વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૫/૧૩ પાન ૧
  • પ્રચાર કરવા આપણને શું પ્રેરે છે?

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • પ્રચાર કરવા આપણને શું પ્રેરે છે?
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • પડોશી પર પ્રીતિ કર, એટલે શું?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૬
  • ‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર’
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૪
  • તમારો પ્રેમ કેટલો ઊંડો છે?
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૧
  • જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ રાખો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૫
વધુ જુઓ
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૫/૧૩ પાન ૧

પ્રચાર કરવા આપણને શું પ્રેરે છે?

૧. કોના પ્રત્યેનો પ્રેમ આપણને પ્રચાર કરવા પ્રેરે છે?

૧ ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવી એ આજે આપણા માટે સૌથી મહત્ત્વનું કામ છે. ખરેખર, આ કામ દ્વારા આપણે સૌથી મોટી બે આજ્ઞાઓ પાળીએ છીએ. એ છે, યહોવાને પ્રેમ કરવો અને પડોશીઓને પ્રેમ કરવો. (માર્ક ૧૨:૨૯-૩૧) પ્રેમમાં એટલી તાકાત છે કે એ આપણને ઉત્સાહી પ્રચારક બનવા પ્રેરણા આપી શકે છે.—૧ યોહાન ૫:૩.

૨. આપણા પ્રચાર કાર્યથી કઈ રીતે યહોવા માટેનો પ્રેમ જાહેર થાય છે?

૨ યહોવા માટેનો પ્રેમ: આપણા સૌથી વહાલા મિત્ર યહોવા માટે પ્રેમ હોવાથી આપણે તેમના બચાવમાં બોલવા પ્રેરાઈએ છીએ. આશરે ૬,૦૦૦ વર્ષોથી શેતાન તેમની નિંદા કરી રહ્યો છે. (૨ કોરીં. ૪:૩, ૪) એટલે લોકો આવું માને છે કે ઈશ્વર પાપીઓને નરકની આગમાં રિબાવે છે; તે ત્રૈક્ય છે જે આપણી સમજની બહાર છે; તેમને માણસોની કોઈ ચિંતા નથી. ઘણા તો એવું માનવા લાગ્યા છે કે ઈશ્વર છે જ નહિ. એટલે, આપણે ઈશ્વર વિશેનું સત્ય લોકોને જણાવવા માંગીએ છીએ. સાક્ષીઓ તરીકે આપણે પ્રચારમાં ખંતીલા પ્રયત્નો કરીએ છીએ ત્યારે, ઈશ્વર ઘણા ખુશ થાય છે અને શેતાન નાસીપાસ થઈ જાય છે. —નીતિ. ૨૭:૧૧; હિબ્રૂ ૧૩:૧૫, ૧૬.

૩. આપણા પ્રચાર કાર્યથી કઈ રીતે લોકો માટેનો પ્રેમ જોવા મળે છે?

૩ પડોશીઓ માટેનો પ્રેમ: આપણે જ્યારે પણ કોઈને સાક્ષી આપીએ છીએ ત્યારે, તેના પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ. આ મુશ્કેલીભર્યા સમયમાં લોકો ખુશખબર વિશે જાણે, એ ખૂબ અગત્યનું છે. આજે ઘણા લોકો યૂનાના સમયના નિનવેહના લોકો જેવા છે. તેઓ “પોતાનો જમણો હાથ કયો ને ડાબો હાથ કયો એટલું પણ જાણતા” ન હતા. (યૂના ૪:૧૧) આપણું પ્રચાર કાર્ય લોકોને શીખવે છે કે તેઓ કઈ રીતે સુખી અને આનંદી જીવન જીવી શકે. (યશા. ૪૮:૧૭-૧૯) એનાથી તેઓને આશા મળે છે. (રોમ. ૧૫:૪) તેઓ જે બાબતો શીખે છે એને સાંભળે અને એ પ્રમાણે વર્તે તો તેઓ “તારણ પામશે.”—રોમ. ૧૦:૧૩, ૧૪.

૪. યહોવા શું કદી નહિ ભૂલે?

૪ સારાં બાળકો પોતાના માબાપને ફક્ત ખાસ પ્રસંગે જ પ્રેમ બતાવતા નથી. તેઓ હંમેશાં પ્રેમ બતાવવાનો પ્રયત્ન કરે છે. એ જ રીતે, ઈશ્વર અને લોકો માટેનો ગાઢ પ્રેમ આપણને પ્રચાર માટે ગોઠવેલા સમયે જ નહિ, પણ દરેક સમયે પ્રચાર કરવાની તક ઝડપી લેવા પ્રેરશે. તેમ જ, આપણે સર્વ સમયે ઉત્સાહથી પ્રચાર કરતા રહીશું. (પ્રે.કૃ. ૫:૪૨) આપણો આવો પ્રેમ યહોવા કદી ભૂલશે નહિ.—હિબ્રૂ ૬:૧૦.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો