જાહેરાતો
◼ સપ્ટેમ્બર અને ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિનો. નવેમ્બર અને ડિસેમ્બર: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ પત્રિકા આપી શકો: જન્નતનો માર્ગ કઈ રીતે મેળવી શકાય?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? સાચો માર્ગ કયો છે?
◼ ૨૦૧૫ના સ્મરણપ્રસંગના સમયગાળામાં એપ્રિલ ૬ના અઠવાડિયા દરમિયાન ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય પછીથી જણાવવામાં આવશે. એ અઠવાડિયામાં જે મંડળોમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત અથવા સરકીટ સંમેલન હોય તો, તેઓ એ પછીના અઠવાડિયે આ ખાસ પ્રવચન રાખશે. કોઈ પણ મંડળે એપ્રિલ ૬ પહેલાં આ પ્રવચન રાખવું નહિ.
◼ સપ્ટેમ્બરની શરૂઆતથી સરકીટ નિરીક્ષકો આ વિષય પર પ્રવચન આપશે: “ઈશ્વરના જ્ઞાનથી આપણને કેવા લાભ થાય છે?”
◼ સેક્રેટરી અને સેવા નિરીક્ષકે મળીને બધા નિયમિત પાયોનિયરો કેવું કરી રહ્યા છે એ તપાસવું જોઈએ. જો કોઈ કલાકો પૂરા કરી શકતું ન હોય, તો તેમને મદદ કરવાની ગોઠવણ કરવી જોઈએ.
◼ બહિષ્કૃત થયેલી કે સ્વેચ્છાએ મંડળની સંગત છોડી દીધી હોય એવી કોઈ વ્યક્તિ મંડળમાં પાછી આવવા માંગતી હોય તો, વડીલોએ એપ્રિલ ૧૫, ૧૯૯૧ ચોકીબુરજના પાન ૨૧-૨૩ની માહિતીને ધ્યાનમાં લેવી જોઈએ.