વૉચટાવર ઓનલાઇન લાઇબ્રેરી
વૉચટાવર
ઓનલાઇન લાઇબ્રેરી
ગુજરાતી
  • બાઇબલ
  • સાહિત્ય
  • સભાઓ
  • g96 ૩/૮ પાન ૨૬
  • તમે બીજાને માઠું લગાડો ત્યારે શું કરવું

આના માટે કોઈ વીડિયો પ્રાપ્ય નથી.

માફ કરો, વીડિયો ચાલુ નથી થતો.

  • તમે બીજાને માઠું લગાડો ત્યારે શું કરવું
  • સજાગ બનો!—૧૯૯૬
  • મથાળાં
  • સરખી માહિતી
  • “તારૂં અર્પણ વેદી પાસે લાવે”
  • “તારૂં અર્પણ મૂકીને જા”
  • તમે બીજાઓને માઠું લગાડો ત્યારે શું કરવું
  • પહેલા તમારા ભાઈ સાથે સુલેહ-શાંતિ કરો—કઈ રીતે?
    આપણું જીવન અને સેવાકાર્ય—સભા પુસ્તિકા—૨૦૧૮
  • ઈસુનો ઉપદેશ દિલમાં ઉતારીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૯
  • મતભેદોને પ્રેમથી થાળે પાડીએ
    ચોકીબુરજ યહોવાના રાજ્યને જાહેર કરે છે (અભ્યાસ અંક)—૨૦૧૬
  • મંડળમાં સંપ રાખવા બધું જ કરીએ
    ચોકીબુરજ યહોવાહના રાજ્યને જાહેર કરે છે—૨૦૦૮
વધુ જુઓ
સજાગ બનો!—૧૯૯૬
g96 ૩/૮ પાન ૨૬

બાઇબલનું દ્રષ્ટિબિંદુ

તમે બીજાને માઠું લગાડો ત્યારે શું કરવું

કંઈક ખોટું થયું છે. તમને હમણાં જ ખબર પડે છે. તમારો ખ્રિસ્તી ભાઈ તમને ટાળી રહ્યો છે. તેને શું તકલીફ છે એ તેણે કહ્યું નથી, પરંતુ તે ભાગ્યે જ હેલો કરે છે—અને પછી ફક્ત તમારે જ પહેલાં અભિવાદન કરવાનું! શું તમારે તેની પાસે જઈ શોધી કાઢવું જોઈએ કે શું વાંધો પડ્યો છે?

‘એ તેનો કોયડો છે,’ તમે વિચારી શકો. ‘તેને મારી વિરુદ્ધ કંઈ હોય તો, તેણે મારી પાસે આવી એ વિષે વાત કરવી જોઈએ.’ ખરેખર, બાઇબલ વ્યક્તિને ઉત્તેજન આપે છે કે જેને માઠું લાગ્યું હોય તે પોતાના ભાઇ સાથે શાંતિ કરવાની પહેલ કરે. (સરખાવો માત્થી ૧૮:૧૫-૧૭.) પરંતુ માઠું લગાડનાર વિષે શું? તેની કોઈ જવાબદારી હોય તો એ કઈ છે?

પહાડ પરના બોધમાં, ઈસુએ કહ્યું: “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” (માત્થી ૫:૨૩, ૨૪) નોંધ લો કે અહીં ઈસુના શબ્દો જેનાથી માઠું લાગ્યું છે તેને સંબોધવામાં આવ્યા છે. બાબત થાળે પાડવા તેના પર કઈ જવાબદારી છે? એનો જવાબ આપવા, ચાલો આપણે ઈસુના પહેલી-સદીના તેમના યહુદી સાંભળનારાઓને સંબોધેલા શબ્દોનો શું અર્થ થતો હતો.

“તારૂં અર્પણ વેદી પાસે લાવે”

ઈસુ અહીં આબેહૂબ ચિત્ર ખડું કરે છેઃ યહુદી ઉપાસક વાર્ષિક પર્વોમાંના એક માટે યરૂશાલેમ આવ્યો છે. તેની પાસે યહોવાહને ચઢાવવા માટે દાન—શક્યપણે પશુ—છે.a બલિદાન ચઢાવવું નિરર્થક વિધિથી તદ્દન જુદું હતું. જુડાઈસમ—પ્રેક્ટિસ્‌ એન્ડ બિલિફ પુસ્તક સમજાવે છેઃ “પુષ્ટ, એબરહિત બલિદાનો પસંદ કરવાં, નિષ્ણાતો દ્વારા એની તપાસ કરાવડાવવી, જ્વાળાવાળી વેદીથી થોડીક જ વાર સુધી એની સાથે ચાલીને જવું, એ ત્યાં સોંપવાં, માથા પર હાથ મૂકવો, પાપ કે દોષ કબૂલવાં, અથવા અન્યથા પશુને અર્પણ કરવું, એનું ગળું કાપવું, અથવા ફક્ત એને પકડી પણ રાખવું—એનાથી તે ક્ષણની અર્થપૂર્ણતા અને સભાનતાની બાંયધરી મળતી હતી. . . . આ સમગ્ર સેવાની આજ્ઞા દેવે આપી છે એવું માનનાર કોઈ પણ વ્યક્તિ . . . એમાં થઈને પસાર થાય ત્યારે એની ભાવનાઓથી તરબોળ ન થાય એવું થઈ શકતું નહિ.”

