જાહેરાતો
◼ માર્ચ માટે સાહિત્ય ઑફર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય. એપ્રિલ અને મે: ચોકીબુરજ અને સજાગ બનો! કોઈ રસ બતાવે તો સાચો માર્ગ કયો છે? પત્રિકા આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જેઓ સ્મરણપ્રસંગ કે બીજી કોઈ સભામાં આવ્યા હોય તેમની સાથે અને રસ ધરાવનારાઓની સાથે ફરી મુલાકાત વખતે બાઇબલ શીખવે છે પુસ્તક દ્વારા અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક આપીને અભ્યાસ શરૂ કરવાનો પ્રયત્ન કરો. જો ઘરમાલિક પાસે આ પુસ્તક હોય અને અભ્યાસ કરવો ન હોય, તો તેઓને રસ પડે એવા જૂના મૅગેઝિન કે પુસ્તિકા આપી શકાય.
◼ સ્મરણપ્રસંગ ગુરુવાર, એપ્રિલ ૫, ૨૦૧૨ના રોજ ઊજવવામાં આવશે. જો તમારું મંડળ ગુરુવારે કોઈ સભા રાખતું હોય તો, રાજ્યગૃહ પ્રાપ્ય હોય એવા બીજા કોઈ દિવસે એ સભા રાખવી જોઈએ. જો એ શક્ય ન હોય તો શું? તમારા મંડળ માટે વધારે મહત્ત્વના હોય એવા ભાગને તમે બીજા કોઈ અઠવાડિયાની સેવા સભામાં લઈ શકો.
◼ નવું સાહિત્ય મંગાવી શકો:
ભગવાનનું સાંભળો અમર જીવન પામો —ઊડિયા, મણિપુરી
ભગવાનનું સાંભળો —ઊડિયા, મણિપુરી
◼ સાહિત્ય ફરીથી મંગાવી શકો:
“સી ધ ગુડ લૅન્ડ” —કન્નડા, તામિલ, તેલુગુ, મલયાલમ, હિંદી
ગુડ ન્યૂઝ ફોર પીપલ ઑફ ઓલ નેશન્સ —કન્નડા, તામિલ, તેલુગુ, મલયાલમ, હિંદી