વિષય
ડિસેમ્બર ૨૫-૩૧, ૨૦૧૭નું અઠવાડિયું
ગીત ગાવું યહોવાના લોકો માટે હંમેશાંથી ભક્તિનો મહત્ત્વનો ભાગ રહ્યું છે. અમુક લોકોને જાહેરમાં ગીત ગાતા સંકોચ થતો હશે. યહોવાનો મહિમા કરવા આપણે કઈ રીતે પૂરા આત્મવિશ્વાસથી ગાઈ શકીએ? આ લેખમાં અમુક કારણો જણાવ્યાં છે કે શા માટે આપણે પૂરા ઉમંગથી ગાવું જોઈએ. ઉપરાંત, કઈ રીતે ગીત ગાવામાં સુધારો કરી શકાય એ માટે અમુક સૂચનો જોઈશું.
જાન્યુઆરી ૧-૭, ૨૦૧૮નું અઠવાડિયું
૮ શું તમે યહોવામાં આશ્રય લો છો?
જાન્યુઆરી ૮-૧૪, ૨૦૧૮નું અઠવાડિયું
૧૩ યહોવાની જેમ ન્યાય અને દયાથી વર્તો
પ્રાચીન ઇઝરાયેલમાં કરવામાં આવેલી આશ્રયનગરોની ગોઠવણમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ લઈ શકીએ છીએ. પહેલા લેખમાં, જણાવ્યું છે કે પાપ કરનાર કઈ રીતે યહોવામાં આશ્રય લઈ શકે. અને બીજા લેખમાં, બતાવ્યું છે કે કઈ રીતે યહોવાનો દાખલો આપણને માફી આપવા, જીવનનો આદર કરવા અને ન્યાયથી વર્તવા પ્રેરે છે.
૧૮ ‘ઉદાર માણસ પર આશીર્વાદ આવશે’
જાન્યુઆરી ૧૫-૨૧, ૨૦૧૮નું અઠવાડિયું
૨૦ દુનિયાના વિચારોમાં ફસાઈએ નહિ
જાન્યુઆરી ૨૨-૨૮, ૨૦૧૮નું અઠવાડિયું
૨૫ કોઈને તમારું ઇનામ છીનવી લેવા ન દો
આ બે લેખમાં આપણે પ્રેરિત પાઊલે કોલોસી મંડળને આપેલી સલાહ વિશે જોઈશું. પહેલો લેખ સમજાવે છે કે, જો દુનિયાના વિચારો વાજબી લાગે કે પ્રચલિત હોય, તો શું કરવું જોઈએ. બીજા લેખમાં યાદ અપાવ્યું છે કે કઈ રીતે ખરાબ વલણ ટાળી શકીએ, જેથી યહોવાએ જે આશીર્વાદોનું વચન આપ્યું છે એ ચૂકી ન જઈએ.