વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w16 ઑગસ્ટ પાન ૩૦
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • સરખી માહિતી
  • શાનાથી ભ્રષ્ટ થવાય છે?
    ઈસુ—માર્ગ, સત્ય અને જીવન
  • ૫ ઈશ્વર બધાની ભક્તિ સ્વીકારે છે શું એ સાચું છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૧
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
w16 ઑગસ્ટ પાન ૩૦
એક ફરોશી રિવાજ પ્રમાણે હાથ ધુએ છે અને ગુસ્સાથી એક માણસને જુએ છે જેણે ખાવાનું શરૂ કરી દીધું છે

વાચકો તરફથી પ્રશ્નો

ઈસુના વિરોધીઓએ હાથ ધોવા વિશે કેમ વિવાદ કર્યો?

ઈસુના વિરોધીઓ ઘણા વિષયોને લઈને ઈસુ અને તેમના શિષ્યોનો દોષ કાઢતા. એમાંનો એક મુદ્દો હાથ ધોવા વિશે હતો. મુસાના નિયમશાસ્ત્રમાં જણાવ્યું હતું કે વ્યક્તિ શાનાથી અશુદ્ધ બને છે. જેમ કે, શરીરના સ્રાવથી, કોઢના રોગથી તેમજ માણસો અને પશુઓનાં મુડદાંથી. એ નિયમશાસ્ત્રમાં એ પણ જણાવ્યું હતું કે, અશુદ્ધતા કઈ રીતે દૂર થઈ શકે. જેમ કે, બલિદાન આપીને, પાણીથી ધોઈને અથવા પાણી છાંટીને.—લેવી., અધ્યાય ૧૧-૧૫; ગણ., અધ્યાય ૧૯.

યહુદી ધર્મગુરુઓએ એ નિયમોની નાનામાં નાની વિગતોને લઈને પોતાના નિયમો ઘડ્યા હતા. એક અહેવાલ જણાવે છે કે, ‘યહુદી ધર્મગુરુઓએ અનેક નિયમો બનાવ્યા હતા. જેમ કે, વ્યક્તિ કેવા કિસ્સામાં અશુદ્ધ બને છે અને એની અશુદ્ધતા બીજામાં કઈ રીતે ફેલાય શકે છે. તેમ જ, શુદ્ધ થવા તેઓએ કઈ વસ્તુઓ અને વાસણો વાપરવાં કે ન વાપરવાં એ વિશે પણ નિયમો બનાવ્યા હતા. શુદ્ધ થવા તેઓએ અનેક વિધિઓ પણ શરૂ કરી હતી.’

ઈસુના વિરોધીઓએ તેમને પૂછ્યું: ‘તારા શિષ્યો વડીલોના સંપ્રદાય પ્રમાણે ન ચાલતાં હાથ ધોયા વગર રોટલી કેમ ખાય છે?’ (માર્ક ૭:૫) એ ધાર્મિક વિરોધીઓ એવું કહેવા માંગતા ન હતા કે, ગંદા હાથે ખાવાથી તબિયત બગડે છે. પણ, તેઓએ એને એક વિધિ બનાવી દીધી હતી. તેઓ ચાહતા હતા કે ખાતા પહેલાં વ્યક્તિના હાથ પર પાણી રેડવામાં આવે. ઉપર આપેલો અહેવાલ જણાવે છે: ‘કયા વાસણથી પાણી રેડવું જોઈએ, કેવા પ્રકારનું પાણી હોવું જોઈએ, કોણે પાણી રેડવું જોઈએ અને હાથનો કેટલો ભાગ પાણીથી ધોવો જોઈએ, એ વિશે પણ ચર્ચા થતી હતી.’

માણસોએ બનાવેલા નિયમો વિશે ઈસુના વિચારો એકદમ સ્પષ્ટ હતા. તેમણે પહેલી સદીના યહુદી ધાર્મિક આગેવાનોને જણાવ્યું: “તમ ઢોંગીઓ સંબંધી યશાયાએ ઠીક પ્રબોધ કર્યો છે, જેમ લખેલું છે કે, આ લોક હોઠોએ મને માને છે, પણ તેઓનાં હૃદયો મારાથી [યહોવાથી] વેગળાં રહે છે. પણ તેઓ પોતાના મત દાખલ કરીને માણસોની આજ્ઞા શીખવતાં મને વ્યર્થ ભજે છે. તમે ઈશ્વરની આજ્ઞા પડતી મૂકીને માણસોના સંપ્રદાય પાળો છો.”—માર્ક ૭:૬-૮.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો