ફેબ્રુઆરી ૮નું અઠવાડિયું
ગીત ૧૧ (85)
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ પાન ૨૪ (ગૌણ મથાળાથી) પાન ૨૬
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ન્યાયાધીશો ૧૧-૧૪
નં.૧: ન્યાયાધીશો ૧૩:૧-૧૪
નં.૨: લુક ૧૬:૯-૧૩માં જણાવેલા ઈસુના શબ્દોમાંથી આપણે શું શીખી શકીએ?
નં.૩: સાજાપણાનો આત્મા (fy પાન ૧૨૦, ૧૨૧ ફકરા ૧૦-૧૩)
□ સેવા સભા:
ગીત ૬ (43)
૫ મિ: મંડળની જાહેરાતો.
૧૦ મિ: તહેવારો વિષેના સવાલોના જવાબ આપવા. બાઇબલ શીખવે છે પુસ્તકના પાન ૨૨૨-૨૨૩ને આધારે ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં કયા તહેવારો ઊજવાય છે? કોઈ ખાસ તહેવાર વિષે ક્યાં અને કેવી રીતે વાતચીત કરી શકો? એક દૃશ્ય બતાવો. એમાં આપણે ઈસ્ટર કેમ નથી ઉજવતા, એ સવાલનો જવાબ આપવા મા કે બાપ પોતાના બાળકને તૈયાર કરે છે.
૨૦ મિ: “આખી દુનિયામાં મેમોરિયલનું આમંત્રણ.” સવાલ-જવાબથી ચર્ચા. ફકરા બેની ચર્ચા કરતા પહેલાં જો આમંત્રણ પત્રિકા આવી ગઈ હોય તો દરેકને એક-એક આપો. પત્રિકા વિષે થોડું જણાવો. બીજા ફકરાની ચર્ચા કર્યા પછી, એક દૃશ્યમાં પ્રકાશક બતાવે છે કે પત્રિકા કઈ રીતે આપવી. સર્વિસ ઓવરસીયર અથવા કોઈ વડીલનું ઇન્ટર્વ્યૂં લો. તે પત્રિકા આપવા માટેની ફિલ્ડ સર્વિસની ગોઠવણ વિષે વધારે માહિતી આપશે.
ગીત ૨૪ (200)