સપ્ટેમ્બર ૨૪નું અઠવાડિયું
ગીત ૪ (37) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૫, ફકરા ૧-૬, પાન ૬૦-૬૧ બૉક્સ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: દાનીયેલ ૧-૩ (૧૦ મિ.)
નં. ૧: દાનીયેલ ૨:૧૭-૩૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: તમારું લગ્ન બંધન પુનઃજોશીલું બનાવવું—fy પાન ૧૬૬-૧૬૭, ફકરા ૧૦-૧૩ (૫ મિ.)
નં. ૩: યહોવાની શક્તિ વિરુદ્ધ આપણે કેમ ન જવું જોઈએ?—એફે. ૪:૩૦ (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૨ (185)
૧૦ મિ: “દરરોજ યહોવાના શબ્દ પર ધ્યાન આપો.” આપણી રાજ્ય સેવા જાન્યુઆરી ૨૦૦૦, પાન ૭ની માહિતીને આધારે ટૉક. દરરોજ શાસ્ત્રવચનો તપાસવાં પુસ્તિકાનો સારો ઉપયોગ કરવા દરેકને ઉત્તેજન આપો. ભાઈ-બહેનોને પૂછો કે દરરોજની કલમ અને એની નીચે આપેલી ટીકા વાંચવા તેઓ કેવા ખાસ પ્રયત્ન કરે છે.
૨૦ મિ: “યુવાનો—ભક્તિમાં વધારે કરવાનો ધ્યેય બાંધો!” સવાલ-જવાબ. ઈશ્વરની સેવામાં વધુ કરી શકે એવા ધ્યેયો રાખવા અને તેમના પર કામ કરવા તમારા બાળકોને ઉત્તેજન આપો. પૂરા સમયની સેવામાં કારકિર્દી બનાવવા માટે ધગસ રાખતા કે પછી નિયમિત પાયોનિયરીંગ કરતા એક કે બે યુવાનોનો ઇન્ટરવ્યૂ લો. તેમને પૂછો કે શા માટે તેઓએ જગતની કારકિર્દીને બદલે ઈશ્વરની સેવામાં વધુ કરવાનું પસંદ કર્યું.
ગીત ૮ (51) અને પ્રાર્થના