વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • km ૯/૧૫ પાન ૪
  • જાહેરાતો

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • જાહેરાતો
  • ૨૦૧૫ આપણી રાજ્ય સેવા
૨૦૧૫ આપણી રાજ્ય સેવા
km ૯/૧૫ પાન ૪

જાહેરાતો

◼ સપ્ટેમ્બર અને ઑક્ટોબર માટે સાહિત્ય ઑફર: ચોકીબુરજ અને સજાગ બનો! મૅગેઝિન. નવેમ્બર અને ડિસેમ્બર: આમાંથી કોઈ જૂની પત્રિકા આપી શકો: મરણ પામેલા સ્નેહીજનો માટે કઈ આશા? (T-16), શાંતિપૂર્ણ નવી દુનિયામાં જીવન (T-15), કૌટુંબિક જીવનનો આનંદ માણો (T-21) અથવા આંસુભરી દુનિયા ખુશીઓથી ભરાઈ જશે (T-27). જો જૂની પત્રિકા ન હોય, તો બાઇબલ અભ્યાસ શરૂ કરવા તમે આ પત્રિકા આપી શકો: શું ગુજરી ગયેલા ફરી જીવતા થઈ શકે?, સુખી કુટુંબની ચાવી શું છે?, જીવનના મહત્ત્વના સવાલોના જવાબ ક્યાંથી મળી શકે? અથવા શું દુઃખ-તકલીફોનો કદી અંત આવશે? બાઇબલ અભ્યાસ શરૂ કરવા ઈશ્વર પાસેથી ખુશખબર! પુસ્તિકા અથવા પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકનો ઉપયોગ કરો.

◼ ૨૦૧૬ના સ્મરણપ્રસંગના સમયગાળામાં માર્ચ ૨૮ના અઠવાડિયા દરમિયાન ખાસ પ્રવચન આપવામાં આવશે. એનો વિષય પછીથી જણાવવામાં આવશે. એ અઠવાડિયામાં જે મંડળોમાં સરકીટ નિરીક્ષકની મુલાકાત અથવા સરકીટ સંમેલન હોય તો, તેઓ એ પછીના અઠવાડિયે આ ખાસ પ્રવચન રાખશે. કોઈ પણ મંડળે માર્ચ ૨૮ પહેલાં આ પ્રવચન રાખવું નહિ.

◼ બધા નિયમિત પાયોનિયર કેવું કરી રહ્યા છે એ વિશે મંડળની સેવા સમિતિ વિચાર કરશે. તેઓને મદદ કરવા નવેમ્બર ૨૦૧૪, આપણી રાજ્ય સેવા પાન ૫, ફકરા ૨૨થી ૨૪માં આપેલા માર્ગદર્શનનો ઉપયોગ કરી શકાય.

◼ બહિષ્કૃત થયેલી કે સ્વેચ્છાએ મંડળની સંગત છોડી દીધી હોય એવી કોઈ વ્યક્તિ મંડળમાં પાછી આવવા માંગતી હોય તો, વડીલોને યાદ અપાવવામાં આવે છે કે તેઓ ફેબ્રુઆરી ૧, ૧૯૯૨ના ચોકીબુરજના પાન ૧૬-૨૧ પર આપેલી માહિતીને ધ્યાનમાં લે.

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો