Ismail Sen/Anadolu Agency via Getty Images
જુઓ, શું બની રહ્યું છે!
તુર્કી અને સિરિયામાં વિનાશક ધરતીકંપ—બાઇબલ શું કહે છે?
સોમવાર, ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩ના દિવસે તુર્કી અને સિરિયામાં હચમચાવી નાખે એવા ધરતીકંપો આવ્યા.
“સોમવારે તુર્કીથી લઈને ઉત્તર પશ્ચિમ સિરિયા સુધી ભયંકર ધરતીકંપ આવ્યો. એ ધરતીકંપમાં ૩,૭૦૦ કરતાં વધારે લોકો માર્યા ગયા. એમાં હજારો લોકોને ઈજા થઈ અથવા બેઘર થયા. એટલું જ નહિ, શિયાળાની કડકડતી ઠંડીને લીધે તેઓની હાલત વધારે ખરાબ થઈ. અરે, બચી ગયેલા લોકોને શોધવા પણ અઘરું બન્યું.”—રોઇટર્સ, ૬ ફેબ્રુઆરી, ૨૦૨૩.
આવી ઘટનાઓ વિશે વાંચીને આપણે દુઃખી દુઃખી થઈ જઈએ છીએ. આવા સમયે “દિલાસો આપનાર ઈશ્વર” યહોવા આપણને મદદ કરી શકે છે. (૨ કોરીંથીઓ ૧:૩) “આપણી પાસે આશા છે” કારણ કે યહોવા આપણને ‘શાસ્ત્રમાંથી દિલાસો આપે છે.’—રોમનો ૧૫:૪, ફૂટનોટ.
બાઇબલમાંથી જાણવા મળે છે:
ધરતીકંપો વિશે પહેલેથી શું જણાવ્યું છે?
આપણને દિલાસો અને આશા ક્યાંથી મળી શકે?
ઈશ્વર કઈ રીતે દુઃખ-તકલીફોનો અંત લાવશે?
એ વિશે વધારે જાણવા નીચે આપેલા લેખ વાંચો:
a બાઇબલમાં જણાવ્યા પ્રમાણે ઈશ્વરનું નામ યહોવા છે.—ગીતશાસ્ત્ર ૮૩:૧૮.