જાહેરાતો
▪ જુલાઈ અને ઑગસ્ટ માટે સાહિત્ય ઑફર: તમારા મંડળ પાસે સ્ટોકમાં હોય એવી કોઈ પણ ૩૨ પાનાની પુસ્તિકા આપી શકો. સપ્ટેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? બાઇબલ અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો કદાચ તેઓને રસ પડે એવું મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. ઑક્ટોબર: ચોકીબુરજ અને સજાગ બનો! જો ઘરમાલિક રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા ઑફર કરો અને બાઇબલ અભ્યાસ શરૂ કરવાની કોશિશ કરો.
▪ ડિસ્ટ્રીક્ટ સંમેલનના આગલા અઠવાડિયે ચાલનારા સેવા સભાના ભાગમાં અમુક ફેરફાર કરવામાં આવશે. એમાં સંમેલન માટેના સલાહ-સૂચનોની ચર્ચા કરવામાં આવશે. સંમેલનના એક કે બે મહિના પછી મંડળની જરૂરિયાતના ભાગમાં સંમેલનમાંથી શીખેલા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવતી હોય છે. એમાં ભાઈ-બહેનોને પ્રચારમાં મદદરૂપ થયા હોય એવા મુદ્દાઓની ચર્ચા કરવામાં આવે છે.