જાહેરાતો
▪ માર્ચ માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવા માટે ખાસ પ્રયત્ન કરો. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! કેટલાક લોકો સ્મરણપ્રસંગમાં અથવા મંડળની કોઈ ખાસ સભાઓમાં આવ્યા હશે, પણ તેઓ મંડળમાં નિયમિત આવતા નહિ હોય. તમે રસ ધરાવતા લોકોની ફરી મુલાકાત લો ત્યારે આવા લોકોને પણ જરૂર મળવા જાઓ. તેઓ સાથે બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: જો ઘરમાલિક પાસે બાઇબલ શું શીખવે છે? પુસ્તક હોય, તો કોઈ પણ ૧૯૨ પાનનું પુસ્તક કે જેના પાન પીળા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પહેલાં બહાર પડ્યા હોય એ ઑફર કરી શકો.