વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • mwb૧૮ ફેબ્રુઆરી પાન ૭
  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ
  • આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • સરખી માહિતી
  • ખુશખબર જણાવવાની તમારી જવાબદારી નિભાવતા રહો
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે—૨૦૧૩
  • સવાલો પૂછો
    વાંચવાની અને શીખવવાની કળા
  • ઈસુની જેમ લોકોને શીખવીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૭
  • ઈશ્વરનો સંદેશો કઈ રીતે ખુશીઓ લાવે છે?
    દુઃખ જશે, સુખ આવશે—ઈશ્વર પાસેથી શીખો
વધુ જુઓ
આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
mwb૧૮ ફેબ્રુઆરી પાન ૭

યહોવાના સેવકો તરીકે આપણું જીવન

સેવાકાર્યમાં આપણી આવડત વધારે કેળવીએ—સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કરીએ

કેમ મહત્ત્વનું: જો “અક્કલ માણસના મનમાં ઊંડા પાણી જેવી છે,” તો સવાલો બાલટી સમાન છે, જે તેના વિચારોને બહાર કાઢી લાવે છે. (નીતિ ૨૦:૫) લોકોના મનમાં રસ જગાડવા સવાલો મદદ કરે છે. સમજી-વિચારીને પૂછેલા સવાલો આપણને વ્યક્તિના મનમાં ડોકિયું કરવા મદદ કરે છે. ઈસુએ સવાલોનો અસરકારક રીતે ઉપયોગ કર્યો હતો. આપણે કઈ રીતે તેમને અનુસરી શકીએ?

ઈસુએ એક શિષ્યને સવાલ પૂછ્યો

કઈ રીતે કરી શકીએ:

  • વ્યક્તિના મનના વિચારો જાણી શકાય એવા સવાલો પૂછો. ઈસુએ પોતાના શિષ્યોને એવા સવાલો પૂછ્યા, જેનાથી તેઓના વિચારો જાણી શકે. (માથ ૧૬:૧૩-૧૬; be-E ૨૩૮ ¶૩-૫) વ્યક્તિના વિચારો જાણવા તમે કેવા સવાલો પૂછી શકો?

  • વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવી શકે એવા સવાલો પૂછો. પીતરના વિચારો સુધારવા ઈસુએ સવાલો પૂછ્યા અને એના શક્ય જવાબો પણ આપ્યા, જેથી પીતર ખરા નિર્ણય પર આવી શકે. (માથ ૧૭:૨૪-૨૬) વ્યક્તિ યોગ્ય નિર્ણય પર આવે માટે કેવા સવાલો પૂછી શકાય?

  • વખાણ કરો. એક વ્યક્તિએ “સમજદારીથી જવાબ આપ્યો” ત્યારે, ઈસુએ તેના વખાણ કર્યા. (માર્ક ૧૨:૩૪) વ્યક્તિ કોઈ સવાલનો જવાબ આપે ત્યારે, તેમના વખાણ કરવા આપણે શું કહી શકીએ?

માન આપીએ. આપણી પાસે ઈસુ જેવો અધિકાર નથી. એટલે આપણે વૃદ્ધો, અજાણ્યા લોકો અને અધિકારીઓ સાથે આદરભાવથી વાત કરવી જ જોઈએ.—૧પી ૨:૧૭.

ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો પહેલો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • માહિતી સચોટ હોવા છતાં શા માટે શીખવવાની આ રીત યોગ્ય નથી?

  • ફક્ત માહિતી જણાવી દેવી શા માટે પૂરતું નથી?

ઈસુ જેવાં કામો કરીએ—શીખવીએ વીડિયોનો બીજો ભાગ બતાવો અને નીચે આપેલા સવાલોના જવાબ આપો:

  • ભાઈએ કઈ રીતે સવાલોનો અસરકારક ઉપયોગ કર્યો?

  • તેમની શીખવવાની રીતમાંથી આપણને બીજી કઈ બાબતો શીખવા મળે છે?

નીરસ રીતે શીખવવામાં આવે છે ત્યારે, એક માણસ મૂંઝાયેલો લાગે છે; અસરકારક રીતે શીખવવામાં આવે છે ત્યારે, એક માણસ સત્ય સાફ જોઈ શકે છે

આપણા શિક્ષણની બીજાઓ પર કેવી અસર થાય છે? (લુક ૨૪:૩૨)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો