વિષય
ઑક્ટોબર ૨૩-૨૯, ૨૦૧૭નું અઠવાડિયું
સંયમ બતાવવામાં યહોવાએ ઉત્તમ દાખલો બેસાડ્યો છે. આપણે કઈ રીતે યહોવાને અનુસરી શકીએ? સંયમનો ગુણ વધારવા કેવાં વ્યવહારું પગલાં ભરી શકાય?
ઑક્ટોબર ૩૦, ૨૦૧૭–નવેમ્બર ૫, ૨૦૧૭નું અઠવાડિયું
કરુણા બતાવવાનો શો અર્થ થાય? એ ગુણ બતાવવામાં યહોવા અને ઈસુએ સૌથી સારો દાખલો બેસાડ્યો છે. આપણે કઈ વ્યવહારું રીતોએ તેઓના દાખલાને અનુસરી શકીએ? એમ કરવાથી કેવાં સારાં પરિણામ આવી શકે?
૧૩ જીવન સફર—વફાદાર ભાઈઓ સાથે કામ કરવાનો મને આશીર્વાદ મળ્યો
નવેમ્બર ૬-૧૨, ૨૦૧૭નું અઠવાડિયું
૧૮ “ઈશ્વરનું વચન સર્વકાળ સુધી કાયમ રહેશે”
નવેમ્બર ૧૩-૧૯, ૨૦૧૭નું અઠવાડિયું
૨૩ ‘ઈશ્વરની વાણી શક્તિશાળી છે’
બાઇબલ વધુ ને વધુ ભાષાઓમાં પ્રાપ્ય થઈ રહ્યું છે, એ શા માટે નોંધપાત્ર છે? પોતાની ભાષામાં બાઇબલ મેળવીને આપણે યહોવાના આભારી છીએ, એ કઈ રીતે બતાવી શકીએ? આ લેખોની મદદથી બાઇબલ માટે કદર અને એના લેખક માટે પ્રેમ વધશે.
નવેમ્બર ૨૦-૨૬, ૨૦૧૭નું અઠવાડિયું
૨૮ હિંમતવાન બનો અને યહોવાનું કામ પૂરું કરો
યહોવાના સેવકોમાં હિંમત હોવી જરૂરી છે. પ્રાચીન સમયના ભક્તોએ એ ગુણ બતાવ્યો હતો. તેઓના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? યુવાનો, માતા-પિતા, વૃદ્ધ બહેનો અને બાપ્તિસ્મા પામેલા ભાઈઓ કઈ રીતે બતાવી શકે કે તેઓ હિંમતવાન છે અને ભલા કામ કરવા માટે તૈયાર છે?