એપ્રિલ ૭નું અઠવાડિયું
ગીત ૨ (15) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
બાઇબલ શીખવે છે: પ્રકરણ ૧૩, ફકરા ૧-૯ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: નિર્ગમન ૭-૧૦ (૧૦ મિ.)
નં. ૧: નિર્ગમન ૯:૨૦-૩૫ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ક્રોસ—એની ભક્તિ ન કરવી—td ૭ખ (૫ મિ.)
નં. ૩: અબીશાય—વિશ્વાસુ રહો અને તમારા ભાઈઓને મદદ કરવા તૈયાર રહો—૧ શમૂ. ૨૬:૬-૯; ૨ શમૂ. ૧૬:૯-૧૧; ૧૯:૨૧-૨૩; ૨૧:૧૫-૧૭; ૨૩:૧૮, ૧૯; ૧ કાળ. ૧૮:૧૨; ૧૯:૧૧-૧૫ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૫ (191)
૧૦ મિ: એપ્રિલ મહિનામાં મૅગેઝિન આપીએ. ચર્ચા. આ પાન પર આપેલી રજૂઆતનો ઉપયોગ કરીને એપ્રિલ-જૂનનું ચોકીબુરજ કઈ રીતે આપવું એ દૃશ્યથી બતાવો. રજૂઆતની શરૂઆતથી અંત સુધી ચર્ચા કરો. છેલ્લે બધાને ઉત્તેજન આપો કે મૅગેઝિનથી સારી રીતે જાણકાર થાય અને ઉત્સાહથી એને પ્રચારમાં આપે.
૧૦ મિ: બધાને આવકારીએ. (હિબ્રૂ ૧૩:૧, ૨) વડીલ ટોક આપશે. તમારા મંડળે સ્મરણપ્રસંગની કઈ ગોઠવણ કરી છે એ જણાવો. સ્મરણપ્રસંગમાં આવનારા બધાને તથા પ્રચારમાં ભાગ ન લેતા હોય અને નિયમિત રીતે સભામાં ન આવતા હોય એવા પ્રકાશકને આપણે દરેક કઈ રીતે આવકાર આપી શકીએ એ જણાવો. બે ટૂંકા દૃશ્ય બતાવો. પહેલામાં બતાવો કે આમંત્રણ પત્રિકા મેળવીને સ્મરણપ્રસંગમાં આવેલી વ્યક્તિને પ્રકાશક મળે છે. પછી બીજામાં, એ સભા પછી પ્રકાશક ફરીથી એ વ્યક્તિને મળીને અભ્યાસ માટેની ગોઠવણ કરે છે.
૧૦ મિ: આપણે પ્રચારમાં કેવું કર્યું? ચર્ચા. ભાઈ-બહેનોને પૂછો કે “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—વાતચીત અટકાવનારને જવાબ આપીએ” લેખમાં આપેલાં સૂચનો લાગુ પાડવાથી કેવો લાભ થયો. તેમ જ, તેઓને થયેલા સારા અનુભવો જણાવવાનું કહો.
ગીત ૧૨ (93) અને પ્રાર્થના