જાન્યુઆરી ૧૨નું અઠવાડિયું
ગીત ૫ (૪૫) અને પ્રાર્થના
મંડળમાં બાઇબલ અભ્યાસ:
કૌટુંબિક સુખ: પ્રકરણ ૭, ફકરા ૯-૧૮, પાન ૮૨ બૉક્સ (૩૦ મિ.)
દેવશાહી સેવા શાળા:
બાઇબલ વાંચન: યહોશુઆ ૨૧-૨૪ (૮ મિ.)
નં. ૧: યહોશુઆ ૨૪:૧૪-૨૧ (૩ મિ. કે એનાથી ઓછું)
નં. ૨: રાજા આહાઝ—વિષય: મૂર્તિપૂજા કરવાથી ઈશ્વરની કૃપા ગુમાવીશું—૨ રાજા. ૧૬:૩-૬, ૧૦-૧૬, ૨૦; ૨ કાળ. ૨૮:૫-૧૫, ૧૭-૧૯ (૫ મિ.)
નં. ૩: યહોવા આખી સૃષ્ટિના સરજનહાર છે—igw પાન ૨ ફકરો ૪–પાન ૩ ફકરો ૧ (૫ મિ.)
સેવા સભા:
મહિનાનો ધ્યેય: ‘નમ્રતાથી પ્રભુની સેવા કરીએ.’—પ્રે.કૃ. ૨૦:૧૯.
ગીત ૧ (૧૩)
૧૦ મિ: નમ્રતાથી પ્રભુની સેવા કરીએ. ચર્ચા. પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૧૯ વાંચો. પછી, ભાઈ-બહેનોને પૂછો: (૧) “સેવા” કરવાનો શું અર્થ થાય? (૨) આપણે કઈ રીતે પ્રભુની સેવા કરી શકીએ? (૩) નમ્રતા એટલે શું? (૪) સેવાકાર્ય પૂરું કરવા નમ્રતા કઈ રીતે મદદ કરી શકે?
૨૦ મિ: “સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે શાંતિ જાળવીએ.” ચર્ચા. લેખની ચર્ચા કર્યા પછી બે ટૂંકાં દૃશ્ય બતાવો. પહેલામાં બતાવો કે ગુસ્સે થયેલા ઘરમાલિક સાથે પ્રકાશક શાંતિ જાળવતા નથી. બીજામાં, ઘરમાલિક સાથે પ્રકાશક સમજી-વિચારીને વાત કરે છે. “આ મહિને આમ કરો” મથાળા નીચે આપેલાં સૂચનો પ્રમાણે કરવા દરેકને ઉત્તેજન આપો.
ગીત ૨૭ (૨૧૨) અને પ્રાર્થના