સપ્ટેમ્બર ૮નું અઠવાડિયું
ગીત ૭ (46) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૧, ફકરા ૧૦-૧૭ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: ગણના ૨૨-૨૫ (૧૦ મિ.)
નં. ૧: ગણના ૨૨:૩૬–૨૩:૧૦ (૪ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: ઈસુ ઈશ્વરના દીકરા જ છે—td ૧૬ખ (૫ મિ.)
નં. ૩: એક ખરાબ રાજા મિસર પર રાજ કરે છે—my વાર્તા ૨૭ (૫ મિ.)
સેવા સભા:
ગીત ૨૯ (222)
૧૦ મિ: સેવાકાર્યમાં સારું વર્તન કેળવીએ. (૨ કોરીં. ૬:૩) ભાઈ-બહેનો સાથે આ સવાલોની ચર્ચા કરો: (૧) પ્રચાર કરતી વખતે સારાં વાણી-વર્તન રાખવાં કેમ જરૂરી છે? (૨) આપણે આવા સંજોગમાં કઈ રીતે સારાં વાણી-વર્તન બતાવી શકીએ: (ક) આપણું ગ્રૂપ પ્રચાર વિસ્તારમાં પહોંચે? (ખ) એક ઘરેથી બીજા ઘરે ચાલીને જતા હોઈએ અથવા વાહન ચલાવીને દૂર વિસ્તારના લોકોને મળવા જતા હોઈએ? (ગ) ઘરના આંગણે કે દરવાજે ઊભા હોઈએ? (ઘ) આપણા સાથી ઘરમાલિક સાથે વાત કરતા હોય? (ચ) કે પછી ઘરમાલિક વાત કરતા હોય? (છ) ઘરમાલિક કામમાં હોય અથવા મોસમ ખરાબ હોય? (ઝ) ઘરમાલિક અપમાન કરે?
૧૦ મિ: શું તમે વધુ જરૂર હોય ત્યાં સેવા કરી શકો? સેવા નિરીક્ષક જુલાઈ ૨૦૦૧ આપણી રાજ્ય સેવાના પાન ૮ની માહિતીને આધારે ટૉક આપશે. બની શકે તો એવા પાયોનિયરનું ઇન્ટર્વ્યું લો જેણે એવી જગ્યાએ સેવા આપી હોય અથવા આપવાનું વિચારતા હોય.
૧૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ફરી મુલાકાત માટે પહેલેથી તૈયારી કરીએ.” ચર્ચા. દૃશ્યથી બતાવો કે એક પ્રકાશક પ્રચારમાં શું કહેશે એની તૈયારી મોટેથી બોલીને કરે છે. જો ઘરમાલિક મૅગેઝિન સ્વીકારે, તો ફરી મુલાકાત માટે કયો સવાલ છોડી જશે એનો વિચાર કરે છે.
ગીત ૧૯ (143) અને પ્રાર્થના