જાહેરાતો
▪ એપ્રિલ અને મે માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! જેઓ સ્મરણપ્રસંગ કે બીજી સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય, તો ૧૯૨ પાનનું પુસ્તક જેના પાન ઝાંખા પડી ગયા હોય અથવા ૧૯૯૫ પછી પ્રકાશિત કોઈ પણ પુસ્તક આપી શકાય. જુલાઈ અને ઑગષ્ટ: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો.
▪ સ્મરણપ્રસંગમાં આપણે ગીત ૧૨ (93) અને ૧૯ (143) ગાઈશું. એ ગીતોની પહેલેથી પ્રૅક્ટિસ કરીએ તો સારું થશે.
▪ એપ્રિલ, મે અને જૂન મહિનામાં ઘણાને રજાઓ હોય છે. તેથી અમે બધા ભાઈઓને પ્રચારમાં વધારે ભાગ લેવાનું ઉત્તેજન આપીએ છીએ. જ્યાં બહુ પ્રચાર નથી થયો એવા પોતાના મંડળના પ્રચાર વિસ્તારમાં કે એની બાજુના વિસ્તારમાં અમુક ગ્રૂપ પ્રચાર કરી શકે કે કેમ, એ સેવા સમિતિ નક્કી કરશે. મંડળના જવાબદાર ભાઈઓએ ગ્રૂપને પ્રચારમાં લઈ જવામાં આગેવાની લેવી જોઈએ. તમે જે ગોઠવણ કરવાનું વિચારતા હોવ એના વિષે તમારા સરકીટ નિરીક્ષક સાથે વાત કરો.