પ્રસ્તાવના
આવનાર ભાવિ કેવું હશે?
શું તમે કદી વિચાર્યું છે કે ભાવિમાં તમારું અને તમારા કુટુંબનું જીવન કેવું હશે? બાઇબલ કહે છે:
‘નમ્ર લોકો પૃથ્વીનો વારસો પામશે, અને તેમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીતશાસ્ત્ર ૩૭:૨૯.
ચોકીબુરજનો આ અંક માણસજાત અને પૃથ્વી માટેના ઈશ્વરના અદ્ભુત હેતુને સમજવા મદદ કરશે. તેમ જ, એમાંથી જાણવા મળશે કે ઈશ્વરના હેતુથી ફાયદો થાય, એ માટે તમારે શું કરવું જોઈએ.