a બલિદાન માટેનાં અર્પણો લાવવાનો સામાન્ય સમય ત્રણ પર્વોની ઋતુ હતી—પાસ્ખા, પેન્ટેકોસ્ટ, અને માંડવાપર્વ—પુનર્નિયમ ૧૬:૧૬, ૧૭.

માત્થી ૫:૨૩, ૨૪ના ઈસુના શબ્દો આ રીતે, તેમનું ધ્યાનથી સાંભળનારાઓને, યહુદી ઉપાસકને અર્થ તથા ભક્તિભાવયુક્ત ભયથી ભરપૂર કરી દેનારી ક્ષણમાં, લઈ જાય છે. એક બાઇબલ તજજ્ઞ દ્રશ્યનું વર્ણન આ રીતે કરે છેઃ “ઉપાસક મંદિરમાં પ્રવેશ્યો છે; એ એનાં શૃંખલાબંધ ન્યાયાલયો, વિદેશીઓનું ન્યાયાલય, સ્ત્રીઓનું ન્યાયાલય, પુરુષોનું ન્યાયાલય, આગળથી પસાર થયો છે. એની પાર યાજકોનું ન્યાયાલય છે જેમાં અજાણ્યો માણસ જઈ શકતો ન હતો. ઉપાસક પોતાનું બલિદાન યાજકને સોંપવા કઠેડા પાસે ઊભો રહે છે; તે પોતાના હાથ કબૂલાત કરવા [પશુના માથા] પર મૂકે છે.”

એ મહત્ત્વની ઘડીએ, ઉપાસકને યાદ આવે છે કે તેના ભાઈને તેની વિરુદ્ધ કંઈ છે. એવું હોય શકે કે તેનું પોતાનું અંત:કરણ તેને એ જણાવે છે, અથવા એવું હોય કે તેને પોતાના ભાઈના તેના પ્રત્યેના વલણથી એવું લાગ્યું હોય કે માઠું લાગ્યાની કોઈ લાગણી છે. તેણે શું કરવાનું છે?

“તારૂં અર્પણ મૂકીને જા”

“ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા,” ઈસુ સમજાવે છે. શા માટે? તે ઘડીએ યહોવાહને અર્પણ ચઢાવવા કરતાં વધારે મહત્ત્વનું બીજું શું હોય શકે? “પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર,” ઈસુ વધુ સમજણ આપે છે, “ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.” તેથી ઉપાસક તેનું અર્પણ દહનાર્પણની વેદી પાસે જીવતું મૂકીને તેના માઠું લાગેલા ભાઈને શોધવા નીકળી જાય છે.

એ પર્વ હોવાથી, જેને માઠું લાગ્યું છે તે ભાઈ નિ:શંક યરૂશાલેમમાં ટોળે વળેલા યાત્રાળુઓમાં હોવો જ જોઈએ. સાંકડી શેરીઓ અને ભેગાં ભરચક ઘરોવાળા યરૂશાલેમની વસ્તી ઘણી છે. પરંતુ આ તો પર્વ છે, અને શહેર મુલાકાતીઓથી ખીચોખીચ છે.b

b પર્વ નિમિત્તે પ્રાચીન યરૂશાલેમમાં ટોળે વળતા યાત્રાળુઓની સંખ્યાનો અંદાજ જુદો જુદો છે. પહેલી-સદીના યહુદી ઇતિહાસકાર જોસેફસે અંદાજ કાઢ્યો કે પાસ્ખા માટે આશરે ૩૦ લાખ યહુદી હાજર હતા—ધ જ્યુઈશ વોર, II, ૨૮૦ (xiv, ૩); VI, ૪૨૫ (ix, ૩).

