મૈત્રીપૂર્ણ
રોબિન
બ્રિટનના સજાગ બનો!ના ખબરપત્રી તરફથી
અમારો નોર્ધમ્બરલેન્ડ જંગલ પ્રદેશ રતુંમડા રંગની છાંટથી બદલાઈને પાનખરના મનોરંજક દ્રશ્યમાં ફેરવાય જાય તે પહેલાં ઘણા સમયે, રોબિન (robin) પોતાની હાજરી જણાવી દે છે. તેની ચળકતી લાલ છાતી અને તેના ગીતના સુસ્પષ્ટ કર્ણપ્રિય સૂરો અમારા બાગમાં રંગ અને આનંદ ઉમેરે છે. એ કેવું હર્ષપૂર્ણ સાથી છે!
રોબિન એના ઓલીવ-કથ્થઈ ખભા અને માથાથી સહેલાઈથી ઓળખાય છે; એની નારંગી-લાલ છાતી, ગળું, અને કપાળ; અને તેનું સફેદ પડતું પેટ. હંમેશાં સતર્ક, આ ગોળમટોળ પક્ષી, ચપળતાથી ટટ્ટાર ઊભું રહે છે, તે માથાથી પૂંછડી સુધી ૧૪ સેન્ટિમીટર લાંબું છે. વર્ષ ૧૯૬૧માં રોબિનને બ્રિટનના રાષ્ટ્રીય પક્ષી તરીકે પસંદ કરવામાં આવ્યું એમાં નવાઈ નથી.
બ્રિટીશ રોબિન એના અમેરિકન જોડીદાર કરતાં વધારે નાનું હોય છે, જેને ઈંગ્લેન્ડના શરૂઆતના વસાહતીઓએ રોબિન નામ આપ્યું, જે તેઓને પરિચિત હતું. તેમ છતાં, બ્રિટીશ રોબિનને એનું પોતાનું ગુણલક્ષણ છે. ખંડીય યુરોપીય રોબિન, સરખામણીમાં ભિન્ન, શરમાળ પક્ષી છે જે જંગલમાં દૂર દૂર સંતાઈ રહે છે.
પાનખર આવે છે તેમ, રોબિન બ્રિટીશ બાગમાં પોતે નજરે પડે છે. એ માટી ખોદતી વ્યક્તિ પાસે ઊભું રહે છે અને કીડો બહાર નીકળે એ જોયા કરે છે. ઘણી વખત, માળી આરામ કરે છે ત્યારે, રોબિન પાવડા પર બેસી દ્રશ્યનું સર્વેક્ષણ કરે છે. આ હઠીલું પક્ષી છછુંદરના નવા ખોદેલા દરનું પગેરું કાઢવા તેનો ચીલો અનુસરવા માટે પણ જાણીતું છે. રોબિનનું ભોજન ભિન્ન છે—જીવડાં, બી, અને ફળ, તેમ જ કીડા.
રોબિનનો માળો મળી આવવો કેવી હર્ષની વાત! કોઈ પણ છજ્જાવાળું બારણું કે બારી સંવનન કરતી જોડીને આમંત્રે છે. ફૂલોનાં જૂનાં કુંડાઓ કે ફેંકી દીધેલી કીટલીઓમાં, તારનાં ગૂંચળાં પર, કે બાગમાં પડેલા ડગલાના ગજવામાં પણ માળો ઝડપથી બાંધી દેવામાં આવે છે! રોબિનની માળો બાંધવા અસાધારણ જગ્યા શોધવાની બુદ્ધિ અમર્યાદિત છે.
તમારા હાથથી ખવડાવવાની તાલીમ આપવામાં સૌથી પહેલા પક્ષીઓમાંનું રોબિન એક છે. શિયાળો પાસે આવે અને કુદરતી ખોરાક પુરવઠો પૂરો થવા માંડે ત્યારે, કેટલોક ખોરાક—ચીઝ કે ઇયળ—તમારી ખુલ્લી હથેળી પર અને કેટલોક પાસેની કોઈ સ્થિર વસ્તુ પર મૂકો. બે કે ત્રણ ખોરાક પછી જે દરમ્યાન રોબિન આ ખોરાક પુરવઠો ખાય, તેને ભરોસો બેસી જશે અને તમારા લંબાવેલા હાથમાંના નમૂના લઈ લેશે. એ તમારી આંગળી પર કદી ચઢશે નહિ છતાં, ત્યારથી માંડીને રોબિન તમને પોતાના મિત્ર ગણશે. બીજી ઋતુમાં એ આવશે ત્યારે પણ એ તમને ભૂલ્યું નહિ હોય—જેમ તમે પણ તમારા મિત્ર રોબિનને ભૂલ્યા નહિ હો! (g96 2/8)