જાહેરાતો
◼ માર્ચ અને એપ્રિલ માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન. મે અને જૂન: પવિત્ર બાઇબલ શું શીખવે છે? અથવા આમાંથી કોઈ એક પત્રિકા વાપરો: યહોવાહના સાક્ષીઓ શું માને છે?, હે ઈશ્વર, ક્યારે બધાં દુઃખોનો અંત આવશે? અને સાચો માર્ગ કયો છે?
◼ શુક્રવાર, એપ્રિલ ૩, ૨૦૧૫ના રોજ સ્મરણપ્રસંગ ઊજવવામાં આવશે. જો તમારું મંડળ શુક્રવારે સભા રાખતું હોય, તો કિંગ્ડમ હૉલ પ્રાપ્ય હોય એવા બીજા કોઈ દિવસે એ સભા રાખવી જોઈએ. જો એ શક્ય ન હોય, તો એ અઠવાડિયાની મિટિંગ કેન્સલ કરી શકો. વડીલોના સેવક ગોઠવણ કરશે કે સેવા સભાના જે ભાગો મંડળ માટે વધારે મહત્ત્વના છે, એને એ જ મહિને બીજા કોઈ અઠવાડિયાની સેવા સભામાં લઈ શકાય.