જાહેરાતો
▪ જાન્યુઆરી માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો. ફેબ્રુઆરી: કૌટુંબિક સુખનું રહસ્ય. માર્ચ: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે ખાસ પ્રયત્ન કરો. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! કેટલાક લોકો મેમોરિયલમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે આવા લોકોને પણ જરૂર મળવા જાઓ. તેઓને બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપો.
▪ ફેબ્રુઆરી મહિનાથી સરકીટ ઓવરસિયર જાહેર પ્રવચન આપશે, એનો વિષય છે: સત્યની તમારા જીવન પર કેવી અસર થાય છે?