વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૧૨/૧૩ પાન ૧
  • વ્યક્તિને અસર કરે એવી રજૂઆતો તૈયાર કરવી

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • વ્યક્તિને અસર કરે એવી રજૂઆતો તૈયાર કરવી
  • ૨૦૧૩ આપણી રાજ્ય સેવા
  • સરખી માહિતી
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—શરૂઆતના શબ્દોની તૈયારી કરીએ
    ૨૦૧૪ આપણી રાજ્ય સેવા
૨૦૧૩ આપણી રાજ્ય સેવા
km ૧૨/૧૩ પાન ૧

વ્યક્તિને અસર કરે એવી રજૂઆતો તૈયાર કરવી

૧. સારી રજૂઆત કેટલી મહત્ત્વની છે?

૧ જમણની શરૂઆત એવા ખોરાકથી કરવામાં આવે છે કે ભૂખ ઊઘડે. એવી જ રીતે, સરસ રજૂઆતથી શાસ્ત્રને આધારે ચર્ચા કરવાનું બારણું ઊઘડે છે. દિલ સુધી પહોંચે એવી રજૂઆતોની લંબાઈ અને માહિતી જુદી જુદી હોય શકે. પરંતુ, મજેદાર ભોજનની જેમ, હંમેશાં એ માટે અગાઉથી વિચારવું પડે અને તૈયારી કરવી પડે છે. (નીતિ. ૧૫:૨૮) અસરકારક રજૂઆતમાં શાનો સમાવેશ થાય છે?

૨. વ્યક્તિને અસર કરે એવી રજૂઆત કઈ રીતે તૈયાર કરી શકીએ?

૨ લોકોને રસ પડે એવા વિષય પસંદ કરો: આપણી રજૂઆત વ્યક્તિને અસર કરે એવી હોવી જોઈએ, નહિ તો તે કદાચ વાતચીતનો અંત લાવી દેશે. એટલે, તૈયારી કરતી વખતે વિચારો કે લોકોને શામાં રસ છે. તેઓને કયા વિષય પર વાત કરવી ગમશે, સારી સરકાર, સુખી કુટુંબ કે પછી યુદ્ધનો અંત? મોટે ભાગે લોકોને પોતાના વિચારો જણાવવા ગમે છે. એટલે, વિચાર જગાડતા સવાલો તૈયાર કરો. શું તમે આપણી રાજ્ય સેવામાં આપેલી રજૂઆતોમાંની એક વાપરી શકો? એમાં તમારા વિસ્તાર પ્રમાણે સુધારો-વધારો કરો. કેમ નહિ કે કુટુંબ તરીકે ભક્તિની સાંજે કોઈ વાર અમુક રજૂઆતોની પ્રૅક્ટિસ કરો?

૩. આપણા વિસ્તારમાંના લોકોના સમાજ અને વાતાવરણ પ્રમાણે કઈ રીતે રજૂઆત તૈયાર કરી શકીએ?

૩ સમાજ અને એના વાતાવરણનો વિચાર કરો: આપણે શું કામ લોકોને મળીએ છીએ એ અમુક જગ્યાએ તરત જ જણાવવું પડે. બીજી જગ્યાઓએ જો તમે પહેલા ઘરમાલિક કેમ છે એ ન પૂછો અને પોતાના વિશે અમુક માહિતી ન જણાવો, તો લોકોને લાગશે કે તમને તેઓમાં રસ નથી. અમુક વિસ્તારોમાં લોકો એવા ધર્મમાંથી આવે છે કે આપણે રજૂઆતમાં છૂટથી બાઇબલ વાપરી શકીએ. (પ્રે.કૃ. ૨:૧૪-૧૭) જોકે, ખ્રિસ્તી ધર્મ અથવા કોઈ પણ ધર્મ પાળતા ન હોય, એવા લોકોને બાઇબલ વિશે શરૂઆતમાં જણાવવાને બદલે ફરી મુલાકાતમાં જણાવવું વધારે સારું થઈ શકે.—પ્રે.કૃ. ૧૭:૨૨-૩૧.

૪. રજૂઆતની શરૂઆતના શબ્દો તૈયાર કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ?

૪ શરૂઆતના શબ્દો: તમારા શરૂઆતના શબ્દો સમજી-વિચારીને તૈયાર કરો. ટૂંકાં અને સાદાં વાક્યો મોટે ભાગે સૌથી સારાં. આપણે જે રીતે શરૂઆત કરીએ છીએ, એ પણ બહુ મહત્ત્વની છે. હોંશીલા બનો. ઘરમાલિક માટે સાચે જ લાગણી છે, એ દિલથી આવતા સ્મિતથી દેખાઈ આવવું જોઈએ. આ સૂચનો પ્રમાણે વર્તવાથી આપણને મદદ મળશે, જેથી આપણે રસ જગાડનારી રજૂઆતો તૈયાર કરી શકીએ. એવી રજૂઆતો આપણા વિસ્તારમાંના લોકોને યહોવા ‘પ્રભુની મેજ’ પરથી ખાવાની ભૂખ જગાડશે.—૧ કોરીં. ૧૦:૨૧.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો