ઑક્ટોબર ૧નું અઠવાડિયું
ગીત ૬ (43) અને પ્રાર્થના
□ મંડળમાં બાઇબલ અભ્યાસ:
ઈશ્વરનો પ્રેમ: પ્રકરણ ૫, ફકરા ૭-૧૫ (૩૦ મિ.)
□ દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: દાનીયેલ ૪-૬ (૧૦ મિ.)
નં. ૧: દાનીયેલ ૪:૧૮-૨૮ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: યહોવાના ભક્તો કેમ જંતરમંતર કે મેલીવિદ્યાથી દૂર રહે છે? (૫ મિ.)
નં. ૩: દુન્યવી અધિકારીઓ સાથે આપણે કેવી રીતે વર્તવું જોઈએ? (૫ મિ.)
□ સેવા સભા:
ગીત ૨૩ (187)
૫ મિ: પહેલા શનિવારે બાઇબલ અભ્યાસ શરૂ કરીએ. આ પાન પર આપેલા સૂચનો વાપરીને દૃશ્યથી બતાવો કે ઑક્ટોબર મહિનાના પહેલા શનિવારે આપણે કેવી રીતે અભ્યાસ શરૂ કરી શકીએ. દરેકને એમાં ભાગ લેવા ઉત્તેજન આપો.
૧૫ મિ: ગયા વર્ષે આપણે પ્રચારમાં કેવું કર્યું? સેવા નિરીક્ષક ટૉક આપશે. તે ગયા સેવા વર્ષની કામગીરી વિશે જણાવશે. ભાઈ-બહેનોએ જે બાબતે પ્રગતિ કરી હોય એ જણાવશે અને શાબાશી આપશે. એક કે બે ભાઈ-બહેનોના ઇન્ટરવ્યૂ લો, જેમને પ્રચારમાં સારા અનુભવ થયા હોય. નવા સેવા વર્ષ દરમિયાન મંડળ કઈ એક-બે બાબતોમાં સુધારો કરી શકે અને કેવી રીતે કરી શકે એ વિશે સૂચનો આપો.
૧૦ મિ: ઑક્ટોબર મહિનામાં મૅગેઝિન કેવી રીતે આપવા એની તૈયારી કરો. ભાઈ-બહેનો સાથે ચર્ચા. તમારા વિસ્તારમાં લાગુ પડતા હોય એવા લેખો પર એકાદ મિનિટમાં ધ્યાન દોરો. પછી ભાઈ-બહેનોને પૂછો કે ચોકીબુરજના શરૂઆતના લેખોમાંથી લોકોનો રસ જગાડવા કેવા પ્રશ્નો પૂછી શકાય. તેમ જ, બાઇબલની કઈ કલમ બતાવી શકાય. સમય હોય તો, એવી જ રીતે સજાગ બનો! માટે પણ કરો. દૃશ્યથી બતાવો કે મૅગેઝિન કઈ રીતે આપી શકાય.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના