વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • w18 એપ્રિલ પાન ૩૨
  • વાચકો તરફથી પ્રશ્નો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વાચકો તરફથી પ્રશ્નો
  • ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
  • સરખી માહિતી
  • ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ૨૦૧૩ની આવૃત્તિ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • બાઇબલ ભાષાંતરનો ઉત્તમ નમૂનો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
  • ક-૩ બાઇબલ આપણા સુધી કઈ રીતે પહોંચ્યું?
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
  • ક-૧ બાઇબલ ભાષાંતરના સિદ્ધાંતો
    પવિત્ર શાસ્ત્ર—નવી દુનિયા ભાષાંતર
વધુ જુઓ
ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૮
w18 એપ્રિલ પાન ૩૨

વાચકો તરફથી પ્રશ્નો

ન્યૂ વર્લ્ડ ટ્રાન્સલેશન ઑફ ધ હોલી સ્ક્રિપ્ચર્સ ૨૦૧૩ની આવૃત્તિમાં (અંગ્રેજી અને અમુક ભાષાઓમાં પ્રાપ્ય છે) ગીતશાસ્ત્ર ૧૪૪:૧૨-૧૫ના શબ્દો ઈશ્વરના લોકોને લાગુ પડે છે. પહેલાંની આવૃત્તિમાં એ શબ્દો દુષ્ટ વિદેશીઓને લાગુ પડતા હતા, જેઓ વિશે કલમ ૧૧માં ઉલ્લેખ થયો છે. શા માટે એમાં સુધારો કરવામાં આવ્યો?

એ માટેના હિબ્રૂ શબ્દો બંને લોકોને લાગુ પડી શકે છે. નવી આવૃત્તિમાં નીચેનાં કારણોને લીધે સુધારો કરવામાં આવ્યો છે:

  1. શબ્દો અને વ્યાકરણના આધારે એમાં સુધારો કરવામાં આવ્યો છે. ગીતશાસ્ત્ર ૧૪૪:૧૨-૧૫ અને એની અગાઉની કલમો, ૧૨મી કલમના પહેલા શબ્દના અર્થ સાથે જોડાયેલી છે. એ હિબ્રૂ શબ્દ આશેર છે, જેનો ઉપયોગ અલગ અલગ રીતે કરી શકાય છે. દાખલા તરીકે, એનો ઉપયોગ “કોણ” કે “કોને” કે “જે” જેવા સંબોધકો માટે પણ થઈ શકે છે. અગાઉની આવૃત્તિમાં એ શબ્દને “કોણ” કે “જે” તરીકે વાપરવામાં આવ્યો હતો. એના લીધે, ૧૨થી ૧૪ કલમોમાં બતાવેલી સારી બાબતો અગાઉની કલમમાં જણાવેલા દુષ્ટોને લાગુ પાડવામાં આવી હતી. જોકે, આશેર શબ્દ એનું પરિણામ પણ બતાવી શકે છે અને એનો અનુવાદ “એટલે,” “એટલે કે” અથવા “ત્યારે” પણ થઈ શકે છે. ૨૦૧૩ની આવૃત્તિમાં અને બીજાં બાઇબલ ભાષાંતરોમાં એનો અનુવાદ “ત્યારે” કરવામાં આવ્યો છે.

  2. સુધારેલા શબ્દો ગીતશાસ્ત્રની બાકીની કલમો સાથે બંધબેસે છે. કલમ ૧૨માં “ત્યારે” શબ્દ વાપરવાથી એનો અર્થ થાય કે ૧૨થી ૧૪ કલમોમાં આપેલા આશીર્વાદો નેક લોકો માટે છે, જેઓએ એવી અરજ કરી હતી કે દુષ્ટ લોકોથી પોતાનો ‘છૂટકો અને બચાવ થાય’ (કલમ ૧૧). એ ફેરફાર ૧૫મી કલમ સાથે બંધબેસે છે, જેમાં બે વખત “સુખી” શબ્દ જોવા મળે છે. એટલે, બંને જગ્યાએ વપરાયેલો સુખી શબ્દ એ જ લોકોને લાગુ પડે છે “જેઓનો ઈશ્વર યહોવા છે.” ધ્યાન આપો કે, મૂળ હિબ્રૂ લખાણમાં વિરામચિહ્‍નો ન હતા. તેથી, ભાષાંતરકારે હિબ્રૂ કાવ્ય પદ્ધતિ, આજુબાજુની માહિતી અને એની સાથે જોડાયેલા બાઇબલ અહેવાલો ધ્યાનમાં રાખીને ખરો અર્થ મૂકવાનો હોય છે.

  3. નવી આવૃત્તિના શબ્દો બાઇબલના બીજા ભાગની સુમેળમાં છે. બાઇબલના એ ભાગોમાં ઈશ્વરના વફાદાર લોકોને આશીર્વાદોનું વચન આપવામાં આવ્યું છે. આશેર માટે વપરાયેલા શબ્દમાં સુધારો કરવાથી હવે એ કલમમાં દાઊદની શ્રદ્ધા સાફ દેખાય આવે છે. તેમને દૃઢ શ્રદ્ધા હતી કે ઈશ્વર ઇઝરાયેલ પ્રજાને દુશ્મનોથી છોડાવશે. તેમ જ, ઈશ્વર પોતાના લોકોને સુખ-શાંતિ આપશે. (લેવી. ૨૬:૯, ૧૦; પુન. ૭:૧૩; ગીત. ૧૨૮:૧-૬) દાખલા તરીકે, પુનર્નિયમ ૨૮:૪માં લખ્યું છે: “તારા પેટનું ફળ, તથા તારી ભૂમિનું ફળ, તથા તારાં ઢોરનું ફળ એટલે તારી ગાયોનો વિસ્તાર તથા તારાં ઘેટાંબકરાંનાં બચ્ચાં, આશીર્વાદિત થશે.” સાચે જ, દાઊદના દીકરા સુલેમાનના રાજ દરમિયાન લોકોએ શાંતિ અને સલામતીનો આનંદ માણ્યો હતો. વધુમાં, સુલેમાનનું રાજ મસીહના રાજ તરફ લોકોનું ધ્યાન દોરે છે.—૧ રાજા. ૪:૨૦, ૨૧; ગીત. ૭૨:૧-૨૦.

અંતે આપણે આ તારણ પર આવી શકીએ કે, ગીતશાસ્ત્ર ૧૪૪ના શબ્દોમાં થયેલા સુધારાથી બાઇબલ શિક્ષણની આપણી સમજણમાં કોઈ ફેરફાર થતો નથી. જોકે, હવે એ કલમો પરથી યહોવાના ભક્તોની આશા વધારે પાકી થાય છે. એ આશા છે કે, ઈશ્વર દુષ્ટોનો કાયમ માટે નાશ કરશે અને નેક લોકોને કાયમ માટે શાંતિ અને સલામતી આપશે.—ગીત. ૩૭:૧૦, ૧૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો