યહોવાના સેવકો તરીકે આપણું જીવન
પ્રેમ સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો
કેમ જરૂરી: ઈસુએ શીખવ્યું કે તેમના શિષ્યો પ્રેમના ગુણથી ઓળખાઈ આવશે. (યોહ ૧૩:૩૪, ૩૫) ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવવા આપણે હંમેશા બીજાઓનો વિચાર કરવાની અને ગુસ્સા પર લગામ રાખવાની જરૂર છે.—૧કો ૧૩:૫.
કઈ રીતે કરશો:
કોઈના વાણી-વર્તનથી તમને દુઃખ પહોંચે તો, પહેલા વિચાર કરો કે એ વ્યક્તિએ શા માટે એમ કર્યું. એ પણ વિચારો કે તમે સામે જે કંઈ કરશો એનું કેવું પરિણામ આવશે.—નીતિ ૧૯:૧૧.
યાદ રાખો, આપણે બધા ભૂલને પાત્ર છીએ. ઘણી વખત આપણે પોતે એવું કંઈક કહીએ છીએ અથવા કરીએ છીએ, જેના માટે પછીથી આપણને પસ્તાવો થાય છે
મતભેદોને જલદી જ થાળે પાડો
“એકબીજા પર પ્રેમ રાખો”—સ્વાર્થ અને ગુસ્સાને ટાળો વીડિયો જુઓ અને નીચેના સવાલોના જવાબ આપો:
લેરી કઈ રીતે ટોમની વાત પર ભડકી ઊઠ્યા?
થોભીને વિચાર કરવાથી કઈ રીતે ટોમને ગુસ્સો કાબૂમાં રાખવા મદદ મળી?
ટોમે શાંતિથી જવાબ આપ્યો એનું કેવું પરિણામ આવ્યું?
કોઈ વાતથી આપણે ઉશ્કેરાઈ જઈએ ત્યારે શાંત રહેવાથી મંડળને કેવો લાભ થાય છે?