એક જ ગામના લોકો ભેગી છાવણી નાખે તોપણ, કોઈકને શોધવા ગિરદીવાળા શહેરમાં જવું પ્રયત્ન માંગી લેશે. દાખલા તરીકે, માંડવા પર્વમાં, મુલાકાતીઓ સમગ્ર શહેરમાં અને રસ્તાઓ પર અને યરૂશાલેમ ફરતે બાગોમાં માંડવા પાડતા હતા. (લેવીય ૨૩:૩૪, ૪૨, ૪૩) તથાપિ, યહુદી ઉપાસકે માઠું લાગ્યું છે એવા પોતાના ભાઈને, તે મળે ત્યાં સુધી, શોધવાનો છે. પછી શું?

“તારા ભાઈની સાથે સલાહ કર,” ઈસુ કહે છે. “સલાહ કર” અનુવાદ પામેલું ગ્રીક વક્તવ્ય એવા ક્રિયાપદ (ડાઈ.અલ.લાસ્સો)માંથી આવે છે જેનો અર્થ “ ‘પરિવર્તન લાવવું, ફેરબદલી કરવી,’ અને તેથી, ‘સમાધાન કરવું’ થાય છે.” માઠું લાગ્યું હોય એવા પોતાના ભાઈને શોધવા સારો એવો પ્રયત્ન કરીને, યહુદી ઉપાસક તેની સાથે સલાહ કરવાનું શોધે છે. પછી, ઈસુ કહે છે, તે મંદિરમાં પાછો આવે અને તેનું બલિદાન ચઢાવે, કેમ કે હવે દેવ એનો સ્વીકાર કરશે.

આમ ઈસુના માત્થી ૫:૨૩, ૨૪માંના શબ્દો મહત્ત્વનો બોધપાઠ શીખવે છેઃ સમાધાન, અથવા શાંતિ, અર્પણ પહેલાં આવે છે. આપણે સાથી ઉપાસકો સાથે જે રીતે વ્યવહાર રાખીએ છીએ તેની દેવ સાથેના આપણા સંબંધ પર સીધી અસર પડે છે.—૧ યોહાન ૪:૨૦.

તમે બીજાઓને માઠું લગાડો ત્યારે શું કરવું

તો પછી, તમે આ લેખની શરૂઆતમાં વર્ણવેલી પરિસ્થિતિ—તમને એવું લાગે છે કે તમે સાથી ઉપાસકને માઠું લગાડ્યું છે—એમાં પોતાને જુઓ તો શું? તમારે શું કરવું જોઈએ?

ઈસુની સલાહ લાગુ પાડીને, તમારા ભાઈ પાસે જવાની પહેલ કરો. કયા લક્ષ્યાંક સાથે? તેને ખાતરી કરાવવા કે તેને માઠું લગાડવાને કોઈ કારણ નથી? જરાય નહિ! ફક્ત ગેરસમજણ સિવાય વધુ કોઈ કોયડો ન હોય શકે. “સલાહ કર,” ઈસુએ કહ્યું. શક્ય હોય તો, તેના હૃદયમાંની ખરાબ લાગણી દૂર કરો. (રૂમી ૧૪:૧૯) એ હેતુ માટે, તમારે માઠું લાગ્યાની તેની લાગણીનો નકાર નહિ, પરંતુ સ્વીકાર કરવાની જરૂર પડી શકે. તમારે એવું પણ પૂછવાની જરૂર પડી શકે, ‘સુધારો કરવા હું શું કરી શકું?’ ઘણી વાર, નિષ્ઠાપૂર્વક દિલગીરી બતાવવી માત્ર જરૂરી હોય છે. તેમ છતાં, કેટલાક કિસ્સામાં, જેને માઠું લાગ્યું હોય તે વ્યક્તિને પોતાની લાગણીઓ સમજતા થોડો સમય લાગી શકે.

તેમ છતાં, વારંવારના પ્રયત્ન છતાં તમે સામાધાન ન કરી શકો તો શું? રૂમી ૧૨:૧૮ કહે છેઃ “જો બની શકે, તો ગમે તેમ કરીને સઘળાં માણસોની સાથે હળીમળીને ચાલો.” આમ તમે ખાતરી રાખી શકો કે એક વખત તમે સલાહ કરવા પ્રયત્ન કર્યો છે તેથી, યહોવાહ તમારી ઉપાસના ખુશીથી સ્વીકારશે. (g96 2/8)

    ગુજરાતી સાહિત્ય (૧૯૯૩-૨૦૨૬)
    લોગ આઉટ
    લોગ ઇન
    • ગુજરાતી
    • શેર કરો
    • પ્રેફરન્સીસ
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • વાપરવાની શરતો
    • પ્રાઇવસી પૉલિસી
    • પ્રાઇવસી સેટિંગ
    • JW.ORG
    • લોગ ઇન
    શેર કરો