વિષય
જૂન ૨૭, ૨૦૧૬–જુલાઈ ૩, ૨૦૧૬નું અઠવાડિયું
અપૂર્ણ હોવાને કારણે, અમુક વાર ભાઈ-બહેનો સાથે મતભેદો ઊભા થાય છે. આ લેખમાં આપણે એવા બાઇબલ સિદ્ધાંતો શીખીશું, જેનાથી આપણને મતભેદો થાળે પાડવા અને બીજાઓ સાથે શાંતિ જાળવવા મદદ મળશે.
જુલાઈ ૪-૧૦, ૨૦૧૬નું અઠવાડિયું
૮ ‘જાઓ અને સર્વ દેશનાઓને શિષ્ય કરો’
આપણે શા માટે કહી શકીએ કે, ફક્ત યહોવાના સાક્ષીઓ જ આજે માથ્થી ૨૪:૧૪ની ઈસુની ભવિષ્યવાણી પૂરી કરી રહ્યા છે? આ સવાલનો જવાબ મેળવવા આ લેખ આપણને મદદ કરશે. ઉપરાંત, આપણે એ પણ શીખીશું કે, “માણસોને પકડનારા” બનવાનો શું અર્થ થાય.—માથ્થી ૪:૧૯.
જુલાઈ ૧૧-૧૭, ૨૦૧૬નું અઠવાડિયું
૧૩ તમે શાના આધારે નિર્ણયો લો છો?
તમે નિર્ણય લો છો ત્યારે, તમને જે ખરું લાગે છે એ જ કરો છો? કે પછી તમારે શું કરવું જોઈએ એ વિશે બીજાને પૂછો છો? આ લેખ એ સમજવા મદદ કરશે કે, યહોવાના વિચારો જાણવાથી કઈ રીતે સારો નિર્ણય લઈ શકીએ છીએ.
જુલાઈ ૧૮-૨૪, ૨૦૧૬નું અઠવાડિયું
૧૮ શું બાઇબલ આજે પણ તમારું જીવન બદલી રહ્યું છે?
બાપ્તિસ્મા લીધા પહેલાં તમે કદાચ ઘણા મોટા ફેરફારો કર્યા હશે. પણ, યહોવા અને ઈસુને અનુસરવા નાના નાના ફેરફારો કરવા શું હવે અઘરું લાગે છે? આ લેખમાંથી શીખીશું કે, એ ફેરફારો કરવા શા માટે અઘરા લાગે છે તેમજ ફેરફારો કરવા બાઇબલ કઈ રીતે મદદ કરી શકે.
જુલાઈ ૨૫-૩૧, ૨૦૧૬નું અઠવાડિયું
૨૩ યહોવાએ કરેલી દરેક ગોઠવણનો લાભ લો
આ લેખમાં આપણે એક જોખમ વિશે ચર્ચા કરીશું, જેને આપણે ટાળવું જોઈએ. આપણે એ પણ શીખીશું કે, યહોવાએ કરેલી દરેક ગોઠવણમાંથી કઈ રીતે લાભ લઈ શકીએ.
૨૮ આપણો ઇતિહાસ