને ઈશ્વરની જરૂર નથી.

જ્યારે કે, ઘણા લોકો ઈશ્વરમાં માનવાનો દાવો તો કરે છે, પણ જાણે ઈશ્વર હોય જ નહિ એમ તેઓ નિર્ણયો લે છે. કૅથલિક ચર્ચના આર્ચબિશપ સેલ્વેટોરે ફિઝીકેલાએ પોતાના ચર્ચના સભ્યો વિશે કહ્યું: “આપણને જોઈને આજે કોઈ નહિ કહે કે આપણે ખ્રિસ્તીઓ છીએ, કેમ કે આપણી જીવનશૈલી ખ્રિસ્તીઓ નથી એવા લોકો જેવી જ છે.”

અમુક લોકો તો એટલા વ્યસ્ત છે કે તેઓ ઈશ્વર વિશે વિચારતા જ નથી. તેઓને લાગે છે કે ઈશ્વર એટલા દૂર છે કે, તેઓના જીવનમાં કોઈ મહત્ત્વનો ભાગ ભજવી શકે એમ નથી. આવા લોકોને મુશ્કેલીઓ પડે કે કંઈક જરૂર હોય ત્યારે જ ઈશ્વરની યાદ આવે છે. જાણે કે ચાકરને ઇશારો કરે અને તે હાજર થઈ જાય, એવું તેઓ ઈશ્વર વિશે વિચારે છે.

બીજા અમુક લોકો ધર્મ જે શીખવે છે એ પાળતા નથી, કેમ કે તેઓને એ જરૂરી લાગતું નથી. એક દાખલો જોઈએ. જર્મનીના ૭૬ ટકા કૅથલિકો માને છે કે પુરુષ અને સ્ત્રી લગ્‍ન પહેલાં સાથે રહે તો એમાં વાંધો નથી. આવો વિચાર તેઓના ચર્ચ અને બાઇબલના શિક્ષણથી એકદમ વિરુદ્ધ છે. (૧ કોરીંથી ૬:૧૮; હિબ્રૂ ૧૩:૪) સાચે જ, ફક્ત કૅથલિકો જ નહિ એવા ઘણા લોકો છે જેઓ કહે છે કે તેઓ ધર્મમાં માને છે, પણ એના પ્રમાણે કરતા નથી. બીજા ધર્મોના આગેવાનો જણાવે છે કે તેઓના સભ્યો ‘ધર્મમાં તો માને છે, પણ નાસ્તિકની જેમ વર્તે છે.’

આ ઉદાહરણો એક સવાલ તરફ દોરી જાય છે: આપણને ઈશ્વરની કેમ જરૂર છે? આ સવાલ કંઈ નવો નથી. સૌથી પહેલા એનો ઉલ્લેખ બાઇબલની શરૂઆતમાં થયો હતો. સવાલનો જવાબ મેળવવા, ચાલો આપણે બાઇબલના ઉત્પત્તિના પુસ્તકમાં ઊભા થયેલા અનેક મુદ્દાઓ પર ધ્યાન આપીએ. (w13-E 12/01)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો